ઘર માં લગાવો આ તસવીરો,બદલાઈ જશે તમારી કિસ્મત,જીવનભર નહીં થાય ધન ની કમી..

ઘરમાં લગાવો આ તસવીરો જેનાથી ચમકશે તમારું નસીબ,,નહિ થાય ધનમાં કમી..શું તમે જાણો છો કે ઘરમાં લગાવવામાં આવેલી તસવીરો તમને અને તમારા આખા કુટુંબને અસર કરે છે. વાસ્તુ શાસ્ત્રમાં આવી જ કેટલીક તસવીરો વિશે બતાવવામાં આવ્યું છે જે તમારા ઘરને સુંદર બનાવશે, પરંતુ તમારું નસીબ પણ રોશન કરી શકે છે. અને આ તસવીરો ઘરમાં મૂકીને આર્થિક સમસ્યાઓ પણ દૂર થાય છે ચાલો જાણીએ..

Advertisement

ઘરમાં તરતી માછલીની તસ્વીર લગાવવી જોઇએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ તરતી માછલીની તસવીરોને જીવંતતાનું સૂચક માનવામાં આવે છે. આ તસવીરો ઘરની દિવાલો પર લગાવવાથી ઘરના સભ્યોને લાંબુ આયુષ્ય મળે છે. માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.ઘરમાં હંમેશા હસતા ચહેરાઓનો ફોટો રાખવું ખૂબ શુભ છે. આ ચિત્રોને બદલે, તમે તમારા આખા કુટુંબનો એક હસતો ફોટો પણ મૂકી શકો છો. તેને એવી જગ્યાએ લગાવવી જોઈએ કે જ્યારે તેઓ આવે, ત્યારે ફોટા પર નજર પડે. ઘરમાં આવા ચિત્રો લગાવવાથી સકારાત્મકતા આવે છે. ઘરના સભ્યોમાં પ્રેમ વધતો જાય છે. જેના કારણે ઘરમાં સુખ, શાંતિ અને ખુશીનું વાતાવરણ રહે છે.

ઘરમાં ઉગતા સૂર્યનો ફોટો, પ્રકૃતિના ઉમદા દૃશ્યો અને ઉડતા પક્ષીઓની તસવીરો ઘરમાં લગાવવી જોઈએ. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં આવા ચિત્રો લગાવવાથી જીવનમાં નવી આશા આવે છે. આ ચિત્રો જોઈને વ્યક્તિ અંદરની સકારાત્મક ઉર્જા અનુભવે છે. જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધારે છે. અને તેના કોઈ પણ કાર્ય પર સકારાત્મક અસર પડે છે.

ઘરમાં શાંત વહેતા પાણીની તસ્વીર લગાવવી જોઈએ. ઘરમાં વહેતા પાણી, શાંત વહેતી નદી, તળાવ અથવા સમુદ્રનું ચિત્ર હોવું તે મનોહર દૃષ્ટિકોણ માનવામાં આવે છે. આનાથી ઘરના સભ્યોનું ભાગ્ય મજબૂત બને છે. આ ફોટા લગાવવાથી, કામમાં આવતા અવરોધો દૂર થાય છે. અટકેલા કાર્યો થવા લાગે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ શાંત રીતે વહેતું પાણી શુભેચ્છાનું પ્રતીક માનવામાં આવે છે.

તમે કામ પર અથવા ઘરે ઘેટાંની એક તસ્વીર મૂકી શકો છો. વાસ્તુ મુજબ જો ઘરે અથવા કામના સ્થળે નકારાત્મકતા હોય તો આ તસવીર લગાવવાથી નકારાત્મકતા દૂર થાય છે. આ ચિત્રો લગાવવાથી ભાગ્ય જાગૃત થાય છે, અને સંપત્તિમાં વધારો થાય છે.વાસ્તુશાસ્ત્રના નિયમ અનુસાર જો ઘરની અંદર દેવી દેવતાઓની તસવીરો લગાવવામાં આવે તો તમારા ઘરની દરેક સમસ્યાઓ દૂર થાય છે અને કાયમી માટે ઘરમાં સુખ-શાંતિનો વાસ થાય છે.

જો તમારા બેડરૂમની અંદર અથવા તો તમારી ઓફિસની અંદર સમુદ્ર કિનારે દોડતા સાત ઘોડાની તસવીરો લગાવવામાં આવે તો તમારા ઘરમાં અથવા તો ઓફિસમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે.ઘરના હોલની અંદર જો હંસ ની ખૂબ મોટી તસવીર લગાવવામાં આવે તો તમારા ઘરની અંદર ક્યારેય પણ પૈસાની કમી સર્જાતી નથી.

રસોડાની અંદર જો તમારે તસવીર લગાવવી હોય તો ત્યાં હંમેશાને માટે કોઈ પણ શાકભાજી અથવા તો ફ્રુટ ની તસવીર લગાવવી જોઈએ જેને કારણે તમારા રસોડાની બરકત બની રહે છે.ઘરમાં દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવો પહાડની તસવીર. આ તસવીરમાં પહાડ પરથી પડતાં ઝરણાંનો સમાવેશ ન થતો હોવો જોઇએ. વાસ્તુવિજ્ઞાન અનુસાર આવી તસવીરને કારણે ઘરનાં સદસ્યોમાં આત્મવિશ્વાસ વધે છે અને સાથે જ ધન-સુખમાં સ્થાયિત્વ આવે છે.

ઘરની પશ્વિમી દિવાલે સફેદ વાઘની તસવીર લગાવવી પણ વાસ્તુવિજ્ઞાન પ્રમાણે લાભદાયી હોઇ શકે છે. આ તસવીરને કારણે ટોણાં-ટોટકા,નજર -દોષ વગેરેનાં દુષ્પ્રભાવથી બચી શકાય છે.બેડરૂમમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની સાથે વાંસળી વગાડતી તસવીર પણ લાભદાયી હોઇ શકે છે. આ તસવીરને કારણે પતિ-પત્નીમાં પ્રેમ અને તાલમેલમાં વધારો થાય છે.

ભગવાન વિષ્ણુના વાહન ગરૂડની તસવીર ઘરની દક્ષિણી દિવાલે લગાવવાંથી લાભ થાય છે. આ તસવીરને કારણે ઘરનાં સદસ્યોનો આયુષ્ય અને આત્મવિશ્વાસ વધે છે.વાસ્તુવિજ્ઞાન અનુસાર ઘરમાં નૃત્ય કરતાં ગણેશજીની તસવીર લગાવવાંથી સકારાત્મક ઉર્જા મળે છે તેવું કહેવાય છે.

Advertisement