અમિતાભ બચ્ચને સાઇન કરી પ્રભાસ અને દિપિકા સાથેની ફિલ્મ,જાણો કઈ છે આ ફિલ્મ….

ફિલ્મ બાહુબલીથી પોતાની વિશેષ ઓળખ બનાવનાર અભિનેતા પ્રભાસ હવે બોલીવૂડ એકટર્સો સાથે પણ ફિલ્મો કરી રહ્યો છે. તેણે શ્રદ્ધા કપૂર અને પૂજા હેગડે સાથે ફિલ્મ કરી છે. હવે તે દીપિકા પદુકોણ સાથે સ્ક્રીન શેર કરવાની શક્યતા છે. દીપિકા અને પ્રભાસ અપકમિંગ પ્રોજેક્ટમાં સાથે કામ કરે તેવી શક્યતા છે. જોકે આ ફિલ્મ તેલુગુમાં હશે જેને હિંદી અને તમિલમાં ડબ કરવામાં આવશે.

ફિલ્મના નામ અને અન્ય કાસ્ટને લઇને કોઇ જાણકારી નથી. જો દીપિકા અને પ્રભાસની આ ફિલ્મ ગ્રાઉન્ડ પર આવે છે તો આ જોડી પ્રથમ વખત રૂપેરી પડદે સાથે જોવા મળશે. કહેવામાં આવી રહિયું છે. કે ફિલ્મમેકર્સ જલદી જ આની સત્તાવાર ઘોષણા કરશે. આ ફિલ્મ સાયન્સ ફિકશન હશે  તેવી પણ વાત છે. આ ફિલ્મના દિગ્દર્શક તરીકે હાલ નાગ અશ્વિનનું નામ આવી રહ્યું છે.

દિપિકા પદુકોણ અને પ્રભાસની ફિલ્મ માટે હવે બિગબીને સાઇન કરવામાં આવ્યા છે, આ મલ્ટિ-લેન્ગ્વેજ ફિલ્મ હજુ અનટાઇટલ્ડ પ્રોડકશન હાઉસ વિજયંતિ મૂવિઝ પ્રોડ્યુસ કરશે. આ પ્રોડ્ક્શન હાઉસે 50 વર્ષ પૂરા કર્યા છે. વર્ષ 2022માં રિલિઝ થનારી આ ફિલ્મને નાગ અશ્વિન ડિરેકટ કરશે.

આ ફિલ્મ સાઇન કર્યા પછી અમિતાભ બચ્ચને ટિવટ કર્યું હતું કે, આ મહત્વકાંક્ષી પ્રોજેકટનો ભાગ બનવા બદલ સન્માન અને ગર્વ અનુભવી રહ્યો છું. વિજયંતિ ફિલ્મ્સને 50 વર્ષ પૂરા થવા નિમિત્તે શુભેચ્છા પાઠવું છું. આશા રાખુ કે તમે હજુ 50 વર્ષ પૂરા કરો.

નાગ અશ્ર્વિને આ ફિલ્મમાં બીગ બી જોડાયા પછી ખુશી વ્યકત કરી હતી કે, આ પ્રકારે આશિર્વાદ મળવા બદલ હું ખુબ નસીબદાર છું. બચન સરે અનેક ફિલ્મોમાંથી અમારી ફિલ્મની પસંદગી કરી છે. આ એક ફુલ-લેન્થ રોલ છે અમને વિશ્ર્વાસ છે કે એ મહાનાયકના રોલ સાથે અમે ન્યાય કરી શકીશું.

સાયન્સ ફિક્શન પર આધારિત નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત ફિલ્મથી તેલુગુ ફિલ્મમાં પ્રભાસ (Prabhas)ની સાથે બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ડેબ્યૂ કરવાની છે. હવે આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણની સાથે બૉલીવુડના વધુ એક કલાકાર જોડાય ગયા છે. આ ફિલ્મમાં બૉલીવુડના મહાનાયક (Amitabh Bachchan) પણ દેખાશે. હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચન અને પ્રભાસે પણ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું છે કે, ‘અમિતાભ-પ્રભાસ-દીપિકા…#પ્રભાસ21 (હજી સુધી ફિલ્મનું ટાઈટલ નક્કી કરવામાં આવ્યું નથી) અમિતાભ બચ્ચન પણ હશે. નાગ અશ્વિન ફિલ્મને ડિરેક્ટ કરે છે અને વૈજયંતી મુવી પ્રોડ્યૂસ કરે છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે.’

દીપિકાનું નામ ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું હતું જ્યાં ચાહકો પ્રભાસ સાથે તેના પ્રોજેક્ટનો અંદાજ લગાવી રહ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ એક પેન ઇન્ડિયા પ્રોજેક્ટ છે, જેનું નામ હાલ પ્રભાસ 21 રાખવામાં આવ્યું છે.મળતી માહિતી મુજબ આ ફિલ્મ માટે દીપિકાની ફી પ્રભાસ જેટલી નથી. પ્રભાસે આ ફિલ્મ માટે 50 કરોડ મળ્યા છે, પરંતુ સાથે જ દીપિકા 20 કરોડ રૂપિયા ચાર્જ કરીને ઈન્ડ્સ્ટ્રીની સૌથી વધુ ફી લેનાર એક્ટ્રેસ બની ચૂકી છે. દીપિકાએ સૌથી વધુ ફી ચાર્જ કરવામાં પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. તેણે પદ્માવત માટે સૌથી વધુ 13 કરોડ રૂપિયા ફી ચાર્જ કરી હતી.

વાત કરવામાં આવે આ ફિલ્મની તો આ ફિલ્મને વેજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરી રહ્યું છે અને ડિરેક્શન અશ્વિન નાગ કરશે. ભારતીય સિનેમાના 50 વર્ષોને યાદગાર બનાવવા માટે બાહુબલી પ્રભાસ અને દીપિકા પાદુકોણ સાથે આ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ પ્રભાસની 21મી ફિલ્મ હશે. આ ફિલ્મ સાયન્સ ફિક્શન પર બેસ્ડ હશે.