1500 થાંભલા પર ટકેલું છે આ અદભુત આરસપહાણનું મંદિર, જાણો શુ છે મંદિર ની ખાસિયત….

વિશ્વમાં સ્થાપત્યકલા માટે જાણીતું મંદિર.ભારત સમગ્ર વિશ્વમાં પોતાની સંસ્કૃતિ માટે જાણીતું છે. આપણા દેશમાં અદ્ભૂત મંદિરો, ગુફાઓ અને સુંદર ઐતિહાસિક ઈમારતોની કમી નથી. આવા જ અદ્ભૂત મંદિરોમાંથી એક છે આરસપહાણનું એ મંદિર જે સ્થાપત્ય કલા, નક્શીકામ માટે અને ખાસ કરીને 1500 થાંભલા પર ટકેલું હોવાથી વિશ્વભરમાં જાણીતું છે.

Advertisement

1500 થાંભલા પર ટકેલું જૈન મંદિર.રાજસ્થાનના ઉદયપુરથી લગભગ 100 કિલોમીટર દૂર આવેલા રણકપુરનાં આ જૈન મંદિર આવેલું છે. આ મંદિર જૈનોના પાંચ મુખ્ય તીર્થસ્થળોમાંથી એક છે. આ મંદિરની કોતરણી ખૂબ સુંદર રીતે કરવામાં આવી છે. રણકપુર સ્થિત આ જૈન મંદિર 1500 થાંભલા પર ટકેલું છે તે તેની સૌથી મોટી ખાસિયત છે. આ મંદિર સંપૂર્ણપણે આરસપહાણમાંથી તૈયાર કરવામાં આવ્યું છે.

15મી સદીમાં થયું હતું નિર્માણ.આ મંદિરના દ્વાર કલાત્મક રીતે બનાવાયા છે. મંદિરના મુખ્ય ગૃહમાં તીર્થંકર આદિનાથની આરસપહાણથી બનેલી ચાર વિશાળ મૂર્તિઓ પણ છે. આ મંદિરનું નિર્માણ 15મી સદીમાં રાણા કુંભાના શાસનકાળમાં થયું હતું. રણકપુર નામ રાણા કુંભાના નામથી જ પડ્યું છે. મંદિરની અંદર હજારો થાંભલા છે જે આ મંદિરની સુંદરતા વધારે છે. ખાસ વાત એ છે કે, બધા થાંભલામાં જ્યાંથી પણ જોશો તમને મુખ્ય મૂર્તિના દર્શન ચોક્કસ થશે. આ થાંભલાઓ પરનું નક્શીકામ પણ આકર્ષક છે.

મોક્ષ પ્રાપ્ત કરવા પ્રેરણા આપે છે.શ્રેષ્ઠ નક્શીકામ માટે જાણીતા આ મંદિરમાં વિશ્વભરમાંથી દર્શનાર્થીઓ આવે છે. જૈન મંદિરમાં 76 નાના ગુંબજવાળા પવિત્ર સ્થાન, 4 મોટા પ્રાર્થના કક્ષ અને ચાર મોટા પૂજા સ્થળ છે. માનવામાં આવે છે કે આ મનુષ્યને જીવન-મૃત્યુની 84 યોનીઓમાંથી મુક્તિ પ્રાપ્ત કરીને મોક્ષ પ્રાપ્ત કરવા માટે પ્રેરણા આપે છે.એવું માનવામાં આવે છે કે આ મંદિરોનું નિર્માણ ધન્ના નામના એક શેઠે કારવ્યું હતું આ શેઠે મહારાણા કુંભથી આ મંદિરો માટે જમીન ખરીદી હતી અહી સ્થિત પ્રમુખ મંદિરને ‘રણકપુરનું ચાર મુખવાળું મંદિર’ કહેવામાં આવે છે. આ મંદિર સિવાય હજુ બે જૈન મંદિર છે. જેમાં પાશ્વનાથ અને નેમિનાથની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. એક વૈષ્ણવ મંદિર સૂર્યનારાયણનું પણ છે.

રાજસ્થાનમાં અરાવલી ઘાટીઓના મધ્યમાં સ્થિત રણકપુરમાં ઋષભદેવનું ચતુર્મુખી જૈન મંદિર ચારો તરફ જંગલોથી ફેલાયેલું છે. અને આ મંદિરની ભવ્યતા અદ્ભુત છે. રણકપુર મંદિર ઉદયપુરથી ૯૬ કિમીની દુરી પર છે. મુખ્ય મંદિર પ્રથમ જૈન તીર્થકર આદિનાથને સમર્પિત ચતુર્મુખ મંદિર છે. આ મંદિર ચારો દિશાઓમાં ખુલે છે. મંદિરમાં લગભગ ૭૨ ઈચ ઉચી મૂર્તિઓ ચાર અલગ અલગ દિશાઓ બાજુ ઉન્મુખ છે. તેથી તેને ચતુર્મુખ મંદિર કહે છે.

મંદિરમાં ૭૬ નાના ગુમ્બદનુમા પવિત્ર સ્થાન, ચાર મોટા પ્રાર્થના કક્ષ તથા ચાર મોટા પૂજા સ્થળ પણ છે.મંદિરનું પરિસર લગભગ ૪૦ હઝાર વર્ગ ફૂટમાં ફેલાએલું છે. લગભગ ૬૦૦ વર્ષ પહેલા ૧૪૪૬ વિક્રમ સવંતમાં આ મંદિરનું નિર્માણ કાર્ય શરુ થયું હતું જે ૪૦ વર્ષોથી વધુ સમય સુધી ચાલ્યું. તેના નિર્માણ મા લગભગ ૯૯ લાખ રૂપિયા ખર્ચ થયા મંદિરમાં ચાર કલાત્મક પ્રવેશ દ્વાર છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં તીર્થકર આદિનાથની સંગેમરમરથી બનેલી ચાર ભવ્ય મૂર્તિઓ છે.

સંગેમરમરથી બનેલા આ મંદિરમાં ૨૯ વિશાળ રૂમ છે જ્યાં લગભગ ૧૪૪૪ સ્થંભ છે. તે બધા અનોખા છે. તેનું નકશીકામ એક ને બીજા સ્તંભથી અલગ પાડે છે. મંદિરની પાસે બનેલા ગલીયારામા બનેલા મંડપોમાં બધા તીર્થકરોના ફોટા લગાવેલા છે બધા સ્તંભોમાં શિખર છે. અને તેની ઉપર ઘંટી લગાવેલી છે. હવા ના કારણે આખા મંદિરમાં તેનો અવાજ ગુંજે છે.મંદિરના નિર્માતાઓએ ભવિષ્યમાં કોઈ મુસીબતનું અનુમાન લગાવીને એક ભોયરામાં રૂમ પણ બનાવ્યો છે. તેમાં પવિત્ર મૂર્તિઓને સુરક્ષિત રાખી શકાય છે. સંગેમરમરના ટુકડા પર ભગવાન ઋષભદેવના પદ્ચિન્હ પણ છે. તે ભગવાન ઋષભદેવ તથા શત્રુંજયની શિક્ષાની યાદ અપાવે છે.

Advertisement