સવાલ.મારા પાર્ટનરની ઉંમર ૨૬ વર્ષ છે. તેમને જોબને લઈને ખૂબ જ સ્ટ્રેસ રહે છે અને વર્ક પછી ઘરે આવે છે ત્યારે અત્યંત થાકી જાય છે. આ અત્યંત સ્ટ્રેસ લેવલની અસર તેમના સેકસ્યુઅલ પરફોર્મન્સ પર પડશે અને તેમનું સ્પર્મ કાઉન્ટ ઓછું થઈ જશે?
જવાબ.સ્ટ્રેસ લેવાથી બધી જ બાબતો પર અસર થાય છે. એટલે સ્વાભાવિક રીતે એની અસર શરૂઆતમાં તમારા પાર્ટનરના સે@કસ્યુઅલ પરફોર્મન્સ પર અસર થશે. સ્ટ્રેસના કારણે ઈન્ટરકોર્સ કરવાનું પ્રમાણ ઘટી જાય છે.
હા, સ્ટ્રેસના કારણે પુરુષના સ્પર્મ ઉત્પાદનમાં ફરક પડે છે. એનો કાઉન્ટ ઓછો થઈ જાય છે. પરંતુ ચિંતા ન કરશો, કારણ કે એ અસર કામચલાઉ હોય છે. એ તાણ મન પરથી દૂર થાય કે તરત સ્પર્મ કાઉન્ટ ફરી વધવા લાગે છે. માટે એ બાબતનો તમે સ્ટ્રેસ ન લેશો.
સવાલ.મારી ઉંમર ૩૭ વર્ષ છે જ્યારે મારી વાઈફની ઉંમર ૨૩ વર્ષ છે. અમે અત્યાર સુધી ગ્રેટ સે@ક્સ લાઈફ એન્જોય કરી છે, પરંતુ છેલ્લાં કેટલાંક દિવસથી હું મારી ફોર્સ્કિન પાછળ ખેંચી શક્તો નથી અને મારા પેનિસની ટિપ પર રેશિસ ડેવલપ થઈ ગયા છે. મારી વાઈફ પણ તેની વજાઈનામાં બળતરા થતી હોવાની ફરિયાદ કરે છે. હું ડાયાબિટીક છું, પણ મારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં છે અને અત્યારે હું દવાઓ લઈ રહ્યો છું. અમારે શું કરવું જોઈએ?
જવાબ.આપણા સમાજમાં સંખ્યાબંધ પુરુષો આ સમસ્યાથી પીડાય છે. તમારે ડોકટર પાસે જવું જોઈએ. ડોક્ટર તમારા પેનિસને તપાસીને નક્કી કરી શકે કે કઈ રીતે ફોર્સ્કિન ફ્રી કરી શકાશે. બળતરા થવા પાછળનું કારણ બંનેના પ્રજનન અવયવોમાં પૂરતું લુબ્રિકેશન (ચીકણા પ્રવાહીનો પ્રસાર) ન થયું હોય એ પણ હોઈ શકે.
જો ફોરપ્લે એટલે કે સેક્સ ક્રિયા અગાઉ આલિંગન, પરસ્પરના વિવિધ અંગ ઉપર ચુંબન વગેરે કરતાં હોવ અને લુબ્રિકેશન બરાબર થઈ જતું હોય ત્યાર પછી પણ સેકસ વખતે અથવા એ પછી બળતરા થતી હોય તો તરત જ ડોક્ટરને મળીને તમારા બંનેના પ્રજનન અંગ (પેનિસ અને વજાઈના) ચેક કરાવી લો. ડાયાબિટીસ પણ આમાં કારણ હોઈ શકે. એ અંગે ડોક્ટર રૂબરૂ તપાસીને જ સાચું નિદાન કરી શકશે.
સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે@ક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સે@ક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી.
હું બીજા કોઈની સાથે સે@કસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે@ક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કો-ન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે@ક્સ કરું તો એમને સે@કસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?
જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સે@ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારી-રિક સંબંધ છે એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારીરિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?
એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે? આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કોન્ડોમ પહેર્યા વગર સે@ક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી. ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કો-ન્ડોમ વગરના સાહસો ન કરશો.
સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?
જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.
સવાલ.હું એક વર્કિંગ વુમન છું. હું સતત વ્યસ્ત રહું છું. મારા પતિ મારી સ્થિતિ સમજે છે અને આ કારણે મને ઘરકામમાં હંમેશા મદદ કરે છે. અત્યાર સુધી એકલા હતા ત્યાં સુધી કોઇ ખાસ સમસ્યા નહોતી પણ મારા સસરાના અવસાન પછી મારા સાસુ અમારી સાથે રહેવા આવ્યા છે.
અને તેમને મારા પતિ મને ઘરકામમાં મદદ કરે એ બિલકુલ નથી ગમતું. તેમની આવી માનસિકતાને કારણે અમારા ઘરમાં વાતાવરણ તંગ રહે છે. આ પરિસ્થિતિમાં પરિવર્તન કરવા માટે મારે શું કરવું જોઇએ?.
જવાબ.પુરુષોનું કામ પૈસા કમાવી લાવવાનું અને સ્ત્રીઓનું કામ ઘર ચલાવવાનું. આવી બીબાંઢાળ માનસિકતામાંથી આજનો પુરુષ બહાર આવી ગયો છે. પત્ની વર્કિંગ હોય કે ન હોય, ઘરનાં કેટલાંક કામોની જવાબદારી પુરુષો હોંશે-હોંશે ઉપાડી લે છે. ઘરનાં કામોમાં મદદ કરવાથી પરિવાર સાથે વધુ સારું તાદાત્મ્ય કેળવી શકે છે. સમય જેમ-જેમ આગળ વધે છે તેમ-તેમ સમાજ અને લોકોના વિચારોમાં ફરક આવે છે.
આનું મોટું ઉદાહરણ એટલે પરિવારમાં પુરુષની ભૂમિકા. આજથી આશરે 70-80 વર્ષ પહેલાં પુરુષોની જવાબદારી ઘરમાં કમાયેલા પૈસા આપવા સુધી જ સીમિત હતી, પણ હવે આ આખી સમાજ-વ્યવસ્થા બદલાઈ ગઈ છે.
પહેલાં ઘરની સ્ત્રીઓ એક ગૃહિણી તરીકે માત્ર ઘરનાં કામકાજ સંભાળતી હતી, પણ હવે જેટલી ફ્રીડમથી વ્યવસાયિક ક્ષેત્રે અને બહારનાં કામોમાં પાવરધી થવા લાગી છે એટલી જ મુક્તતાથી પુરુષોએ પણ ઘરનાં કામોને પોતાની જવાબદારી ગણીને સ્વીકારી લીધાં છે.
જોકે પરિવારના વડીલો માટે આ ફેરફારનો સ્વીકાર જ્યારે થોડો મુશ્કેલ બને છે ત્યારે આ સ્થિતિ ઉભી થાય છે.તમે અને તમારા પતિ મળીને તમારા સાસુને સમજાવી શકો છો કે ઘરની સ્ત્રીનું આ બધે પહોંચી વળવું ઘણી વાર સમયના દૃષ્ટિકોણથી અઘરું હોય છે તેથી આજની ફાસ્ટ લાઇફમાં પુરુષનું ઘરની સ્ત્રી સાથે ઊભા રહી કામ કરાવવું એ સમયની માગ છે.
તમે તમારા સાસુને સમજાવામાં તમારા પતિની મદદ પણ લઇ શકો છો. બની શકે કે માતા તરીકે સાસુ તમારા પતિની વાતને વધારે સારી રીતે અને હકારાત્મક લાગણીથી સમજી શકે. જો તમારા પતિ ઘરમાં કામ કરાવે છે તો તમે પણ તમારા પતિને ઘરનો આર્થિક બોજ ઉઠાવવાામાં મદદ કરો છો એ હકીકત તમારા સાસુ સમજી જશે તેમની માનસિકતા ચોક્કસ બદલાશે.
સવાલ.મારાં લગ્નને 6 મહિના થયાં છે. મારી પત્ની આકર્ષક અને સરળ સ્વભાવની છે. મારા પરિવારમાં તે સારી રીતે સેટ પણ થઇ ગઈ છે. મારી સમસ્યા એ છે કે અમારાં લગ્નને 6 મહિના જેટલો સમય થઇ ગયો હોવા છતાં અમે જાતીય જીવન નથી માણી શક્યા.
મારી પત્નીને જાતીય જીવન માણવામાં બિલકુલ રસ નથી અને એ મને હંમેશાં ટાળતી રહે છે. શું તે મને પસંદ નહીં કરતી હોય? હું બહુ કન્ફ્યુઝ છું. મારી આ સમસ્યાનો ઉકેલ શું છે?.
જવાબ.એક જમાનો હતો જ્યારે લગ્ન પછી પણ છોકરા-છોકરીઓ એકબીજાને સ્પર્શ કરતા ડરતાં હતાં. લગ્નના શરૂઆતના દિવસોમાં જાતીય સંબંધ દરમિયાન એક ગભરાટ કે ધ્રુજારી રહેતી હતી. હવે એવો જમાનો નથી પણ આમ છતાં તમારી પત્ની જાતીય સંબંધ બાંધવામાં રસ ન દર્શાવતી હોય તો એની પાછળ કોઇ ચોક્કસ કારણ હશે.
હકીકતમાં લગ્ન પછીના શરૂઆતના મહિનાઓમાં જાતીય સંબંધ બાંધવાની દૃષ્ટિએ કપલ વચ્ચે જબરદસ્ત બોન્ડિંગ હોય છે. શરૂઆતમાં એક એક્સાઈટમેન્ટ હોય છે જે ધીમે ધીમે ઓછું થતું જાય છે.જોકે લગ્નના છ મહિના તો દંપતી માટે ગોલ્ડન સમય ગણાય છે જો આ દિવસોમાં જ પત્ની તમારાથી દૂર રહેતી હોય તો એની પાછળ ચોક્કસ કારણ હોઇ શકે છે.
સૌથી પહેલાં તો તમારી પત્ની સાથે સારી રીતે વાત કરીને એના દિલની વાત સમજવાનો પ્રયાસ કરો. તમારી પત્નીના વલણ પાછળ કોઈ માનસિક કે શારીરિક કારણ હોઇ શકે છે. કપલ વચ્ચે કમ્યુનિકેશન ન હોય, ડિપ્રેશન હોય, બાળપણમાં જાતીય સતામણી થઈ હોય અને એક પક્ષથી આકર્ષણ જ ન હોય તો લગ્નજીવનમાં આ સમસ્યા ઊભી થાય છે. આ બાબતે સ્પષ્ટ વાતચીત કરીને વચ્ચેનો રસ્તો કાઢો. એક વાત સમજી લો કે જાતીય જીવન એ લગ્નજીવનનું એન્જિન સમાન છે જેની હંમેશાં તમારે કાળજી કરવી પડશે.