આટલા આલીશાન બંગલા માં રહે છે ગૌરી ખાન, એની અંદર ની તસવીરો જોઈને આંખો ચાર થઈ જશે,જોવો તસવીરો…

બોલિવૂડ એક્ટરોની લક્ઝરી લાઈફસ્ટાઈલ કોઈનાથી છુપાઈ નથી. અહીં જેટલા પણ મોટા સ્ટાર્સ છે, તેમની પાસે મોટા બંગલાઓ અને મોંધી ગાડીઓ જરૂર હોય છે. જો કે, આ લાઈફસ્ટાઈલને મોટી ઉંમર સુધી ટકાવી રાખવી એ દરેક એક્ટરના બસની વાત નથી. આજે અમે તમને આવા જ એક ફિલ્મ સ્ટારની લાઇફસ્ટાઇલ વિશે જણાવી રહ્યા છીએ.

શાહરુખ ખાન ને બોલિવૂડનો કિંગ ખાન કહેવામાં આવે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેણે પોતાનું અલગ જ સ્થાન બનાવી દીધું છે. એક સમયે તેણે ગૌરી ખાન માટે પોતાની કરિયર દાવ પર લગાવી દીધી હતી. અનુપમા ચોપરાએ એક પુસ્તક લખ્યું છે કિંગ ઓફ બોલિવૂડ શાહરુખ ખાન. તેમાં તેમણે શાહરુખ ખાન અને ગૌરી ખાનની લવ સ્ટોરીનો ઉલ્લેખ કર્યો છે.અનુપમા લખે છે કે ગૌરી ખાન અંગે શાહરુખ ઘણો પઝેસિવ હતો. આથી જ ગૌરીએ તેને છોડી દીધો હતો પરંતુ તેણે ગૌરીની માફી માગી લીધી. શાહરુખે જ ગૌરીના માતા પિતાને લગ્ન માટે મનાવી લીધા હતા.  આ તમામ બાબતો આ પુસ્તકમાં લખાયેલી છે.

શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાને ઈન્ડસ્ટ્રીમાં પોતાની આગવી ઓળખ જાળવી રાખી છે. તે અભિનેત્રીની સાથે સાથે ઇન્ટિરિયર ડિઝાઇનર પણ છે. ગુરુવારે તે પોતાનો 50 મો જન્મદિવસ મનાવી રહી છે. તેમના જન્મદિવસના પ્રસંગે, તે તેમની લક્ઝરી લાઇફને લગતી વાતો જણાવી રહ્યા છીએ. તેમની પાસે માત્ર મુંબઇ જ નહીં દુબઈમાં પણ છે. તેનો બંગલો ‘મન્નત’ દરેકના દિલ જીતી લે છે. એવામાં તેમના દુબઇ વાળા વીલા વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

કિંગ ખાન શાહ રૂખ ખાનની પત્ની ઈન્ટીરિઅર ડિઝાઈનર છે અને તેમને પોતાના બંગલો મન્નતને પણ પોતાની પસંદ અનુસાર સજાવ્યો છે. હાલમાં જ કિંગ ખાન અને ગૌરી ખાનના ઘરની અંદરની તસવીરો વાયરલ થઈ છે. ફેમસ મેગેઝીન વોગમાં આ ફોટોઝ ગૌરી ખાન સાથેના ઈન્ટરવ્યૂ સાથે દર્શાવવામાં આવી છે. વોગ દ્વારા હાલમાં જ રિલીઝ કરાયેલા ઈસ્યૂમાં ગૌરી ખાનના મન્નતની અંદરના ફોટોશૂટના ફોટોઝ જાહેર કરવામાં આવ્યાં છે.ગૌરી ખાનના દુબઈ ઘરનું નામ ‘સિગ્નેચર’ છે, અને તે કોઈ સ્વર્ગથી ઓછું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દુબઈના પામ જુમેરાહમાં એક સુંદર વિલાની કિંમત 200 કરોડ હોવાનું કહેવામાં આવે છે.

વિલા 8,500 ચોરસફૂટના ક્ષેત્રમાં ફેલાયેલો છે. આ આખો પ્લોટ 14,000 ચોરસ ફૂટ વિસ્તારમાં બનાવવામાં આવ્યો છે. તે સમુદ્ર પર એક કૃત્રિમ ટાપુ છે.કહેવાય છે કે વિલાને સપ્ટેમ્બર 2007 માં દુબઈના પ્રોપર્ટી ડેવલપરે ભેટ આપી હતી. આ લક્ઝુરિયસ વિલામાં 6 સુંદર બેડરૂમ અને 2 રીમોટ કંટ્રોલ ગેરેજ પણ છે.આ વિલામાં ખૂબ સુંદર પૂલ અને ખાનગી બીચ પણ છે. જ્યાં બીચની રમતો માણી શકાય છે. આ વિલાનું ઈન્ટિરિયર ખુદ શાહરૂખની પત્ની ગૌરી ખાને ડિઝાઇન કર્યું છે.

વર્ષ 2016 માં એક ઇન્ટરવ્યુ દરમિયાન ગૌરીએ તેના વિલા વિશે ખુલાસો કર્યો હતો કે, દુબઈના વિલાની બહાર તે ખૂબ જ સુંદર દૃશ્ય ધરાવે છે. તેને તે ખૂબ જ ગમે છે. તેણે કહ્યું હતું કે, ‘અમને દુબઇ જવું ગમે છે અને અમે અહીં અવારનવાર આવતા જ રહીએ છીએ’.શાહરૂખના ઘરે ફરાહ ખાનની ફિલ્મ ‘હેપ્પી ન્યૂ યર’નું શૂટિંગ પણ કરવામાં આવ્યું છે.

ગૌરી ખાન તેના વોર્ડ રોબ પર ખાસ ધ્યાન આપે છે. સોશિયલ મીડિયા પર વોગે ગૌરી ખાનનો તેના વોર્ડ રોબ સાથે ફોટો પોસ્ટ કર્યો હતો. વોગ સાથેના ઈન્ટરવ્યૂમાં ગૌરી ખાને કહ્યું હતું કે, તેમને વસ્તુઓ સ્ટોર કરવી ગમે છે અને મન્નતમાં જેટલી વસ્તુઓ ભેગી કરવામાં આવી છે તેને મેળવવા માટે વર્ષો લાગ્યાં છે. વોગ પછી શાહ રૂખ ખાને પણ ગૌરી ખાનનો એક ફોટો શૅર કર્યો હતો અને કેપ્શન આપ્યું હતું કે, સુંદર ઘર સુંદર લોકો દ્વારા જ બનાવવામાં આવે છે.

મન્નત વિશે વાત કરતા ગૌરી ખાને કહ્યું હતું કે, અમારા ઘરમાં કોઈ નિયમ નથી. જમવાથી લઈને બેઝીક અન્ય વસ્તુઓ માટે કોઈ નિયમો બનાવ્યા નથી. મારા બાળકો સ્કૂલથી આવે છે ત્યારે હું હંમેશા ઘરે રહું છું. મારૂ તેમની સાથે હાજર રહેવું જરૂરી છે.શાહરુખ ખાન અને ગૌરીએ 1991માં લગ્ન કરી લીધા હતા.  શાહરુખ એ વખતે દિવાના ફિલ્મથી ડેબ્યૂ કરનારો હતો. ફિલ્મમેકર એફ.સી. મહેરાએ કહ્યું કે ચમત્કાર ફિલ્મની રિલીઝ સુધી તે લગ્ન પાછળ ધકેલી દે. શાહરુખે કહ્યુ હતું કે  હું ફિલ્મ છોડી દઇશ પરંતુ લગ્ન પાછળ નહીં ઠેલુ.

ફિલ્મો છોડી દઈશ પણ ગૌરીને નહીં છોડુ 1992માં એક મુલાકાતમાં શાહરુખે કહ્યું હતું કે મારા જીવનમાં સૌપ્રથમ મારી પત્ની આવે છે અને મને કોઈ પૂછે તો ગૌરી કે ફિલ્મ બેમાંથી એકની પસંદગી કરવાની છે તો હું ફિલ્મો છોડી દેવા તૈયાર છું પણ ગૌરીને નહીં છોડું. હું તેની પાછળ પાગલ છું મારી પાસે માત્ર એક જ ચીજ છે અને તે છે ગૌરી. લોકડાઉનમાં શાહરુખ અત્યારે પરિવાર સાથે ઘરમાં જ રહે છે. એમ કહેવાતું હતું કે તે ફિલ્મોમાંથી બ્રેક લઈને સંતાનોના ઉછેરમાં સમય વીતાવે છે. ગૌરી ખાન એક ડિઝાઇનિંગ્ કંપની સાથે સંકળાયેલી છે. શાહરુખે હાલમાં તો તેના કોઈ પ્રોજેકટની જાહેરાત કરી નથી.