ઝેરીલા સાપનુ ઝેર માત્ર ૫ મિનીટમા ઉતારવુ હોય તો જાણી લો આ ઘરેલુ ઉપચાર,વાંચીને માહિતી આગળ શેર જરૂર કરજો…

કંકોડા અથવા કંટોલા એક વેલ પ્રકારની વનસ્પતિ છે. તેનાં ફળ દેખાવમાં નાના કારેલા સમાન હોય છે, જેના પર નાના કાંટા જેવા તંતુઓ હોય છે.કંકોડા મોટે ભાગે પહાડી ભૂપૃષ્ઠ ધરાવતી જમીન પર થાય છે. તે વરસાદી મોસમમાં ઊગતી અને ફળ આપતી વનસ્પતિ છે. કંકોડાની વેલ જે જંગલો-ઝાડીઓમાં પોતાની જાતે ઉગે છે અને ફેલાય છે. તેમાં નર અને માદા વેલ અલગ-અલગ હોય છે. તેનું શાક ખૂબ જ સારું અને સ્વાદિષ્ટ હોય છે. કુમળાં કંકોડાનું શાક વધુ સ્વાદિષ્ટ હોય છે, જેને લોકો વધુ પસંદ કરે છે. ગરમ મસાલા અથવા લસણ સાથે કંકોડાનું શાક બનાવીને ખાવાથી વાયુ નથી થતો.

Advertisement

આ ખાવામાં ઘણું સ્વાદિષ્ટ હોય છે. આ છોડમાં કેટલાએ ઔષધિય ગુણ રહેલા છે.સાંપના ઝેરને બેઅસર કરનારા આ ચમત્કારી છોડ કંકોડા. આ સિવાય આને કેટલાક લોકો કંટોલા અને કટ્રોલાના નામે પણ ઓળખે છે. આ છોડ મોટાભાગે ગરમ અને નરમ જગ્યાઓ પર થાય છે. તેનો વેલો થાય છે.

ખાસ વાત એ છે કે, કંકોડાનો વેલો ગમે ત્યાં જંગલોમાં પણ થતો હોય છે. કેટલાક લોકો ખેતી પણ કરે છે. ગુજરાતમાં તો મોટાભાગના લોકો આનો શાકભાજી તરીકે પણ ઉપયોગ કરે છે. આ ખાવામાં ઘણું સ્વાદિષ્ટ હોય છે. આ છોડમાં કેટલાએ ઔષધિય ગુણ રહેલા છે.કહેવામાં આવે છે કે, આ છોડમાં દરેક પ્રકારના ઝેર ખતમ કરવાની શક્તિ હોય છે. આનો ઉપયોગ કરતા જ થોડી મિનિટની અંદર દરેક પ્રકારનું ઝેર ઉતરી જાય છે. આનો જાણીએ ઝેર ઉતારવા માટે તેનો કેવી રીતે ઉપયોગ કરાય.

સૌ પ્રથમ કંકોડાની જડને તેનાથી અલગ કરી દો. આ જડને તડકામાં બે દિવસ સૂકવીને રાખો. ત્યારબાદ આ સુકાયેલી જડને ખાંડીને (કુટીને) તેનો પાઉડર તૈયાર કરી લો. સાંપ કે કોઈ ઝેરી પ્રાણી કરડે તો, જે તે વ્યક્તિને એક ચમચી કંકોડાના જડમાંથી બનાવેલો પાુડર દૂધ સાથે મિલાવીને પીવડાવી દો. લગભગ 5 મિનિટની અંદર ઝેરની અસર ખતમ થઈ જશે.

કંટોલા ઉપર ઝીણા ઝીણા કાંટાઓ આવેલા છે તે કાંટો કાઢીને પછી જે ફળ વધે છે તેને સુધારી ને તેનું શાક બનાવવામાં આવે છે.કંટોલા માં વિટામિન, પ્રોટીન,પેપટીન અને કાર્બોહાઈડ્રેડ ભરપૂર માત્રામાં હોય છે.કંટોલા ના વેલા જંગલમાં ખેતરના શેઢે ચોમાસામાં આપોઆપ ઊગી નીકળે છે કંટોલા ના વેલા ખાલી ચોમાસામાં જ ઊગે છે બીજી એ કોઈ ઋતુમાં વહેલા મૂકતા નથી.

કંટોલાનુ મુળ ભારતના પર્વતીય વિસ્તાર કહેવાય છે.ભારતમાં કંટોલા નું વાવેતર ગુજરાત,રાજસ્થાન , બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઝારખંડ અને આસામ રાજ્યમાં વધારે જોવા મળે છે.તેને અંગ્રેજી માં Spiny Guard કહેવાય છે.તેનુ બાયોલોજીકલ ફેમીલી કુકુરબીટેસી (Cucurbitaceae) છે.કંટોલાને સૌથી શકિતશાળી શાકભાજી માનું ગણાય છે.કંટોલા વર્ષાઋતુ ના વેલાવાળા શાકભાજીનો રાજા કહેવાય છે.તે એક પ્રકારનું વેલાવાળુ જંગલી શાકભાજી છે.

વિવિધ રોગો જેવા કે શ્વાસની તકલીફ, ખાંસી, તાવ, ડાયાબિટિસ, મસા,બ્લડ પ્રેસર,આંતરડાના વિકાર કે પેશાબની તકલીફમાં કંટોલાનું વિવિધ પ્રકારે સેવન કરવાથી ખૂબ અકસીર પૂરવાર થાય છે.કુદરતી રીતે જ ઉગી નિકળતા આ કંટોલા મજુર પરિવારના લોકો વન-વગડા માંથી વિણી લાવે છે અને તે બજારમાં શાકભાજી તરીકે વેંચાય પણ છે.

જમીનની નીચે કંકોડાના મૂળમાં અડધો ફૂટ લાંબી ગાંઠ હોય છે, જેનો ઉપયોગ ઔષધ તરીકે કરવામાં આવે છે. આ કંદ મધ સાથે અથવા ખાંડ સાથે ૧ થી ૫ ગ્રામની માત્રામાં ઔષધ તરીકે લેવાનો પ્રયોગ કરવામાં આવે છે. કંકોડાના કંદને વધુ માત્રામાં દવા તરીકે લેવાથી ઉલટી થઇ શકે છે.

Advertisement