વરસાદની એન્ટ્રી, ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદે બોલાવ્યા ભુકકા, આ વિસ્તારમાં વરસાદની આગાહી…..

સમગ્ર રાજ્યમાં આકરી ગરમી પડી રહી હોય તેમ આજે અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. આજથી સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને આકાશ કાળા ડીબોંગ વાદળોથી ઘેરાઈ જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલાણા, વશીયાળી, ભમોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.

Advertisement

વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. જો કે બીજી તરફ ખેડૂતોને પવન અને વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ છે. જો વહેલો વરસાદ પડે તો કેરી, ઉનાળુ મગ, તલ સહિતના પાકોને ભારે નુકસાન થશે. કમોસમી વરસાદ અથવા વહેલા વરસાદને કારણે કેરીના પાકને સૌથી વધુ નુકસાન થશે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ઉનાળુ તલનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે.હવે 10મીએ ભીમ અગિયારસ આવી રહી છે. હવામાન વિભાગે આ વર્ષે ખેડૂતો માટે સારા વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. આ વર્ષે વરસાદ મધ્યમ રહેવાની ધારણા છે. ખાસ કરીને ખેડૂતો માટે આ વર્ષે વાવણી વરસાદ અને ફાયદાકારક રહેશે.

સવારથી અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણના કારણે ખેડૂતો પરેશાન છે. કારણ કે કમોસમી વરસાદને કારણે કેરીના પાકને ભારે નુકસાન થાય છે. ગુજરાતમાં આ સમયે પ્રિ-મોન્સુન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે. આ ઉપરાંત નિશાંત અંબાલાલ પટેલની હવામાન ખાતાની આગાહી મુજબ ગુજરાતમાં 15મી પછી વરસાદની શક્યતા છે. ટૂંક સમયમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે.

અમરેલીના સાવરકુંડલા અને લાઠી તાલુકાના વાતાવરણમાં મંગળવારે આવ્યો અચાનક પલટો. મંગળવાર બપોર સુધી પડી કાળઝાળ ગરમી અને બાદમાં કાળા ડિબાંગ વાદળો છવાતાની સાથે જ વરસાદ ખાબક્યો હતો.ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો.

સાવરકુંડલાના નાળ ગામે વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા. તો લાઠી શહેરમાં મેઘરાજાને વધાવવા માટે બાળકો ઝૂમી ઉઠ્યા હતા. સાવરકુંડલા તાલુકાના સેંજળ ગામના જ્યાં ભારે પવન સાથે એવો તે વરસ્યો વરસાદ કે ઝાડની ડાળીઓ તૂટીને નીચે પડી ગઈ હતી.

સાવરકુંડલા શહેર સહિત તાલુકાના ગામડામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ સાવરકુંડલાની શેરીઓમાં પાણી વહેતા થયા હતા. તો દામનગરમાં પણ વરસાદ પડ્યો હતો. તો તાલુકાના મેકડા, શેલણા, ધોબા, પીપરડી, નાળ, મેવાસા અને સેંજળ સહિતના ગામમાં વરસાદ વરસ્યો હતો.

પહેલા સારા એવા વરસાદના કારણે જિલ્લામાં આવેલી શેત્રુંજી અને નાળ ગામની સ્થાનિક નદીમાં પાણી આવ્યા છે.તો આ બાજુ બોટાદ જિલ્લાના વાતાવરણમાં પણ મંગળવારે બપોર બાદ પલટો આવ્યો છે.

જિલ્લાના ગઢડા, ઢસા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ઢસાના જલાલપુર માંડવા, વિકળીયા, પાટણા, રસનાળ, પાડાપાન સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો બરવાળા તાલુકાના ચોકડી, ભીમનાથ, નભોઈ, પીપરીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ બપોર બાદ પલટો આવ્યો હતો.

બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજના ઉણ, ભલગામ,પાદર સહિતના ગામોમાં વરસાદી ઝાપટું પડ્યુ હતું. તો પાટણના સાંતલપુર, લોદરા, વારાહી, માનપુરા બામરોલી, સહિતના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો.

Advertisement