“લવની ભવાઈ” ફેમ આર.જે.અંતરા, જીવે છે આવી આલીશાન જિંદગી તસવીરો જોઈ ચોંકી જશો…

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં લવની ભવાઈ થી ફેમસ થનાર આર જે અંતરા એટલે કે આરોહી પટેલ વિશે જણાવવા જઈ રહ્યા છે.આરોહી પટેલ એ ગુજરાતી ફિલ્મ અભિનેત્રીઓમાંની એક છે. સંદીપ પટેલની મોતી ના ચોક રે સપના માં દીઠયામાં બાળ કલાકાર તરીકે અભિનયની શરૂઆત કર્યા.

પછી, તેણે વિજયગિરિ બાવાના નાટક ફિલ્મ પ્રેમજી રાઇઝ ઓફ અ વોરિયરમાં પ્રથમ મુખ્ય ભૂમિકા કરી, જેમાં 10 પ્રખ્યાત ગુજરાત પુરસ્કાર સામેલ કરવામાં આવ્યા હતા. રાજ્ય પુરસ્કારોનો સમાવેશ થાય છે. બ્લોકબસ્ટર હિટ ફિલ્મ્સ લવ ની ભવાઈ અને ચલ જીવી લઈએ માં તેની ભૂમિકાઓ માટે જાણીતી છે. તેણીએ 17 મી વાર્ષિક ટ્રાંસમીડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ્સ 2017 અને લુવ ની ભવાઈના રેડિયો સિટી સિને એવોર્ડ્સ 2017 માં ‘બેસ્ટ એક્ટ્રેસ’ એવોર્ડ પણ જીત્યો હતો.

આર. જે. અંતરાના રોલમાં હોય કે મોન્ટુની બિટ્ટુના…આરોહી પટેલ દરેક ભૂમિકાને ખૂબ જ સારી રીતે નિભાવી જાણે છે. ઑફ સ્ક્રીન આરોપી એકદમ સીધી સાદી છે..પરંતુ તેના અંદાજ એકદમ અનોખા છે.આરોહી હંમેશા સિમ્પલ અને મિનિમલ મેકઅપમાં જોવા મળે છે. તેને જોઈને આપણને એમ જ લાગે કે તે આપણામાંથી જ એક છે.

જરા જુઓ બિંદી, ખુલ્લા વાળ અને મસ્ત મજ્જાની સ્માઈલ સાથે આરોહી કેટલી ખૂબસૂરત લાગી રહી છે.દિવાળી સમયે આરોહી કાંઈક આવી તૈયાર થઈ હતી. અને હા…તૈયાર થઈને પોઝ આપવાનું નહોતી ભૂલી.વિદેશ ફરવા જાઓ અને મસ્ત ફોટો ન ક્લિક કરાવો..એવું તો ન બને ને.

આરોહીનો જન્મ ૧૫ નવેમ્બર ૧૯૯૪ ના રોજ થયો હતો. તેના પિતા ડાયરેક્ટર અને મમ્મી અભિનેત્રી એટલે ફિલ્મો અને તેને લગતી દરેક બાબતોને બાળપણથી જ ઘણી ઝિણવટ ભરી નિહાળી છે. આરોહીએ પોતાનું ગ્રેજ્યુએશન બી કોમ અમદાવાદની એચ એલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોમર્સ માંથી પૂર્ણ કર્યુ અને તેણે હમણાં જ પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું. તેણે પોતાના કોલેજના સમયગાળા દરમ્યાન થીયેટર ચોક્કસ કર્યા હતા પરંતુ તે અભિનય ક્યારેય શિખી નથી.

વાત કરીયે તેની કારકીર્દી વિશે તો આરોહીની પ્રથમ ફિલ્મ એટલે ૧૯૯૯ માં આવેલી ફિલ્મ ‘મોતીના ચોક રે સપનામાં દિઠા’ આ ફિલ્મ તેના પપ્પા દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી હતી અને તેમા તેણે તેની જ માતા આરતી પટેલ ની દિકરી-પૂજા(બાળકલાકાર) તરીકે અભિનય કર્યો હતો. ત્યારબાદની કોલેજકાળ બાદની ફિલ્મ એટલે ‘પ્રેમજી-રાઈસ ઓફ વોરીયર’.૨૦૧૫માં વિજયગીરી બાવા દ્વારા જેને ડાયરેક્ટ કરવામાં આવી હતી.આ ફિલ્મમાં તેણે કચ્છની યુવતી ‘પવન’ તરીકે અભિનય કર્યો હતો.

ત્યારબાદની તેની  ફિલ્મ એટલે ‘લવની ભવાઈ’. આ ફિલ્મ તેના પપ્પા દ્વારા જ ડાયરેક્ટ કરવામાં આવી હતી. આરોહી એટલે તે જ ફિલ્મની હસતી, મસ્તી કરતી, જીદંગી જીવતી એક ફેમસ આર જે ‘અંતરા’. અંતરાના કિરદારમાં આરોહીના પોતાના સ્વભાવની ઝલક ચોક્કસ જોવા મળે છે.

આ ઉપરાંત આરોહીએ ટીવીમાં પણ અભિનેત્રી તરીકે કામ કર્યુ હતુ.૨૦૦૧ માં સબ ટીવી પર આવેલી સતી સાવિત્રી  સિરીયલ માં યંગ સાવિત્રી તરીકે અભિનય કર્યો હતો.આટઆટલી ફિલ્મ અને સિરિયલમાં અભિનય કર્યો હોવા છતાં પણ, આરોહી પટેલનું સપનું ફિલ્મ ડાયરેક્ટ અથવા પ્રોડ્યુશ કરવાનું છે. તેને ગુજરાતી ભાષામાં ‘પદમાવત’ જેવી ફિલ્મનું નિર્માણ કરવું છે.

આ ઉપરાંત આરોહીએ ૯૪.૩ માય એફએમ માં ઇન્ટર્ન તરીકે એપ્રિલ ૨૦૧૨ થી જાન્યુઆરી ૨૦૧૪- ૨ વર્ષ તરીકે કામ કર્યું. જેના અનુભવની ઝલક લવની ભવાઈ માં અંતરાના કિરદારમાં જોવા મળી આ ઉપરાંત તેણે TV9ગુજરાતી માં એપ્રિલ ૨૦૧૪ થી જૂન ૨૦૧૪ – ૨ મહિના ઇન્ટરશીપ કરી હતી.

ફેસબુકના હેડક્વાર્ટમાં આરોહી જાત જાતના સ્માઈલીઝ સાથે..પણ સ્માઈલ તો આરોહીની જ સૌથી સરસ છે.જ્યારે કોઈની મસ્તી કરી હોય અને તેને ચીડવતા હોઈએ ત્યારે આપણા પણ આવા જ હાવભાવ હોય ને!નવરાત્રી માટે મસ્ત મજ્જાનું તૈયાર થવાનું અને પછી આમ ટીપિકલ પોઝ આપવાનો..

સેટ પર મજાક થાય એટલે કાંઈક આવી રીતે મુક્ત મને હસી પડે આરોહી…રેડ ડ્રેસ, કર્લી હેર સાથે આરોહી એકદમ સુંદર લાગી રહી છે. સાથે તેની ટ્રેડમાર્ક સ્ટાઈલ તો ખરી જ..ફિલ્મના એક દ્રશ્યમાં આ હલ્દીના આઉટફિટમાં આરોહી સ્ટનિંગ લાગી રહી છે.સારા સારા કપડા પહેરીને બહાર જવાનું અને પછી બસ આવા પોઝ આપવાના.

આરોહીએ જ્યારે પ્રથમ ફિલ્મ પ્રેમજી કરી ત્યારે એ કોલેજમાં હોવાથી ડાન્સમાં ખુબ એક્ટિવ હતી માટે તે વખતે તેને જીમમાં જવાની જરૂર નહોતી પડી પરંતુ લવની ભવાઈ ફિલ્મ દરમ્યાન આરોહીએ જિમ ચાલુ કર્યું. આરોહી પીઝા, લારીની ખાણીપીણીની ખાસ્સી શોખીન પરંતુ એ પણ તેને છોડવુ પડ્યુ કુછ પાને કે લીયે કુછ ખોના પડતા હે.

હવે આવીયે અંતરાના ફિટનેસ અંગેના મંત્ર પર, આરોહીના મત મુજબ એક અભિનેતા અથવા અભિનેત્રીએ તેમની હેલ્થ બાબતમાં ચોક્કસ કાળજી રાખવી જોઈએ .જો તમારુ વજન વધારે હશે તો તમને અમુક-તમુક પ્રકારના રોલ મળશે પરંતુ વજન જો યોગ્ય હશે તો તમે દરેક પ્રકાર રોલ માટે ભજવી શકશો.