આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ પરેશાનીથી પીડિત હોઈ છે. ભલે કોઈની પાસે ધન સંપત્તિ હોઈ પણ કોઈને કોઈ વાત કોઈને કોઈ સમસ્યા તો દરેકના જીવનમાં હોઈ છે.સુખ અને દુઃખ તો જીવનમાં આવવાનું અને ચાલ્યા જશે. દુનિયાનો કોઇપણ માણસ આ ચક્રમાંથી બહાર નીકળી શકતો નથી.
ક્યારેક બધે જ સુખ છે એવું લાગે. ક્યારેક દુઃખનો પહાડ તૂટી પડ્યો હોય એવું લાગે. ઘણીવાર બધી જ બાજુથી સંકટ આવી પડે છે. પણ તમે ચિંતા ન કરો જો આવી પરિસ્થિતિ થઇ હોય તો સોમવારના દિવસે અમે જણાવેલ ઉપાયમાંથી કોઈ એકને અજમાવવાથી શિવજી તમામ સંકટને જલ્દીથી દૂર કરવાની સંભાવના દર્શાવે છે. તમારી બધી જ તકલીફને જલ્દીથી દૂર કરવા કોઈ એક ઉપાયને સોમવારના દિવસે અજમાવો.
શિવપુરાણ મુજબ શિવજી ની ઈચ્છાથી જ આ સંપૂર્ણ સુષ્ટિની રચના બ્રહ્માજીએ કરી છે અને તેનુ પાલન ભગવાન વિષ્ણુ કરી રહ્યા છે. તેથી શિવજીની પૂજાથી મોટી મોટી પરેશનઈઓ પણ દૂર થઈ શકે છે. જ્યોતિષમાં બતાવ્યુ છે કે શિવ પૂજાથી કુંડળીના દોષ પણ દૂર થઈ શકે છે. સોમવારે શિવજીની પૂજાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. તો આવો જાણીએ શિવજીના ઉપાય જેમાંથી કોઈ એક પણ આપ જો સોમવારે કરશો તો તમારી બધી પરેશાની દૂર થઈ જશે.શાસ્ત્રો અનુસાર, સમુદ્ર મંથન દરમિયાન ઝેર નીકળ્યું હતું, ત્યારે ભગવાન શિવજીએ આ ઝેર પી લીધું હતું, જેના કારણે શિવજીના શરીરનું તાપમાન ખુબ જ વધી ગયું હતું. દેવતાઓએ તાપ દૂર કરવા માટે ભગવાન શિવની ઉપર ધતુરા અને ભાંગ તથા જળ અર્પણ કર્યું હતું. શ્રાવણ માસના સોમવારના દિવસે ભગવાન શિવજીની પૂજા દરમિયાન તમારે ધતુરો, ભાંગ અને બિલ્વપત્ર જરૂરથી અર્પણ કરવું જોઈએ.
ભગવાન શિવનો અભિષેક કરવો. ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરવો. સાંજના સમયની આરતી કરતી વખતે શિવ મંદિરમાં ૧૧ ઘી ના દીવા કરવા.શિવલિંગ પર શુદ્ધ ઘી ચઢાવવું. પછી પાણી ચઢાવવું. આવું કરવાથી સંતાન સંબંધી તકલીફને દૂર કરી શકાય છે.જો કોઈના લગ્નમાં અવરોધ આવે છે, તો શિવલિંગ પર કેસર મિક્સ કરીને દૂધ ચઢાવો. પાર્વતી દેવીની પૂજા પણ કરો.લોટમાંથી ૧૧ શિવલિંગ બનાવો. તેના પર ૧૧ વખત જળનો અભિષેક કરો. આ ઉપાયથી પણ સંતાન પ્રાપ્તિનો યોગ બને છે. શિવજીની ખૂબ જ કૃપા થવાની સંભાવના રહે છે.
માછલીને લોટની ગોળીઓ ખવડાવો. આ સમયગાળા દરમિયાન ‘ઓમ નમ શિવાય’ નો જાપ કરો. આ ઉપાયો સોમવારથી શરૂ કરો અને ત્યારબાદ રોજ કરો. આ ખરાબ સમયને દૂર કરી શકે છે.રોજ વહેલી સવારે શિવલિંગની પૂજા કરવી. આવું કરવાથી સુખ-સમૃદ્ધિ વધી શકે છે.શિવલિંગ પર તાંબાના લોટામાં પાણી લઇ તેમાં કાળા તલ ભેળવી અભિષેક કરવો. આવું કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. શનિ ગ્રહની ખરાબ અસરથી બચી શકાય છે.શિવ મંદિરને રોજ સાફ-સફાઈ કરવાથી જીવનમાં આવેલી તકલીફને હળવી થાય છે.સોમવારના દિવસે ગાય અને કુતરાને સારા કર્મના અર્થે કંઈક ખવડાવવું જોઈએ. આવું કરવાથી સારા કર્મનું બંધારણ થાય છે પરિણામે જિંદગીમાં કંઈક અંશે ખુશી અને સમૃદ્ધિ આવવાનું ચાલુ થાય છે.21 બિલી પત્રો પર ચંદનથી ૐ નમ શિવાય લખીને શિવલિંગ પર ચઢાવો. તેનાથી શિવજીની કૃપા મળે છે.શિવજીનુ વાહન નંદી એટલે કે બળદને લીલુ ઘાસ ખવડાવો. તેનાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે અને પરેશાનીઓ દૂર થાય છે.
તમારા સામર્થ્ય મુજબ ગરીબોને ભોજન કરાવો. તેનાથી તમારા ઘરમાં ક્યારેય અનાજની કમી નહી થાય. સાથે જ પિતરોની આત્માને શાંતિ મળશે. ભગવાન શિવજીની પૂજા શિવલિંગના સ્વરૂપમાં કરવામાં આવે છે. તમારે શ્રાવણ માસના પવિત્ર મહિનામાં સવારે અને સાંજના સમયે તેમની આરતી જરૂર કરવી જોઈએ. તમે આરતીમાં 1, 5, 7, 11 અથવા 21 અગરબત્તીઓ રાખી શકો છો અથવા કપૂર વડે પણ આરતી કરી શકો છો. તમે તેમની આરતી એવી રીતે કરો કે ઓમનો આકાર બની જાય. આ ઉપાયથી કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.
ભગવાન શિવજીને ભોલાનાથ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તેઓ ભક્તોની થોડી એવી ભક્તિ થી તરત જ પ્રસન્ન થઇ જાય છે. અને માનવાનચિત ફળ આપે છે. જીવનની દરેક પરેશાનીઓથી છુટકારો અપાવી ભગવાન શિવ ભક્તોને મોક્ષ આપે છે. ભગવાન શિવની આરાધના માટે સોમવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારા જીવનમાં પરેશાની ચાલી રહી છે તો ભગવાન શિવની આરાધના જરૂર કરવી જોઈએ.તમે ભગવાન શિવજીના મંદિર માં જઈને મહામૃત્યુંન્જય મંત્ર નો નિયમિત જાપ કરી શકો છો, તેનાથી તમને દરેક પ્રકારના રોગ અને બીમારીઓ થી છુટકારો મળશે. અને તમને મોક્ષ ની પ્રાપ્તિ થશે. તે ઉપરાંત જો તમે ગાયના કાચા દૂધ થી શિવલિંગ નો અભિષેક કરો છો અને શિવલિંગ પર કાળા તાલ અર્પિત કરો છો તો તેનાથી બોલાનાથ ની કૃપા દ્રષ્ટિ હંમેશા તમારા પર બની રહેશે.
સોમવારના દિવસે અહીં જણાવેલ આ પ્રકારના ઉપાયમાંથી કોઈ એકને અજમાવવામાં આવે તો જરૂરથી જીવનઈ તકલીફને હળવી કરી શકાય છે અને ધીમે-ધીમે જિંદગીમાં સોના માફક ચળકતા દિવસો આવવાની સંભાવના રહે છે. મનુષ્ય જીવનમાં આમ તો ગણીએ તો જ્યાં ભગવાન શબ્દનો ઉલ્લેખ થાય ત્યાં પહેલા આસ્થા ને શ્રદ્ધાનું મહત્વ હોય છે. ધાર્મિક કામ કોઈ પણ હોય તેમાં ભક્તની સારા સદ્દભાવના રહેલી હોય તો આપોઆપ તેના કાર્ય સફળ થવા લાગે છે.