આ વસ્તુ થી દુર કરો બાથરૂમ ની દુર્ગંધ, ફીનાઇલ કે એસિડ ની પણ જરૂર નહીં પડે…..

આપણે સૌ જાણીએ છીએ કે આપણા વડીલો કહેતા કે ઘરનું આંગણું હંમેશા ચોખ્ખું રાખવું જોઈએ જો ઘરનું આંગણું સાફ હોય તો લક્ષ્મી આવે. આજની ગૃહિણીનો સૌથી મોટો પ્રશ્ન ઘર ની સાફ સફાઈ છે. આજે ઘર ની ટાઇલ્સ, બાથરૂમ, કે પછી કિચન જેવી વસ્તુઓ પર ખરાબ દાગ ધાબા પડી જતાં હોય છે. અને અને દુર કરવા તેઓ  હંમેશા ચિંતિત રહેતા હોય છે.આપણા ઘરમા બાથરૂમ એ એક એવી જગ્યા છે કે જે જેટલી સ્વચ્છ હશે એટલુ જ તમારા સ્વાસ્થ્ય માટે સારુ રહેશે કારણ કે ઘરમા સૌથી વધારે બેક્ટેરિયા બાથરૂમમા જ હોય છે. જે બધી બીમારી ફેલાવવાનુ કામ કરે છે અને તેની સાથે જ ગંદુ બાથરૂમ કોઇનો પણ મૂડ ખરાબ કરી શકે છે અને કેટલીક વખત તો તેની દુર્ગંધના કારણે તમને લોકોની સામે શરમ અનુભવવી પડે છે.

અને એવામા તમારે બાથરૂમને સ્વચ્છ અને દુર્ગંધ રહિત રાખવા માટે તમારે મોંઘા મોંઘા ક્લીનરનો ઉપયોગ કરે છે પરંતુ તેમા કોઇ ફાયદો થતો નથી અને એવામા તમારે કેટલાક ઘરેલુ ઉપાય બતાવીશું કે જેને કરીને તમે આ દુર્ગંધ દૂર કરી શકો છો.લીંબુનો રસલીંબુનો રસ એ તમારી સુંદરતા વધરવાની સાથે સાથે તમારે બાથરૂમની દુર્ગંધ પણ દૂર કરવાનુ કામ પણ કરે છે અને બાથરૂમની દુર્ગંધથી પણ તમને છૂટકારો મેળવવા માટે તમારે લીંબુનો થોડોક રસ ફ્લોર પર ઉમેરીને તેનો દરવાજો બંધ કરી લો અને થોડાક સમય પછી તમે તેને સ્વચ્છ પાણીથી બાથરૂમને ધોઇ નાખો બસ આમ કરવાથી તમારા બાથરૂમ સાફ થવાની સાથે તે એકદમ દુર્ગંધમુક્ત પણ થઇ જશે.

બેકિંગ સોડાબેકિંગ સોડાથી પણ તમે બાથરૂમમાથી આવતી દુર્ગંધને દૂર કરી શકાય છે અને એક બાઉલ બેકિંગ સોડા લેઇને તેને એક ડોલ પાણીમા નાખો દો અને ત્યાર પછી તમે આ પાણીને ફ્લોર પર ફેલાવી દો પછી થોડીક વખત પછી તમે પાણીને ફેલાઇ રાખો અને ત્યાર પછી તે સ્વચ્છ પાણીથી બાથરૂમને સાફ કરી લો બસ આમ કરવાથી બાથરૂમમાથી આવતી દુર્ગંધ એ દૂર થઇ શકે છે.વિનેગરવિનેગર એ પણ બાથરૂમની દુર્ગંધને દૂર કરવામા ઘણુ મદદરૂપ થાય છે અને વિનેગરને પાણીમા મિક્સ કરીને બાથરૂમમા ફેલાવી દો બસ આમ કરવાથી તમારા બાથરૂમ માં આવતી દુર્ગંધ દૂર થવાની સાથે ફ્લોરમા પણ એકદમ ચમક આવી જશે.

સાબુનુ પાણીઆ સિવાય બાથરૂમની દુર્ગંધ દૂર કરવા માટે તમારે ર્સૌથી સહેલો ઉપાય એ સુગંધિત અને ડિટર્જેંટ પાઉડરથી ફ્લોર ક્લીન કરવો માટે તમારે અઠવાડિયામા ૨ થી ૩ વખત આ ઉપાય કરવાથી તમારે હંમેશા માટે દુર્ગંધથી સમસ્યા દૂર થઇ શકે છે.ટાઈલ્સ ની સાફ સફાઈ આસાનીથી કરવા માટે ઘરે બનાવો પાવડરચાલો જાણીએ આ પાવડર બનવાની રીત. તેના માટે સૌ પ્રથમ એક પ્લાસ્ટિકના નાના કપ માં જરૂરિયાર અનુસાર ખાવાના સોડા લેવા. પછી આ સોડા માં હાઇડ્રોજન પ્રોકસાઈડ સોલ્યુશન ને નાખવું. જે કોઈ પણ મેડીકલ સ્ટોર માથી મળી રહેશે. જેની કિંમત ફક્ત ૨૦ થી ૨૫ રૂપિયા છે. પણ હા એક વાતનું ધ્યાન રાખવું કે આનું લીક્વીડ નથી બનાવવું ફક્ત સોલ્યુશન બનવાનું છે. આ હાઈડ્રોજન પ્રોકસાઈડ દાગ પર બ્લીચ જેવું કામ કરશે.

તો હવે તૈયાર છે પાવડર, હવે આ સોલ્યુશન ને ઘરના કોઈ પણ જગ્યાએ ગંદા એવા ટાઈલ્સના ભાગ પર લગાવો અને તેને 15-20 મિનિટ માટે મૂકી રાખો. આને ઘસવાની કોઈ જરૂર નથી. અને જો તમે ફક્ત ટાઇલ્સ ના જોઇન્ટ માટેજ ઉપયોગ કરવાના હોય તો ઠીક છે પણ જો તમારે આખી ટાઇલ્સ માટે આ સોલ્યુશનનો ઉપયોગ કરવો હોય તો આ સોલ્યુશન માં સાબુ જેવું કાંઈ પણ ઉમેરી શકાય છે.તેમજ જો ઘરની બાથરૂમની સ્ટાઈલ ખુબજ ગંદી અને પીળી પડી ગઈ હોય તો આ સોલ્યુશન ને ૨૦-25 મિનીટ કે વધુ સમય સુધી પણ રાખી શકાય છે. ત્યાર બાદ તેને એક સારા અને સાફ કોટન ના કપડાથી લુછી નાખવું.

આ પ્રોસેસ માં લાદી કે ટાઈલ્સ ને આપણે ઘસવાનું કે ધોવાનું નથી ફક્ત તેને લગાવીને મૂકી રાખવાનું અને પછી લૂછીને તમે જોશો તો ખબર પડશે કે કેટલી સરળતાથી આ જગ્યા ના સાંધા છે તે ચોખ્ખા થઈ ગયા છે. આખી પ્રક્રિયા પૂર્ણ થાય એટલે તમે જોઈ શકશો કે ટાઈલ્સ એકદમ ચમકવા લાગી હશે. અને એકદમ નવી જેવી જ બની જશે એ પણ કોઈ પણ પ્રકારની મહેનત કર્યા વિના અને ઘસ્યા વિના.આવીજ રીતે તમે આ પાવડર નો ઉપયોગ ઘરની ગમે તે જગ્યા જેમકે બાથરૂમ, ગેંડી, ટાઇલ્સ, માર્બલ, કિચન કે પછી બાલ્કની જેવી કોઈ પણ જગ્યાએ કરી શકો છો. આ રીતે આ ઘરેલું સરળ ઉપાય દ્વારા ઘરની ટાઈલ્સ ને એકદમ નવી અને ચમકીલી બનાવી શકાય છે અને ઘરને એકદમ ચોખ્ખું પણ રાખી શકાય છે.

તમારું બાથરૂમ આ રીતે કરો સાફ -1. આવશ્યક ઉપકરણ – સાવરણો, પોતું અને મગ. આ ત્રણેય બાથરૂમ સાફ કરવા માટે સૌથી જરૂરી સાધનો છે. બની શકે કે તમને ટોયલેટ બ્રશની પણ જરૂર પડે. તમારા હોથોને કેમિકલથી બચાવવા માટે રબ્બર કે પ્લાસ્ટિકના હાથ મોજા પહેરો.2. સાબુનું મિશ્રણ/ટોયલેટ ક્લીનર – પાણીમાં કપડોં ધોવાનો પાવડર નાંખી તેમાંથી પ્રવાહી મિશ્રણ તૈયાર કરો. આ પાણીને બાથરૂમની કિનારીઓ પર નાંખો અને સાવરણો લઇને ઘસો. ઇચ્છો તો ટોયલેટ ક્લીનરનો પ્રયોગ કરી શકો છો. આ લગાવ્યા બાદ તમારે તેને માત્ર 1 મિનિટ માટે રહેવા દેવું.3. સ્ક્રબ – મિશ્રણ છાંટ્યાની થોડીવાર બાદ તેને સાવરણાની મદદથી સ્ક્રબ કરો. બાથરૂમની દરેક જગ્યા જેમ કે ટાઇલ્સ, કમોડ વગેરે પર બ્રશ અને સાવરણો ઘસીને સાફ કરો.

4. વોશ બેસિન – આને સાફ કરવા માટે ટોયલેટ ક્લીનરનો પ્રયોગ કરો. આમાં એટલી શક્તિ હોય છે કે તે માર્બલ અને કીટાણુઓને સારી રીતે સાફ કરી શકે છે. નળ અને બેસિનને સાફ કરવા માટે હંમેશા સ્ક્રબનો ઉપયોગ કરો. આ સિવાય હાથ ખરાબ ન થાય તે માટે હાથ મોજા અચૂક પહેરો.5. પાણીથી સફાઈ – જ્યારે સ્ક્રબિંગનું કામ સમાપ્ત થઇ જાય ત્યારે ઝડપથી પાઇપ કે મગ ઉઠાવો અને પાણીથી આ સાબુને સાફ કરી દો. કે પછી ડોલ ભરીને પાણી નાંખી શકો છો. આનાથી તમારું કામ સરળ થઇ જશે. કમોડને સાફ કર્યા બાદ તેને ફ્લશ કરવાનું ન ભૂલશો.6. પોતું – પાણીથી ભીનું થયેલું બાથરૂમ ઝડપથી સૂકાઇ જાય તે માટે જમીન પર વાઇપરથી પાણી લુછી દો. તમે આના માટે કપડાંનું પોતું પણ વાપરી શકો છો.નોંધ – કેટલાંક લોકો ટોયલેટ સાફ કરવા માટે એસિડનો પ્રયોગ કરે છે. એસિડની વધારે પડતી તીવ્રતા તમારી ત્વચા અને તેની તીવ્ર વાસ શ્વાસમાં જવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઇ શકે છે. માટે જ્યારે પણ તેનો પ્રયોગ કરો ત્યારે વધુ સાવચેતી રાખો. અને હા, ટોયલેટ સાફ કરવા માટે સીધે સીધું એસિડ ન રેડતા તમે તેને સાબુના પાણીમાં મિક્સ કરી વાપરશો તો પણ સારી અસર મળશે.