આ ત્રણ શબ્દોના મંત્રોનો જાપ કરવાથી થઈ જશે મનની દરેક ઈચ્છા પૂર્ણ, આ રીતે કરો મંત્રોનો જાપ.

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છુંऊं नम: शिवाय” મંત્રનો જાપ કરવાથી એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે, ભોળેનાથ પોતાના ભક્તોની સાચી ભક્તિથી પ્રસન્ન થઈ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ધર્મગ્રંથોમાં શિવજીને પ્રસન્ન કરવાના કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, તેમાં શિવલિંગ ઉપર જળ ચઢાવવું અને તેમના ॐ નમઃ શિવાય મંત્રની માળા કરવી જેવા સહેલાં ઉપાય સામેલ છે. અહીં અમે જણાવી રહ્યા છીએ ॐ નમઃ શિવાય મંત્રનો અર્થ, તેનું મહત્વ અને આ મંત્રનો જાપ કરી કઈ સમસ્યાઓથી મુક્તિ મેળવી શકાય છે.

ऊं नम: शिवाय” મંત્રની મહિમા પુરાણોમાં પણ દર્શાવાઈ છે. ભગવાન શંકરની પૂજામાં તેમના ષડક્ષર મંત્રનો જાપ તમામ પ્રકારની બાધાઓમાંથી મુક્તિ આપે છે. પ્રણવ મંત્ર ‘ऊं’ સાથે પંચાક્ષર મંત્ર ‘नम: शिवाय’ જોડવાથી આ મંત્ર ચમત્કારી ષડક્ષર મંત્ર બને છે. આ મંત્ર એટલો પ્રભાવી છે કે તેનું વર્ણન કરવામાં શબ્દ ઓછા પડે, વેદ અને શૈવાગામમાં આ મંત્રને સર્વમનોકામના પૂર્ણ કરનાર જણાવાયો છે.

મર્યાદિત અક્ષર વાળા આ મંત્રને વેદોમાં મહાન અને સંપૂર્ણ કહેવામાં આવ્યો છે. આ મંત્રને વેદનો સારતત્વ પણ કહી શકાય છે. પ્રાચીન કાળના મહાન ઋષિઓએ પણ આ મંત્રને મોક્ષદાયી, શિવસ્વરૂપ અને સ્વયં શિવની આજ્ઞાથી સિદ્ધ માન્યો છે. આ મંત્ર અનેક પ્રકારની સિદ્ધિઓથી યુક્ત છે. શિવ પુરાણ અનુસાર આ મંત્રનો જાપ વ્યક્તિને પ્રસન્ન રાખે છે અને નિયમિત તેના જાપ કરનારના મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

‘ऊं नम: शिवाय’ મંત્રનો અર્થ થાય છે કે ઘૃણા, સ્વાર્થ, લોભ, ઈર્ષા, ક્રોધ, મોહથી આત્મા મુક્ત થઈ પરિપૂર્ણ બને અને તેને પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત થાય. ટુંકમાં કહીએ તો આત્માનું પરમાત્મા સાથે મિલન. આ મંત્રની શક્તિ અદ્ભુત હોવાના કારણે તે મનુષ્યના સમસ્ત દુ:ખનો નાશ કરી શકે છે. આ મંત્ર સર્વશક્તિમાન અને ઊર્જા પ્રદાન કરનાર છે.

શિવજીને આ રીતે કરો પ્રસન્ન.શિવજીને પ્રસન્ન કરવાનો સૌથી અસરકારક રસ્તો છે આ મંત્રનો જાપ. મનોકામના પૂર્તિ માટે શિવજીને મનાવવા માટે ‘ऊं नम: शिवाय’ મંત્રનો જાપ કરવાની સાથે ડમરું પણ વગાડવું. ધન પ્રાપ્તિની ઈચ્છા રાખતાં જાતકોએ પોતાની આર્થિક સ્થિતી સુધારવા માટે આ મંત્રનો જાપ કરતાં કરતાં શિવલિંગ પર બીલીપત્ર ચડાવવા જોઈએ. બીલીપત્ર ચડાવ્યા પછી શિવજીની આરતી કરવી.

જો દાંપત્યજીવન તુટવાને આરે આવી ગયું હોય અને તેને સુખમય બનાવવું હોય તો પથ્થરના બનેલા શિવલિંગની 40 દિવસ સુધી પૂજા કરવી અને આ મંત્રની ઓછામાં ઓછી એક માળા શિવલિંગ સમક્ષ બેસીને કરવી. ગૃહસ્થજીવન ફરીથી સુખમય થઈ જશે. કોર્ટ-કચેરીના કામકાજમાં સફળતા પ્રાપ્ત કરવી હોય તો અષ્ટ ધાતુથી બનેલા શિવલિંગની પૂજા કરવી અને આ મંત્રનો જાપ કરવો.આ ખાસ ઉપાયો ઉપરાંત જો જીવન પર ક્યારેય ભયંકર સંકટ આવી જાય તો ‘ऊं नम: शिवाय शुभं शुभं कुरू कुरू शिवाय नम: ऊं’ મંત્રનો જાપ રોજ ઘરમાં કરવો. મંત્ર જાપ માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવો. આ ખાસ મંત્રનો જાપ ઉત્તર દિશા તરફ મુખ રાખીને કરવો જોઈએ. શ્રદ્ધાથી કરેલા મંત્ર જાપથી મોટામાં મોટી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે.

આ મંત્રનો જાપ આમ તો દરરોજ કરી શકો છો. પરંતુ શાસ્ત્રો અનુસાર આ મંત્રનો જાપ શ્રાવણ, મહા માસ અને ભાદરવા મહિનામાં કરવો ખૂબ જ ઉત્તમ રહે છે. તે સમય દરમિયાન આ મંત્રનો જાપ કરવાથી ભગવાન શિવજી તરત જ પ્રસન્ન થઇ જાય છે અને દરેક મનોકામનાને પૂર્ણ કરી દે છે.‘ૐ નમઃ શિવાય’ મંત્રના જાપ ઓછામાં ઓછો 11 વાર કરો. આ મંત્રનો જાપ કરતા પહેલા તમારી પાસે દીવો જરૂર પ્રગટાવો અને ત્યાર પછી જ તે વાંચો. જો શક્ય હોય તો દર સોમવારે મંદિરમાં જઈને પહેલા શિવજીની પૂજા કરો અને ત્યારબાદ આ મંત્રના પાઠ કરો.

‘ૐ નમઃ શિવાય’ ચમત્કારિક મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી જીવનના તમામ દુઃખો દૂર કરી શકાય છે. તેથી, જો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે તો બસ આ મંત્રનો જાપ કરો. આ મંત્ર વાચવાથી જ મુશ્કેલી દૂર થઇ જશે. જો કે, એ વાત ધ્યાનમાં રાખો કે આ મંત્રનો પાઠ કરતી વખતે તમારા મગજમાં ફક્ત સારા વિચારો જ આવે અને શુદ્ધ મન સાથે આ મંત્રના જાપ કરો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.