ગુજરાત નું જગવિખ્યાત ધામ છે રામદેવપીર નું આ પીપળીધામ આ એક માત્ર એવું મંદિર કે જ્યાં રામદેવપીર સિંહાસન પર બિરાજમાન છે

આજે આપણે આ લેખ માં વાત કરવાના છે બાબા રામદેવ ના મંદિર વિસે અને આ મંદિર નો ઇતિહાસ પણ ઘણી રોચક છે.આજે આપના ભારત માં રામદેવપીર ના ઘણા મંદિરો છે.અને આપના દેશ માં બાબા રામદેવપીર ના મંદિરો માં સાંજ સવાર આરતી અને થાળ કરવામાં આવે છે.અને ખાસ કરીને બીજ ના દિવસે બાબા રામદેવ ના મંદિરો માં ખૂબ ભીડ જોવા મળે છે.આમ તો રામદેવ પીર ના ઘણા મંદિરો અહીં આવેલ છે પણ આજે આપણે આ લેખ માં વાત કરવાના છે ધામ પીપળી વિસે.

Advertisement

સૌરાષ્ટ્રનો પ્રવેશદ્વાર ઞણાતા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ વર્ષો પૌરાણિક જઞ્યા એટલે પીપળીધામ કે જે જગવિખ્યાત ધામ છે.કહેવાય છે કે અહીં રામદેવબાપા હાજરા હજુર હોય તેવી લાખો ભક્તોને છે શ્રદ્ધા જેથી તમામ ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની બેઠુ છે રામદેવપીરનુ આ અનોખુ ધામ.ત્યારે આવો દર્શન કરીએ આ સ્થાનકના અને જાણીએ આ મંદિરનો મહિમાં વિસે.

કહેવાય છે કે રામદેવી પીર એ ભગવાન કૃષ્ણના અવતાર છે જેથી જે ભક્તોના મને રામદેવ પીર એ આસ્થાનુ પ્રતિક છે અલખના ધણી એવા રામાપીરના આમ તો ગુજરાતમાં ઘણા મંદિરો છે પણ આજે વાત Rકરીશુ પૌરાણિક એવા પીપળીધામના. સુરેન્દ્રનગર થી આશરે 50 કિલોમીટર ના અંતરે આવેલ અને પીપળીધામ તરીકે વિખ્યાત રામદેવપીર બાપાનુ મંદીર સ્થાપિત છે સવા પાંચ ફુટ ઉંચાઇ ધરાવતું આ ભવ્ય મંદીર ગુજરાતનુ સૌથી મોટુ મંદિર છે.

ધાર્મિક માહાત્મ્ય.વિક્રમ સંવત 1968માં પીપળી ગામમાં દુષ્કાળ પડ્યો. તેથી અહીંથીસવા ભગત માટી કામના વ્યવસાય માટે કચોલિયા ગામ ગયા હતા.દિવસે તેઓ વાસણ બનાવતા અને રાત્રે સત્સંગ કરતા.એક સાંજે તેમની પાસે સદ્દગુરુ કબીર સાહેબ સાધુ સ્વરૂપે આવ્યા અને પોતાનું નામ હંસદાસ બતાવી કબીર સાહેબે સવાભગતને ગુરુઘરનું જ્ઞાન આપ્યું.

ત્યારબાદ એજ વર્ષે વિક્રમ સંવત 1968ની એક રાત્રિએ રણુજાનારાય રામદેવપીર બાપાયે સવારામ બાપાને સ્વપ્ને આવીને કહ્યુંકે સવા મારે તારેત્યાં કાયમમાટે બેસવું છે. રામદેવપીર બાપાએ કહ્યું કે અહીંયા અખંડ સદાવ્રત ચાલુ થશે અને સમય આવે મારું બાવનગજનું દેવળ બનશે અને ઈશાનખૂણામાં મારો બાવન ગજનો નેજો ફરકશે.

ઇ.વી.સ.૧૯૬૯માં અનાસુરતી અનાજનું આગમન થયું અને સદાવ્રત ચાલુ થયુંવી.સં.૧૯૭૦ માં અનાસુરતી ઘોડાનું આગમન થયું ત્યારબાદ વી.સં.૧૯૭૨ માં સાવરામ સાહેબે મંદિરનું નિર્માણ કર્યું અને ભગવાન રાધે-કૃષ્ણની મૂર્તિ અને રામદેવજી મહારાજના ફોટાની સ્થાપના સાવરામ બાપા તેમના ધર્મપત્ની જમુનામાં અને નજીકના શિષ્ય ઝબૂબા દ્વારા સંતો મહંતો અને ભક્તોની હાજરીમાં ધામ ધૂમથી કરવામાં આવી હતી.

ઐતિહાસિક માહાત્મ્ય મંદિરના સ્થાપક સવા ભગત લોકસંત તરીકે એટલાં જાણીતા હતા કે ગાંધીજીના અંતેવાસી અને પ્રખર યોગી સંતશ્રી સ્વામી આનંદે પણ ખાસ તેમની મુલાકાત લીધી હતી અને પોતાના પુસ્તક ‘ધરતીની આરતી’માં સવા ભગતે લોકવાણીમાં રચેલાં પદોને વૈદિક ચિંતનનો સાર ગણાવ્યા હતા સ્વામી આનંદે સવા ભગતની પ્રશસ્તિ કરી અને સન્માન આપ્યું એ પછી લિંબડીના ઠાકોરે તેમનો મહિમા સ્વિકાર્યો. એકવાર લિંબડી ઠાકોરના મહેમાન બનેલાં રાજકોટના ઠાકોરે સત્સંગ માટે સવા ભગતને બોલાવ્યા. એ વખતે સવા ભગતના પદ સાંભળીને રાજકોટના ઠાકોરે પણ તેમને આધ્યાત્મિક ગુરુ તરીકે સ્વિકાર્યા હતા.

વર્ષ ૨૦૧૬માં નિજ મંદિરની સ્થાપનાને ૧૦૦ વર્ષ પૂર્ણ થતા ત્યારે ત્રિ-દિવસિય શતાબ્દિ મહોત્સવ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ દ્વારા ઉજવાયો હતો.જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના આશરે પાંચ-સાત લાખથી વધુ ભાવિકો અને ગુજરાતભરના તમામ નામી-અનામી સાધુ, સંતો, કથાકારો અને દેશભરના તમામ અખાડાના પ્રતિનિધિઓએ હાજરી આપીને ઈતિહાસ સર્જ્યો હતો.દર્શન માટે આ જગ્યા શ્રદ્ધાળુઓ માટે 24 કલાક ખૂલી રાખવામાં આવે છે અન્ય મંદિરોમાં રામદેવપીર ઘોડા પર બિરાજમાન હોય છે.પણ અહીંયા બાવનગજ ના દેવળમાં સિંહાસન પર બિરાજમાન રામદેવપીર બાપા ની મૂર્તિજોવા મળે છે. આવી પ્રતિમા ધરાવતું આ એકમાત્ર મંદિર છે જેનું નિર્માણ અને પ્રતિષ્ઠા ઇ.સં.૧૯૯૭-૯૮માં પ.પૂ બ્રહ્મનિષ્ઠ સદ્દગુરુ શ્રી બળદેવદાસ મહારાજના સાનિધ્યમાં ખુબજ ધામ ધૂમથી થયેલું છે.

અને અહીં બાજુમાં સાવરામ બાપાના કુળદેવી આદ્યશક્તિ શ્રી વેરાઈ માતાજી મંદીર આવેલું છે.પીપળી ધામ થી ૫ કિમિના અંતરે રામદેવપીર બાપનો વિસામો આવેલો છૅ જ્યાં રામદેવ પીર બાપનું દેવળ.રામા-સરોવર અને શિવાલય પણ દર્શનીય છે પ.પૂ.સવારામ સાહેબ અને પ.પૂ.બળદેવદાસ બાપુની સમાધિ પણ અહીં આવેલી છે.અહીં રાધા-કૃષ્ણ દેવ મંદિર છે.જ્યાં રામદેવજીમહારાજ નો પુરતાની ફોટો અને ઘોડાની સ્થાપના છે.અહીં આ મંદિર માં દર પૂર્ણિમાએ ગુરુ પૂજન, ભજન અને સત્સંગહોય છે. સાથે બીજ, ગુરુપૂર્ણિમા, ભાદરવા સુદ નોમ, દશમ, અગિયારસ, સવારામ બાપા અને બળદેવદાસ બાપાની તિથિ મહોત્સવ બહુ જ ભવ્ય રીતે ઉજવવામાં આવે છે. વર્તમાન ગાદીપતિ ભક્તરાજ શ્રી વાસુદેવ મહારાજ ગુરુ શ્રી બળદેવદાસ મહારાજ હાલ જગ્યાનું સંચાલન કારીરહ્યા છે.

આરતીનો સમય.સવારે 7.15 વાગ્યે,સાંજે, સંધ્યા સમયે એ સિવાય શ્રદ્ધાળુઓ માટે ૨૪ કલાક અહીં મંદિરના દ્વાર ખુલ્લાં હોય છે. કેવી રીતે પહોંચવું.સુરેન્દ્રનગરથી 52 કિમી, અમદાવાદ 120કિમી, રાજકોટ થિ 160કિમીના. અંતરે આવેલા આ સ્થળે જવા માટે ખાનગી વાહનો પણ મળે છે.જો તમને આ પોસ્ટ સારી લાગી હોય તો આગળ શેર જરૂર કરજો.

Advertisement