જીવનમાં ખુશી મેળવવી હોય તો આપણી ઉપર શનિદેવની કૃપા હોવી ખૂબ જરૂરી છે, કારણ કે શનિદેવને બીજા તમામ ગ્રહોમાં સૌથી વધારે પ્રભાવશાળી માનવામાં આવ્યા છે ને તે મનુષ્યોને તેનાં કર્મ અનુસાર ફળ આપે છે. આ સૌથી મોટું કારણ છે કે લોકો શનિદેવની પૂજા ખૂબ જ સાવધાનીપૂર્વક કરે છે અને તેમના પ્રકોપથી બચવા માટે શનિવારે તેમની પૂજા કરે છે.
આપણાં દેશમાં જેમ અનેક મંદિરો છે તેમ દેશના દરેક ખૂણે શનિદેવનું મંદિર પણ અચૂક જોવા મળે છે. આ દરેક મંદિરે લોકો શનિદેવનાં દર્શન કરવા જાય છે, પણ આપણા દેશનાં અમુક શનિનાં મંદિરો ખૂબ જ પ્રચલિત છે.આજે અમે તમને શનિદેવના એવા જ એક મંદિર વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ જ્યાં શનિદેવ આખા ગામની રક્ષા કરે છે.
મહારાષ્ટ્રના આ ગામના લોકોની ભાવનાને સમજીને તમે જાણી.લેશો કે ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોઈ તો ભગવાન તેમના ભક્તોની રક્ષા કરે જ છે.મહારાષ્ટ્રમાં એક એવુ ગામ છે જે ભગવાન ભરોસે ચાલે છે. આ ગામમાં સુખ અને દુઃખના માલિક ભગવાન જ છે.મહારાષ્ટ્રના અહેમદનગરમાં આવેલા શિંગણાપુર ગામને શનિ શિંગણાપુરના નામે પણ ઓળખવામાં આવે છે.આ ગામમાં શનિદેવનું ચમત્કારિક મંદિર આવેલું છે. આ ગામ શિરડીથી વધારે દૂર નથી.
મહારાષ્ટ્રમાં આવેલા આ શનિ મંદિરની ખ્યાતિ આખા મહારાષ્ટ્રની સાથેસાથે દેશનાં બીજાં રાજ્યો અને ગામોમાં પ્રસરેલી છે. એટલું જ નહીં વિદેશમાં પણ આ મંદિર ઘણું જ ખ્યાતનામ છે. ઘણાં લોકો અને ખાસ મહારાષ્ટ્રના લોકો આ મંદિરને શનિદેવનું જન્મસ્થાન માને છે.
શિંગણાપુર મંદિરમાં આવેલી શનિદેવની મૂર્તિ પાંચ ફૂટ નવ ઈંચ ઊંચી અને એક ફૂટ છ ઈંચ પહોળી છે. દેશ-વિદેશથી લોકો આ મંદિરે દર્શન કરવા આવે છે. અહીં ખાસ એવી માન્યતા છે કે તમારી ઉપર શનિની કાળ દૃષ્ટિ હોય તો ચોક્કસ એક વાર અહીં દર્શન કરવા આવવું જોઇએ, દર્શનમાત્રથી તમારા ઉપર રહેલી કાળ દૃષ્ટિનો નાશ થશે અને શનિદેવ કૃપા વરસાવશે.
અલગ છે નજારો.ગામમાં પ્રવેશતા જ તમને જે નજારો જોવા મળશે તેનાથી તમને તમારી આંખ પર ભરોસો નહિ થાય. આ ગામમાં કોઈપણ ઘર કે દુકાનમાં દરવાજા જ નથી. આ ખાસિયતને કારણે ગામ આખા દેશ અને દુનિયામાં પ્રચલિત છે. અહીં દરવાજો ન લગાવવા પાછળ ગામની મંદિર સાથે જોડાયેલી આસ્થા છે.
લોકોની દૃઢ શ્રદ્ધા.શીંગણાપુર ગામના લોકો માને છે કે આ ગામ પર શનિદેવની એટલી અસર છે કે કોઈ ચોર અહીં ચોરી ન કરી શકે. જો કોઈ દિવસ ચોરી કરી પણ લે તો વસ્તુ ગામ બહાર ન લઈ જઈ શકે. શનિદેવ ચોરને એવી જાળમાં ફસાવી દે છે કે તે ચીજને ગામ બહાર નથી લઈ જઈ શકતો.
આ કહાની સત્ય છે. અમુક ચોરોએ કબૂલ્યું છે કે ચોરી પછી તે ગામ બહાર નહતા જઈ શક્યા, રસ્તો ભટકી ગયા હતા. આ ગામના લોકો પોતાની જાતને એટલા સુરક્ષિત મહેસૂસ કરે છે કે તે પોતાના ઘરમાં ન તો દરવાજા લગાવે છે ન તો મોંઘી વસ્તુને તાળા લગાવીને બંધ કરે છે. તેમને શનિદેવ પર વિશ્વાસ છે કે તેમની કોઈ ચીજ ક્યારેય ચોરી નહિ થાય.
આ રીતે પ્રગટ થયા શનિદેવ.આ ગામમાં શનિદેવનું આટલું મહાત્મ્ય કેમ છે તેના પાછળ પણ એક કારણ છે. એવું મનાય છે કે એકવાર પૂર આવતા ગામમાં પાણી એટલું ભરાઈ ગયું કે બધા ડૂબવા લાગ્યા. લોકોનું કહેવુ છે કે એ દિવસે કોઈ દૈવી તાકાત પાણીમાં તરી રહી હતી.
પાણીનું સ્તર ઓછું થયું ત્યારે એક વ્યક્તિને ઝાડ પર મોટો પથ્થર દેખાયો. આટલો વિચિત્ર પથ્થર લોકોએ ક્યારેય નહતો જોયો. લાલચવશ તેણે પથ્થર નીચે ઉત્રાયો અને તેને તોડવા અણીદાર વસ્તુ મારી તો પથ્થરમાંથી લોહી વહેવા માંડ્યું. તે વ્યક્તિ આ જોઈને ડરીને ભાગી ગયો અને ગામ જઈને તેણે લોકોને આ વાત કહી.
ચમત્કારિક પથ્થર.ગામ લોકોએ આ પથ્થરને જોયો તો તે પણ નવાઈ પામી ગયા. તેમને ખબર ન પડી કે આ પથ્થરનું શું કરવું. તે જ રાત્રે ગામના એક વ્યક્તિના સપનામાં શનિદેવ આવ્યા અને તેમણે કહ્યું, હું શનિદેવ છું, મને તમારા ગામમાં લઈ જાવ અને સ્થાપના કરો. એ વ્યક્તિએ ગામવાળાને વાત કરતા તે પથ્થર લેવા આવ્યા. તેમણે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ પથ્થરને પોતાની જગ્યાએથી એક ઈંચ પણ હલાવી ન શક્યા. ઘણો સમય કોશિશ કર્યા બાદ તેમણે વિચાર કર્યો કે પથ્થરને કોઈ બીજી રીતે જ ઉંચકવાની કોશિશ કરીશું.
મામા-ભાણિયાના દર્શનનું મહત્વ.શનિદેવ એ દિવસે ફરી એક વ્યક્તિના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હું ત્યારે જ હલીશ જ્યારે સામસામે મામા-ભાણિયો હશે. ત્યારથી જ એવી માન્યતા છે કે અહીં મામા-ભાણિયા સાથે દર્શન કરવા જાય તો વધુ ફાયદો થાય છે. ત્યાર પછી પથ્થર મોટા મેદાનમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યો. તમે આજે શિંગણાપુરના મંદિરમાં જશો તો પ્રવેશ પછી આગળ જીને તમને મોટું મેદાન દેખાશે. તેની વચ્ચે શનિદેવની સ્થાપના છે.
આવી છે માન્યતા.અહીં શ્રદ્ધાળુઓ કેસરી રંગના વસ્ત્ર પહેરીને જાય છે. મંદિરમાં કોઈ પૂજારી નથી. ભક્ત શનિદેવના દર્શન કરી સીધા બહાર નીકળી જાય છે. અહીં રોજ શનિદેવની સ્થાપિત મૂર્તિ પર સરસવના તેલથી અભિષેક કરવામાં આવે છે. ભક્તો તેલનો ચડાવો પણ આપે છે. એવું મનાય છે કે અહીં ભક્તે સામે જ જોવું જોઈએ. પાછો ફરીને જોય તો ખરાબ ફળ મળે છે. આ મંદિર ખરેખર ચમત્કારિક છે અને જીવનમાં એકવાર તેની મુલાકાત લેવા જેવી ખરી.
શનિદેવનો મહિમા.હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે, કે જ્યારે વ્યક્તિના જીવન પર શનિનો પ્રકોપ પડે છે, ત્યારે તે વ્યક્તિનું જીવન વેરવિખેર થઇ જાય છે. પરંતુ જો શનિદેવની કૃપા દ્રષ્ટિ પડે તો ગરીબ વ્યક્તિ પણ રાજા બની જાય છે સાથે તે વ્યક્તિનાં જીવનમાંથી ખરાબ વિચારો, વિરોધીઓનો નાશ થાય છે. શનિને આધ્યાત્મિક ગ્રહ માનવામાં આવે છે, તેથી તેની આરાધના કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઇએ.
શનિદેવની મૂર્તિ.ભગવાન શનિદેવની મૂર્તિ કાળા રંગની છે, ૫ ફૂટ ૯ ઇંચ તથા એક ફૂટ અને ૬ ઇંચ પહોળી મૂર્તિ આરસપાણના એક ચબૂતરા ઉપર બિરાજમાન છે. શનિદેવ તડકો, છાંયડો, વરસાદ, તોફાન વગેરેમાં છત્ર ધારણ કર્યા વિના અહીં બિરાજેલા છે.
શિંગણાપુર ગામની વિશેષતા.લગભગ ૩ હજારથી વધારે લોકોની વસ્તી ધરાવતા આ ગામમાં કોઇપણ ઘરમાં દરવાજા છે નહીં, ક્યાંય કડી, કે તાળા મારવામાં આવતા જ નથી. ઘરમાં લોકો તિજોરી, સૂટકેસ, વગેરે જેવી વસ્તુઓ લોકો રાખતા જ નથી. અહીં ગામના લોકો વસ્તુઓ, ઘરેણાં, રૂપિયા-પૈસા રાખવા માટે થેલી તથા ડબ્બાનો ઉપયોગ કરે છે. પશુઓથી રક્ષણ મેળવવા માટે ઘરના દરવાજાની આગળ વાંસનું ઢાંકણ લગાવવામાં આવે છે.
આ ગામ નાનું છે, પણ ઘણું સમુદ્ધ છે. ગામના લોકોના ઘરો આધુનિક ટેકનીક અને ઇંટ-પથ્થરોથી બનાવેલા છે, તેમ છતાં કોઇ ઘરને દરવાજો નથી. તથા કોઇ ઘર અહીં બે માળ કે તેનાથી વધારે માળનું જોવા નહીં મળે. અહીં આવનાર ભક્તો પણ આવ્યા બાદ પોતાના વાહનોને તાળું મારતા નથી.