22 વર્ષીય યુવતીને ફેસબુકની મિત્રતા ભારે પડી,એક યુવક નોકરી આપવાંના બહાને લઈ ગયો વીઆઈપી રૂમમાં અને બનાવી હવસ નો શિકાર….

દોસ્તો આજકાલ આવા કિસ્સા બનવા એ સામાન્ય વાત બની ગઈ છે અને કાયમ માટે આવા કિસ્સા આપણને જાણવા મળતા હોય છે અને તેમજ હવે લોકોમાં એક બીજા પ્રત્યે ખૂબ જ નફરત થવા લાગી છે અને એનું કારણ એ જ છે કે આજકાલ લોકો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે અને આવા લોકોથી હંમેશા દૂર જ રહેવું જોઈએ તેમજ અહીંયા એક કિસ્સો નજરે આવ્યો છે જે ભોપાલ માં બન્યો છે અને તેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છુ અને આ કિસ્સો એવો છે કે જેનાથી દરેક ઘરના લોકોને આ વિશે જાણવું જોઈએ કારણ કે ઘણીવાર એવા કિસ્સા બનતા હોય છે કે જેનાથી આપને આઘાત જનક બની જતા હોઈએ છીએ અને તેમજ આ કિસ્સો પણ એવો છે જેને જાણીને તમે પણ વિચારમાં પડી જશો તો ચાલો જાણીએ આ કિસ્સા વિશે.

દોસ્તો મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભોપાલ રેલવે સ્ટેશન પર એક યુવતીની સાથે ગેંગરેપ નો કેસ સામે આવ્યો છે. વીઆઇપી ગેસ્ટ રૂમ માં યુવતી સાથે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. પીડિતાની ફરિયાદ બાદ શાસકીય રેલવે પોલીસે ગેંગરેપ કરવાના આરોપમાં રેલવેના એક કર્મચારીની ધરપકડ કરી છે, જ્યારે બીજા કર્મચારીને લોકઅપમાં રાખવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટનાથી પોલીસ-પ્રશાસનના દોડતું થઈ ગયું છે.સાથો સાથ આસપાસના વિસ્તારોમાં સનસની ફેલાઈ ગઈ છે.

ભોપાલમાં રેલવે પોલીસના અધીક્ષક હિતેશ ચૌધરીએ શનિવારે જણાવ્યું કે, યુવતી સાથે સામૂહિક દુષ્કર્મના આરોપમાં ભોપાલ રેલ મંડળમાં સુરક્ષા સલાહકારના પદ પર કાર્યરત 45 વર્ષીય રાજેશ તિવારીને આઇપીસીની કલમ 376 દુષ્કર્મ અને અન્ય સંબંધી કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે. જ્યારે તિવારીના એક સાથીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. તે પણ રેલવેમાં જ કાર્યરત છે.

હિતેશ ચૌધરીએ વધુમાં જણાવ્યું કે, ઉત્તર પ્રદેશના મહોબાની રહેવાસી 22 વર્ષીય પીડિતાની તિવારી સાથે ફેસબુક પર દોસ્તી થઈ હતી. તિવારીએ નોકરી અપાવવાના બહાને તેને ભોપાલ બોલાવી હતી. યુવતી શનિવાર સવારે ભોપાલ રેલવે સ્ટેશન પહોંચી તો તિવારીએ તેને સ્ટેશન પર આવેલા વીઆઇપી રેસ્ટ રૂમમાં રાખી. ચૌધરીએ જણાવ્યું કે, બપોરે તિવારી રેલવે કર્મચારી પોતાના સાથીની સાથે યુવતીને મળવા આવ્યા અને યુવતીને પીવા માટે કંઈક પીણું આપ્યું જેમાં કથિત રીતે નશીલો પદાર્થ મેળવેલો હતો. ત્યારબાદ યુવતીને હળવી બેભાન અવસ્થા આવવા લાગી. ત્યારબાદ બંનેએ યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું.

રેલવે પોલીસના અધીક્ષક હિતેશ ચૌધરીએ જણાવ્યું કે, યુવતીને ભાન આવતાં સાંજે પોલીસમાં ફરિયાદ નોંધાવી. ત્યારબાદ પોલીસે તિવારીની ધરપકડ કરી લીધી તથા તિવારી સાથેની પૂછપરછના આધારે તેના સાથીને કસ્ટડીમાં લઈ લીધો. તેઓએ જણાવ્યું કે પીડિતા સામે ઓળખ કરાવ્યા બાદ કસ્ટડીમાં લેવામાં આવેલા તિવારીના સાથીની પણ ધરપકડ કરવામાં આવી શકે છે. ચૌધરીએ જણાવ્યું કે મામલાની તપાસ ચાલી રહી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અલવરના થાનાગા જી વિસ્તારમાં લગભગ સવા વર્ષ પહેલા બહુચર્ચિત ગેંગરેપ કેસ માં એસ સી એસ ટી કોર્ટ એ પોતાનો ચુકાદો સંભળાવી દીધો છે. કોર્ટમાં તમામ પાંચેય આરોપીઓને દોષી પુરવાર થયા છે.એસસી એસટી કોર્ટના જજ બૃજેશ કુમારે આ ચુકાદો સંભળાવ્યો છે.કોર્ટમાં સજા મુદ્દે ચર્ચા થયા બાદ ચાર દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે.તેમાં દોષી હંસરાજને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા કરવામાં આવી છે. જ્યારે પાંચમા દોષી મુકેશને પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. ચુકાદાને ધ્યાનમાં લઈ કોર્ટ પરિસરમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. કોર્ટની આસપાસ મોટી સંખ્યામાં ભીડ એકત્ર થઈ હતી.

સમગ્ર રાજસ્થાનને હલાવી દેનારો આ મામલો અલવરના થાનાગાજી પોલીસ સ્ટેશન માં ઘટનાક્રમ અનુસાર આરોપી ઓ એ રસ્તે પસાર થઈ રહેલા એક દલિત દંપતીને બંધક બનાવી દીધું હતું. ત્યારબાદ પાંચ આરોપીઓએ પતિને યાતનાઓ આપવાની સાથે તેની નજર સામે જ પત્ની સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ આ સમગ્ર ઘટનાક્રમનો અશ્લીલ વીડિયો બનાવી દીધો હતો. બાદમાં તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો.

થાનાગાજી પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પાંચ આરોપી ઓ અશોક ઇન્દ્રાજ મહેશ હંસારાજ અને છોટેલાલની વિરુદ્ધ ગેંગરેપ લૂંટફાટ ધમકી ગેરકાયદેસર રીતે વસૂલી અને એસ સી એસ ટી એક્ટ માં દોષી માનતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યારે મુકેશ કુમાર પર અશ્લીલ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવાનો આરોપી માનતા ચાર્જશીટ રજૂ કરી હતી.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ માં હવસ ની ભૂખ સંતોષવા માં કેટલાક હવસખોરો ભાન ભૂલી જતા હોય છે.અને ના કરવાનુ કામ કરી બેસે છે.આવો જ એક બનાવ શહેર ના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તાર માં જોવા મળ્યો છે.ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક રહેતી એક મહિલા એ તેના પડોશ માં રહેતા યુવાન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે ગરમી હોવાના કારણે તેઓ હાલ માં રાત્રિ દરમિયાન ધાબા પર સુવા માટે જાય છે. જો કે કેટલાક દિવસ અગાઉ સવાર માં તેઓ કામ કરવા માટે નીચે આવ્યા હતા આ દરમિયાન પડોશમાં રહેતો યુવાન તે મહિલા ની બાજુ આવી ને સુઈ ગયો હતો અને શારીરિક અડપલા કરવા લાગ્યો હતો.જાણ કરતા તેમણે આ નરાધમ ને બોલાવી ફરી આવું ના કરવા માટે ની જાણ કરી તેને જવા દીધો હતો. જ્યારે ત્રીજા દિવસે જ્યારે તેઓ ધાબા પર ગયા ત્યારે આ યુવાન ન આ મહિલા સાથે હવસ ની ભૂખ દૂર કરવા આવી ગયો હતો.

જેથી મહિલા એ આરોપી ની માતા ને આ બાબત ની જાણ કરી ને તેને સમજાવવા માટે કહ્યું હતું. જો કે આરોપી ની માતા ઉશ્કેરાઈ ને ફરિયાદી મહિલા સાથે ઝઘડો કર્યો હતો.જેથી ફરિયાદી મહિલા એ સમગ્ર ઘટના ની જાણ પોલીસ ને કરી કરી હતી. હાલ માં પોલીસ એ આરોપી વિરુદ્ધ માં ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.

દોસ્તો એવોજ કિસ્સો લઈ ને આવ્યા છે અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી એક સગીરાને તેની નોકરીના સ્થળે કામ કરતા યુવક સાથે મિત્રતા થઈ હતી. આ સગીરા રોજ રિક્ષામાં નોકરીએ જતી હતી પણ તેના સાથીકર્મીએ તેને લાવવા લઈ જવાનું કહેતા સગીરા તેની સાથે આવતી જતી હતી. આવામાં જ બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. અને યુવકે લગ્નની લાલચ આપી યુવતીને હોટલમાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. આ ફોટો પણ તેણે વાયરલ કરી દેતા હવે સગીરાએ પોલીસ ફરીયાદ નોંધાવી છે.

નવા વાડજમાં રહેતી 17 વર્ષીય સગીરા તેના પાંચ ભાઈ બહેનો સાથે અને માતા પિતા સાથે રહે છે. તે ઓછું ભણેલી હોવાથી તેને ક્યાંય નોકરી મળતી ન હતી. તેવામાં તેને તેની પાડોશમાં રહેતી એક મહિલાએ સોલા વિસ્તારમાં નોકરી અપાવી હતી.યુવતી રોજ નવા વાડજ થી રિક્ષામાં જતી હતી. આ દરમિયાન તેને તેના સાથીકર્મીએ રોજ ભાડું બચાવવા ઓફર કરી હતી. આ સાથીકર્મીએ યુવતી ને કહ્યું કે તે રોજ ત્યાંથી જ આવ જા કરે છે જેથી તે લઈ અને મૂકી જશે યુવતી પણ ભાડું બચાવવાના ચક્કર માં પડી અને આ યુવક સાથે રોજ આવતી જતી હતી અને બાદમાં બને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.

દરમિયાનમાં યુવકે યુવતી ને કહ્યું કે તેના લગ્ન થઈ ચૂક્યા હતા અને બાદમાં તેણે છૂટાછેડા લીધા છે તો હવે તે તેની સાથે લગ્ન કરશે આમ લગ્નની લાલચ આપી યુવક આ યુવતી ને મહેમદાવાદ ખાતે હોટલમાં લઈ જતો અને ત્યાં તેની પર બળાત્કાર ગુજારતો હતો.વારંવાર તે આ જ હોટલમાં લઈ જઈ શરીર સબન્ધ બાંધી સગીરા ને ધમકી આપતો હતોયુવતી સાથે શરીર સબન્ધ બાંધવા ના પાડે તો તે ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. એક દિવસ યુવકે આ ફોટો વીડિયો સગીરાના કોઈ સબંધીને મોકલી આપ્યા હતાં જેથી સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે તપાસ હાથ ધરી છે.