ભારત ની આ એ મહિલા,જેને પોતાના સ્તન ઢાંકવા ના અધિકાર માટે પોતાના જ સ્તન કાપી નાખ્યા હતા…..

મિત્રો આ લેખમાં હું તમારું સ્વાગત કરું છું તેમજ આજે હું તમારા માટે એક નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.પ્રાચીન સમાજમાં આવી ઘણી બધી કુપ્રથાઓ પ્રચલિત હતી, જેના વિશે જો આપણે આજે જાણીએ છીએ, તો આપણે વિશ્વાસ કરી શકતા નથી કે આવું કંઈ પણ થઈ શકે છે. જેમ સતી પ્રથાની આ એક પ્રથા હતી જેમાં મહિલાના પતિના મૃત્યુ પછી, તે સ્ત્રીને તેના પતિ સાથે જીવંત અગ્નિમાં જોડાઇ હતી.

કેરલમાં ૧૯મી સદીની શરૂઆતમાં માની ન શકાય એવો એક મહિલા વિરોધી કાયદો પ્રવર્તતો હતો. ત્રાવણકોર રાજ્યમાં નીચલી જાતિની મહિલાઓએ મુલકકરમ્ એટલે કે બ્રેસ્ટ ટેક્સ ચૂકવવો પડતો હતો. બ્રેસ્ટ ટેક્સ ન ચૂકવનારી મહિલા કમરથી ઉપરનું વસ્ત્ર પહેરી શકતી ન હતી.કેરળમાં ત્રાવણકોર નામનું એક રાજ્ય હતું. એમાં પછાત વર્ગની મહિલાઓ માટે એક વિચિત્ર અન્યાયી કાયદો હતો. એ પ્રમાણે નીચલી જાતિની મહિલાઓ જ્યાં સુધી સ્તન ટેક્સ ન ચૂકવે ત્યાં સુધી કમરથી ઉપરનું વસ્ત્ર પહેરી શકતી ન હતી.

સ્તન ટેક્સ નિયમિત ચૂકવવો પડતો એટલે એ ગરીબ મહિલાઓને પરવડતો ન હતો. એ કારણે લગભગ તમામ મહિલાઓએ આ અન્યાયી કાયદાનું પાલન કરીને ફરજિયાત કમરથી ઉપરનો ભાગ ખુલ્લો રાખવો પડતો. છેક ૧૮૫૯માં એ અન્યાયી કાયદાનો અંત આવ્યો હતો.

ઘણા વિરોધ અને સખત કાયદા અસ્તિત્વમાં આવ્યા પછી, ભારતમાં હાલમાં આ પ્રથા બંધ થઈ ગઈ છે. આવી જ દિલન જકજોર આપવા વાળી કહાની છે નંગેલીની. જેનો જન્મ ત્રાવણકોર રિયાસતમાં થયો હતો અને તેમને અહીં તેમના સ્તનો ઢાંકવા માટે “કર” ચૂકવવો પડે છે, અને નંગેલી નામની મહિલાએ વિરોધ કર્યો હતો અને તેના સ્તનોને ઢાંકવાના અધિકાર માટે તેના સ્તનો કાપી નાખ્યા હતા.

નંગેલીનો જન્મ 19મી સદીની શરૂઆતમાં કેરળની ત્રાવણકોર રિયાસતના ચેરથાલા ગામે થયો હતો.કેરલની શ્રી શંકરાચાર્ય સંસ્કૃત યુનિવર્સિટીમાં જેન્ડર ઇકોલોજી અને દલિત અધ્યયનના સહયોગી પ્રોફેસર ડૉ શીબા કેએમ જણાવે છે કે તે સમયે પહેરવેશના નિયમો આ પ્રકાર કરવામાં આવે છે એક વ્યક્તિને જોઈને એની જાતિનો ઓળખાણ કરવામાં આવે છે.

તે સમયે ત્રાવણકોર રિયાસતમાં સ્ત્રીઓને તેમના સ્તનોને ઢાંકવા માટે “સ્તન કર” ચૂકવવો પડતો હતો. આ કર ચૂકવ્યા પછી જ તેણીના સ્તનો ઢાંકી શકશે. નહીં તો તેમને આવું કરવાની મંજૂરી નહોતી અને તે સમયે ફક્ત ઉચ્ચ જાતિની મહિલાઓ જ આ કર ચૂકવવા સક્ષમ હતી અને તેણી તેના સ્તનોને આવરી શકે છે. બાકીની દલિત મહિલાઓને એવી જ રીતે રહેવું પડે છે કારણ કે મોટાભાગના દલિતો કૃષિ મજૂર હતા અને વારંવાર એ કર આપવો તેમની બસમાં ના હતું.

બ્રેસ્ટ ટેક્સનો અન્યાયી કાયદો કેવો હતો.ત્રાવણકોરમાં ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૃઆતમાં ઉચ્ચ જાતિના પુરુષો સામે નીચલી જાતિની મહિલાઓ કમરથી ઉપરનું વસ્ત્ર પહેરે તો તે ગુનો બનતો હતો. જો કોઈ મહિલાએ કમરથી ઉપરનો ભાગ એટલે કે સ્તનનો ભાગ વસ્ત્રથી ઢાંકવો હોય તો એ માટે વેરો ચૂકવવો પડતો હતો. વેરો ચૂકવ્યા પછી તે સ્તનનો ભાગ ઢાંકી શકતી હતી, પણ એ ટેક્સ અમુક નક્કી કરેલા સમયગાળામાં ફરીથી ચૂકવવો પડતો.

વારંવાર ટેક્સ ચૂકવવાનું મજૂર ગરીબ મહિલાઓને પરવડે તેમ ન હતું એટલે ન છુટકે મુંગા મોઢે આ અન્યાયી કાયદો સહન કરવો પડતો હતો. જો કોઈ મહિલા ટેક્સ ચૂકવ્યા વગર સ્તન ઢાંકીને બહાર નીકળે તો તેને આકરી સજા આપવામાં આવતી.નંગેલી નામની હિંમતવાન મહિલાનું બલિદાન. આ ન્યાયી કાયદા સામે નંગેલી નામની એક મહિલાએ આપેલું બલિદાન આજે ય યાદ કરવામાં આવે છે. આ મહિલાએ ટેક્સ ચૂકવ્યા વગર સ્તન ઢાંક્યા હતા. રાજ્યનો અધિકારી તેની પાસે કર વસૂલવા આવ્યો ત્યારે હિંમતવાન મહિલા નંગેલીએ આ કરનો વિરોધ કર્યો હતો અને ટેક્સ આપવાના બદલામાં તેણે જાતે જ પોતાના સ્તનને કાપી નાખ્યા હતા.

અતિશય રક્ત વહી જવાના કારણે નંગેલીનું મૃત્યુ થયું હતું. નંગેલીના પતિએ પણ પત્નીની ચિતામાં કૂદીને જીવ આપી દીધો હતો. આ ઘટનાએ પછાત જાતિઓની મહિલાઓમાં આ અન્યાયી કાયદા સામે લડવાનું જોમ પૂરું પાડયું હતું. એ પછી આ ક્રુર કાયદા સામે લડત શરૂ થઈ હતી.

સ્તન ટેક્સ વિરૃદ્ધ દાયકાઓ સુધી લડત ચાલી 1813થી 1859 દરમિયાન ત્રાવણકોરમાં ચેન્નર આંદોલન શરૃ થયું હતું. નંગેલીના બલિદાન પછી એ જ રીતે અસંખ્ય મહિલાઓએ સ્તન ઢાંકવા માટે વસુલાતો કર આપવાનો ઈનકાર કર્યો હતો. 1813થી 1829 સુધીના પ્રથમ તબક્કાના વિરોધ વખતે ત્રાવણકોરના રાજાએ અમુક જાતિઓમાંથી થોડી ઉપરની જાતિની મહિલાઓને કરમાં રાહત આપી હતી. ત્રાવણકોરના અંગ્રેજ દિવાન જ્હોન મૂનરોના પ્રયાસોથી એ શક્ય બન્યું હતું.

વચ્ચે થોડો વખત વિરોધ શાંત પડયો હતો, પણ ફરીથી 1850 પછી વિરોધ ઉગ્ર બન્યો અને મહિલાઓએ એકત્ર થઈને આ કાયદો રદ્ કરવાની માગણી કરી હતી. 1858માં આ પ્રથા સામે ત્રાવણકોરમા જોરદાર વિરોધ ઉઠયો હતો. મહિલાઓના સમર્થનમાં પછાત જાતિના પુરુષોએ પણ વિરોધ કર્યો હતો અને શાળા-કોલેજોમાં આગજનીની ઘટનાઓ બની હતી.ઉગ્ર વિરોધ વચ્ચે 1859માં મદ્રાસના ગર્વનરે ત્રાવણકોરના રાજા ઉપર આ ઝુલ્મી ટેક્ષ વસૂલવાનું બંધ કરવાનું દબાણ કર્યું હતું. આખરે રાજાએ 1859માં દાયકાઓથી ચાલ્યો આવતો આ કાયદો નાબુદ કર્યો હતો.

નંગેલી આ પ્રથાનો વિરોધ કરે છે.આ પ્રથાનો મુખ્ય હેતુ જાતિવાદની રચના જાળવવાનો હતો. પરંતુ નંગેલી નામના દલિત સમાજના એક મહિલાએ તેનો વિરોધ કર્યો હતો અને “સ્તન ટેક્સ” આપ્યા વિના તેના સ્તનોને ઢાંકવાની શરૂઆત કરી હતી.જ્યારે આ વાત રાજાના અધિકારીઓ સુધી પહોંચી ત્યારે તેઓ “સ્તન ટેક્સ” લેવા નંગેલીના ઘરે પહોંચ્યા અને એવું કહેવામાં આવે છે કે જ્યારે કર માંગવા આવેલા અધિકારીએ નંગેલીની વાત ન સાંભળી ત્યારે નંગેલીએ જાતે જ તેનું સ્તન કાપી નાખ્યું. તે અધિકારીઓ સામે મૂકી દીધું છે.

આ સાહસિક પગલાને કારણે “ટેક્સ” વસૂલવા આવેલા અધિકારીઓ ત્યાંથી નાસી ગયા હતા. પરંતુ નંગેલીનું મોત અતિશય રક્તસ્રાવને કારણે થયું હતું અને કહેવામાં આવે છે કે તેના પતિએ પણ આગમાં કુદકો આપીને પોતાનો જીવ આપ્યો હતો.નંગેલી પૌત્ર મણિયન વેલુ કહે છે કે તેમને નંગેલી પરિવારના બાળક હોવાનો ખૂબ ગર્વ છે. તેમણે કહ્યું, ” તેણે (નંગેલી) પોતાના માટે નહીં, પણ ત્રાવણકોરની રિયાસતની બધી મહિલાઓ માટે આ પગલું ભર્યું અને પરિણામે રાજાએ તેમને નમાવવું પડ્યું અને આ કર પાછો ખેંચવો પડ્યો.

જો તમને અમારો આ લેખ પસંદ આવ્યો હોય તો આ લેખ ને લાઈક અને શેર જરૂર કરજો. તમારા માટે અમે આવા ઘણા રોજિંદા લેખ લાવીશું. જે તમારા જીવન માટે ખૂબ ઉપયોગી હશે, આ પેજ સાથે જોડાવા માટે આ પેજને લાઈક કરો, આ લેખ વાંચવા માટે તમારો આભાર.