સરીર માં પથરી ના કારણે અસહ્ય દુખાવો થાય ત્યારે શું કરવું?, જાણો એના માટે ના ઘરેલુ ઉપચાર…..

આજે પથરી ના કારણે ઘણા લોકો પીડિત થાય છે.પથરી એ ઘણા દર્દીઓમાં જોવા મળતો એક મહત્ત્વનો કિડનીનો રોગ છે. પથરી અસહ્ય દુખાવો કરી શકે છે પરંતુ ઘણા દર્દીઓમાં પથરી હોવા છતાં દર્દીને કોઈ જ તકલીફ નથી હોતી.પથરી એ દર્દીઓમાં જોવા મળતો એક મહત્વનો કિડનીનો રોગ છે.

સામાન્ય જિંદગીમાં લોકો ઘરે ઓછા અને બહાર વધારે દેખાય છે.પેશાબમાંના કૅલ્શિયમ ઓક્ષલેટ કે ક્ષારના કણો એકબીજા સાથે ભેગા થઈને લાંબા ગાળે મૂત્રમાર્ગમાં કઠણ પદાર્થ બનાવે છે, જે પથરી તરીકે ઓળખાય છે.પથરીનો દુ:ખાવો અસહ્ય હોય છે.તો આ ઉપાયો થી તમે એનાથી છુટકારો મેળવી શકો છો.

વરિયાળી:

આજે વરિયાળી દરેક ઘરો માં સરળતાથી મળી જાય છે.અને આ વસ્તુ પણ પથરી ને સરીર માંથી દૂર કરવાનો પ્રયત્ન કરે છે.
વરિયાળી ને સાકર અને સુકા ધાણાને સમાન માત્રામાં લઈ અડધા લિટર પાણીમાં પલાળીને રાખો. 22 કલાક પછી ઝારાથી પાણી કાઢીને તેનો પેસ્ટ બનાવી લો અને અડધા કપ ઠંડા પાણીમાં એક ચમચી આ પેસ્ટને નાખીને નિયમિતરૂપે પીઓ.

મરી:
આજે જોવા જઈએ તો આ બીમારી કોઈ મોટી સમસ્યા નથી પણ એને જલ્દી ઈલાજ કરવો અનિવાર્ય છે કારણે કે જો એ લાંબા સમય સુધી તમારા સરીર માં રહે છે તો એ તમારા સરીર ને નુકસાન પહોંચાડી શકે છે અને એનાથી ખૂબ દુખાવો પણ થાય છે.પણ જો તમે એનાથી બચવા માંગતા હોય તો તમારે મરી અને બેલ પત્રની સાથે ખાવાથી બે અઠવાડિયામાં કિડનીના પત્થરો પેશાબના રસ્તેથી બહાર નીકળવા લાગે છે.અને એ પછી થતી પણ નથી.

ચોલાય:આ પણ પથરી માટે ખૂબ લાભદાયક છે.ચોલાયએ પથરીને ઓગળવાનો રામબાણ નુસખો છે. ચોલાયનું શાક બનાવીને અથવા ચોલાયને ઉકાળીને ધીરે ધીરે ચાવીને ખાવાથી તમને રાહત મળી શકે છે.

મૂળા:મૂળાને ખોખલુ કરીને પછી તેમા વીસ-વીસ ગ્રામ ગાજર બીટના બીજ ભરી દો. ત્યારબાદ મૂળાને શેકી લો અને બીજ કાઢીને વાટી લો. સવારે પાંચ કે છ ગ્રામ પાણી સાથે એક મહિના સુધી પીતા રહો. પથરીમાં ફાયદો મળશે.

લીંબુ અને સિંધવ મીઠું:

આ પણ એક પ્રકાર નો પથરી માટે નો ઉપચાર છે.અને તમારે એના માટે લીંબુ ના રસ માં સિંધવ મીઠું મેળવીને પીવા થી પણ પથરી થી છુટકારો મળી જાય છે.પણ એક વાર ધ્યાન રાખજો કે આ રસ તમારે ઉભા ઉભા જ પીવા નો છે.

જીરું:
જીરું પણ પથરી માટે ખૂબ ફાયદાકારક છે એના માટે તમારે
જીરાને મિશ્રી કે મધ સાથે લેવાથી પથરી ઓગળીને પેશાબ સાથે નીકળી જાય છે.જીરું પણ આમ તમારા ઘર માં સરળતાથી મળી રહે છે.

ઈલાયચી:એક ચમચી ઈલાયચી અને તરબૂચના બીજનું કર્નલ અને બે ચમચી સાકરને એક કપ પાણીમાં નાખીને ઉકાળો. આ ઠંડુ થયા બાદ ઝારીથી પાણી કાઢી સવારે અને સાંજે પીવાથી પથરી પેશાબના મારફતે બહાર નીકળી જાય છે.

તુલસી ના બીજ:
આમ જોવા જઈએ તો તુલસી ના બીજ પણ પથરી ને દૂર કરવા માટે ખૂબ લાભ કારણ સાબિત થઈ શકે છે.એના માટે તમારે તુલસી ના બીજ કે હિમજીરા દાનેદાર ખાંડ અને દૂધ સાથે લેવાથી પથરી નીકળી જાય છે.