લગ્ન કરવાં આ અભિનેત્રીઓ માટે એક રમત છે,માટેજ આ અભિનેત્રીઓએ એટલી વખત લગ્ન કર્યા છે કે આંકડો જાણી ચોંકી જશો……

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ લગ્નને રમત સમજીને લગ્ન કર્યા પરંતુ તેમના જીવનની ગાડી આગળ ચાલી નહિ.મિત્રો લગ્ન એ કઈ રમત રમવી એમ નથી લગ્ન કરીએ એટલે એક પતિ પત્નીને સાત જન્મ સુધી સબંધ બંધાઈ જાય છે.બોલિવૂડ ઈન્ડસ્ટ્રી માં વીતેલા જમાના ની એવી ઘણી સુંદર અભિનેત્રીઓ હતી જેમણે પોતાની સુંદરતા થી લાખો લોકો ને પોતાના દિવાના બનાવી દીધા હતા. 80-90 ના દશક માં આ સુંદર અભિનેત્રીઓ ની અદાઓ ના લાખો લોકો દીવાના હતા અને આ અભિનેત્રીઓ લાખો દિલો પર રાજ કરતી હતી. પણ અમે આજે તમને જે અભિનેત્રીઓ વિસે જણાવવાના છે.એમને એક નહિ પણ બે ત્રણ વખત લગ્ન કર્યા છે.

કરિશ્મા કપૂર.

 

કરિશ્મા કપૂરે પણ બે વાર લગ્ન કર્યા હતા.સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા અને લગ્નના થોડા વર્ષો પછી પણ બંને વચ્ચે મતભેદ થયાના સમાચાર આવ્યા હતા. તેમનું લગ્નજીવન પણ લાંબું ચાલ્યું નહીં અને વર્ષ 2016 માં બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.કરિશ્મા કપૂર અને સંજય કપૂરના બે બાળકો છે અને તેઓના નામ અબ્દ્રા કપૂર અને કિયાન કપૂર છે અને બંને બાળકો તેમની માતા સાથે રહે છે. આજકાલ કરિશ્મા કપૂર ઉદ્યોગપતિ સંદિપ તોશનીવાલને ડેટ કરી રહી છે અને એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે બંને જલ્દીથી લગ્ન કરી શકે છે.

કિરણ ખેર.

કિરણ ખેર બોલિવૂડ અને પોલિટિક્સમાં એક જાણીતું નામ છે. કિરણ ખેર પોતાના જમાનાની એક મશહૂર અભિનેત્રી હતાં. હાલના દિવસોમાં તેઓ ફિલ્મમાં માંનો રોલ નિભાવતા નજર આવે છે. જણાવી દઈએ કે કિરણ ખેરે બે લગ્ન કરેલ છે. કિરણ ખેરના પહેલા લગ્ન ગૌતમ બેરી સાથે થયા હતા, પરંતુ થોડા સમય બાદ બંને વચ્ચે છુટાછેડા થઇ ગયા. ત્યારબાદ કિરણ ખેરે બીજા લગ્ન અનુપમ ખેર સાથે કર્યા અને આજે બંને ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. સિકંદર ખેર કિરણ અને ગૌતમનું સંતાન છે.

નીલમ કોઠારી.

90 ના દાયકા ની ખૂબસૂરત અભિનેત્રી નીલમ કોઠારી એ એ જમાના માં એક મશહુર અભિનેત્રી હતી.અને એમને પણ ઘણી હિટ ફિલ્મો માં કામ કર્યું હતું.અને જણાવી દઈએ કે આ અભિનેત્રી પણ બે લગ્ન કર્યા છે.આ અભિનેત્રી એ પહેલાં લગ્ન યુકે માં રહેતા એક બિઝનેસ મેન સાથે કર્યા હતા અને બીજા લગ્ન અભિનેતા સમીર સોની સાથે કર્યા હતા.આ અભિનેત્રી ને જ્વેલરી ડિજાઇનનું પણ ઘણું નોલેજ છે. અને આ અભિનેત્રીએ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત જવાની ફિલ્મ થી કરી હતી.જે ઘણી હિટ પણ રહી હતી.નીલમ કોઠારી ૯૦નાં દશકની મશહૂર અભિનેત્રી હતી. તે દરમિયાન તેમણે ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું. નીલમના પહેલા લગ્ન કંઈ ખાસ રહ્યા નહીં અને તેમણે પોતાના પતિ સાથે છૂટાછેડા લઇ લીધા. છૂટાછેડા બાદ તેમણે એક્ટર સમીર સોની સાથે લગ્ન કર્યા અને અમુક સમય સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંને વર્ષ ૨૦૧૧માં લગ્ન કરી લીધા. નીલમ અને સમીર આજે એક ખુશહાલ જીવન પસાર કરી રહ્યા છે. બંનેની એક દીકરી પણ છે જેનું નામ અહાના સોની છે.

યોગીતા બાલી.

યોગીતા બાલી પોતાના જમાનાની મશહૂર અભિનેત્રીઓમાં સામેલ હતા. યોગીતાનાં પહેલા લગ્ન કિશોર કુમાર સાથે થયા હતા, પરંતુ તે કિશોરકુમારના ત્રીજા પત્ની હતા. યોગીતા અને કિશોર કુમારના લગ્ન વધારે સમય સુધી ટકી શક્યા નહી અને આખરે બંનેએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. કિશોર કુમાર સાથે છુટાછેડા લીધા બાદ યોગીતાએ અભિનેતા મિથુન ચક્રવર્તી સાથે વર્ષ ૧૯૭૬માં બીજા લગ્ન કર્યા. યોગીતા અને મિથુનના ૪ બાળકો છે, જેમનું નામ મહાક્ષય, ઉશ્મે, નમાશી અને દિશાની ચક્રવર્તી છે. દિશાની તેમની દત્તક લીધેલી દીકરી છે.

બિંદિયા ગોસ્વામી.

પોતાના જમાના ની જાની માની અભિનેત્રી બિંદિયા ગોસ્વામી બોલિવૂડ ઈન્ડસ્ટ્રી ની એક લોકપ્રિય અભિનેત્રી રહી છે.બોલિવૂડ ની ફેમસ એક્ટ્રેસ બિંદિયા ગોસ્વામી નો જન્મ 6 જાન્યુઆરી 1962 રાજસ્થાન ના ભરતપુર જિલ્લા માં થયો હતો,અને એમને એક થી વધારે વખત લગ્ન કર્યા છે.એમના વિસે જણાવીએ તો એમને પહેલા લગ્ન વિનોદ મહેરા સાથે કર્યા હતા,અને બીજા લગ્ન જ્યોતિ પ્રકાશ સાથે કર્યા હતા.

નિલીમાં અજીમ.

બૉલીવુડની અભિનેત્રી નીલિમા અઝીમે પણ ત્રણ લગ્ન કર્યા હતા.તેણે સૌપ્રથમ નિર્માતા અભિનેતા પંકજ કપૂર સાથે લગ્ન કર્યા હતા. આ અભિનેત્રી નો દીકરો અત્યાર નો ફેમસ એક્ટર શાહિદ કપૂર છે. પંકજ કપૂરથી છૂટાછેડા થયા પછી, તેણીએ રાજેશ ખટ્ટર સાથે લગ્ન કર્યા 2001 માં નીલિમાએ રાજેશ પાસેથી છૂટાછેડા લીધા, જેના પછી તેણીએ તેમના બાળપણના મિત્ર ઉસ્તાદ રઝા અલી ખાન સાથે લગ્ન કર્યા.

જેબા બખ્તિયાર.

આ અભિનેત્રી એ સલમાન ખાન સાથે પણ કરી હતી ફિલ્મ જે ફિલ્મ હીમાં હતી અને આ ફિલ્મ માં ઋષિ કપૂર પણ હતા.અને એ સમય ની આ પણ જાણીતી અભિનેત્રી હતી.તમને જણાવી દઈએ કે આ જેબા બખ્તિયાર એક પાકિસ્તાન આ અભિનેત્રી છે.અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ અભિનેત્રી એક નહીં પણ ચાર વખત કર્યા છે લગ્ન,પહેલા અદનાન સામી સાથે, બીજા જાવેદ જાફરી સાથે, ત્રીજો સલમાન વાલિયાની સાથે અને ચોથો સોહેલ ખાન લેગારી સાથે.