50 વર્ષ ની થઇ બાહુબલી ની શિવગામી, જોવો પરિવાર સાથેની ક્યારેય ના જોયેલી તસવીરો,હાલ નો નવો અવતાર જોઈને ચોકી જશો….

ફિલ્મ ‘બાહુબલી’ માં દરેક કલાકારોએ તેમના અભિનયથી પાત્રોને યાદગાર બનાવ્યા હતા. મહેન્દ્ર બાહુબલી, કટપ્પા, શિવગામી દેવી હોય કે પછી દેવસેના હોય. બધા કલાકારોએ તેમની ભૂમિકાઓ જીવંત કરી દીધી હતી. આવી જ એક ભૂમિકા રાજમાતા શિવગામીની દેવીની હતી.જોકે હિન્દી સિનેમા પ્રેમીઓ માટે શિવગામી બનનારી રામ્યા કૃષ્ણન નવો ચહેરો નથી. રામ્યા કૃષ્ણને બોલિવૂડની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમના જન્મદિવસ પર તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જાણીએ.

બાહુબલી ફિલ્મના દરેકના દિલમાં છવાયેલી અભિનેત્રી રામ્યા કૃષ્ણન પોતાનો 50 મો જન્મદિવસ મનાવી રહી છે. રામ્યા કૃષ્ણનનો જન્મ 15 સપ્ટેમ્બર 1973 માં થયો હતો. રામ્યા એ 13 વર્ષની ઉંમરે બાળ કલાકાર તરીકેની શરૂઆત તમિલ ફિલ્મ ‘વેલ્લઈ મનસુ’થી કરી હતી. અભિનેત્રીએ પોતાનો 50 મો જન્મદિવસ આખા પરિવાર સાથે ઉજવ્યો હતો. તેણે ઉજવણીનો ફોટો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

જન્મદિવસના આ વિશેષ પ્રસંગે, તમે એક્ટ્રેસની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ વિશે કંઇ સાંભળ્યું નહિ હોય અમે તે વિશે જણાવી રહ્યાં છીએ. 34 વર્ષની કારકિર્દીમાં, રામ્યાએ તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને હિન્દીમાં 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે બાહુબલીમાં શિવગામી દેવીનું પાત્ર તેની કારકિર્દી માટે એક સીમાચિહ્નરૂપ સાબિત થયું. આ ભૂમિકા પહેલા શ્રીદેવીને ઓફર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક કારણોસર તેણે આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કરી દીધો હતો.

એવું કહેવામાં આવે છે કે રામ્યા તેની ફિલ્મો માટે સાઉથની અભિનેત્રી તમન્નાહ ભાટિયા અને રકુલ પ્રીત સિંહ કરતા પણ વધારે ચાર્જ લે છે. તાજેતરમાં આવેલા એક સમાચારના અહેવાલ મુજબ, રામ્યાએ તેલુગુ ફિલ્મ ‘સૈલાજા રેડ્ડી અલ્લદુ’માં કામ કરવા માટે એક દિવસના શૂટિંગ માટે 6 લાખ રૂપિયા ચાર્જ કર્યાહતા. આ ફિલ્મ માટે 25 દિવસ શૂટિંગ કરવાનો કરાર છે. આ રીતે, તેણે 25 દિવસ માટે 1.50 કરોડ ચાર્જ કર્યા.

રામ્યા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી પછી બોલિવૂડમાં સ્થળાંતર થઈ. 1993 માં, તેણે હિન્દી સિનેમામાં મુખ્ય અભિનેત્રી તરીકે યશ ચોપરાની ફિલ્મ ‘પરંપરા’ થી પ્રવેશ કર્યો. તે પછી રામ્યાએ સુભાષ ઘાઇની ‘ખલનાયક’, મહેશ ભટ્ટની ‘ચાહત’ અને ડેવિડ ધવનની ‘બનારસી બાબુ’ અને ‘બડે મિયાં છોટી મિયાં’ માં ભૂમિકા ભજવી હતી. રમ્યાએ તેની કરિયરમાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, વિનોદ ખન્ના, અમિતાભ બચ્ચન અને અનિલ કપૂર સાથે પણ કામ કર્યું છે. રામ્યા કૃષ્ણન અત્યાર સુધી 200 થી વધુ ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

રામ્યા કૃષ્ણનને 12 જૂન 2003 ના રોજ તેલુગુ ફિલ્મ નિર્માતા કૃષ્ણા વામસી સાથે લગ્ન કર્યા. તેણે 2004 માં તેમના પુત્ર ઋત્વિકને જન્મ આપ્યો. જે હાલ 16 વર્ષનો છે. રામ્યા હાલમાં તેના પરિવાર સાથે ચેન્નાઈના ઈંજમબક્કમમાં રહે છે. અહીં તેનો બંગલો છે.અભિનેત્રી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના પરિવારના ફોટા શેર કરે છે.કહી દઈએ કે ‘બાહુબલી 2’ માટે 2.5 કરોડ રૂપિયા ચાર્જ લેનાર રામ્યાની સંપત્તિ લગભગ 32 કરોડ રૂપિયા છે. રામ્યા કૃષ્ણન પાસે મર્સિડીઝ બેન્ઝ એસ350 કાર છે, જેની કિંમત લગભગ 1 કરોડ 20 લાખ રૂપિયા છે.

ફિલ્મ ‘બાહુબલી’ રામ્યાની કારકિર્દી માટે એક માઇલસ્ટોન સાબિત થઈ. બહુ ઓછા લોકો જાણતા હશે કે શ્રીદેવીને શિવગામીનીની ભૂમિકા માટે વાત કરવામાં આવી હતી, પરંતુ ડિરેક્ટર રાજામૌલી સાથે વાત ન જામતા રામ્યાને આ ભૂમિકા મળી હતી. શ્રીદેવીએ આ ભૂમિકા માટે છ કરોડ માંગ્યા હતા.

વળી, શ્રીદેવીએ તેના માટે ફાઇવ સ્ટાર હોટલનો સંપૂર્ણ ફ્લોર બુક કરાવવાનું કહ્યું હતું. ફિલ્મનું બજેટ પહેલેથી જ ખૂબ વધારે હતું. આવી સ્થિતિમાં, રાજામૌલીએ રામ્યા કૃષ્ણનને લેવાનું પસંદ કર્યુ હતુ.