રસોડામાં હાજર આ 6 વસ્તુઓ પાંચ જ મિનિટમાં આપશે Instant glow, જાણો કેવી રીતે ઉપયોગ કરશો….

આજકાલ પ્રદૂષણને કારણે સ્કિન ખરાબ થઈ જાય છે.જેના કારણે ત્વચા કાળી પડવા લાગે છે.અને આનાથી બચવા માટે યોગ્ય સારવાર કરવી જરૂરી છે.પરંતુ હાલમાં જે પ્રમાણે કોરોનાનાં કેસ વધી રહ્યાં છે તે જોતા બ્યૂટી ટ્રિટમેન્ટ ઘરે જ લેવી હિતાવહ છે. આવા સમયે તમારા રસોડામાં હાજર વસ્તુઓથી તમારી સ્કિનને તમે ગ્લોઇંગ બનાવી શકો છો.

Advertisement

આ કોરોના કાળમાં બહાર જવાનું ટાળવું અને તેમાં પણ પાર્લરમાં તો અવશ્ય ન જવું. ત્યાં કોણ આવ્યું ગયું તે અંગે ચિંતા રહે છે અને હાલમાં જે પ્રમાણે કોરોનાનાં કેસ વધી રહ્યાં છે તે જોતા બ્યૂટી ટ્રિટમેન્ટ ઘરે જ લેવી હિતાવહ છે. આવા સમયે તમારા રસોડામાં હાજર વસ્તુઓથી તમારી સ્કિનને તમે ગ્લોઇંગ બનાવી શકો છો. આ ઉપાય તમને ઇન્સ્ટંટ ગ્લો આપશે.ચાલો ત્યારે ચહેરા પરની ચમક ઇન્સટન્ટ લાવવી હોય તો જાણી લો આ સરળ ઉપાય અને અજમાવી પણ જુઓ.

મધ-
એક ચમચી મધ અને થોડુ ગરમ પાણી. પહેલા થોડા ગરમ પાણીથી તમારા ચહેરાને ધોઇ લેવો. અને ત્યાર બાદ. ફેસ વોશ કરીએ એ રીતે મધને લઇને તમારા ચહેરા પર 2થી 3 મિનીટ મસાજ કરો. અને પછી નળના પાણીથી ચહેરો ધોઇ લો.

લીંબુ-

લીંબુનાં રસમાં થોડું મધ મિક્સ કરી તેને ચહેરા પર લગાવો. આ ફેસ પેક 15 મિનિટ સુધી લગાવી રાખો બાદમાં ચહેરો નોર્મલ પાણીથી ધોઇ દો. ચહેરા પર નીખાર જોવા મળશે. નિયમિત લગાવવાથી ખીલ, ડાધ ધબ્બા તમામ સમસ્યાઓ દૂર થતી જોવા મળશે.લીંબુ એક સારા હીલરનું કામ કરે છે. તેની બ્લિચિંગ ઇફેક્ટ તો સારી છે જ, સાથે તેની સુવાસ પણ તમને તાજગીનો અહેસાસ કરાવે છે. એક ચમચી લીંબુના રસમાં એટલા જ માપની ખાંચ નાંખી ઘૂંટણ અને એડીએ ઘસવાથી ત્યાંની ત્વચા સ્વચ્છ થાય છે. નેચરલ હેર કંડિશનર તરીકે પણ લીંબુ બહુ ફાયદાકારક છે. એક ગ્લાસ ચાનું પાણી લો અને તેમાં એક લીંબુનો રસ મિક્સ કરો. આ પાણીથી વાળ ધુઓ, તમારા વાળમાં શાઇનિંગ આવશે.

મલાઇ અને હળદર-
મલાઇ અને હળદરને મિકસ કરીને તમારી ત્વચા પર રગડો. 5-10 મિનિટ પછી તમારો ચહેરો ધોઇ લો. આ ઉપાયથી તમારા ચહેરા પર તરત જ ચમક આવી જશે. તે સિવાય ચહેરામાં ચમક લાવવા માટે ચંદન, ચણાનો લોટ, હળદરથી ફેસપેક બનાવીને ચહેરા પર રગડો તેનાથી સ્કિનમાં ચમક આવવાની સાથે ત્વચા મુલાયમ થઇ જશે.ચહેરા પર ચમક લાવવા માટે કાચા પપૈયાનો પણ ઉપયોગ કરી શકો છો. પપૈયાને સમારીને તેના બીજ અલગ કરી દો. તેના પલ્પને પીસીને તેમા ગુલાબજળ મિક્સ કરી લો. ત્યાર પછી આ પેસ્ટને ચહેરા પર લગાવી દો અને 15 મિનિટ પછી ચહેરાને ધોઇ લો.

કાકડી :

કાકડી નેચરલ ટોનરનું કામ કરે છે. ત્વચા પર દરરોજ કાકડીનો રસ લગાવવાથી તે ગ્લો કરશે. આ રસનો ચહેરા પર મસાજ કરવાથી ડાઘા અને કરચલીઓ પણ ઓછી થાય છે. તો વળી કાકડીની સ્લાઇસ કાપીને તેને આંખ પર મૂકવાથી તમારો થાક દૂર થશે અને આંખોને આરામ મળવાની સાથે તેની નીચેના કાળા કુંડાળા પણ દૂર થશે.ટામેટામાં એન્ટીઓક્સીડેન્ટ વધારે પ્રમાણમાં રહેલા છે. ટામેટામાં પણ બ્લીચ ક્રીમના ગુણ રહેલા છે. ટામેટાને પીસીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર પછી તેને 10-15 મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને બાદમાં પાણીથી ધોઇ લો. રોજ આ ઉપાય કરવાથી ચહેરા પરના ડાઘ-ધબ્બા દૂર થઇ જશે.આઇસ ક્યુબ- જો ચહેરા પર આઇસ ક્યૂબથી માલીશ કરવામાં આવે તો ચહેરામાં ઇન્સ્ટંટ ગ્લો આવી જાય છે.

દાડમ :
દાડમનું સેવન શરીરના સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક હોય છે, તેનો રસ એટલો જ શરીરના રૂપને લાભ પહોંચાડે છે. દાડમનો રસ ટેનિંગ(તડકાથી ત્વચાનો રંગ બદલાવો) ને ઘણી હદ સુધી ઓછું કરી દે છે. દાડમનો થોડો રસ ઠંડા દૂધમાં મિક્સ કરો અને તેને ચહેરા પર લગાવો. 10-15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો. એવું અઠવાડિયા સુધી રોજ કરવાથી ત્વચા ખીલી ઉઠશે અને સાફ થવાની સાથે જ ટેનિંગ પણ દૂર થઈ જશે.તરબૂચ :તરબૂચ ત્વચાને એક્સફોલિએટ કરવાની સાથે જ તેને મુલાયમ પણ બનાવે છે. ચહેરો ધોવા માટે સાબુ અથવા ફેસવોશની જગ્યાએ તરબૂચના મુલાયમ ભાગને 20 મિનિટ સુધી ચહેરા પર હળવા હાથે ઘસો, અને ત્યારબાદ તેને ધોઈ લો. તેનાથી ચહેરાની ખોવાયેલી ભીનાશ (આર્દ્રતા, નમી) પાછી આવી જાય છે.ખાંડ :ખાંડને કરકરી દળીને પાણી અથવા તેલમાં મિક્સ કરીને ચહેરાની મસાજ કરો અને પછી ધોઈ લો. ત્વચાને સાફ અને મુલાયમ બનાવવાની આ સૌથી સરળ રીત છે.

નારિયેળનું તેલ :

નારિયેળનું તેલ એંટી ફંગલ અને એંટી બેક્ટેરિયલ છે. તેના ઉપયોગથી ત્વચાને પ્રાકૃતિક રૂપથી સાફ કરી શકાય છે. નારિયેળ તેલને હથેળીમાં ઘસીને થોડું હુંફાળું કરી લો. પછી તેને ચહેરા પર લગાવીને ગોળ ગોળ ફેરવતા માલિશ કરો. પછી રૂમાલને હુંફાળા પાણીમાં પલાળીને ચહેરાને લગભગ 1 મિનિટ માટે ઢાંકી દો. ત્યારબાદ સૂકા રૂમાલથી મોઢું સાફ કરી દો. તેનાથી ચહેરો મુલાયમ પણ બનશે.

ગુલાબજળ :
ત્વચા પરસેવામાં ભીનાશ ગુમાવી દે છે. તેને ફરીથી તાજી અને મુલાયમ કરવામાં ગુલાબજળ મદદગાર હોય છે. રૂ માં થોડું ગુલાબજળ લઈને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી ઠંડા પાણીથી ધોઈ લો. એવું રોજ કરવાથી ત્વચામાં ભીનાશ બની રહેશે અને તે સાફ દેખાશે.

દહીં અને બેસન :2 મોટી ચમચી બેસન(ચણાનો લોટ), 1 મોટી ચમચી દહીં અને ચપટી જેટલી હળદરને મિક્સ કરીને ચહેરા પર લગાવો અને સુકાયા પછી ધોઈ લો. આ પેકને અઠવાડિયામાં 2-3 વાર લગાવી શકો છો.કાબુલી ચણા અને હળદર :2 મોટી ચમચી કાબુલી ચણા પાઉડર, એક મોટી ચમચી હળદર પાઉડર અને થોડું દૂધ લો. આ ત્રણેયનું મિશ્રણ બનાવીને ચહેરા પર લગાવો અને 20 મિનિટ પછી ચહેરો ધોઈ લો. આ પેક અઠવાડિયામાં 2 વાર લગાવી શકો છો. તે ત્વચાને નિખારશે અને ડાઘ પણ દૂર કરશે.સફરજનનો સરકો (વિનેગર) :એક ભાગ સફરજનના વિનેગરને 2 ભાગ પાણીમાં મિક્સ કરી રૂ થી પોતાના ચહેરા પર સારી રીતે લગાવો. પછી 15 મિનિટ પછી ચહેરાને ઠંડા પાણી અને પછી હુંફાળા પાણીથી ધોઈ લો. તેનાથી ત્વચાને તાત્કાલિક ચમક મળશે. રોજ આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીને જુઓ, જલ્દી જ ફરક અનુભવાશે.

દૂધ: દૂધ ન ફક્ત હાડકાઓ માટે પણ ત્વચા માટે પણ ઘણું સારું છે. તે ત્વચાની મૃત કોશિકાઓને હટાવવાની સાથે જ ચહેરાને મુલાયમ અને નરમ રાખે છે. થોડું દૂધ હથેળીઓ પર લઈને ચહેરા પર મસાજ કરો અથવા થોડું દૂધ નહાવાના પાણીમાં મિક્સ કરી લો.સ્કિન ટાઇટનિંગ માટે બટાકા : કાચા બટાકા સુંગરતા સાથે જોડાયેલી અનેક સમસ્યાઓ સામે કારગર સાબિત થાય છે. તે માત્ર આંખોને જ રાહત પહોંચાડવાનું કામ નથ કરતા પણ આંખો નીચેના કાળા ડાઘા પણ ઓછા કરે છે. તેમાં સ્ટાર્ચની માત્રા બહુ હોવાથી તેનો ઉપયોગ સ્કિન ટાઇટનર તરીકે પણ કરી શકાય છે. કાચા બટાકાનો રસ ત્વચા પર ઘસો અને સૂકાયા બાદ તેને સાફ કરી દો. બટાકાનો રસ, લીંબુ, જવનો લોટ, દૂધમાં મિક્સ કરી ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

Advertisement