શરદી ઉધરસનો રામબાણ ઈલાજ છે આ બાજરીના લોટની રાબ,જાણી લો બનાવવાની રીત….

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.આપણે ત્યાં શિયાળામાં બાજરો ખાવાનું ચલણ છે ઘી ખાવાનું ચલણ છે અને એટલે જ આપણા ઘરોમાં શિયાળામાં જાતજાતના અને ભાત-ભાતના વાસણા બને છે, જેમાં ભરપૂર ઘી અને ગોળ હોય છે એટલે એ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારા હોય છે. ત્યારે આજે જોઈએ બાજરીના લોટની રાબ બનાવવાની રેસિપી, આ રાબ શિયાળામાં પીવાથી શરદી-ખાંસી અને કફ દૂર થાય છે અને તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.

ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં શરદી-ઉધરસની સમસ્યા દરેકને સતાવતી હોય છે. આવી સ્થિતિમાં દવા ન લેવા માગતા હો તો તમે કેટલાર ઘરેલુ ઉપચાર પણ કરી શકો છો. જેમ કે, તમે બાજરીના લોટમાંથી બનાવેલી રાબ પીશો તો તમને રાહત મળશે. તો શીખી લો તેની રેસિપી.સામગ્રી2 ચમચી દેશી ગોળ1 ગ્લાસ પાણી2 ચમચી ઘી2 ચમચી બાજરીનો લોટ1/2 ચમચી સૂંઠ પાઉડર

બનાવવાની રીત.

એક પેનમાં ગોળ અને પાણી લો. આ મિશ્રણને ત્યાં સુધી ઉકળવા દો જ્યાં સુધી ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ન જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખવી. ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી દો.બનાવવાની રીતએક પેનમાં ઘી લઈને તેને ગરમ થવા દો. ઘી ગરમ થાય એટલે તેમાં બાજરીનો લોટ શેકી લો. આશરે 3-4 મિનિટ અથવા જ્યાં સુધી બાજરીના લોટનો કલર ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી શેકો. બાજરાનો લોટ શેકાય જાય એટલે તેમાં સૂંઠ પાઉડર ઉમેરો અને ફરીથી 1-2 મિનિટ માટે શેકી લો.

બનાવવાની રીત

હવે આ મિશ્રણમાં ગોળવાળુ પાણી ઉમેરીને ફરીથી ગરમ થવા દો. જ્યાં સુધી બધી સામગ્રી એકબીજા સાથે મિક્સ ન થઈ જાય અને ઘી ઉપર ન દેખાવા લાગે ત્યાં સુધી તેને ઉકળવા દો. (આશરે 10 મિનિટ). તો તૈયાર છે બાજરીના લોટની રાબ. આ રાબ પીવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર થઈ જશે.

રાબ કેવી રીતે બને?

એનાં મુખ્ય ઇન્ગ્રેડિયન્ટ્સને છે લોટ, ગોળ, ઘી, સૂંઠ-ગંઠોડા. લોટ મોટા ભાગે ઘઉં, બાજરી કે નાચણીનો વપરાય. એક મોટો બાઉલ ભરીને રાબ બનાવવા માટે એકથી દોઢ ચમચી લોટ લેવો. એક તરફ બે કપ પાણીમાં બેથી ત્રણ ચમચી ગોળ કતરીને ઓગાળવો. એ પાણી ગરમ કરવા મૂકવું. બીજી તરફ પેણીમાં એક ચમચી ઘી લઈને એમાં દોઢ ચમચી લોટ મેળવીને શેકવો. લોટ શેકાઈને રતુંબડો થાય એટલે ગોળનું ઊકળેલું પાણી રેડવું. ઉપરથી એક નાની ચમચી સૂંઠ અને નાની ચમચી ગંઠોડા ભભરાવવાં. લોટવાળું પાણી એકદમ મિક્સ થઈને એકરસ થઈ જાય એટલે ઉતારી લેવું. પોષણ માટે એના પર શેકેલી બદામની કતરી ભભરાવી શકાય.

આ ચીજોનો ફાયદો શું?

આ એવું પીણું છે જે શરીરને અંદરથી ગરમાવો આપે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શરીરને જરૂરી પોષણ આપે છે. બાજરી સ્વભાવે ગરમ છે અને ચોમાસામાં ગરમાવાની શરીરને સારીએવી જરૂર હોય છે એટલે બાજરીના લોટની રાબ ઉત્તમ કહેવાય. ઘઉંનો લોટ પોષક છે અને ઘીમાં શેકાઈ જાય એટલે પચવામાં હલકો થઈ જાય છે. નાચણી કૅલ્શિયમ અને અન્ય મિનરલ્સથી ભરપૂર હોવાથી હાડકાં મજબૂત કરે છે.

સૂંઠ ચોમાસામાં ઉત્તમ રોગપ્રતિકારક છે. વાઇરલ બૅક્ટેરિયલ ઇન્ફેકશન સામે સૂંઠથી રક્ષણ મળે છે. ઠંડકને કારણે પેટમાં, સાંધામાં વાયુનું પ્રમાણ વધે છે. હાડકાં અને સાંધામાં કળતર થવા લાગે છે. ગંઠોડા વાયુનો નાશ કરે છે અને ગાયનું ઘી થોડીક માત્રામાં આ સીઝનમાં સાંધાઓમાં ઊંજણનું કામ કરે છે.રાબની અંદર નાખવાના મસાલામાં ઘણાં કૉમ્બિનેશન થઈ શકે છે. કેટલાક લોકો ઘઉંનો લોટ શેકતી વખતે ચપટીક હળદર નાખે છે. એનાથી શરીરમાં કળતર થતી હોય તો ફાયદો થાય છે. કેટલાક લોકો સૂંઠને બદલે આદું વાપરે છે, પણ ચોમાસાની સીઝનમાં સૂંઠ વાપરવી જ શ્રેષ્ઠ છે.

બાળકો અને નવી મમ્મીઓ માટે

માત્ર ચોમાસામાં જ નહીં, ડિલિવરી પછીની રિકવરીમાં તેમ જ વધુ માત્રામાં દૂધ પેદા થાય એ માટે સ્તનપાન કરાવતી મહિલાઓને પણ રાબ આપવી શ્રેષ્ઠ છે. પ્રસૂતિ પછીની રાબમાં થોડીક માત્રામાં ગુંદર શેકીને નાખવામાં આવે છે. દૂધ વધુ આવે એ માટે શાહજીરું પણ ઉમેરી શકાય.નવજાત બાળકોને છ-આઠ મહિના પછી માના દૂધ ઉપરાંતનું ખાવાનું આપવાનું શરૂ કરવામાં આવે ત્યારે રાબ ઉત્તમ આહાર છે. બાળકો માટેની રાબમાં નાચણીનો લોટ બેસ્ટ છે. એનાથી હાડકાં મજબૂત થાય છે અને બાળકનો બાંધો મજબૂત બને છે.જો તમને અમારો લેખ પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરી અન્ય મિત્રો સાથે શૅર કરો અને તમારો અભિપ્રાય અમને જણાવો ધન્યવાદ