બંદૂક માંથી નીકળેલી આ ગોળી,જેને 20 વર્ષ સુધી પોતાના શિકાર ની રાહ જોઈ,અને છેલ્લે એને એને મારી નાખ્યો..

ઇતિહાસની આવી ઘણી ઘટનાઓ કે જે આપણને અશક્ય લાગે છે પરંતુ ખરેખર સાચી છે, આવી ઘણી વાર્તાઓથી ઇતિહાસ ભરાયેલો છે. જેમાં, કેટલીક નાની ભૂલને કારણે, ઇતિહાસને એક મોટી કિંમત ચૂકવવી પડી હોઈ, જેમ કે આર્કડ્યુક ફ્રાન્ઝ ફર્ડિનાન્ડના ડ્રાઇવરની માત્ર એક જ ખોટા વળાંકને કારણે મોત નીપજ્યું હતું અને આ ઘટના પાછળથી પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બની હતી. અને ચીનના માઓ ઝેડોંગનો નિર્ણય કે જેના કારણે દુષ્કાળના કારણે લગભગ ત્રણ કરોડ લોકો મૃત્યુ પામ્યા હતા, વગેરે તેના કેટલાક ઉદાહરણ છે. આજે અમે તમને આવી જ એક કહાની વિશે જણાવવા જઈ રહ્યા છીએ, આ છે હેનરી ઝિગલેન્ડની કહાની.

Advertisement

હેનરી ઝિગલેન્ડ ટેક્સાસના હની ગ્રોવ પ્રાંતનો એક લાકડીનો વેપારી હતો. આ ગામમાં બે ભાઈ-બહેન રહેતા હતા. હેનરી ઝિગલેન્ડે તે છોકરીને તેના પ્રેમની જાળમાં ફસાવી, અને લગ્નનું વચન આપ્યું અને જન્મ સુધી સાથે રહેવાનું વચન આપ્યું, અને એ છોકરીએ હેનરી ઝિગલેન્ડને પોતાનું બધું માની લીધું પરંતુ જ્યારે લોકોએ તેમના વિશે અલગ અલગ વાતો કરવાનું શરૂ કર્યું, ત્યારે છોકરીએ હેનરી ઝિગલેન્ડને લગ્ન માટે દબાણ કર્યું. પરંતુ હેનરી ઝિગલેન્ડે લગ્ન કરવા માટે ના કહી દીધું.

હેનરી ઝિગલેન્ડે લગ્ન કરવાની ના પાડી દીધા પછી,તે છોકરીને પોતાને છેતરી હોઈ એવો અનુભવ કર્યો. જાહેરમાં શરમજનક ડરથી તેણે ફાંસી લગાવીને આત્મહત્યા કરી.યુવતીના ભાઈને તેના મોતથી ભારે આઘાત લાગ્યો હતો. તે ઘણા દિવસો સુધી આ સદમાંમાંથી બહાર ન આવી શક્યો અને આખરે તેની બહેનના ખૂની હેનરી ઝિગલેન્ડ સાથે બદલો લેવાનું વિચાર્યું.

એક દિવસ જ્યારે હેનરી ઝિગલેન્ડ લાકડા કાપવા જંગલ તરફ જઈ રહ્યો હતો, ત્યારે છોકરીના ભાઈએ વિના ધ્યાનમાં આવતા તેની પાછળ ગયો. લાંબા સમય સુધી પીછો કર્યા પછી હેનરી ઝિગલેન્ડ, એક મોટા ઝાડ પાસે રોકાઈ ગયો, અને તક મળતાં યુવતીના ભાઈએ તેની બંદૂક કાઢી અને હેનરી ઝિગલેન્ડના માથાને નિશાન બનાવી ગોળી ચલાવી, અને ગોળી હેનરી ઝિગલેન્ડને પાછળના ભાગે લાગતા. એક મોટા ઝાડમાં ઘુસી ગઈ. હેનરી ઝિગલેન્ડને લોહીમાં જોઈને અને તેને મૃત માનતા, છોકરીનો ભાઈ ઘરે પાછો આવ્યો.

પરંતુ થોડા દિવસ પછી તેને પોતાના ગુના અંગે ખૂબ જ ખરાબ લાગ્યું. તેને ખરાબ સ્વપ્નો આવવા માંડ્યા અને સ્વપ્નમાં હેનરી જિગલેન્ડનો લોહિયાળ ચહેરો તેની સામે આવવા લાગ્યો. તે બરાબર ઊંઘી પણ શકતો ન હતો અને અંતે તેણે તેની બહેનની જેમ આત્મહત્યા કરી લીધી.

પરંતુ આ વાર્તાનો સૌથી રસપ્રદ ભાગ એ છે કે તે છોકરાએ જે ગુનામાં આત્મહત્યા કરી છે તે ગુનો ખરેખર થયો જ નથી. કારણ કે તે બુલેટ હેનરી ઝિગલેન્ડના ગાલને સ્પર્શ કરીને નીકળી ગઈ હતી. તે મર્યો ન હતો. પરંતુ કહેવાય છે ને કે ખરાબ કાર્યોના ફળ પણ ખરાબ જ મળે છે,અહીંયા પણ એવું જ થયું.

તે દુર્ઘટનાના આશરે 20 વર્ષ પછી, હેનરી ઝિગલેન્ડ ફરીથી લાકડા કાપવા માટે તે જ જંગલમાં ફરીથી તે જ સ્થળે ગયો અને તે જ ઝાડ કાપવા માટે ગયો, જેમાં 20 વર્ષ પહેલા ગોળી ફસાઈ હતી. જ્યારે ખૂબ પ્રયાસ પછી ઝાડ કપાયું નહિ, ત્યારે હેનરી ઝિગલેન્ડે તેને ડાયનામાઇટ બોમ્બથી ઉડાડવાનો નિર્ણય કર્યો.

જેવો તેણે ઝાડમાં ડાયનામાઇટ લગાવીને તેને બ્લાસ્ટ કર્યો એવી ઝાડમાં ફસાયેલી ગોળી બ્લાસ્ટ થઈ અને હેનરી ઝિગલેન્ડ ને જઈને વાગી અને તેનું મોત નીપજ્યું.આ ઇતિહાસના કેટલાક સંયોગોમાંથી એક છે, જેમાં બંદૂકમાંથી નીકળેલી ગોળીએ 20 વર્ષ સુધી તેના શિકારની રાહ જોઈ આખરે તેને મારી નાખ્યો અને બદલો પુરો કર્યો.

Advertisement