માત્ર ફિલ્મમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ખુબજ સુંદર લાગે છે આ હિરોઈનો,તસવીરો જોઈ જાતેજ સમજી જશો…..

મિત્રો આજના અમારા આ લેખમાં આપનું હાર્દિક સ્વાગત છે.આજે અમે તમારા માટે આ લેખમાં એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છે જેઓ ફિલ્મોમાં એકદમ અપ્સરા જેવી દેખાય છે પરંતુ રિયલ લાઈફમાં પણ તેઓ ખૂબ જ સુંદર દેખાય છે.આપણે ફિલ્મ જગતની વાત કરીએ છીએ ત્યારે તે માત્ર એક ગ્લેમર અને સુંદરતાની દુનિયા છે અને જે આપણે બધા સારી રીતે જાણીએ છીએ પણ શું તમે જાણો છો કે આ યુગમાં કેટલીક અભિનેત્રીઓ એવી છે કે જે ખરેખર સુંદર છે અને લાજવાબ પણ દેખાય છે અને તે વિના મેકઅપે હોટ અને સુંદર દેખાવા માટે મેકઅપની પણ તેમને જરૂર પડતી નથી અને હવે તમે કહેશો કે તે કોણ છે, તો ચાલો અમે તમને તે બધી અભિનેત્રીઓનો પરિચય આપીશુ.

સમન્તા અક્કીનેની.

સમન્તા રુથ પ્રભુ, એક ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મુખ્યત્વે તેલુગુ અને તમિલ ફિલ્મ ઉદ્યોગોમાં કામ કરતી મોડેલ, ચેન્નઇમાં ઉછર્યા અને કિશોર વયે તેની મોડલિંગ કારકિર્દીની શરૂઆત કરી. સમન્તા અક્કિનેની નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે સગાઈ કરી છે સમન્તા રૂથ પ્રભુ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે લગ્ન કરેલા છે.સાઉથ ફિલ્મના સુપરસ્ટાર નાગાર્જુનની પુત્રવધૂ અને ટોલીવુડની અભિનેત્રી સમન્તા રૂથ પ્રભુ પણ ફિલ્મોમાં ખૂબ ઓછી મેકઅપ કરે છે. મેકઅપ વગર ચાહકોએ તેની તસવીરો પણ જોઇ છે. આ ખૂબ જ સુંદર અભિનેત્રીને મેકઅપની જરૂર નથી.

નોરા ફતેહી.

થોડા સમયમાં નોરા ફતેહી બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખાણ બનાવી ચૂકી છે. પોતાના ડાન્સ માટે મશહૂર નોરા ફતેહી અમુક ફેમસ બોલીવુડ ફિલ્મોમાં આઇટમ નંબર આપી ચુકેલ છે. દર્શકોથી લઈને ફિલ્મી સિતારાઓ તેમના ડાન્સની પ્રશંસા કરે છે. હાલમાં જ સલમાન ખાનની ફિલ્મ “ભારત” માં એક નાના રોલમાં પણ નજર આવી હતી. નોરાએ સ્ત્રી (કમરિયા), બાટલા હાઉસ (સાકી સાકી) અને પરમાણું (દિલબર દિલબર) જેવી ફિલ્મોમાં હિટ આઈટમ આઈટમ નંબર આપેલ છે. નોરા દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમની સ્કિન એટલી ગ્લોઈંગ છે કે તેમણે સુંદર દેખાવ માટે કોઈપણ મેકઅપની જરૂરિયાત રહેતી નથી.

યામી ગૌતમ.

યામી ગૌતમ બોલિવૂડની એક જાણીતી અભિનેત્રી છે. પોતાની બોલીવુડ કારકિર્દીની શરૂઆત આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ વિકી ડોનરથી કરી હતી. ત્યારબાદ તે કાબીલ, સનમ રે, બદલાપુર, બત્તી ગુલ મીટર ચાલુ અને ઉરી જેવી ફિલ્મોમાં નજર આવી ચુકેલ છે. ઉરી ફિલ્મ કર્યા બાદ યામી પોતાનું નામ બોલિવૂડની ટોપ એક્ટ્રેસમાં સામેલ કરી ચૂકેલ છે. તમને જણાવી દઈએ કે યામી દેખાવમાં ખૂબ જ સુંદર છે અને સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ છે. જણાવી દઈએ કે યામી પ્રાકૃતિક રૂપથી ખૂબ જ સુંદર છે અને તેમને મેકઅપની જરૂરિયાત રહેતી નથી.

તમન્ના ભાટિયા.

કહેવામાં જરા પણ સંકોચ નથી થતો કે તમન્ના ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અભિનેત્રી છે. તમન્નાએ બોલિવૂડમાં પણ અમુક ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે. જણાવી દઈએ કે તમન્નાને સાઉથની બ્લોકબસ્ટર ફિલ્મ “બાહુબલી” માં અવંતિકાનું મશહૂર પાત્ર નિભાવેલ છે. તમને ભાટિયા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી એકટ્રેસ છે, જેની તમન્ના દરેક કરે છે. તેને તેમની સુંદરતા માટે ઓળખવામાં આવે છે. તે એટલી રૂપવાન છે અને તેની સ્કિન એટલી ક્લીયર છે કે તેને સુંદર દેખાવા માટે કોઈપણ પ્રકારના મેકઅપની જરૂરિયાત રહેતી નથી.

ઉર્વશી રૌતેલા.

ઉર્વશીએ ફિલ્મ સિંઘ સાહેબ ધ ગ્રેટ થી બોલિવૂડમાં પોતાનું ડેબ્યુ કર્યું હતું, ત્યારે તે ફક્ત ૧૭ વર્ષની હતી. અત્યાર સુધીમાં તે અમુક ગણતરીની ફિલ્મોમાં જ નજર આવી ચૂકી છે. ઉર્વશી ૨૦૧૫માં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધીત્વ કર્યું હતું. માત્ર ૨૬ વર્ષની ઉંમરમાં જ તેમણે લોકોના હ્રદયમાં પોતાનું ઘર બનાવી લીધું હતું. એનું નામ પણ બોલિવૂડની તે અભિનેત્રીઓમાં સામેલ થાય છે જે દેખાવમાં ખૂબ જ સુંદર છે અને તેમને સુંદર દેખાવવા માટે કોઈ ભારે મેકઅપની જરૂરિયાત રહેતી નથી.

સાંઇ પલ્લવી.

સાઈ પલ્લવી સાઉથ ઈન્ડિયાની એક ખુબ જ જાણીતી અભિનેત્રી છે અને કેટલાક એવોર્ડો પોતાના નામે કર્યા છે. પરંતુ આ અભિનેત્રી તેના સ્વભાવ અને સાદા લૂકના કારણે ખુબ જ ફેમસ છે. તેણે પોતાના અભિનયથી કરોડો લોકોના જીવનમાં પોતાનું સ્થાન બનાવ્યું છે અને લોકોને કાયલ કર્યા છે. છતાં તે મેકઅપથી ખુબ દુર દુર રહે છે અને તેને લગતી જાહેરાતોની ઓફર પણ ઠુકરાવી દે છે.20 કરોડ ફેરનેસ ક્રીમની જાહેરાત કરવાનો ઇનકાર કરીને ચર્ચામાં આવેલા સાઇ પલ્લવીનું માનવું છે કે લોકો સરળતાને વધારે મહત્વ આપે છે. પલ્લવી પોતાનો ચહેરો જેવો છે તે રીતે રજૂ કરવાનું પસંદ કરે છે. તે વધારે મેકઅપમાં માનતી નથી અને તેથી જ તે સિને પ્રેમીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. સાઈએ ઘણી લોકપ્રિય ફિલ્મોમાં કામ કર્યું છે.