આગ એક એવી વસ્તુ છે જે બધું જ બરબાદ કરી નાખે છે.આગ લાગે ત્યારે વ્યક્તિ એટલો ભયભીત બની જાય છે કે એવા સમયે શું કરવું એ ખબર પડતી નથી.સુરતમાં જે થયું તેવું આપણી સાથે થાય તો? આ કલ્પના જ ધ્રુજાવી દે તેવી છે. પરંતુ જો આવું ખરેખર થઈ જાય તો શું કરવું તેની પણ આપણને સારી રીતે ખબર હોવી જોઈએ. એક વાત એ પણ સમજી લેવી જરુરી છે કે, આગ લાગવીથી જેટલા લોકો બળીને નથી મળતા તેના કરતા વધારે લોકો ધૂમાડો શ્વાસમાં જવાના કારણે ગૂંગળાઈને મરી જાય છે. જો તમે આગની જ્વાળામાં ન ઘેરાયા હો, તો થોડી તકેદારી તમને ધૂમાડામાં ગૂંગળાતા બચાવી શકે છે.
આગ લાગવા કે ફેલાવા માટે ત્રણ વસ્તુઓ જરૂરી છે.જ્વલનશીલપદાર્થ.હવા, ખાસ તો પ્રાણવાયુ.ગરમ તાપમાન.
એક રુમાલ કઈ રીતે બચાવી શકે તમારો જીવ?તમે જો ધૂમાડાથી ઘેરાઈ જાઓ તો તેની વચ્ચે નાકને કવર કર્યા વિના ક્યારેય શ્વાસ લેવાની ભૂલ ન કરશો, નહીંતર મિનિટોમાં જ તમે બેહોશ થઈને પડી જશો. આવી સ્થિતિમાં બચવાના કોઈ સાધન ન હોય ત્યારે સૌથી હાથવગું સાધન છે તમારો હાથરુમાલ. આગ લાગ્યા બાદ ધૂમાડો ફેલાઈ જવાની સ્થિતિમાં બીજું કંઈ ન મળે તો તમારા રુમાલ કે શર્ટને પલાળી તમારો ચહેરો તેનાથી કવર કરી લો.
ભીના કપડા (ગાભા) ને રાંધવાના સ્થળ પાસે રાખવા. રસોડાની આગ ઓલવવા માટે તે એક સરળ સાધન છે. જો વઘાર અથવા ગેસ લિક દ્વારા આગ લાગે, તો તરત જ ભીનું કપડું આગ પર મૂકી દો. તે તાપમાન ઘટાડશે અને આગ તુરત ઓલવાઈ જશે.
કોટનના કોઈપણ કપડાનો ઉપયોગ કરી શકો.જો તમે ધૂમાડા વચ્ચે જ ઘેરાયેલા હો તો ચહેરા પર લગાવાયેલું ભીનું કોટનનું કાપડ તમારા શ્વાસમાં ધૂમાડો પ્રવેશતા અટકાવશે, અને તમને મદદ ના આવી જાય ત્યાં સુધી જીવ બચાવવામાં મદદ કરશે. જો તમે આખો ચહેરો કવર કરેલો હશે તો આંખોમાં પણ ધૂમાડો નહીં જાય. આગ લાગી હોય ત્યારે કોઈને બચાવવા જાઓ ત્યારે પણ ભીના કપડાંથી તમારું નાક કવર કરવાનું ના ભૂલશો.
રુમમાં ધૂમાડો પ્રવેશતા અટકાવવા શું કરવું?જો એક રુમમાં આગ લાગી હોય, અને તમે બીજા રુમમાં હો, તેનો દરવાજો બંધ હોય પરંતુ દરવાજાની નીચેથી ધૂમાડો આવી રહ્યો હોય તો પણ તમે ભીનું કપડું દરવાજા નીચે દબાવીને ધૂમાડાને અંદર આવતા રોકી શકો છો. આવી સ્થિતિમાં જો ધૂમાડો અંદર ન આવતો હોય તો બારી ખાસ ખોલી દેવી, અને જો બારીને બદલે માત્ર કાચ હોય તો તેને તોડી નાખવો, જેથી થોડો-ઘણો ધૂમાડો અંદર આવી જાય તો તે બહાર જઈ શકે.
બાથરુમ હોય તો તેમાં ઘૂસી જાઓ.આગ લાગવાની સ્થિતિમાં જો તમારી આસપાસ બાથરુમ હોય તો તેમ ત્યાં જઈ શાવર ચાલુ કરી તેની નીચે બેસી શકો છો. તેનાથી પણ તમને પ્રોટેક્શન મળી રહેશે. શાવર ન હોય તો બીજી કોઈ રીતે પણ શરીર પર પાણીનો સતત છંટકાવ કરીને તમે આગમાં સુરક્ષિત રહી શકો છો.
શક્ય હોય ત્યાં સુધી ઘૂંટણીય ચાલો.આગનું જોર હંમેશા ઉપરની તરફ હોય છે. જો તમે આગથી ઘેરાઈ ગયા હો, અને બહાર જવાનો પ્રયાસ કરતા હો તો સીધા દોડવાને બદલે શક્ય હોય તો ઘૂંટણીયે ચાલો, તેનાથી આગથી દાઝવાની સંભાવના ઘણી ઘટી જશે. વળી, જો આગને કારણે તમારા કપડાં સળગવા લાગે તો દોડવાને બદલે જમીન પર આળોટવા લાગો, તેનાથી આગ બૂઝાઈ જશે.
આગથી શરીર પર ચોંટેલા કપડાં ઉખેડશો નહીં.જો કોઈ વ્યક્તિ આગને કારણે દાઝ્યો હોય, કે તેના શરીર પર કપડાં ચોટી ગયા હોય તો તેને ક્યારેય પણ તમારી રીતે ઉખેડવાનો પ્રયાસ કરશો નહીં. કપડાંની સાથે તે વ્યક્તિની ચામડી પણ ઉખડી જશે, અને તેનાથી તેને ભયાનક નુક્સાન થશે. આગને લીધે ક્યાંક ઘા પડ્યો હોય તો તેના પર માત્ર સાદું પાણી જ છાંટો, ડેટોલ છાંટવાની ભૂલ ક્યારેય ન કરશો.
આગ લાગે ત્યારે ડરવાને બદલે કરો આ કામ.આગ લાગે ત્યારે ડરીને બૂમાબૂમ પાડવાને બદલે પોતાની આસપાસ આગ ઓલવવાનું કોઈ સાધન છે કે નહીં તે ચેક કરો. જો તમને આગ ઓલવવાના સાધનને યુઝ કરતા ન આવડતું હોય તો પણ તેના પર લખેલી સૂચનાથી તમે તેનો યુઝ કરી શકશો. પરંતુ તેના માટે મગજ ઠંડુ રાખવું જરુરી છે. આવા સમયે ડરવું નહીં તે કહેવું સહેલું છે, પરંતુ એક વાત યાદ રાખજો કે જો તમે ડરી જશો તો તમે જ તેનો ભોગ બનશો.
વઘારની આગ ઉપર જાય ત્યારે માત્ર નીચે વઘારની વાટકી પર ડર્યા વિના તપેલી ઢાંકી દો.ગેસ સગડી પાસે સાવ નજીક ઓવન કે ફ્રીજ રાખવું ટાળો.જૂના વાયરિંગવાળા બંધ રૂમમાં શોર્ટ સર્કિટ દ્વારા આગ લાગી શકે છે. કાર્બન ડાયોકસાઈડ દ્વારા તેના મૂળની નજીક સ્પ્રે દ્વારા ઓક્સિજન રોકવા હાથવગો ઉપાય છે.
વીજળીની આગ ઉપર ક્યારેય પાણીનો ઉપયોગ કરશો નહીં. પાણી વીજળીનું વાહક છે. આગના આધાર પર ફેંકવા માટે રેતી વાપરો. રેતી અવાહક છે. આગ પર ઊંઘી ઠાલવો.રાત્રે ગેસ ટેપ ચાલુ રાખશો નહીં. ગેસ ચૂલા ઉપરથી હવામાં જતા ગેસથી સહેજમાં આગ લાગી શકે છે અને લાઈટર કે દીવાસળી પેટાવતાં સેકંડોમાં તે ઝડપથી વધશે.એકદમ વધતી ગરમીથી સિલિન્ડર ફાટી ધડાકો થઈ શકે છે.
વાયરિંગ નજીકના જૂના ફર્નિચરને ઊંચા વોલ્ટેજ વાળા સાધનો ન રાખો. લાકડું અને પ્લાસ્ટિક બંને આગ ફેલાવે છે. કમ્પ્યુટર્સ વગેરેમાં એક પ્લાસ્ટિક પદાર્થ હોય છે જે આગનો તણખો પણ પકડવા પર તાત્કાલિક પીગળે છે. એક ઓફીસમાં સવારે પ્યુને પોતું મારી એસી ચાલુ કર્યું અને તેની સ્વીચમાંથી તણખો ખરતા કોમ્પ્યુટર ફાટ્યું , તેનાથી કાચની કેબીન અને લાકડા, લેમીનેટનું કાઉન્ટર સળગ્યા. બે મિનિટમાં તો આસપાસના ક્યુબીકલ કોમ્પ્યુટરો સાથે ખાસ.
એ જ રીતે, પસ્તી પેપર્સ, રાઉટર્સ, યુપીએસ, એસીની નીચે રાખવા કે જૂના પ્રિન્ટઆઉટ્સ યુપીએસ પાસે ડંપ કરવા એ ચોક્કસ ‘આગ સાથે રમત’ છે.રાઉટર્સમાં પ્રવેશતા કેબલના વાયરોના લટકતા છૂટા છેડાઓ સામાન્ય છે. અહીં એક નાનો સ્પાર્ક નીચે કાગળો કે લાકડાના ફર્નિચર પર પડી આગ ફેલાવી શકે છે. તો એ છેડાઓ બહુ લુઝ ન રાખવા અને ત્યાં ખૂબ ગરમીથાય એવું રાખવું નહીં જેમ કે સીધો તડકો હોય તો.પડદા રાખવા . સાવ નીચે જલ્દી ગરમ થતા ઇલેક્ટ્રિક પોઇન્ટ, હાઈ સ્પીડ પ્રીન્ટર ન રાખવા.
નાના આગના કિસ્સામાં તેના પર ઉલટાવેલું વાસણ ફેંકવું. તે ઓક્સિજન રોકશે અને આગ પણ કાબુમાં આવશે.તેલ પાણી કરતાં હળવું છે. પેટ્રોલિયમ પણ. તેથી ગરમ તેલ અને ઓક્સિજન દ્વારા ફાયર ફેલાય ત્યારે પાણી નો મારો કરવા કરતાં ઓક્સિજન અટકાવવા કપડાં ફેંકીને ઢાંકવા કે રેતી ફેંકવાનો ઉપાય કરો.જ્યારે તમે કારને થોડી સેકંડ માટે ખૂબ જ ગરમ થતી જુઓ ત્યારે થોડી સેકંડ સ્ટોપ એન્જિન. ઇલેક્ટ્રિક સ્પાર્ક અને પેટ્રોલ મળી આગ ફેલાવે છે. તેમ જ પેટ્રોલની ટાંકી અંદર એર ગરમ થાય એટલે થોડી સેકંડ ખોલી બંધ કરી દો.
રેતી અથવા કાર્બન ડાયોક્સાઇડ સ્પ્રે દ્વારા ઓઇલ આધારિત આગને ઠારવા દો. પાણી આગ ઉપર ઉઠશે અને ત્યાં કામ નહીં આવે.ઘરમાં આગ લાગે એ પરિસ્થિતિ માં. ઠંડી હવા ઉપર સુધી જાય છે, તેથી બચવા નીચેથી રીખતાં બહાર નીકળવું . વસ્તુઓ અથવા જીવન આ રીતે બચાવવા શક્ય છે. આવી આગ માં ઊભા રહીને જવાનું નથી.હવામાં પેટ્રોલીયમ બાષ્પીભવન થતું હોય ત્યાં એક સ્પાર્ક પણ આગ પકડી શકે છે તેથી પેટ્રોલ પંપની અંદર લાઈટર સળગાવવું નહીં. ટાંકીની નજીક મોબાઈલ પણ બંધ રાખવો.
ગ્લાસ પેનલવાળી ઑફિસોમાં સીધી સૂર્ય ગરમી પ્રાપ્ત કરતી જગ્યાએ ઉચ્ચ વોલ્ટેજ અથવા ઇલેક્ટ્રોનિક ઉપકરણો રાખવા નહીં. એવા સ્થળો પર આડા બંધ પડદા રાખો.આવી ઇમારતોની આગમાં, કાચપર પથ્થર મારવા. ફક્ત ગરમ થઇ તૂટતો કાચ જ્વાળાઓ બહાર મોકલશે. બીજું કાચ ખૂબ ઝડપથી ગરમ થાય છે અને જો તે તૂટી જાય છે, તો નજીકની વસ્તુઓ તુરત અગ્નિમાં ભરખાઈ જશે.અગ્નિશામકો રિફીલ્ડ રાખો અને લોકોને તેનો ઉપયોગ કરવા માટે તાલીમ આપો. ખરે વખતે નીચે પાડી એક ટ્રિગર દબાવી કે પિન ખેંચી લાખોના નુકસાનથી બચી શકાશે. આગ ના બેઇઝ પર કાર્બન ડાયોક્સાઇડ નો સ્પ્રે થવો જોઈએ.
જો તમે ફાયર સેફ્ટીનો કોઈ ક્લાસ કે પછી વર્કશોપ અટેન્ડ ન કર્યા હોય તો કંઈ વાંધો નહીં. તમે યૂટ્યૂબ પર તેના વીડિયો જોઈ ફાયર સેફ્ટી વિશે ઘણુંબધું જાણી શકો છો. તમારી સાથે આવું ક્યારેય નથી થવાનું તેમ માની ક્યારેય ફાયર સેફ્ટીને અવોઈડ ન કરશો. શક્ય છે કે તમે તેનાથી માહિતગાર હો તો બીજા કોઈનો પણ જીવ બચવી શકશો.