લગ્નના 7મા દિવસે પત્નીને છોડી પતિ ચાલી ગયો ન્યૂઝીલેન્ડ, પત્નીએ હિમત ના હારી અને આજે છે IPS ઓફિસર..જાણો વિગતે

આપણા સમાજ મા પતિ પત્ની ના સબંધ ને ખુબજ પવિત્ર માનવામાં આવે છે અને એવુપણ નથી કે આ આજના સમય માટે જ પુરતુ છે આ સબંધ પેહલા થી પવિત્ર માનવામા આવે છે પરંતુ આપણા સમાજ ના કેટલાક લોકો ને લીધે આ સબંધ પવિત્ર નથી રહ્યો મિત્રો પતિપત્ની નો સબંધ એક સમય મા ખુબજ પવિત્ર ગણવામા આવતો હતો કારણ કે આ સબંધ એક બીજા ના વિશ્વાસ ઉપર નિર્ભર રહે છે.

Advertisement

જો પતિપત્ની એકબીજા ઉપર વિશ્વાસ નહી હોય તો આ સબંધ ટકી રેહતો નથી અને તુટી પણ જાય છે પરંતુ મિત્રો શુ તમે ક્યારે પણ એવુ વિચાર્યુ છે કે પતિ સાથે છુટા થયા પછી તે સ્ત્રી કેવી રીતે પોતાનુ જીવન જીવતી હશે મિત્રો આજના આ લેખમા એક એવી મહિલા વિશે જણાવવા જઇ રહ્યા છે જે પોતના પતિ થી છુટા થયા પછી યુપીઍસસીની પરીક્ષા પાસ કરીને IAS બની ગઇ હતી તો મિત્રો આવો જાણીએ કોમલ ગણાત્રા વિશે.

એક સ્ત્રીનું જીવન આખી જિંદગી પોતાના પતિ પર નિર્ભર હોતું નથી. તેનો પણ હક છે પોતાના સપનાઓને પુરા કરવાનો અને આ વાક્ય કહે છે સાવરકુંડલાની કોમલ ગણાત્રા તેમણે પોતાના દ્દઢ આત્મવિશ્વાસના કારણે યૂપીએસસી પરીક્ષા પાસ કરી હતી અને તેમના માટે આ પરીક્ષા પાસ કરવી સરળ નહોતી, તેમ છતાં કઠીન પરીશ્રમનો સામનો કરીને ગુજરાતના સાવરકુંડલાની કોમલ IAS બની શકી છે. તો આજે આપણે જાણીશું કે કોમલે પોતાની જિંદગીમાં નાનપણથી IAS સુધીની સફર કેવી રહી છે.

એક સ્ત્રીનું જીવન જીવનભર પોતાના પતિની આસપાસ તો ના ફરી શકે અને તેનો પણ હક છે કે તે પોતાના સપના પૂરાં કરે અને આવું કહેવું છે કોમલ ગણાત્રાનું જેણે પોતાના દમ પર UPSCની પરીક્ષા પાસ કરી છે અને તેને માટે આ પરીક્ષા પાસ કરવી સહેલી નહોતી કારણ કે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ કોમલ IAS બની છે તો મિત્રો તમે પણ જાણી લો તેની સંઘર્ષની કહાની.

કોમલ ગણાત્રાના લગ્ન 26 વર્ષની ઉંમરે થયા હતા અને લગ્ન બાદ એક છોકરી જે સપના જુએ છે તેવા જ કોમલે પણ એવા જ સપના જોયા હતા પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિના બધા જ સપના પૂરા થાય અને લગ્નના બે અઠવાડિયા બાદ પતિ તેને છોડીને જતો રહ્યો હતો અને નવી વધુ બનેલી કોમલના પતિએ તેને ન્યુઝીલેન્ડ જવા માટે છોડી દીધી હતી અને ત્યારબાદ તે ક્યારેય પાછો ના આવ્યો.

મિત્રો તમને જણાવી દઈએ કે તેના લગ્ન એક NRI સાથે થયા હતા અને પોતાના પતિના છોડીને ચાલ્યા ગયા બાદ કોઈપણ વ્યક્તિ તૂટી જાય છે પરંતુ કોમલે હિંમત ના હારી અને ત્યારબાદ તેણે UPSCની તૈયારી શરૂ કરી દીધી હતી કોમલે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે આપણે વિચારીએ છીએ કે લગ્ન આપણને પરિપૂર્ણ બનાવે છે અને જ્યાં સુધી મારા લગ્ન નહોતા થયા ત્યાં સુધી હું પણ એવું જ વિચારતી હતી.

પરંતુ પતિના મને છોડીને ચાલ્યા ગયા બાદ મને સમજાયું હતું કે જીવનમાં દરેક છોકરી માટે લગ્ન જ બધું નથી હોતુ અને તેનું જીવન તેના કરતા પણ આગળ છે તેથી કોમલે UPSCની તૈયારી કરવા અંગે વિચાર્યું હતુ અને તે સમજી ચુકી હતી કે એક યુવતી માટે કરિયર સૌથી વધુ જરૂરી છે અને આથી કોમલે પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને સફળ રહી અને હાલમા તે રક્ષા મંત્રાલયમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે કામ કરી રહી છે.

કોમલનો અભ્યાસ ગુજરાતી મીડિયમમાં થયો છે જે વર્ષે તેણે UPSCની પરીક્ષા પાસ કરી હતી,તે વર્ષે તે ગુજરાતી લિટરેચરની ટોપર હતી અને તેણે વધુમાં કહ્યું હતું કે,મ હું નાની હતી ત્યારથી જ મારા પપ્પા મને કહેતા હતા કે તું મોટી થઈને IAS બનજે પરંતુ ત્યારે મારી પાસે UPSC વિશે વધુ જાણકારી નહોતી.

મારા લગ્ન પહેલા મેં GPSC મેઈન્સની પરીક્ષા પણ પાસ કરી લીધી હતી પરંતુ મારા પતિએ મને ઈન્ટરવ્યૂ આપવા માટે જવા ના દીધી કારણ કે તેઓ ન્યુઝીલેન્ડ જવા ઈચ્છતા હતા અને હું તેમને ખૂબ જ પ્રેમ કરતી હતી આથી મેં પણ ઈન્ટરવ્યૂ આપવાનો વિચાર માંડી વાળ્યો હતો પરંતુ મારા પતિ લગ્નના 15 દિવસમાં જ મને છોડીને ન્યુઝીલેન્ડ ચાલ્યા ગયા હતા.

અને પછી મારી જિંદગી જાણે ત્યાં જ અટકી ગઈ હતી ત્યારે ઘણા લોકોએ મને મારા પતિ સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કરવાની સલાહ આપી પરંતુ મેં મારું કરિયર બનાવવાનું નક્કી કરી લીધું અને મેં એક ગામડાની સ્કૂલમાં ટીચરની નોકરી કરવાની સાથોસાથ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી અને આજે હું મારા જીવનના લક્ષ્ય સુધી પહોંચવામાં સફળ રહી છું.

તે દરમિયાન કોમલને 5000 રૂપિયાની ટીચરની નોકરી મળી હતી પોતાના માતા-પિતા અને સાસરિયાથી દૂર, કોમલ એક ગામમાં જઈને રહેવા લાગી હતી. જ્યાં ના તો ઈન્ટરનેટ હતું અને ના તો મેગ્ઝીન અને ના તો ન્યૂઝ પેપર. પરંતુ તેમ છતાં કોમલ યૂપીએસસી પરીક્ષાની તૈયારી ચાલું રાખી હતી. તમને જણાવી દઈએ કે, કોમલ ગણાત્રા આઈએએસ બની ફરી લગ્નસંસાર શરૂ કરનાર કોમલના પતિ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ છે, તેઓને એક ક્યુટ દીકરી પણ છે.

યૂપીએસસીની તૈયારી દરમિયાન કોમલને એક પણ રજા મળતી નહોતી. મેંસ પરીક્ષા દરમિયાન કોમલ મુંબઈ પરીક્ષા આપવા જતી હતી.રાતભર ટ્રેનમાં બેસીને મુંબઈ જતી અને રવિવારે સાંજે તે પોતાના ગામ પાછી આવતી હતી. અને ફરી સોમવારે સ્કૂલ જતી હતી. ઈન્ટરવ્યૂ દરમિયાન કોમલને દિલ્હી આવવાનું હતું. ત્યારે પણ કોમલે એક પણ રજા લીધી નહોતી. આજે ગુજરાતની કોમલ ગણાત્રા ઘણી મહિલાઓ માટે એક પ્રેરણારૂપ બનેલી છે.

Advertisement