પરણિત યુવતી બાથરૂમમાં ન્હાતી હતી અને આચનકજ આવી ગયો પાડોશી યુવક ત્યારબાદ જે થયું તે જાણી તમે ચોંકી જશો……

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે અમદાવાદમાં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

Advertisement

અમદાવાદ શહેરમાં આવેલા ગોમતીપુર વિસ્તારમાં રહેતી એક મહિલાને પોતાના પાડોશીનો કડવો અનુભવ થયો છે. જ્યારે આ મહિલા ન્હાવા માટે બાથરૂમમાં ગઈ ત્યારે પાડોશમાં રહેતા એક યુવાને તેના ફોટા પાડી લીધાની આશંકાએ બોલાચાલી થઈ ગઈ હતી. મહિલાએ આ જોઈ જતા તેને ઠપકો પણ આપ્યો હતો. જેને લઈને યુવાનના પરિવારજન તરફથી માથાકુટ થતા મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી એક ચાલીમાં રહેતી 33 વર્ષની પરિણીતા જ્યારે સ્નાન કરવા ગઈ ત્યારે પાડોશમાં રહેતા એક યુવકે એના ફોટા પાડ્યા હતા. મહિલાનું જ્યાં ઘર આવેલું છે ત્યાં અને સામેના ઘર વચ્ચે એક જગ્યા છે. જ્યાં દોરીથી કપડાં બાંધી નાનકડો બાથરૂમ બનાવવામાં આવ્યો છે. જ્યારે મહિલા સ્નાન કરવા બેઠી ત્યારે યુવક એ બાથરૂમમાં ઉપરથી તેને જોઈ રહ્યો હતો. મહિલાને આ યુવક તેના ફોટો કે વીડિયો લેતો હોવાની આશંકાએ મહિલાએ સ્નાન કરીને યુવકના પરિજનોને આ વાતની જાણ કરી હતી. યુવકના પરિવારજનોએ પોતાના દીકરાનો વાંક સ્વીકારવાના બદલે બોલાચાલી કરીને સામસામે મારામારી કરી હતી.

જેને લઈને મહિલાએ પોતાના પતિને વાત કરી હતી. આશંકાને લઈને સમગ્ર ઝઘડો થતા મામલો ગોમતીપુર પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ગોમતીપુર પોલીસે આ કેસમાં ચારથી વધારે લોકો સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ ઉપરાંત બંનના પરિવારજનોની પૂછપરછ પણ શરૂ કરી છે. ગોમતીપુર વિસ્તારમાં ચાલી વચ્ચે રહેતા લાકડાની મદદથી દોરી બાંધીને કપડાં ઢાંકીને બાથરૂમ તૈયાર કરાય છે. જે ઉપરથી ખૂલા હોવાને કારણે આવી બબાલ થઈ હતી. આ પહેલા ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ તોડફોડ કરી નાંખતા સમગ્ર પોલીસ સ્ટેશન ચર્ચામાં રહ્યું હતું. હવે આવી ઘટનાને કારણે તે ચર્ચામાં છે. પોલીસે આ કેસમાં યુવકના મોબાઈલની તપાસ કરી છે સાથોસાથ યુવકની પણ પૂછપરછ કરી છે. જ્યારે મહિલાને આશંકા છે કે, યુવકના મોબાઈલમાં એમના સ્નાન કરતા ફોટો કે વીડિયો રેકોર્ડ કર્યા છે. પોલીસ ટીમે સમગ્ર ઘટના સ્થળની તપાસ પણ શરૂ કરી હતી.

આજનો જમાનો ઘણો ખરાબ છે. અને ખાસ કરીને મહિલાઓએ તો સૌથી વધારે સચેત રહેવાની જરૂર છે. કારણ કે ન જાણે કેટલાય લોકો તેમની પર પોતાની ખરાબ નજર રાખીને બેઠા હોય છે. છેડતી, શોષણ અને દુષ્કર્મના બનાવો તો બને જ છે, સાથે સાથે છુપી રીતે તેમની અંગત ક્ષણોના ફોટા અને વિડીયો બનાવવાની ઘટના પણ સામે આવતી રહે છે.છુપા કેમેરા તેમજ મોબાઈલ ફોન દ્વારા ચેંજિંગ રૂમ, હોટલના રૂમ કે બાથરૂમમાં મહિલાઓના વિડીયો રેકોર્ડ કરવામાં આવે છે, પછી તેને ગંદી વેબસાઇટો અને સોશિયલ મીડિયા પર અપલોડ કરી દેવામાં આવે છે. તો ઘણી વાર તેના દ્વારા બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા કે અન્ય વસ્તુઓ કે પછી અશ્લીલ માંગણી કરવામાં આવે છે.

હાલમાં આવો જ એક બીજો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. અહીં રિવરફ્રન્ટ પાસે રહેતી એક માર્કેટિંગ મેનેજર યુવતી જયારે નહાતી હતી, ત્યારે તેનું ધ્યાન તે બાથરૂમની દિવાલ પર રહેલાં મોબાઈલ પર પડ્યું હતું. તે મોબાઈલ તેના પાડોશમાં રહેતા યુવકનો હતો, જેના દ્વારા તે યુવતીનો નહાતા સમયનો નગ્ન વિડીયો બનાવવા માંગતો હતો. યુવતીએ આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર, યુવતી મુળ પાટણની છે અને તેની ઉંમર 30 વર્ષી છે. તે ગુલબાઇ ટેકરા ખાતે એક કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે કામ કરે છે. હાલમાં તે ટેમ્પરરી સાબરમતીમાં પોતાની ભાભીના ફોઇના ઘરે રહે છે. છેલ્લા થોડા સમયથી તે સુંદર યુવતીને જોઈ તેમના પાડોશી યુવકે તેની પર નજર બગાડી હતી.

આરોપી યુવકે તક જોઈને તે યુવતી નહાવા જાય તે પહેલાં તેના બાથરૂમની ઉપરની દિવાલમાં પોતાનો મોબાઈલ મૂકી દીધો, અને વિડીયો રેકોર્ડિંગ શરુ કરી દીધું હતું. યુવતી આ સમગ્ર વાતથી અજાણ હતી. એવામાં જયારે તે સ્નાન કરી રહી હતી ત્યારે અચાનક તેની નજર બાથરૂમની ઉપરની દિવાલ તરફ રહેલાં મોબાઈલ પર પડી. અને તે ગભરાય ગઈ. તે તરત જ પોતાનું શરીર ઢાંકી લે છે, અને પછી ઉપર રહેલાં મોબાઈલને લઈ લે છે.

તેણીએ જોયું કે, તે મોબાઈલમાં તેનો સ્નાન કરતાં સમયનું વીડિયો શૂટિંગ ચાલી રહ્યું હતું. એ પછી તે બાથરૂમની બહાર નીકળી તો આરોપી યુવક બહાર જ ઉભો હતો. એ પછી યવુતીએ આ બાબતે પાડોશી યુવક વિરુદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement