માતા લક્ષ્મી કરી દેશે માલામાલ,બસ અપનાવી લો આ 10 નાનકડા ઉપાય,અને પરિણામ જાતે જ જોઈ લો….

પૈસાની જરૂરિયાત આજે કોને નથી દરેક વ્યક્તિ પૈસા કમાવવા બધું જ કરે છે.પરંતુ આપણું ભાગ્ય સાથે ન હોઈ તો ગમે એટલી મહેનત કરો તેનું પરિણામ આવતું નથી.ત્યારે આપણે માં લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તેમની કૃપા બનાવી રાખે જોકે જીવનમાં પૈસા જ બધું ન હોવા છતાં, મોટાભાગની દરેક જરૂરિયાત પૂરી કરવા માટે પૈસાની જરૂર પડે છે. ધન, દૌલત અને ખ્યાતિ મેળવવાનાં સ્વપ્નને પૂર્ણ કરવા માટે દરેક વ્યક્તિ દિવસ અને રાત મહેનત કરે છે. પરંતુ દેવી લક્ષ્મીનો આશીર્વાદ કોઈક ઉપર વરસે છે. આવી સ્થિતિમાં, સવાલ ઉભો થાય છે કે છેવટે આવા ઉપાય કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા આપણા પર રહે.

Advertisement

લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા માટે શુક્રવારનો દિવસ સૌથી સારો કહેવાય છે. આજના દિવસે વ્રત રાખીને પૂજન કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી જાતકોને ક્યારેય અન્ન અને ધનની કમી રહેતી નથી. જો તમે પણ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા મેળવવા માંગતા હોવ તો આજના દિવસે અહીં જણાવેલા ઉપાયોમાંથી કોઈ એક ઉપાય  કરો તો બરકત આવશે.

ધન પ્રાપ્તિ મેળવવા માટે માતા લક્ષ્મીનો આ ઉપાય કરો.જો તમને લાગે છે કે તમને પૈસાની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે અથવા તમારી માતા લક્ષ્મી તમારાથી નારાજ છે, તો પૈસા મેળવવા માટે આ ઉપાય અજમાવો.ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હંમેશાં તમારા ઘર અને વ્યવસાય સ્થળે સ્વચ્છતા રાખીને શુદ્ધતા જાળવો. ધ્યાનમાં રાખો કે માતા લક્ષ્મી કોઈપણ અશુદ્ધ અથવા ગંદા સ્થાનથી દૂર જાય છે. રાત્રે પણ રસોડામાં ગંદા વાસણો ન છોડો.પગથી સાવરણીને ક્યારેય લાત ન લગાવો અને હંમેશાં તેને છુપાવી રાખો. ક્યારેય સાવરણી ઉભી રાખવી જોઈએ નહીં.

ક્યારેય ખરાબ હાથથી પૈસાને સ્પર્શશો નહીં. પૈસાની ગણતરી કરતી વખતે ક્યારેય કોઈ નોટ પર થૂંક લગાવશો નહીં. આનાથી માતા લક્ષ્મીનું અપમાન થાય છે અને તે ઘરથી દૂર ચાલ્યા જાય છે.ઘરના મુખ્ય દરવાજા પર શુક્રવારના દિવસે માતા લક્ષ્મીના પગના નિશાનને જમીન પર લાલ રંગમાં બનાવો.

દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શુક્રવારે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સફેદ રંગના કપડાં પહેરો. લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો મૂકીને ફક્ત પૂર્વોત્તર અથવા ઇશાન દિશામાં જ પૂજા કરો.માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીયંત્ર પર કમળ ફૂલો ચઢાવો અને શ્રી સૂક્તનો પાઠ કરો. માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો, કે કમળના પાન સાથે માળાથી જાપ કરો. માતા લક્ષ્મીની સાથે ભગવાન શ્રી નારાયણની પૂજા પણ કરો. લક્ષ્મી અને નારાયણ બંનેની ઉપાસના કરવાથી તમામ દેવ-દેવીઓ અને ધન સંબંધી અવરોધો દૂર રહેશે.

શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીનો દિવસ હોય છે. માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમારે સતત 3 શુક્રવાર સુધી આ ઉપાય કરવો પડશે.  શુક્રવારે સવારે તમે સ્નાન કરીને લાલ કે સફેદ વસ્ત્ર ધારણ કરો. ત્યારબાદ તમારા હાથમાં ચાંદીની અંગૂઠીની વીંટી પહેરીને કોઈ બ્રાહ્મણને દાન કરો. આ શાસ્ત્રીય ઉપાય માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે સારો માનવામાં આવ્યો છે.

માતા લક્ષ્મીની કૃપા મેળવવા માટે મહાલક્ષ્મી ચ વિદ્મહે, વિષ્ણુપત્ની ચ ધીમહિ, તન્નો લક્ષ્મી: પ્રચોદયાતI મંત્રનો 108 વાર જાપ કરો. આર્થિક સંકટથી મુક્તિ મેળવવા માટે, મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. મહાલક્ષ્મી યંત્રને તિજોરીમાં મૂકવાથી પૈસા મળે છે.જો ઘરમાં વાસ્તુ દોષ કે નકારાત્મકતાનો વાસ  હોય તો શુક્રવારની સાંજે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે.

જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પૂજા કપૂર બાળીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે. શંખ, કેરી, શ્રીફળ વગેરે ને દેવી લક્ષ્મીની પૂજા જેવી વિશેષ વસ્તુઓ અર્પણ કરો. પ્રસાદમાં મિશ્રી અને ખીર પણ ચઢાવો.જો તમે ઇચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા રહે, તો રાતના સમયે ચોખા, દહીં વગેરેનું સેવન કરવાનું ભૂલશો નહીં.

શુક્રવારે તમારી ક્ષમતા અનુસાર સફેદ વસ્તુઓ જેવી કે ખાંડ, દૂધ, ચોખા, ચાંદી, પરફ્યુમનું દાન કરો.જો તમને ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો તમે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હળદર નો આ ઉપાય કરી શકો છો, જો તમારી પાસે ધન ટકતું ન હોય, વારંવાર તમારે ધન ની સમસ્યા માંથી પસાર થવું પડે છે. આવક ના સ્ત્રોત હોવા છતાં પણ તમારે ધનની પરેશાની બની રહે છે તો એનાથી છુટકારો મેળવવા માટે દિવાળીના દિવસે પીળા કપડા માં કાળી હળદર ની સાથે એક ચાંદી નો સિક્કો રાખવો. એને પછી તિજોરીમાં રાખી દેવું. એવું બતાવવામાં આવે છે કે એવું કરવાથી આખું વર્ષ ધનની દેવી માતા લક્ષ્મી જી ની કૃપા બની રહે છે.

જો કોઈ વેપારીને એમના વેપાર માં વારંવાર નુકશાન નો સામનો કરવો પડી રહ્યો હોય તો તમે હળદર નો આ ઉપાય અપનાવી શકો છો, એના માટે હળદર ને પીસીને એમાં કેસર, ગંગાજળ મિક્સ કરીને મહિનાના પહેલા બુધવાર ના રોજ વેપાર માં ઉપયોગમાં લેતા મશીન પર સ્વસ્તિક નું નિશાન બનાવી દેવું, કારણકે એવું કરવાથી મશીન યોગ્ય રીતે કાર્ય કરે છે અને તમને વ્યવસાય માં પણ તરક્કી મળે છે. વ્યવસાયસાથે જોડાયેલી પરેશાની પણ દુર થશે.

Advertisement