અપનાવીલો બાથરૂમ સાફ કરવાની આ ટિપ્સ અને પરિણામ તમારી જાતેજ જોઈલો.

મિત્રો આજે અમે તમને બાથરૂમ સ્વચ્છ અને સાફ રાખવા માટે ની ખાસ ટિપ્સ વિશે જાણવીશું આ ટિપ્સ ની મદદ થી તમે માત્ર થોડાક જ સમય માં તમારું બાથરૂમ ચમકાવી દેશો તો આવો જાણીએ આ ટિપ્સ વિશે.બાથરૂમ એ આપણી શરીરની તમામ પ્રકારની ગંદકી બહાર કાંડવાની એક માત્ર જગ્યા છે.

Advertisement

બાથરૂમને નિયમિત સ્વચ્છ રાખવામાં ન આવે તો તેનાથી આપણને અને સાથે સાથે આપણાં પરિવાર જવાનો ને ઘણું નુકસાન થઈ શકે છે.બની શકે કે દરરોજ સમયના અભાવમાં તમે બાથરૂમની સફાઇ ન કરતા હોય પરંતુ જો અમે તમને કહીએ કે આ કામમાં માત્ર પાંચજ મિનીટ લાગશે તો પછી તમે આ કામ દરોજ કરીજ શકશો છે.

તો આવો જાણીએ એવી ટિપ્સ જેની મદદથી તમે માત્ર પાંચ જ મિનિટમાં આ બધું સાફ કરી શકો.આ માટે પેહલાં તો તમારે બાથરૂમ સાફ કરવાની આવશ્યક સામગ્રી જરૂર રાખવી જોઈએ જેથી કરીને સાફ સફાઈ કરવામાં સહેલાઇ થાય.

સાવરણો પોતું અને મગ આ ત્રણેય બાથરૂમ સાફ કરવા માટે સૌથી જરૂરી સાધનો કહી શકાય માટે તમારે આ જરૂર રાખવા જોઈએ.બની શકે કે તમને ટોયલેટ બ્રશની પણ જરૂર પડે.તમારા હાથોને કેમિકલથી બચાવવા માટે રબ્બર કે પ્લાસ્ટિકના હાથ મોજા આવશ્યક છે બની શકે તો ખાસ તમારે રબર ના મોજાનો ઉપયોગ કરવો જોઈએ.

હાથમાં મોજા હોવાથી તમે સરળ તાથી સાફ કરી શકો છો.બીજા નંબર ની ટિપ્સ માં આવે છે.બાથરૂમ સાફ કરવા માટે જરૂરી લિક્વિડ.પાણીમાં કપડા ધોવાનો પાવડર નાંખી તેમાંથી એક મિશ્રણ તૈયાર કરો.આ પાણીને બાથરૂમની કિનારીઓ પર નાંખો અને સાવરણો લઇને ઘસોજો તમે આવું ન કરવા માંગતા હોય તો હાલમાં બજાર માં મળતાં અવનવા ટોયલેટ ક્લીનરનો પ્રયોગ કરી શકો છો.

આ લગાવ્યા બાદ તમારે તેને માત્ર 1 મિનિટ માટે રહેવા દેવું.અને તરત જ તેને સાફ કરી લેવું જોકે અત્યાર ના નવા કિલનર ની મદદ થી રેડતાં ની સાથેજ બાથરૂમ ચમકી જાય છે.હવે વાત કરીએ આગળ તો કિલનર અથવા સાબુ પાઉડર રેડવાનું કામ સમાપ્ત થઇ જાય.

ત્યારે ઝડપથી પાઇપ કે મગ ઉઠાવો અને પાણીથી આ સાબુને સાફ કરી દો અને પછી ડોલ ભરીને પાણી રેડો આનાથી તમારું કામ સરળ થઇ જશે કમોડને સાફ કર્યા બાદ તેને ફ્લશ કરવાનું ન ભૂલશો અને જો વેસ્ટર્ન કમોડ ના હોયતો ફલ્સ ની જગ્યાએ તમે જાતે જ પાણી રેડીદો.

Advertisement