આજે પણ આટલી હોટ અને બોલ્ડ દેખાય છે બોલિવૂડ ની આ અભિનેત્રી, ફિલ્મ “ઉરી”માં કરું ચુકી છે કામ, જોવો તસવીરો….

28 વર્ષીય યામી, જે ‘વિકી ડોનર’ સાથે બોલિવૂડમાં જાણીતી બની છે, તેના પગમાં ઈજા થઈ છે.જણાવી દઇએ કે યામી ગૌતમ તાજેતરમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘ઉરી’માં નજરે પડી હતી. આ ફિલ્મમાં તેના અભિનયને લઇને તે ચર્ચામાં છે. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. અત્યાર સુધીમાં ફિલ્મે 150 કરોડથી વધુ કલેક્શન કર્યું છે.25 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મને 800 સ્ક્રીન પર શેર કરવામાં આવી હતી. ફિલ્મમાં યામી સાથે વીકી કૌશલના અભિનયના પણ ભારોભાર વખાણ થઇ રહ્યાં છે.29 વર્ષીય યામી ગૌતમ વિકી ડોનર, બદલાપુર, કાબિલ, સરકાર 3 જેવી ફિલ્મ કરી લીધી છે.

યામી ગૌતમ એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં દેખાય છે.ગૌતમ ફેર એન્ડ લવલી કમર્શિયલની શ્રેણીમાં અભિનય કર્યા પછી નામના પર આવ્યો.બાદમાં તેણીએ ચાંદ કે પાર ચલો અને યે પ્યાર ના હોગા કામ જેવા ટેલિવિઝન શોમાં પણ અભિનય કર્યો.આ પછી, તે ઘણી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં જોવા મળી હતી.

હાલમાં યામીએ આઇએએનએસ સાથેના એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ”મને ખબર છે કે એક અભિનેત્રી તરીકે મારો વિકાસ થયો છે. મેં મારી કરિયરમાં વિકી ડોનર, કાબિલ તેમજ ઉરી : ધ સર્જિકલ સ્ટ્રાઇક જેવી સફળ ફિલ્મોમાં કામ કર્યું છે. મારા માટે બદલાપુર અને સરકાર જેવી ફિલ્મોમાં પણ ખાસ છે. સરકાર હિટ નહોતી પણ એ મારા માટે ખાસ રહેશે કારણ કે એમાં અમિતાભ બચ્ચન હતા. બાલા પણ મારા માટે બહુ સારો અનુભવ રહ્યો છે.

પોતાની અત્યારની સ્થિતિ વિશે યામી કહે છે કે “એક્ટ્રેસ તરીકે મારો વિકાસ થયો છે પણ હું મારી જાતને સ્ટાર નથી સમજતી. દિલથી હું આજે પણ ચંડીગઢમાં ઉછરેલી પહાડી છોકરી છું. ફિલ્મો મારા માટે જીવનનો મહત્વનો હિસ્સો છે અને બોલિવૂડમાં આપબળે કંઈ પણ કરવાનું સહેલું નથી. દેશમાં અનેક પ્રતિભાશાળી છોકરાઓ અને છોકરીઓ છે જેને હજી તક નથી મળી.  હું નસીબદાર છું કે મને પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાની તક મળી છે.”

અને ઉરી ફિલ્મ માં એને કેમ કામ કર્યું એવું જ્યારે એને પૂછવામાં આવ્યું તો એને કહ્યું હતું મેં કે આ એક સત્યઘટના હતી અને એક વાચક તરીકે મે સમાચાર  પત્રોમાં  અને ઈન્ટરનેટ પર વાંચેલી  એક મહત્ત્વપૂર્ણ  ઐતિહાસિક  ઘટના હતી.અને ભારતીય  સૈન્યદળની યાદગાર  ઐતિહાસિક ક્ષણો પણ હતી.જ્યારે મેં આ  ફિલ્મની  સ્ક્રીપ્ટ વાંચી ત્યારે મને આ ફિલ્મ બનાવવા પાછળનું  ખરું  કારણ  જાણવા મળ્યું હતું. આ કોઈ લડાઈ  વાળી   ફિલ્મ નહોતી.પરંતુ તેમાં તેના સિવાય  પણ ઘણું બધું હતું.આ  ફિલ્મમાં હું પહેલી વાર ઈન્ટિલેજન્ટ ઓફિસરની ભૂમિકા ભજવવાની હતી જેનું આ ઘટનામાં સૌથી મહત્ત્વપૂર્ણ  યોગદાન છે.મારી પાસે ભૂમિકા ભજવવા માટે કોઈ જ  સંદર્ભો ન હતાં. તેથી મારે પહેલેથી જ એકડો ઘૂંટવાની  શરૂઆત કરવાની હતી. અને એક  તદ્ન નવી જ ટીમ સાથે મને ખરેખર જ આમ કરવાની ઈચ્છા જાગી હતી.

આ  પાત્ર  માટે  આદિત્યએ  તેને કેવા પ્રકારની  મદદ કરી હતી તે વિશે જણાવતા  યામીએ  કહ્યું કે તેણે  મને કહ્યા પ્રમાણે  તેનાથી સંભવ  હોય તે બધા જ કાર્યમાં  મને મદદ કરી હતી અને તે માટે ઘણી  વર્કશોપ અને પ્રેક્ટીસ  પણ કરી હતી.  જો કે મને આદિત્યએ પહેલાથી જ કહ્યું   હતું  કે   મારે  તેમાં મારા તરફથી  તદ્ન  સાચુકલું  પાત્ર રજુ  કરી તદ્ન કુદરતી અભિનય  કરવો પડશે. મારા માટે આ પાત્રને સમજવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ  હતું. હું ભલે  કાંઈ  પણ  બોલું પણ  સામેના  વ્યક્તિને  મારા મગજમાં  શું ચાલી રહ્યું  છે તેની જાણ ન થાય તે પણ મારે  જોવાનું હતું. નહીંતર હું મારા  કામમાં અસફળ થઈ જાત અને આદિત્યએ  મને આ બધી જ વાત સમજાવી હતી.

વીકી કૌશલ માટે તેનું પાત્ર  શારીરિક રીતે પડકારજનક   રહ્યું હતું. શું તમારા  પાત્ર માટે પણ આવી  જ બાબત હતી  કે તેના જવાબમાં  યામીએ  કહ્યું કે મારું પાત્ર યુદ્ધના મેદાન પર જતું નથી તેથી મારે કોઈ જ પ્રકારની  શારીરિક  તાલીમ લેવી પડી નહોતી.  મારે માત્ર  મારા હેરકટ  મારી બોલવાની  છટા  અને મારા એક્સપ્રેશન  પર જ  કામ કરવાનું હતું.તેણે  આ ફિલ્મમાં  કરેલા હેરકટ વિશે જણાવતાં  યામીએ  કહ્યું હતું કે આમા મારે  ખૂબ જ ટૂંકા  વાળ રાખવાના  હતા. બાળપણથી જ મને લાંબા વાળનો  શોખ હતો.  તેથી વાળ કપાવવાની વાત મને જચી નહોતી પણ આ પાત્ર  ભજવવાની ઈચ્છા હોવાથી હું  તે માટે  માની પણ ગઈ  હતી. પરંતુ પછીથી  મેં મારો લુક બદલાયેલું  અને વ્યક્તિત્ત્વ  જોયું હતું. માત્ર હેરકટથી   તેમાં  ઘણો  ફેરફાર  આવી  ગયો  છે અને હું આમા પણ  સુંદર દેખાઉં  છું.

૩૦  વર્ષની  ઉંમરે  અત્યારે  તમે જ્યાં  છો ત્યાં ખુશ  છો કે તેના ઉત્તરમાં  યામીએ  કહ્યું હતું હા  હું ખુશ  છું પણ  મારે હજી  ઘણું કરવાનું  છે. હા મેં અહીં સુધી પહોંચવા માટે પણ ઘણી   મહેનત કરી  છે પણ હવે  મારે અહીં ન અટકતા  આગળ વધી મોટી ઊંચાઈઓ  સર કરવાની છે.  હું  ઘણા  પ્રયોગ  કરવા ઈચ્છું છું. કારણ  હું મારા કાર્યને ખૂબ જ પ્રેમ કરું  છું. અને  ઉરીના  પણ બધા જ  ગીતો અને  નૃત્ય  પણ મને ખૂબ જ  પસંદ  છે.બેહઝાદ ખંભાતા દ્વારા નિર્દેશિત અને નિર્દેશિત ‘અ થર્સડે’ માં યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તે પ્લેસ્કૂલ શિક્ષિકા નૈના જયસ્વાલની ભૂમિકા ભજવશે.પણ એક ગુરુવારે તે 16 બાળકોને સ્કૂલમાં  બાંદી બનાવી દે છે અને પછી શું થાય છે એ જ સ્ટોરી છે ફિલ્મની. સ્થતિ કાબુની બહાર ચાલી જાય છે અને છે મીડિયા તથા લોકો તેની આબરૂના લીરે લીરા કરી દે છે.

આ ફિલ્મ અંગે યામીએ કહ્યું કે, “અ થર્સડે એક યુનિક ફિલ્મ છે ને તેને નકારી પણ ન શકાય. બેહઝાદે મજબુત સ્ત્રી પાત્ર લખ્યું છે. ”અ વેડનેસડે ફિલ્મના નિર્માતા રોની સ્ક્રુવાલાનું કહેવું છે કે આરએસવીપીમાં સતત મજબુત સ્ક્રિપ્ટ અને બહેતર એક્ટર્સને હંમેશા પ્રોત્સાહિત કરાયા છે. આ ફિલ્મ તમને એજ પર રાખશે અને દર્શકોની ઉત્સુકતા અને ઇંતેજારી છેક સુધી યથાવત્ રહેશે. આ ફિલ્મ લોકોને સમાજની સ્થિતિ પર સવાલ ખડા કરવા પણ મજબુર કરશે. 2021ની ડાયરેક્ટ ટૂ ડિજટીલ ફિલ્મોની શ્રેણીનો હિસ્સો છે.

ડિરેક્ટર બેહજાદ ખંભાતા કહે છે, “મને રોની અને આરએસવીપી સાથે કામ કરવાનું એક્સાઇટમેન્ટ છે અને યામી પણ આ ફિલ્મ કરવા તૈયાર થઇ એ પણ અગત્યનું છે. આ બહુ ધારદાર રીતે લખાયેલી સ્ક્રીપ્ટ છે.” આરએસવીપી અને બ્લુ મંકી ફિલ્મ્સ દ્વારા નિર્મિત ફિલ્મ “અ થર્સડે” 2021 માં ડિજિટલ પ્લેટફોર્મ પર રજૂ થશે.