મારી ઉંમર 37 વર્ષની છે, મેં હવે પ્રેગ્નન્સીના રહે એટલે ઓપરેશન કરાવ્યું તો હવે મારે ક્યારે સે@ક્સ કરવું જોઈએ?..

સવાલ.હું 30 વર્ષની વિવાહિત મહિલા છું. મને બે સંતાન છે. માસિક ધર્મ પહેલા મને થકાવટનો અનુભવ થાય છે તેમ જ મન ભિન્ન રહે છે. અને માનસિક તણાવનો અનુભવ થાય છે. આ કારણે પતિ અને બાળકો પર અકારણ ગુસ્સે થઈ જવાય છે. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

Advertisement

જવાબ.આ સમસ્યાને તબીબી ભાષામાં ‘પ્રી મેન્સ્યુટુઅલ સિન્ડ્રોમ’ કહે છે. આ સમસ્યા સામાન્ય છે. આમાંથી બચવા માટે વ્યાયામ ઉપયોગી થઈ શકે છે. તાજી હવામાં ચાલવાનું રાખો. રોજ પૌષ્ટિક આહાર લો. ફણગાવેલા કઠોળ, તાજા ફળ, શાકભાજી, સોયાબીન, જેવા પદાર્થોનો આહારમાં સમાવેશ કરો. પાણી ખૂબ જ પીઓ, ચા-કૉફીનું પ્રમાણ ઘટાડી દો. સંગીત સાંભળો. મેડિટેશનચ પણ તમને ઉપયોગી થશે.

સવાલ.હું ૨૬ વર્ષનો છું અને બે મહિલાઓની સાથે મારા કેઝયુઅલ સે@ક્સ રિલેશન્સ છે. અનેક વખત કો-ન્ડોમ પહેર્યા વિના તે બંનેની સાથે હું સે@ક્સ કરું છું. અમારામાંથી કોઈને પણ કોઈ ઈન્ફેકશન્સ પણ નથી.

હું બીજા કોઈની સાથે સે@કસ્યુઅલ રિલેશન્સ નથી ધરાવતો અને તેઓ પણ મારી સાથે જ સે@ક્સ કરે છે. અમે બિલકુલ હેલ્ધી કરીએ છીએ તેમ છતાં કો-ન્ડોમ પહેર્યા વિના તેમની બંનેની સાથે હું સે@ક્સ કરું તો એમને સે@કસ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થવાની શક્યતાઓ છે?

જવાબ.ભાઈ, તમારું આંધળું સાહસ ખરેખર જોખમી છે. તમને કોઈ સે@ક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ (એસટીડી) નથી એની તમે તપાસ કરીને ખાતરી કરી શકો, પરંતુ જે બે મહિલાઓ સાથે શારી-રિક સંબંધ છે.

એ બંનેને કોઈ જ જાતનો એસટીડી નથી એ તમે ખાતરીપૂર્વક શી રીતે કહી શકો? એ મહિલાઓ તમારા સિવાય અન્ય કોઈ સાથે શારી-રિક સંબંધ નથી જ ધરાવતી એ તમે શી રીતે ખાતરીથી કહી શકો?

એ બંને મહિલાઓનું મેડિકલ ચેક-અપ તમે કરાવ્યું છે? આ વાતની મેડિકલ ખાતરી મેળવ્યા વગર કોન્ડોમ પહેર્યા વગર સેક્સ કરવામાં સોએ સો ટકાનું જોખમ રહે જ છે. એસટીડીનો ચેપ લાગ્યા પછી તરત જ એની ખબર નથી પડતી.

ઘણા રોગ થોડા દિવસે, ઘણા રોગ થોડા મહિને અને ઘણા રોગ થોડા વર્ષે પોત પ્રકાશે છે. માટે તમારી એ વાત કે તમે ત્રણેય કોઈ ચેપ ધરાવતા નથી અને હેલ્ધી છો એ ખાતરીની વાત નથી. માટે કો-ન્ડોમ વગરના સાહસો ન કરશો.

સવાલ.મારી ઉંમર ૨૨ વર્ષની છે. હું છેલ્લા ૨ વર્ષથી એક છોકરીને પ્રેમ કરું છું. અમે બંને લગ્ન કરવા પણ રાજી છીએ, તે યુવતી મારા કરતા ફક્ત એક વર્ષ મોટી છે તેમજ અમારી કાસ્ટ અલગ છે. છોકરીના પિતા ને હદયની બીમારી છે. છોકરીએ કહ્યું છે કે જો આપણા બંને ના કારણે કોઈ સમસ્યા થશે તો તે મારી સાથે સબંધ તોડી નાખશે. હું શું કરું મને કઈ ખબર નથી પડતી?

જવાબ.પહેલા તો જો છોકરી એક વર્ષ મોટી હોય તો એમાં શું સમસ્યા છે, તમે એકબીજાને પ્રેમ કરો છો, એ જ મહત્વનું છે. પણ માતા-પિતા વિશે વાત કરીએ તો પહેલા તમારા પગ પર ઉભા થાવ અને જેવું છે તે જણાવો, કારણ કે દરેક છોકરીના માતાપિતા ઇચ્છતા હોય છે કે છોકરો સારું કમાય, જેથી અમારી પુત્રી ખુશ રહી શકે. બાકીની જો જાતિની વાત હોય તો તેના માતાપિતા દ્વારા કોઈ બીજાને સમજાવવી જોઈએ કે જાતિ વાદ કરતા મોટો માનવ ધર્મ છે.

સવાલ.હું 22 વર્ષની યુવતી છું. મને એક છોકરો ખુબ જ ગમે છે. તે પણ મને પ્રેમ કરે છે, પરંતુ મારા માતા-પિતા તેની સાથે મારા લગ્નનો વિરોધ કરી રહ્યા છે. જયારે એક બીજો છોકરો, જે એકરૂપ છે, તે મારી સાથે લગ્ન કરવા પણ માંગે છે, પરંતુ મારી માતા એમ કહે છે કે તે લોકો ગરીબ છે. મને કહો કે મારે શું કરવું જોઈએ? મને યોગ્ય ઉકેલ જણાવશો.

જવાબ.જો તમે ખરેખર તમારા બોયફ્રેન્ડને પ્રેમ કરતા હોય અને તે લગ્ન માટે પણ ગંભીર હોય અને આંતર વ્યક્તિ હોવા ઉપરાંત, તમારે માતાપિતાને તેની સાથે લગ્ન કરવા મનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો તેઓ કુટુંબના અન્ય સભ્ય, સ-બંધી અથવા કૌટુંબિક મિત્ર સાથે સંમત થયા હોય, તો પછી તેમને તે સમજાવવો કે આજકાલ આંત લગ્ન સામાન્ય થઇ ગયા છે, તેથી તેમની સમસ્યા અર્થ વગરની છે.

સવાલ.હું 24 વર્ષીય યુવતી છું. મારી સમસ્યા એ છે કે મારા સ્તનની સાઇઝ મને નાની લાગે છે અને મને ડર છે કે આના કારણે મારા લગ્નજીવનમાં સમસ્યા ઊભી થશે. મારા સ્તન સુડોળ અને આકર્ષક લાગે છે એ માટે કોઇ ઘરગથ્થુ ઉપાય હોય તો જણાવવા વિનંતી.

જવાબ.સ્ત્રીઓનાં સૌંદર્યનું એક મહત્ત્વનું પરિબળ સ્તનસૌંદર્ય છે. દરેક યુવતીની ઇચ્છા હોય છે કે તેનાં સ્તન સુડોળ અને સ્વસ્થ હોય. કેટલાક કારણોસર ઘણી યુવતીઓનાં સ્તનનો આકાર ખૂબ નાનો હોય છે.

સ્તનનું કદ મોટાભાગે આનુવંશિક હોય છે અને કોઇ કોસ્મેટિક સર્જરી વગર એમાં મોટો ફેરફાર કરવાનું શક્ય નથી. જોકે એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે જેને અમલમાં મૂકવાથી સ્તનસૌંદર્યમાં ચોક્કસ વધારો કરી શકાય છે. ઓલિવ ઓઇલથી સ્તન પર દિવસમાં બે વાર માલિશ કરવાથી એ વિકસિત થવા માંડે છે.

રોજ 3-4 કળી લસણ ખાવાથી બ્રેસ્ટનું ઢીલાપણું દૂર થાય છે અને તે દૃઢ બને છે. વડનાં ઝાડની લટકતી ડાળીને સૂકવીને અને પછી પાણી સાથે વાટીને એનો બ્રેસ્ટ પર લેપ કરવાથી સ્તન પુષ્ટ અને કડક થઈ જાય છે.

દાડમની છાલ વાટીને સ્તન પર સતત સાત દિવસ સુધી સૂતાં પહેલાં લગાવવાથી ઢીલાં સ્તનની સમસ્યા દૂર થાય છે. આ સિવાય સ્તન પર નિયમિત રીતે ગરમ અને ઠંડાં પાણીનો શેક કરવાથી પણ સારું પરિણામ મળે છે. કસરત પણ સ્તનને સુડોળ બનાવે છે.આ માટે રોજ માત્ર 5 મિનિટ કસરત કરો.

આ કસરતમાં પ્રેશર અને પામ એક્સરસાઈઝનો સમાવેશ કરવો જોઇએ. તમારી બ્રાની ખરી સાઈઝ પણ સ્તનનાં સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તમારા કપ સાઈઝને ફિટ થતી બ્રા પહેરો. તમારી બ્રાના સ્ટ્રેપ્સ પણ વ્યસ્થિત અને આરામદાયક હોવા જોઈએ.

આહાર પણ તમારા સ્તનનાં સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એ માટે ખોરાકમાં ફાઈબર અને પ્રોટીનનો સમાવેશ કરો. ઓટ અને બ્રાઉન રાઈસનો પણ આહારમાં સમાવેશ કરી શકો છો. આનાથી પણ ફાયદો થશે.

સવાલ.મારી વય 37 વર્ષની છે અને મેં હમણાં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવ્યું છે. મારે એ જાણવું છે કે આ ઓપરેશનના કેટલા દિવસ પછી જાતીય સંબંધ બાંધી શકાય?.

જવાબ.સામાન્ય રીતે સ્ત્રીના માસિક આવવાનાં પહેલા 14 દિવસમાં આ ઓપરેશન કરવામાં આવે છે. જેથી જ્યારથી ઓપરેશન થાય ત્યારથી જ મોટે ભાગે બીજા ગર્ભનિરોધક સાધનોનો પ્રયોગ જરૂરી રહેતો નથી.

બાકી જો તકલીફ ના હોય અને ઇચ્છા હોય તો ઓપરેશનના સાતથી આઠ દિવસ પછી પણ જાતીય સંબંધ રાખી શકાય છે. સ્ત્રી નસબંધી એ સ્ત્રીને ગર્ભવતી થતી અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય માનવામાં આવે છે.આ માટે એક નાનું ઓપરેશન કરવું પડે છે.

આમાં ઓપરેશન દ્વારા સ્ત્રીની ફેલોપિયન ટ્યૂબને બંધ કરવામાં આવે છે અથવા કાપી નાખવામાં આવે છે. હકીકતમાં આ ટ્યૂબ દ્વારા જ ઇંડાં અંડાશયમાંથી ગર્ભાશય સુધી પહોંચે છે. નસબંધી કરાવ્યાં પછી ચેકઅપ માટે ડોકટર પાસે જવું જરૂરી છે.

અને ડોક્ટર દ્વારા આપવામાં આવતી દવાઓનો કોર્સ પૂર્ણ કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. ઓપરેશન પછી ઓછામાં ઓછા 7 દિવસ સુધી શારી-રિક સંબંધો બનાવવાનું ટાળો. શારી-રિક સંબંધ બાંધવાના મામલે ડોક્ટરની સલાહ લઇને જ કોઇ નિર્ણય લો.

Advertisement