ખર્ચ ના કરવો પડે એટલે આ 11 કલાકારો એ કરી લીધા મંદિર માં લગ્ન,અને બચાવી લીધા કરોડો રૂપિયા….

આ 11 સ્ટાર્સે ગ્લૈમરને દૂર રાખીને ખુબ સામાન્ય રીતે મંદિરમાં ભગવાને સાક્ષી રાખીને સાત ફેરા લઈ લીધા.ફિલ્મ અને ટીવી જગતમાં થોડા એવા કલાકારો છે, જેમણે ગ્લેમરથી દૂર રહીને ખૂબ જ સરળ રીતે મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને સાત ફેરા લીધા છે. તો આવો જાણીએ આવી જોડીઓ વિશે …આપણે હંમેશાંથી ફિલ્મ અને ટેલિવિઝન જગતના કલાકારો વિશે જાણવા આતુર હોઈએ છીએ કેવી રીતે તેઓ રહે છે તેમની દિનચર્યા વગેરે જાણવા માટે તેમના ફેન્સ આતુર હોઈ છે અને આવામાં આ કલાકારોના લગ્નની વાત આવે તો પછી દેશભરમાં તેમના લગ્ન પ્રખ્યાત બની જાય છે અને આપણે તેમના લગ્નના મોટા મોટા આયોજનો જોતા આવ્યા છીએ. આ લગ્નોની ચર્ચા વર્ષો સુધી છાપા, ટીવી અને સોશિયલ મીડિયા ઉપર થતી રહે છે, પરંતુ શું તમે જાણો છો કે તેમાંથી થોડા એવા પણ કલાકારો છે કે જેમણે આ ઝાકમઝોળથી દુર રહીને ખુબ જ સાદગીપૂર્વક મંદિરમાં ભગવાનને સાક્ષી માનીને સાત ફેરા લીધા છે.

ચાલો તમને જણાવીએ બોલીવુડ અને ટીવીની દુનિયાના થોડા એવા દંપત્તિઓ વિષે, જેમણે પરંપરા અપનાવીને ભગવાનને તેમના લગ્નના બંધનના સાક્ષી બનાવ્યા. તો આવો જાણીએ કે કયા મંદિરમાં આ દંપત્તિઓએ લીધા સાત ફેરા?

1) મોહિત સુરી અને ઉદિતા ગોસ્વામી.

નિર્દેશક મોહિત સુરી અને અભિનેત્રી ઉદિતા ગોસ્વામીની મુલાકાત ફિલ્મ ‘ઝહર’ ના શૂટિંગ દરમિયાન થઇ હતી. આ ફિલ્મ દ્વારા મોહિતે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, તેમ જ ઉદિતાની આ બીજી ફિલ્મ હતી. તેના શૂટિંગ દરમિયાન જ બંનેને એક બીજા સાથે પ્રેમ થયો હતો અને 9 વર્ષના લાંબા સંબંધ પછી, તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો.29મી જાન્યુઆરીના રોજ મુંબઈના ઈસ્કોન મંદિરમાં ઉદિતા અને મોહિતે પંજાબી વિધી પ્રમાણે લગ્ન કર્યા હતાં. લગ્નમાં માત્ર નિકટના મિત્રોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું.બંનેએ વર્ષ 2013 માં જુહુના ઇસ્કોન મંદિરમાં સાત ફેરા લીધા. આ લગ્નમાં બંનેના કુટુંબીજનો સામેલ થયા હતા. મોહિત અને ઉદિતાને બે બાળકો છે. 2015 માં ઉદિતાએ એક પુત્રીને જન્મ આપ્યો, તેમ જ વર્ષ 2018 માં તેમના ઘરે પુત્રનો જન્મ થયો.

2) અભિષેક કપૂર અને પ્રજ્ઞા યાદવ.


‘રોક ઓન’ અને ‘ફિતૂર’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરનાર અભિષેક કપૂર એક એવા નિર્દેશક છે, જેની સાથે ફિલ્મ જગતના દરેક કલાકાર કામ કરવા માંગે છે. તે અભિનેતા તુષાર કપૂર અને નિર્માતા એકતા કપૂરનો પિત્રાઈ ભાઈ છે. અભિષેક કપૂરની માતા મધુબાલા બોલિવૂડના લોકપ્રિય અભિનેતા જીતેન્દ્ર કપૂરની બહેન છે.એક મોટા નિર્દેશક હોવા છતા પણ અભિષેકે પરંપરાગત રીતે મંદિરમાં લગ્ન કરવાનો નિર્ણય લીધો. તેમણે સ્વીડન નિવાસી અને ભારતીય મૂળની અભિનેત્રી પ્રજ્ઞા યાદવ સાથે 2015 માં મુંબઇના ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો – ઇશાના અને શમશેર છે.અભિષેક કપૂરે ‘કાઇપો છે’ અને ‘કેદારનાથ’માં સુશાંત સાથે કામ કર્યું હતું. સુશાંતે રવિવારે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તેના મોતથી તો સૌકોઈ દુઃખી છે. સુશાંતની યાદમાં ગરીબોને જમાડવા વિશે પ્રજ્ઞા કપૂરે કહ્યું હતું કે ‘આ રીતે અમે તેને અને તેની કળાને સન્માન આપવા માગીએ છીએ. તેણે જે પણ કામ કર્યું છે અને મેળવ્યું છે, તે જેની પણ સાથે ઊભો રહ્યો એને સેલિબ્રેટ કરવા માગીએ છીએ. એક ફ્રેન્ડ તરીકે તેણે અમને ઘણું અનુકરણ કરવા આપ્યું છે.’

3) શમ્મી કપૂર અને ગીતા બાલી.


સ્વર્ગસ્ત અભિનેતા શમ્મી કપૂરને હંમેશા તેમના સુંદર અભિનય માટે યાદ કરવામાં આવશે. શમ્મીને અભિનયની કળા વારસામાં મળી હતી. તે પહેલાના જમાનાના જાણીતા અભિનેતા પૃથ્વીરાજ કપૂરના પુત્ર હતા. શમ્મીને બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ‘એલ્વિસ પ્રેસ્લી’ કહેવામાં આવતા હતા, કેમ કે તે ‘રોક એન્ડ રોલના સમ્રાટ’ માનવામાં આવતા ‘એલ્વિસ પ્રેસ્લી’ થી ઘણા પ્રભાવિત હતા, શમ્મીના પહેલા લગ્ન ગીતા બાલી સાથે થયા હતા.વર્ષ 1955 માં આવેલી ફિલ્મ ‘રંગિન રાતેં’ ના શૂટિંગ દરમિયાન શમ્મીને ગીતા બાલી સાથે પ્રેમ થયો હતો અને ફિલ્મના રિલીઝના ચાર મહિના પછી જ બંનેએ મુંબઈના બાણગંગા મંદિરમાં લગ્ન કરી લીધા. આમ તો વર્ષ 1965 માં શીતળાની બીમારીને કારણે ગીતાનું મૃત્યુ થઇ ગયું. ગીતાથી શમ્મી કપૂરને બે સંતાનો છે – આદિત્ય રાજ કપૂર અને કંચન.શમ્મી કપૂરનું અવસાન 14 ઓગસ્ટ, 2011માં થયું હતું. તેમના અવસાન પછી તેમની પત્ની નીલા દેવીએ એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમણે પતિ શમ્મી સાથેના પોતાના સ્મરણો તાજા કર્યા હતા.

4) કવિતા કૌશિક અને રોનિત વિશ્વાસ.


ટેલિવિઝન શો ‘એફઆઈઆર’માં ચંદ્રમુખી ચૌટાલાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં ખ્યાતી મેળવનારી અભિનેત્રી કવિતા કૌશિક ટીવી કલાકાર કરણ ગ્રોવર સાથે સંબંધમાં હતી, પરંતુ વર્ષ 2008 માં બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. ત્યાર પછી કવિતાએ તેના મિત્ર રોનિત બિસ્વસને સાચા જીવનસાથી માન્યા. તેમણે પણ મોટા સમારંભ યોજવાને બદલે સાદગીપૂર્વક લગ્ન કરવાનું નક્કી કર્યું. જાન્યુઆરી 2017 માં કેદારનાથના શિવ-પાર્વતી મંદિરમાં સાત ફેરા લઈને બંને લગ્ન બંધનમાં બંધાઈ ગયા.

5) વત્સલ શેઠ અને ઇશિતા દત્તા.


વર્ષ 2004 માં આવેલી ફિલ્મ ‘ટાર્જન: ધ વંડર કાર’થી બોલિવૂડમાં અભિનેતા તરીકે પ્રવેશ કરનારા વત્સલ શેઠે તેના પ્રભાવથી ઘણી છોકરીઓને પોતાની દિવાની બનાવી. એકતા કપૂરના શો ‘એક હસીના થી’ માં તે વિલનના પાત્રમાં જોવા મળ્યા હતા. તેઓએ પણ મંદિરમાં જ લગ્ન કરવાનું નક્કી કર્યું. 28 નવેમ્બર, 2017 ના રોજ વત્સલે ટીવી અભિનેત્રી ઇશિતા દત્તા સાથે મુંબઈના ઇસ્કોન મંદિરમાં સાત ફેરા લીધા. ઇશિતા અને વત્સલ બંને ‘લાઇફ ઓકે’ ના શો ‘રિશ્તોં કા સૌદાગર-બાઝીગર’ માં સાથે કામ કર્યું છે.

6) નિશ્કા લુલ્લા અને ધ્રુવ મેહરા.


પ્રસિદ્ધ ફેશન ડિઝાઇનર નીતા લુલ્લાની પુત્રી નિશ્કા લુલ્લાએ મોટા સમારંભના ચળકાટથી દૂર શાંત વાતાવરણમાં લગ્ન કરવાનું નક્કી કર્યું. એટલા માટે તેમણે તેમના લગ્ન માટે જુહુનું ઇસ્કોન મંદિર પસંદ કર્યું. નીશ્કાએ 3 જૂન, 2015 ના રોજ, બિજનેસમેન ધ્રુવ મેહરા સાથે ભગવાનને સાક્ષી માનીને સાત ફેરા લીધા. આ લગ્નમાં બંનેના કુટુંબીજનો અને ખાસ મિત્રો શામેલ હતા, જેમને મંદિરના રસોડામાં બનાવેલું શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું.

7) ઇશા દેઓલ અને ભરત તખ્તાની.


બોલિવૂડની ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની અને અભિનેતા હી-મેન કહેવાતા અભિનેતા ધર્મેન્દ્રની પુત્રી ઈશા દેઓલ પોતે એક અભિનેત્રી છે. આવી સ્થિતિમાં દરેકને એવી અપેક્ષા હતી કે તેમના લગ્નનું આયોજન ખૂબ જ મોટુ અને ભવ્ય હશે, પરંતુ તેનાથી વિપરીત ઇશાએ ખૂબ જ સાદગીપૂર્વક અને પરંપરાગત રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું. ઇશાએ 29 જૂન, 2012 ના રોજ બિજનેસમેન ભરત તખ્તાની સાથે લગ્ન કર્યા. બંનેએ જુહુના ઇસ્કોન મંદિરમાં દક્ષિણ ભારતીય પરંપરા મુજબ સાત ફેરા લીધા. તેમના લગ્ન સ્થળને નારંગી અને લીલા રંગના ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.

8) સંજય દત્ત અને રિયા પિલ્લઇ.


બોલિવૂડના ‘સંજુ બાબા’ એટલે કે સંજય દત્તને કોઈ પરિચયની જરૂર નથી. પોતાના સુંદર અભિનયથી ફિલ્મ જગતમાં પોતાના નામની છાપ ઉભી કરનારા સંજય દત્તે તેમની બીજી પત્ની રિયા પિલ્લઇ સાથે મંદિરમાં લગ્ન કર્યા હતા. રિયા અને સંજયની મુલાકાત મુંબઇમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપીના કેસમાં સુનાવણી ચાલી રહી હતી. સંજય અને રિયા અભિનેતાના વકીલ મહેશ જેઠમલાણીની ઓફિસમાં પહેલી વખત મળ્યા હતા.રિયા અને સંજય માટે આ પહેલી નજરનો પ્રેમ હતો. ત્યાર પછી, વર્ષ 1998 માં સંજયે રિયા સાથે મહાલક્ષ્મી મંદિરમાં લગ્ન કરી લીધા. આ લગ્નમાં રિયા અને સંજયના ખાસ મિત્રો સામેલ થયા હતા. જો કે વર્ષ 2005 માં બંનેએ છૂટાછેડા લઇ લીધા. સૌથી ખાસ વાત એ હતી કે ગત વર્ષે આવેલી સંજયની બાયોપિક ફિલ્મમાં આ લગ્નનો ઉલ્લેખ પણ ન થયો.

9) શ્રીદેવી અને બોની કપૂર.


શ્રીદેવી અને બોની કપૂરના પ્રેમના કિસ્સા તો દરેક જાણે જ છે. પરંતુ એ ઘણા ઓછા લોકો જાણતા હશે કે બોની કપૂરે પણ શ્રીદેવી સાથે મંદિરમાં આયોજિત એક સામાન્ય સમારંભમાં લગ્ન કર્યા હતા. જો કે બોની પહેલાથી જ પરણિત હતા. મોના શૌરી કપૂર તેમની પહેલી પત્ની હતી. મોનાથી બોનીને બે બાળકો છે – અર્જુન કપૂર અને અંશુલા કપૂર. પહેલેથી જ પરિણીત હોવા છતાં બોનીએ 2 જૂન 1996 ના રોજ એક મંદિરમાં શ્રીદેવી સાથે સાત ફેરા લીધા હતા. આ લગ્નને કારણે શ્રીદેવીને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
બોની કપૂરે પોતાની અને શ્રીની લવ સ્ટોરી અંગે જણાવતા કહ્યું હતું કે મને શ્રીનું દિલ જીતવામાં 12 વર્ષ લાગી ગયા હતા. મને તેનાથી એ સમયે લવ થયો હતો જ્યારે તે પહેલી વખત સ્ક્રીન પર જોઇ હતી. તે હંમેશાથી એક તરફા પ્રેમ હતો. હું તેને ફોલો કરતા ચેન્નાઇ પહોંચી ગયો હતો. તેની સાથે ફિલ્મ સાઇન કરવા માંગતો હતો પરંતુ તે ત્યાં હાજર ન હતી. હું તેનો અને તેના કામનો મોટો ફેન હતો.
એક અભિનેત્રી તરીકે તેની જે તસવીર હતી હુ તેની પ્રશંસા કરતો હતો. કદાચ આજ કારણ હતું કે હું તેને દીવાનાની જેમ પ્રેમ કરતો હતો. અમારા બન્નેની પ્રેમ કહાની એખ ખુલી કિતાબની જેમ હતી. તેને મને લાઇફના દરેક વળાંક પર સહારો આપ્યો છે. બોનીએ તેની પહેલી પત્ની મોનાના બાળક અર્જુન કપૂર અને અંજુલા કપૂર અંગે કહ્યું હતું કે અર્જુન અંશુલા મારી તાકાત છે. જે રીતે તે બન્નેએ જાહ્નવી અને ખુશીનો સ્વીકાર કર્યો છે તેનાથી હું નિશ્ચિંત થઇ ગયો છું. મારા ચારેય બાળક મારી તાકાતછે.બોનીએ આગળ કહ્યું હતું કે શ્રીની સાથે જોડાયેલી યાદ પરિવારને યાદ આવે છે.મને દરેક સમયે તેનો ના હોવાનો અનુભવ થાય છે. હું બસ તેની યાદના સહારે જીવી રહ્યો છું. તે અચાનક જ અમારાથી દૂર જતી રહી જેનો કોઇને અંદાજો ન હતો.વર્ષ 1997 માં ‘સ્ટારડસ્ટ’માં પ્રકાશિત લેખ મુજબ, શ્રીદેવી બોની કપૂરની પહેલી પત્નીથી ખુશ ન હતી. આ લેખમાં છપાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘તે વાતને નકારી શકાતી નથી કે મોના કાયદેસર રીતે બોનીની પત્ની છે. તેમ જ મંદિરમાં લગ્ન થયા હોવા છતાં પણ શ્રીદેવી બોનીની પત્ની નહિ માનવામાં આવે. જો કે 2012 માં કેન્સરની બીમારીને કારણે મોના શૌરી કપૂરનું અવસાન થઇ ગયું. શ્રીદેવી અને બોનીને બે પુત્રીઓ જાહ્નવી કપૂર અને ખુશી કપૂર છે. 24 ફેબ્રુઆરી, 2018 ના રોજ દુબઈની એક હોટલના બાથરૂમમાં શ્રીદેવી મૃત હાલતમાં મળી આવી હતી.

10) દિવ્યા ખોસલા કુમાર અને ભૂષણ કુમાર.


વર્ષ 2004 માં આવેલી ફિલ્મ ‘અબ તુમ્હારે હવાલે વતન સાથીયોં’ થી બોલિવૂડમાં અભિનેત્રી તરીકે પ્રવેશ કરનારી દિવ્યા ખોસલા કુમારે 21 વર્ષની ઉંમરમાં જ ભૂષણ કુમાર સાથે લગ્ન કરી લીધા હતા. આ લગ્ન વિશે લોકોને એટલા માટે જાણ ન થઇ કારણ કે બંનેએ જમ્મુના ‘મા વૈષ્ણો દેવી’ના મંદિરમાં સાદગીપૂર્વક લગ્ન કર્યા હતા. ભૂષણ ટી સીરીઝના માલિક છે.આટલી મોટી વ્યક્તિ હોવા છતાં પણ બંનેએ 13 ફેબ્રુઆરી, 2005 ના રોજ માતાના મંદિરમાં સાત ફેરા લેવાનું નક્કી કર્યું. એક ઈન્ટરવ્યુંમાં દિવ્યાએ જણાવ્યું હતું, “અમે જમ્મુના વૈષ્ણો દેવી મંદિરમાં લગ્ન કર્યા. મેં દુલ્હનનો લહેંગો પહેર્યો હતો, જે દિલ્હીના દરજીએ સીવ્યો હતો. તેના ઉપર સોનાથી ભરતકામ કરવામાં આવ્યું હતું તેથી તે ખૂબ ભારે હતો. ભૂષણે વિક્રમ ફડનીસ દ્વારા બનાવવામાં આવેલો ધોતી-કુર્તો પહેર્યો હતો. “ભૂષણ અને દિવ્યાનો એક પુત્ર-રૂહાન છે.

11) જેસી રંધાવા અને સંદીપ સોપારકર.


કોરિયોગ્રાફર સંદિપ સોપારકર અને મોડેલ-અભિનેત્રી જેસી રંધાવાએ વર્ષ 2009 માં મુંબઈના જ ઇસ્કોન મંદિરમાં લગ્ન કર્યાં. જેસીને આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘ગુલાલ’માં એક કોલેજના લેક્ચરરના પાત્રમાં જોવા મળી હતી. જેસી અને સંદીપે આમ તો 2016 માં એક બીજાથી છૂટાછેડા લઇ લીધા. જેસીના સંદીપ સાથે આ બીજા લગ્ન હતા. આ પહેલા તેણે ફેશન મોડેલ ઈન્દર મોહન સુદન સાથે લગ્ન કર્યા હતા.પરંપરાઓ ખૂબ જ સુંદર હોય છે. ફિલ્મ અને ટીવી જગતના આ કલાકારોએ તે સાબિત કરી બતાવ્યું. તેમણે ભવ્ય કાર્યક્રમોને બદલે, ભગવાનના આશીર્વાદ લઈને તેમના લગ્ન જીવનની શરૂઆત કરવાનું યોગ્ય સમજ્યા. મંદિરમાં લગ્ન કરવા અને ભગવાનને તેમના આ પવિત્ર સંબંધના સાક્ષી બનાવવા તે ખૂબ જ વિશેષ બાબત છે.