ગુજરાત વિશે ની આ માહિતી વાંચીને તમને પણ ગર્વ થશે,જો તમને પણ ગુજરાતી હોવાનો ગર્વ છે તો માહિતી શેર જરૂર કરજો…..

આપણું ગુજરાત જેના વિશે જે કંઈ પણ કહીએ ઓછું છે.એ ગુજરાત જ્યાં અલગ અલગ ધર્મના લોકો રહે છે.એ ગુજરાત જ્યાં દરેક તહેવાર ધામ ધૂમથી ઉજવવામાં આવે છે.એ ગુજરાત જ્યાં ભગવાન શ્રી દ્વારકાધીશ વસેલા છે.એ ગુજરાત જ્યાં ઘણા દેવી દેવતાઓના મંદિરો આવેલા છે.આપણને ગર્વ છે કે આપણે ગુજરાતમાં રહીએ છીએ અને આપણે એક ગુજરાતી છીએ.આપણા લાડિલા ગુજરાતે મે ૧,૧૯૬૦ના મંગલ પ્રભાતે દ્વિભાષી  મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગાંધી મુલ્યોના પ્રતિક જેવા પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે, એમના આશીર્વાદ સાથે ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

આજે અમે તમને ગુજરાત વિશે એવી જ ખાસ વાતો જણાવીશું…હા મોજ હા અને ભાઈ-ભાઈ જો તમને આવા વાક્યો સંભળાય તો સમજવું કે એ કોઈ “ગુજરાતી” હશે. બરાબર ને કેમ કે ગુજરાતી લોકો છે આ તો એમની ઓળખ તો પોતાનામાં જ કઈક અલગ છે તો વાત કંઈક એમ છે કે, ગુજરાત મસ્તમજાનું રાજ્ય છે. એ બધા જાણે જ છે પણ ગુજરાતના અમુક એવા સત્ય છે જે ખબર નહીં હોય તો જાણીએ આજના આર્ટીકલમાંભારતમાં પશ્ચિમી તટ પર ગુજરાતનું સ્થાન આવેલું છે. ગુજરાત રાજ્ય બધાથી સમૃદ્ધ રાજ્ય છે. અહીં માણસોની લાઈફસ્ટાઇલથી લઈને તમામ શહેરી જીવનનો આનંદ અલગ છે. ગુજરાતમાં ખેતીનું પણ ખાસ્સું મહત્વ છે. આવી તો ગુજરાતની અનેક પ્રકારની જાણકારી છે. પણ હજુ જોઈએ વધુ આગળ.

ગુજરાતની એકબાજુ સફેદ રણ આવેલું છે. જ્યાં ફરવા જાવ તો એવું લાગે કે જાણે તમે ચાંદ પરની સફર માણવા આવ્યા હોય. બીજી બાજુ સમુદ્રતટ છે. દરિયાકિનારાના વિસ્તારોમાં છે ચારેબાજુ આસમાની રંગનું પાણી જે તમને એવો અહેસાસ આપે છે કે જાણે આકાશની અંદર સફર કરવા આવ્યા હોય. એથી વિશેષ ગુજરાત ધાર્મિક સ્થળોમાં બહુ આગળ પડતું સ્થાન ધરાવે છે. અહીં ભગવાન કૃષ્ણનું મંદિર છે, ગાંધીનું જન્મસ્થળ છે. તો વિવિધ પ્રકારની સંસ્કૃતિનો સમન્વય પણ ગુજરાતમાં જોવા મળે છે. જો ટ્રેડીશનલ ફેસ્ટીવલ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતના ગરબા માત્ર ગુજરાતના શહેરોમાં જ નહીં પણ આખી દુનિયામાં જાણીતા છે. નવરાત્રી દરમિયાન રમતા ગરબાથી ગુજરાતને અતિમહત્વ મળે છે. આ એક એવી રીત છે જે ગુજરાતને બહારના દેશોમાં પણ ચમકાવે છે.

અહીંથી આગળ વધીને ગુજરાતની નવી માહિતી જાણીએ તો – અમુક એવી વસ્તુઓ છે જે માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. આમ તો ગુજરાતનો ઈતિહાસ ૨૦૦૦ વર્ષથી પણ જૂનો છે એટલે નામના હોય એ સ્વાભાવિક વાત છે એટલે તો વિદેશી લોકો માટે પણ ફરવાનું સ્થળ બની જાય તેવું ગુજરાત ઘણું લોકપ્રિય છે. જેનું કારણ એ છે કે ગુજરાતના અમુક નાના શહેરો દરિયાકિનારે વસેલા છે, જે અતિ સુંદર એવા લોકેશન આપે છે એટલે અહીં ફરવાની મજા બહુ નિરાળી છે.ઔદ્યોગિક રીતે ગુજરાતની વાત કરીએ તો સૌથી સમૃદ્ધ એવું રાજ્ય ગુજરાત જ છે. અહીં લોખંડનો ઉદ્યોગ તેમજ મશીનરી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગ સારો એવો વિકાશશીલ છે. અમુક બહારના દેશોમાં પણ ગુજરાતમાં બનેલ ચીજ-વસ્તુઓને મોકલવામાં આવે છે. એક વાત એવી છે જે ખાસ જાણવા જેવી છે. ગુજરાતમાં આવેલ સુરત શહેર એટલું વિકસિત છે કે બેંગલુરુ અને ચીન કરતા પણ આગળ છે.તેમજ સમગ્ર ગુજરાતમાં ૨૮ થી વધારે આદિવાસી જાતિઓ પણ રહે છે. જે અલગ-અલગ રીતભાતો એને રીવાજોથી ગુજરાત સાથે જોડાયેલ છે. એટલું જ નહીં ગુજરાતમાં થતા લગ્ન અને સેરીમની ફંક્શન પણ વિદેશોમાં પ્રખ્યાત છે. જેના કારણે વિદેશીઓ માટે ગુજરાત બહુ આકર્ષણ જગાડતું રાજ્ય છે.
ગુજરાતમાં ફરવા લાયક સ્થળો વિશે પણ જાણો..

ગિરનાર

ગુજરાતનું સૌથી મહત્વનું તીર્થધામ અને શ્રેષ્ઠત્તમ ઉંચાઇ એટલે જુનાગઢ.હવે ગીરનાર ગીરના જંગલોને લીધે જાણીતું છે. ગીરનાર ગુજરાતનો સૌથી ઉંચો પર્વત છે. ગિરનારના ધોધો, ઝરણાં અને અહી મળતી અનેક ઔષધિઓ. ગિરનારની ટોચ ઉપર ગુરૂદત્ત બિરાજમાન છે. તો ઉપરકોટનો કિલ્લો પણ તેની ભવ્યતા માટે આકર્ષક છે.

તુલસીશ્યામ
રમણીય વનરાઇઓમાં આવેલું અને કુદરતી સૌદર્યથી ભરપુર આનંદમય પ્રકૃતિ ધરાવનાર સ્થળ એટલે તુલીસુશ્યામ. અમદાવાદથી ધારી થઈને દુધાળા થઈને જઈ શકાય છે. તુલસીશ્યામની આસપાસ કોઇ ગામના હોય માત્ર અફાટ ગીરની વનરાજી પથરાયેલ છે.રાત્રે 8 વાગ્યા પછી બહારથી તુલસીશ્યામ તરફ પ્રવેશ નથી મળતો તો રાત્રે તુલસીશ્યામથી બહાર રસ્તા પર વાહન રોકવાની પણ મનાઇ છે. અહી ભગવાન વિષ્ણુ અને વૃંદા અર્થાત્ તુલસીના મહિમાનો સિતાર આપે છે તુલસીશ્યામ આ સ્થળે જંગલની લીલોતરી મનને શાંતિ આપનારી છે. અહીંયા શ્યામસુંદર ભગવાનનું મંદિર છે અને ગરમ પાણીના કુંડ પણ છે. આ કુંડમાં સ્નાન કરીને પૂજા કરવાનો મહિમા અપાર છે.

સોમનાથ

બાર જ્યોર્તિલિંગ પૈકીનું એક જ્યોર્તિલિંગ એટલે સોમનાથ. થ ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભવ્ય મંદિર છે. સોમનાથનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ થયો છે. મંદિરની સાથે તોફાની દરિયો પણ છે. આ ઉપરાંત સોમનાથમાં ત્રણ નદીઓનો ત્રિવેણી સંગમ પણ જોવા લાયક છે.

તારંગા
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં તારંગા આવેલું છે. તારંગા કે તારંગાહિલ નામે ઓળખાતી 1200 ફિટ ઉંચી ટેકરી આવેલી છે. આ અરવલ્લીની પર્વતમાળાનો એક ભાગ જ છે. માઇલો સુધી પથરાયેલ અરવલ્લીના અનેક ટેકરાઓની રમણીયતા નજરે પડે છે. સાથે જ અહીં ઘણા જૈન મંદિરો આવેલા છે.જૈન લોકો માટે આ સ્થળ શ્રધ્ધાનું કેન્દ્ર છે.અહિંની મુલાકાત પણ મનોહર છે.

ગીરનું જંગલ
ગીર અભ્યારણ એટલે સાવજોની વસ્તી ધરાવતો અદ્ભુત અરણ્ય સંગમ. એશિયામાં ફક્ત ગીર અભયારણ્યમાં જ ખુલ્લામાં સિંહો જોવા મળે છે. દેશ અને દુનિયામાંથી મોટી સંખ્યામાં લોકો ગીરમાં સિંહો જોવા ઉમટી પડે છે. ત્યારે ગુજરાતીઓ માટે તો સૌભાગ્યની તક કહેવાય. ગીરનું જંગલ પ્રાકૃતિકની સાથે ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે. ભવ્ય સંસ્કૃતિક ધરોહર ધરાવતા ગીરના જંગલ સાથે મહાભારતના પણ અમુક અંશો સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીરના જંગલની આસપાસ અનેક રિસોર્ટ હોય ત્યાં તમે રોકાઈ શકો છો. ગીરના એક છેડા ધારીમાં પણ રોકાવાની સુવિધા છે વિસાવદરમાં પણ રોકાઈ શકો છો.

ગીર કનકાઈ

તુલસીશ્યામથી ૨૨ કિ.મી.દુર ગીર કનકાઈ આવેલું છે. અહી કનકાઇ માતાજીનું મંદિર આવેલ છે. તો પ્રકૃતિ અહી પુરજોશમાં ખીલી છે. અહી જવા માટે ચોમાસામાં વાહનવ્યવહાર નહિવત થઇ જાય છે.અહી જંગલખાતાની ચેક પોસ્ટથી સાંજનાં ૭ વાગ્યા પછી અવર જવરની મનાઈ હોય છે. તેમજ ગીરના જંગલની મધ્યમાં હોવાથી સિંહોની મહત્તમ વસ્તી ત્યાં વસવાટ કરતી હોવાથી જંગલમાં હિંસક પ્રાણીઓનો ભય હોવાથી સલામતી જાળવવી પડે છે.

માંડવી બીચ

કચ્છ જીલ્લામાં આવેલો માંડવીમાં દરિયાકિનારો આહલાદક છે. માંડવી પણ વિદેશોના બીચ જેવો જ એક બીચ છે. તો દુર સુધી પાણી સ્ફટિકમય જોવા મળે છે. અહી કલાઓના નમુના પણ મળી જાય છે. કચ્છના ભરત-ગુંથણ ઇત્યાદિ કલાઓ જોવા અને જાણવા માટે પણ માંડવીની મુલાકાત અચુક લેવી જોઈએ.

ચોરવાડ બીચ
ગીરસોમનાથમાં આવેલું લોકપ્રિય બીચ એટલે ચોરવાડ.અહી ના દરિયાકિનારે હોલિ ડે કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. સહેલાણીઓ દુર-દુરથી બીચની સુંદરતાથી આકર્ષાઈને ચોરવાડ ફરવા આવે છે. આ ઉપરાંતઅહી આવેલો નવાબનો પેલેસ પણ ખાસ જોવાલાયક છે.

સાપુતારા

ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલું આ એક રમણીય સ્થળ અને ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન. સાપુતારા ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં આવેલું સ્થળ છે. વર્ષ દરમિયાન સાપુતારામાં તાપમાનનો પારો કદી ૩૦ ડીગ્રીની ઉપર નથી જતો. ગુજરાતમાં હવા ખાવા માટેનું એકમાત્ર સ્થળ સાપુતારા છે. સાપુતારામાં આદિવાસી મ્યુઝિયમ પણ જોવાલાયક છે. સાથે જ બોટિંગ પણ આહલાદક અનુભવ કરાવે છે. આ ઉપરાંત અહી પહાડીઓ પરથી સનસેટ અને સનરાઇઝ પોઇન્ટનો લ્હાવો છે. સાપુતારાથી થોડે દુર ગુજરાતનો નાયગ્રા કહેવાતો ગીરા ધોધ પણ મોટું આકર્ષણનું કેન્દ્ર છે.

દિવ
દીવ આમ તો કેન્દ્ર શાસિત પ્રદેશ છે સરકારી રીતે દીવને ગુજરાતમાં ગણવામાં નથી આવતું પણ ભૌગોલિક રીતે તે ગુજરાત સાથે જ જોડાયેલું છે. દીવની ફરતે વિશાળ દરિયા કિનારા પાસે આવેલો નાગવા બીચ સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ ઉપરાંત દીવનું આહ્લાદક વાતાવરણ દિલને ગાર્ડન કરી દે છે. સાથોસાથ ઘોઘલા અને જલંધર બીચ પણ ફરવાલાયક સ્થળો છે.

તો હવે તમે જ કહો કે આટલી વિશેષતાઓથી ભરેલું છે આપણું ગુજરાત અને હવે ગુજરાતને જે ખાસ બનાવે છે તે છે એમાં હાલનું “સ્ટેચ્યુ ઓફ યુનિટી”જે એક ઉદારહણ છે, ગુજરાત રાજ્ય બધા કરતા કિંગ છે એવું સાબિત કરે છે.જે આપણા ગુજરાતની શાન છે.