નવરાત્રી ઘણો જ પવિત્ર તહેવાર છે. આ નવ દિવસોમાં આપણે માતાજીના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરીએ છીએ. માતાજીનાં આશીર્વાદ મેળવવા માટે અનેક ઘરમાં અખંડ દિવો રાખવામાં આવે છે સાથે ભાવિ ભક્તો અનુષ્ઠાન પણ કરતા હોય છે. આ પવિત્ર નવ દિવસમાં આપણે ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. તો આવી ધ્યાન રાખવા જેટલી કેટલીક મહત્તવની વાતો કઇ છે તે જોઇએ. નવરાત્રીમાં માતાજીની સ્તુતિ, ભજન, કિર્તન અને સ્મરણથી જીવનમાં શુભનો પ્રભાવ પડે છે.નવરાત્રી શુભતા અને શુદ્ધતાનું મહાપર્વ છે.
કોરોના વાયરસની મહામારી સાથે જ જ્યારે નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે તમે પણ માતાજીની પૂજા સમયે જો આ ખાસ ઉપાયો કરી લો છો તો તમે અનેક ગણું પુણ્ય મેળવી શકો છો. શું તમે જાણો છો કે માતાજીને ખુસ કરવા અને મનોકામનાઓ પૂરી કરવા માટે તમારે વધારે રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી.
નવરાત્રિમાં નાના ઉપાયોથી પણ તમે માતાજીના 9 રૂપને સરળતાથી ખુશ કરી શકો છે. જો તમે આ નાની અને ફક્ત 5 રૂપિયામાં મળી જતી ભેટ માતાજીને ઘરો છો તો તે તમને તેનું અનેક ગણું પુણ્ય આપે છે. તો જાણો માતાજીને કઈ ચીજો ચઢાવવી જોઈએ.
પાનપૂજા માટે રોજ તાજા પાન લાવો. આ તાજા નવા પાન લાવીને તેના પર એક રૂપિયાનો સિક્કો મૂકીને માતા ભવાનીની સામે મુકો. ત્યારપછી પૂજા અર્ચના કરો. માતાજી પ્રસન્ન થશે.સોપારીજો તમે ફ્કત 5 રૂપિયા ખર્ચીને સોપારી લાવો છો અને માતા દેવીને અર્પણ કરો, તો તે ખુશ થશે અને આશીર્વાદ આપે છે.કપાસ5 રૂપિયાની કપાસની ખરીદી કરીને માતા રાણીને અર્પણ કર્યા પછી તે મોંઘા પૌરાણિક ઉપાયોથી જેટલી ખુશ થશે. તો તમે આજે જ આ ચીજ યાદથી માતાજીના ચરણોમાં ચઢાવી લો.
ગોળજો તમે માતાજીને મોંઘા પ્રસાદ કે ભોગ ન આપી શકો તો 5 રૂપિયાનો ગોળ લઇને પૂરી ભક્તિથી ભગવાનની સામે રાખો. તમને શુભેચ્છા અને આશીર્વાદ મળશે. ઓછા રૂપિયામાં પણ શ્રદ્ધા સાથે ભક્તિ કરશો તો તમને મનગમતું ફળ અચૂક મળે છે.
કાળા બાફેલા ચણામાતા દેવીને પ્રસન્ન કરવા માટે તે ખૂબ જ સરળ અને સસ્તી રીત છે. 5 રૂપિયાના કાળા બાફેલા ચણા પણ અંબે માને પ્રસન્ન કરશે. જો કે નવરાત્રિમાં ખાસ રીતે કાળા કલરનો ઉપયોગ કરવાની મનાઈ છે પણ માતાજીને કાલા ચણા પ્રિય છે. તો તમે તેનો ઉપયોગ કરી શકો છો.સાકરઆ મીઠી ભોગ પણ માતાજી પ્રેમથી ગ્રહણ કરે છે. જો તમે કોઈ મિઠાઈ લાવી શકો તેમ ન હોવ તો કરિયાણાની દુકાનેથી 5 રૂપિયાની સાકર લાવીને ચઢાવી દેશો તો તે પણ ઉત્તમ ભોગ છે.
ધ્વજનવરાત્રીમાં લાલ કાપડનો નાનો ધ્વજ અર્પણ કરી માતાને પ્રસન્ન કરી શકાય છે.બિંદી અથવા ટીકોબિંદી અથવા ટીકો પણ શણગાર માનવામાં આવે છે. માથા પર સિંદુરનો ટીકો લગાવવાથી સકારાત્મક ઉર્જા મહેસુસ થાય છે. તેનાથી માનસિક શાંતિ પણ મળે છે.
આ દિવસે ચંદનનો ટીકો પણ લગાવવામાં આવે છે.મહેંદી-કુમકુમમહેંદીનું એક નાનું પેકેટ થોડું કમકુમની સાથે રાખવાથી માતાજીનો આશીર્વાદ પણ મળે છે. મહેંદી અને કુમકુમ બંનેસૌભાગ્યનું પ્રતીક છે. તમે માતાજીને આ ચીજ અર્પણ કરો છો તો તમને પણ અખંડ સૌભાગ્ય મળે છે.
માંગમાં સિંદુર : માંગમાં સિંદુર લગાવવું સુહાગની નિશાની છે. તેમજ તે સ્થાન પર સિંદુર લગાવવાથી ચહેરા પર નિખાર આવે છે. તેના વૈજ્ઞાનિક ફાયદા પણ હોય છે. માન્યતા છે કે, માંગમાં સિંદુર લગાવવાથી શરીરમાં વિદ્યુત ઉર્જાને નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે.
લવિંગ-એલચીમાતા રાણી પણ 5 રૂપિયાની લવિંગ અને એલચી આપીને ખુશ કરી શકાય છે.દૂધ અને મધનાના બાઉલમાં થોડું દૂધ અને એક ટીપું મધ પણ માતાને ખુશ કરે છે. આ બંને ચીજનો ઉપયોગ પંચામૃતમાં અને કોઈ પણ પૂજામાં કરાય છે, તો પૂજામાં માતાજીને આ ચીજ ચઢાવશો તો પણ લાભ થશે.
આ દરમિયાન મનસા(મનથી), વચનથી અને કર્મણા(કર્મ)નું ખાસ ધ્યાન રાખવું જોઈએ.વ્રત રાખનાર વ્યક્તિએ જમીન પર ના સૂવું જોઇએ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.સવાર-સાંજની પૂજામાં દુર્ગા સપ્તશતીના પાઠ કરો.જો તમે દુર્ગા સપ્તશતીના પાઠ ના કરી શકો તો તમારે કુંજિકાસ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.કુંજિકાસ્ત્રોતના પાઠથી સંપૂર્ણ દુર્ગા સપ્તશતીના પાઠનું ફળ મળે છે.નવરાત્રિમાં તમારી દિનચર્યા એવી હોવી જોઈએ કે સવાર-સાંજ બે વખત માતાજીની પૂજા કરી શકાય.
નવરાત્રિમાં સૂર્યોદય પહેલા ઉઠો અને સૂર્યાસ્ત પછી જ ઉંધો, એટલે કે દિવસે સૂવું નહીં.દેવીનું આહવાન, પૂજન, વિસર્જન અને પાઠ વગેરે સવારે કરવા જ શ્રેષ્ઠ હોય છે.પૂજાનું ફળ સૌથી વધારે સવારે મળતું હોવાથી જ પૂજન, ભજન, કીર્તન, શ્રવણ વગેરે સવારે જ કરવા જોઈએ.
નવરાત્રિમાં રોજે દરેકે માતાજીના મંદિરે જવું જઈને, ધ્યાન ધરવું જોઈએ.પૂજાસ્થાને ગાયના ધીથી માતાજીની અખંડ જ્યોત જરૂર લગાવવી જોઈએ.સાફ અને પવિત્ર કપડાં પહેરીને પૂજા કરવી જોઈએ.નવરાત્રિમાં માતાજીને રોજે સ્વચ્છ પાણી અર્પણ કરવામાં આવે તો તે જલદી પ્રસન્ન થાય છે.પૂજાના સ્થાને ગંગાજળ અવશ્ય મુકવું જોઈએ. જેથી તમે રોજે આ જગ્યાને પવિત્ર કરી શકો.
નવરાત્રિમાં આ કામ ના કરવા જોઈએ 1. નવરાત્રિના નવ દિવસ વાળ કે નખ ના કાપવા જોઈએ.2. શક્ય હોય તો શેવિંગ કરવાનું પણ ટાળવું જોઈએ.3. જો તમે ઘરમાં અખંડ જ્યોત રાખી હોય તો તમારે નવ દિવસ સુધી ઘરની બહાર ના જવું જોઈએ.4. નવરાત્રિમાં ડુંગળી, લસણ અને માંસાહારનો ત્યાગ કરવો જોઈએ.5. વ્રતના નવ દિવસ કાળા કપડાં ના પહેરવા જોઈએ.6.
નવ દિવસ સુધી લીંબુ પણ કાપવું નહીં.7. જો તમે વ્રત રાખ્યું હોય તો તમારે નવ દિવસ સુધી અનાજ અને મીઠું ના ખાવું જોઈએ.8. નવરાત્રિમાં દિવસે ના સૂવું જોઈએ. દારૂ અને તંબાકુનું સેવન ના કરવું જોઈએ.9. નવરાત્રિ પવિત્ર સમય હોવાથી આ દરમિયાન સહવાસનો ત્યાગ કરીને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
10. જો તમે વ્રત કર્યું હોય તો તમારે વિપરિત સંજોગોને બાદ કરતાં હૉસ્પિટલ કે સ્મશાનમાં ના જવું જોઈએ.11. જે ઘરમાં સૂતક લાગેલું હોય ત્યાં પણ તમારે ના જવું જોઈએ.12. નવરાત્રિમાં ચામડાના જૂતાં, ચપ્પલ અને બેલ્ટ કે પર્સ જેવી વસ્તુઓ ના વાપરવી જોઈએ.13. આ દરમિયાન બાળકોનું મુંડન ના કરાવવું જોઈએ.14.વ્રતમાં ગુસ્સે ના થશો કે ખોટું પણ ના બોલશો.
નવરાત્રિમાં માતાજીની સ્તુતિ, ભજન, કિર્તન અને સ્મરણથી જીવનમાં શુભનો પ્રભાવ પડે છે. નવરાત્રિ શુભતા અને શુદ્ધતાનું મહાપર્વ છે. આ દરમિયાન તમે મન, વચન અને કર્મથી માતાજીની ભક્તિ કરશો તેટલું જ લૌકિક અને પરલૌકિક સુખ પ્રાપ્ત થશે. જો તમે વ્રત ના રાખ્યું હોય તો પણ શુદ્ધતાનું ધ્યાન રાખો જેથી શુભતા અને શુભત્વનું આગમન થઇ શકે. સારા કર્મનું ફળ હંમેશા સારું જ હોય છે તેથી જીવનમાં શુભ કર્મોને પ્રાથમિકતા આપવી જોઈએ.