આ એક એવો રોગ છે જેના કારણે વ્યક્તિ ઓ અપંગ થઈ જાય છે જાણો તેના વિશે વધુ માહિતી…

આ એક એવો રોગ છે જેના કારણે વ્યક્તિ ઓ અપંગ થઈ જાય છે જાણો તેના વિશે વધુ માહિતી..દોસ્તો આજે વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ છે, ભાવનગર જિલ્લામાં ૧૫૦૦ થી વધુ બાળ દર્દીઓ આ રોગથી પીડાઈ રહ્યા છે, પરંતુ ઘણા એવા પણ દર્દીઓ છે જે આ રોગ હોવા છતાં હાર્યા નથી. કડવી વાસ્તવિકતા તો એ છે કે આ રોગની હજુ સુધી કોઈ જ દવા શોધાઈ નથી. ગુજરાતમાં સેરેબ્રલ પાલ્સીના ત્રણ સેન્ટરો આવેલા છે જેમાંનું એક સેન્ટર ભાવનગરમાં છે. જેમાં ૪૦૦ જેટલા દર્દીઓ સેરેબ્રલ પાલ્સીની સારવાર લઇ રહ્યા છે. સરકાર દ્વારા આવા સેન્ટ્રરો સ્થપાય તો વધુ દર્દીઓ સારવાર લઈ શકે છે.

સમગ્ર વિશ્વમાંથી પોલિયો નાબૂદી પછી હલનચલનની સૌથી વધુ ખામી ધરાવતો રોગ એટલે સેરેબ્રલ પાલ્સી જેને મગજનો લકવો પણ કહેવાય છે. વિશ્વભરમાં સેરેબ્રલ પાલ્સીના હજારો દર્દીઓ મોજુદ છે. અધૂરા મહિને બાળકનો જન્મ થવો, જન્મ સમયે ઓછું વજન હોવું, સુગર લેવલ ઓછું હોવું, બાળકના જન્મ સમયે મોડેથી રડવું તેમજ જન્મ સમયે કે જન્મ પછી મગજમાં થતી ઇજાઓ સહિતના કારણો સેરેબ્રલ પાલ્સી માટે જવાબદાર છે.

મગજના લકવાના કારણે બાળક પોતાના સ્નાયુઓના હલનચલનની કાયમી મુશ્કેલી અનુભવે છે. આવા ચાર બાળકો માંથી એક બાળક બેસવાની, બોલવાની ચાલવાની કે બૌધિક ક્ષમતાની ખામીનો અનુભવ કરે છે, પરંતુ દુઃખની વાત એ છે કે આ રોગની હજુ સુધી કોઈ જ દવા શોધાઈ નથી ત્યારે સેરેબ્રલ પાલ્સી માટે સરકાર વધુ ને વધુ સેન્ટરો ખોલે એ જરૂરી બન્યું છે.

ભાવનગર જિલ્લામાં સેરેબ્રલ પાલ્સીના ૧૫૦૦ થી વધુ બાળ દર્દીઓ મોજુદ છે. જેમાંના ૪૦૦ જેટલા દર્દીઓ શહેરની એકમાત્ર નટરાજ સેરેબ્રલ પાલ્સી સેન્ટર હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે ભાવનગર જિલ્લાના તળાજા, મહુવા, શિહોર અને પાલીતાણા ખાતેના સેન્ટરોમાં 300 જેટલા દર્દીઓ સારવાર અને તાલીમ મેળવી રહ્યા છે. સેરેબ્રલ પાલ્સી પીડાતા બાળ દર્દીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઊઠવા બેસવા કે ચાલવા માટે બીજા ઉપર નિર્ધાર રાખવો પડે છે.

માતા-પિતાની મોજૂદગી વગર તેઓ કંઈ કરી શકતા નથી. સેરેબ્રલ પાલ્સીના બાળ દર્દીની માતા માટે પણ આ તબક્કો ખૂબ મુશ્કેલી ભર્યો પસાર થાય છે કારણકે આવા બાળકો ઉપર ખૂબ ધ્યાન રાખવું પડતું હોય તેમજ તેની જરૂરિયાતો સગવડો પૂરી કરવામાં મોટાભાગનો સમય પસાર થઇ જાય છે.સેરેબ્રલ પાલ્સી એ કોઈ રોગ નથી, જન્મ પહેલા, જન્મ સમયે અથવા જન્મ પછી થયેલ કોઈ મુશ્કેલીના કારણે મગજ અને જ્ઞાનતંતુઓને થયેલ નુકસાનથી બાળકના વિકાસમાં અવરોધ થાય,તેને સેરેબ્રલ પાલ્સી કહેવાય.

બાળ વિકાસમાં અવરોધો દૂર કરીને,ઉદ્દીપન સ્ટીમ્યુલેશન આપીને બાળકમાં નવી શક્તિઓ વિકસાવવાની પદ્વતિ ને થેરાપી કહેવાય.થેરાપીના ત્રણ પ્રકાર છે.ફિઝી યોથેરાપી ઓક્યુપેશનલ થેરાપી અને સ્પીચ થેરાપી.સેરીબ્રલ પાલ્સી એ વિકસતા મગજમાં ખાસ કરીને જીવનના પ્રથમ બે વર્ષમાં થતી ઈજાના ભાગરૂપે જોવા મળતા અલ્પવિકાસ, શરીરમાં તણાવ કે કડકપણું અને અનિયંત્રીત શારીરિક સ્થિતિ ને ઓળખવામાં આવે છે. એ મુખ્યત્વે શારીરિક હલનચલનની મુશ્કેલી ધરાવતી બિમારીનો એક પ્રકાર છે.આમ છતાં આ બીમારી ધરાવતાં ઘણા બાળકોમાં અન્ય તકલીફો કે સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે.જે તેમનાં કાર્યક્ષમતા, જીવનની ગુણવત્તા અને આયુષ્ય પર અસર કરે છે.

વાઈ કે આંચકી કે તાણ આ શબ્દો સમાન એટલે કે એક જ બીમારીને દર્શાવે છે. આંચકી સરેબ્રલ પાલ્સીમાં સૌથી વધુ જોવા મળતી મગજની બિમારીઓમાંની એક છે. જેમાં આખુ શરીર કે શરીરના કોઈ એક ભાગમાં ઝટકા આવવા કે તણાઈ જવું, પેશાબ કે ઝાડો છુટી જવા, મોઢું બંધાઈ જવું કે જીભ કચડાઈ જવી જેવા લક્ષણો જોવા મળે છે. મુખ્યત્વે એક વર્ષથી નાના બાળકોમાં ‘ઈન્ફંટાઈલ સ્પાસમ્સ’ નામની ખાસ આંચકીની બીમારી જોવા મળે છે.

આંચકીની બીમારીના નિદાનમાં eeg એટલે કે મગજનો ગ્રાફ કે પટ્ટી અને મગજનો MRI કે CT સ્કેનની જરૂર પડતી હોય છે. આંચકીના ઉપચાર માટે તેના પ્રકાર અને બાળકની ઉંમર અને વજન પ્રમાણે ખેંચની દવા અને તેના ડોઝની માત્રા બાળકોના ન્યુરોલોજીસ્ટ દ્વારા નક્કી કરવામાં આવે છે. આંચકીના સફળ ઉપચાર માટે નિયમિત દવા તથા ડોક્ટરના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. ઘરે આવતી આંચકી માટે દરેક બાળકના વાલીએ માનસિક રીતે તૈયાર રહેવું જરૂરી છે. જો બલ્કે ઘરે કે બહાર આંચકી આવે તો તરત જ બાળકને સપાટ અને સખત જમીન ઉપર એક તરફ પડખું વાળીને સુવડાવી દેવો જોઈએ અને એને કોઈ ઈજા ના થાય તેની સાવચેતી રાખવી જોઈએ. આ પરિસ્થિતિમાં નાકમાં નાખવાના નામની દવાનો સ્પ્રે ખુબ જ ઉપયોગી નિવડે છે.

જેથી દરેક વાલીએ તેમના ડોક્ટર જોડે આ માટે અચૂક ચર્ચા કરીને પોતાના બાળક માટેના ડોઝ જાણી લેવા જોઈએ. અમુક અસામાન્ય સંજોગોમાં આંચકી બે કે બે થી વધુ દવાઓથી અટકતી નથી એવા કિસ્સાઓમાં કે મગજના ઓપરેશનની નિષ્ણાંતો દ્વારા મદદ મેળવી શકાયછે.સરેબ્રલ પાલ્સીનાં બાળકોમાં સાંભળવામાં મળતી ખામીની ટકાવારા ૩૦-૪૦ ટકા જેટલી ઉંચે જતી હોય છે.ખાસ કરીને જે બાળકને કમળો મગજ પર અસર કરી ગયો હોય,મગજનો તાવ કે તેના માટે અપાતી દવાઓની આડઅસરના લીધે બહેરાશ આવી શકે છે. આ માટે દરેક બાળકની શરૂઆતના મહિનાઓમાં જ સાંભળવાની ક્ષમતાની તપાસ અચૂક થવી જોઈએ. જે બા‌ળકમાં ખામી જોવા મળે તેમને વહેલી તકે સાંભળવામાં મદદ કરતું મશીન કે ઈમ્પ્લન્ટ માટે યોગ્ય નિષ્ણાંતોની દેખરેખ હેઠળ રાખવા જોઈએ.

સરેબ્રલ પાલ્સીના બાળકોમાં જોવામાં મળતી ખામી તેમની ઉંમરના બીજા સ્વસ્થ બાળકો કરતા ઘણી વધારે હોય છે. આથી દરેક બાળકની દ્રષ્ટિની તપાસ પણ અચુક થવી જોઈએ. જે નવજાત શિશુને પ્રથમ માસમાં જ શરીરમાં સર્કરાનું પ્રમાણ ઓછું થઈ ગયું હોય તેમને મગજમાં ઈજા થવાથી જોવા ખાસ તકલીફ જોવા મળે છે. આથી, દરેક અસરગ્રસ્ત બાળકની તપાસ બાળકોના આંખના ડોક્ટર દ્વારા થવી જોઈએ અને એમનો સૂચવેલા ઉપચારને અનુસરવું જોઈએ.

સરેબ્રલ પાલ્સીથી પીડાતાં બાળકોમાં અમૂક પ્રકારના ચેપ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેમ કે, ન્યુમોનિયા (ફેફસાનો ચેપ), પેશાબનો ચેપ, દાંતનો સડો વગેરે. આથી આ બાળકોમાં જ્યારે જ્યારે ચેપી રોગની શંકા ઉભી થાય ત્યારે આ તમામ પ્રકારના ચેપ માટે તપાસ અને ઉપચાર કરાવી લેવાં જોઈએ. આમ, સરેબ્રલ પાલ્સીની સાથે સંલગ્ન બીમારીઓનું સચોટ નિદાન અને તેની કાળજીપૂર્વકની સારવાર ખુબ જ અગત્યનું પાસું છે. આ બાળકોના સર્વાંગી ઉપચાર માટે આ સમસ્યાઓનું નિરાકરણ માત્ર તેમના જ નહિં પણ તેમના પરિવારજનોની સુખાકારી માટે પણ આ અત્યંત મહત્વનું કદમ છે.