નોકરીની લાલચ આપી એકવાર નહીં અનેકવાર યુવતી સાથે સંતોષી પોતાની હવસ,અંતે કર્યું એવું કે જાણી ચોંકી જશો……….

આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે રાજકોટમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

કોઈપણ યુવકની મીઠી વાતોમાં ભોળવાઈને તેની સાથે સંબંધ બાધી દેતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના ગોંડલમાં એક શખ્સે 23 વર્ષની એક યુવતીને નોકરીની લાલચ આપી સંપર્ક સાંધ્યો હતો. અને બાદ મીઠી-મીઠી વાતો કરી યુવતીને પોતાની જાળમાં ફસાવી તેનાં વીડિયો અને ફોટા વાઈરલ કરવાની ધમકી આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં આરોપીએ યુવતી પાસેથી રોકડ રૂપિયા અને દાગીના પણ પડાવી લીધા હતા. યુવતીની ફરિયાદને આધારે પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી છે.

ઘટનાની વિગતમાં વાત કરીએ તો, ગોંડલ પંથકમાં રહેતી 23 વર્ષની યુવતી સાથે ગોંડલ ભગવતપરામાં રહેતાં મુસ્તકીન હનીફભાઈ ખલીફાએ નોકરી અપાવી દેવાની લાલચ આપી સંપર્ક કેળવ્યો હતો. અને ધીમે ધીમે તેણે યુવતીને મીઠી મીઠી વાતો કરી પોતાની જાળમાં ફસાવી હતી. યુવતી જાળમાં ફસાતાં જ યુવકે તેની પાસેથી વીડિયો અને ફોટાની માગ કરી હતી. પણ યુવતીને ખબર ન હતી કે તે જે યુવક પર આંખો બંધ કરીને વિશ્વાસ કરી રહી છે તે યુવક કેટલો મોટો વિશ્વાસઘાત કરવાનો છે.

યુવતી પોતાની જાળમાં ફસાતાં જ યુવકે પોતાનો અસલી રંગ દેખાડ્યો હતો. અને યુવતીએ મોકલેલાં ફોટા અને વીડિયોને વાઈરલ કરી યુવતીને શારીરિક સંબંધ બનાવવા માટે ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જે બાદ યુવતી યુવકનાં તાબે થઈ ગઈ હતી. યુવકે ધમકીનાં આધારે અનેકવાર યુવતી સાથે શારીરિક સંબંધ બાંધી પોતાની હવસ સંતોષી હતી. એટલું જ નહીં, યુવકે યુવતી પાસેથી 30 હજાર રૂપિયા, બે સોનાની ચેઈન અને સોનાની બે જોડી બૂટી પણ પડાવી લીધી હતી.

પણ અંતે યુવકની ધમકીઓથી ત્રાસીને યુવતીએ આ મામલે ગોંડલ પોલીસ સ્ટેશનમાં યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. અને ગણતરીનાં કલાકોમાંડ જ પોલીસે આરોપી મુસ્તકીન ખલીફાને ઝડપી પાડ્યો હતો. ત્યારે આ કિસ્સો એ તમામ છોકરીઓ માટે છે કે જેઓ પોતાના પાર્ટનરને અંગત ફોટા અને વીડિયો મોકલતાં હોય છે. આ જ ફોટા અને વીડિયો કાલે ઉઠીને તમારી આબરૂના દુશ્મન બની શકે છે.

બીજી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે હરિયાણાના સીએમ સિટી કરનાલ ના તરાવડીમાં આવેલી એક રાઇસ મિલમાં યુવતીની સાથે નશીલો પદાર્થ આપીને બંદૂકની અણીએ ગેંગરેપ કરવાનો મોટો મામલો સામે આવ્યો છે. આ મામલામાં અનેક મોટા રાઇસ મિલર્સ સામેલ છે. પોલીસ એ 8 વેપારીઓ વિરુદ્ધ ગેંગરેપ અને આર્મ્સ એક્ટનો મામલો નોંધી તપાસ શરૂ કરી દીધી છે.

આરોપ છે કે પીડિતા પોતાની બહેનપણીની મદદથી તરાવડીની રાઇસ મિલમાં નોકરીની પૂછપરછ કરવા આવી હતી. આ દરમિયાન વાતચીત કર્યા બાદ જ્યારે તે મિલમાં નોકરી વિશે ચર્ચા કરવા પહોંચી તો મિલર્સે નશીલો પદાર્થ પીવડાવી દીધો. ત્યારબાદ કેટલાક લોકોએ તેની સાથે દુષ્કર્મ કર્યું. પરંતુ જ્યારે તેણે વિરોધ કર્યો તો દારૂના નશામાં ધૂત કેટલાક લોકોએ તેને બંદૂક બતાવીને ધમકી પણ આપી.

પોલીસે જણાવ્યું કે, પીડિતાની ફરિયાદ પર 8 આરોપીઓની વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ યુવતીની તબિયત ઠીક નથી. આ કારણે મેજિસ્ટ્રેટની સામે તેનું નિવેદન નોંધવામાં આવ્યું નથી. સમગ્ર મામલાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસે મહિલાની ફરિયાદ પર 8 લોકોની વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે મહિલાની મેડિકલ તપાસ કરાવીને સમગ્ર મામલાની તપાસ કરવાની શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે ગયા સપ્તાહે પણ કરનાલમાં એક મોટી હાઇ પ્રોફાઇલ ગેંગરેપનો મામલો સામે આવ્યો હતો જેમાં એક પ્રાઇવેટ સ્કૂલના માલિક પર સામૂહિક દુષ્કર્મનો મામલો નોંધાયો હતો. પરંતુ આ મામલામાં હજુ તપાસ ચાલી રહી છે અને હજુ કોઈ પણ ધરપકડ નથી થઈ.