ભારતના આ રાજ્ય માં મહિલાઓને સ્તન ઢાંકવા માટે પણ આપવો પડતો હતો ટેક્સ, જાણો સરકાર કેમ વસૂલતી આ પ્રકારનો ટેક્સ…

નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલ માં આપ સર્વે નું હાર્દિક સ્વાગત છે ભારતના કેરળમાં 19 મી સદીમાં દલિત મહિલાઓ પર ખૂબ જ વિલક્ષણ કર વસૂલવામાં આવ્યો હતો આ અંતર્ગત જાહેર સ્થળે જતા સમયે તેને તેમના સ્તનો ખુલ્લા રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.કેરળમાં ત્રાવણકોર નામનું એક રાજ્ય હતું. એમાં પછાત વર્ગની મહિલાઓ માટે એક વિચિત્ર અન્યાયી કાયદો હતો એ પ્રમાણે નીચલી જાતિની મહિલાઓ જ્યાં સુધી સ્તન ટેક્સ ન ચૂકવે ત્યાં સુધી કમરથી ઉપરનું વસ્ત્ર પહેરી શકતી ન હતી.જો તેણે સ્તનને ઢાકવાનો પ્રયત્ન કર્યો તો તેણે દંડ ભરવો પડ્યો આ દંડ તેમના સ્તનોના કદ અનુસાર ચૂકવવાનો હતો મહિલા જેટલું મોટું સ્તન હતું તેટલું વધુ દંડ વસૂલવામાં આવતો હતો.

એવું કહેવામાં આવે છે કે ત્રાવણકોરના રાજાએ આ વિશિષ્ટ કર લાગુ કર્યો હતો શરૂઆતમાં કેટલીક મહિલાઓએ તેનો વિરોધ કર્યો હતો પરંતુ બાદમાં તમામ નીચલી જાતિની મહિલાઓએ કરની જાળમાં આવવું પડ્યું હતું.બ્રેસ્ટ ટેક્સ નિયમિત ચૂકવવો પડતો એટલે એ ગરીબ મહિલાઓને પરવડતો ન હતો એ કારણે લગભગ તમામ મહિલાઓએ આ અન્યાયી કાયદાનું પાલન કરીને ફરજિયાત કમરથી ઉપરનો ભાગ ખુલ્લો રાખવો પડતો. છેક ૧૮૫૯માં એ અન્યાયી કાયદાનો અંત આવ્યો હતો.રાજાએ આ નિયમનો ભંગ કરનારી મહિલાઓને સજા પણ કરી હતી કોઈપણ સ્ત્રી કે જેણે આ નિયમની અવગણના કરી છે તેના સ્તનો કાપી નાખવામાં આવ્યા હતા જો ક નાંજેલી નામની મહિલાએ શાસનનો વિરોધ કર્યા પછી થોડા વર્ષો પછી તે બંધ કરવામાં આવ્યું.

બ્રેસ્ટ ટેક્સનો અન્યાયી કાયદો કેવો હતો.ત્રાવણકોરમાં ૧૮મી સદીના અંતમાં અને ૧૯મી સદીની શરૃઆતમાં ઉચ્ચ જાતિના પુરુષો સામે નીચલી જાતિની મહિલાઓ કમરથી ઉપરનું વસ્ત્ર પહેરે તો તે ગુનો બનતો હતો જો કોઈ મહિલાએ કમરથી ઉપરનો ભાગ એટલે કે સ્તનનો ભાગ વસ્ત્રથી ઢાંકવો હોય તો એ માટે વેરો ચૂકવવો પડતો હતો વેરો ચૂકવ્યા પછી તે સ્તનનો ભાગ ઢાંકી શકતી હતી પણ એ ટેક્સ અમુક નક્કી કરેલા સમયગાળામાં ફરીથી ચૂકવવો પડતો.વારંવાર ટેક્સ ચૂકવવાનું મજૂર ગરીબ મહિલાઓને પરવડે તેમ ન હતું એટલે ન છુટકે મુંગા મોઢે આ અન્યાયી કાયદો સહન કરવો પડતો હતો જો કોઈ મહિલા ટેક્સ ચૂકવ્યા વગર સ્તન ઢાંકીને બહાર નીકળે તો તેને આકરી સજા આપવામાં આવતી.

નંગેલી નામની હિંમતવાન મહિલાનું બલિદાન.આ ન્યાયી કાયદા સામે નંગેલી નામની એક મહિલાએ આપેલું બલિદાન આજે ય યાદ કરવામાં આવે છે આ મહિલાએ ટેક્સ ચૂકવ્યા વગર સ્તન ઢાંક્યા હતા. રાજ્યનો અધિકારી તેની પાસે કર વસૂલવા આવ્યો ત્યારે હિંમતવાન મહિલા નંગેલીએ આ કરનો વિરોધ કર્યો હતો અને ટેક્સ આપવાના બદલામાં તેણે જાતે જ પોતાના સ્તનને કાપી નાખ્યા હતા અતિશય રક્ત વહી જવાના કારણે નંગેલીનું મૃત્યુ થયું હતું નંગેલીના પતિએ પણ પત્નીની ચિતામાં કૂદીને જીવ આપી દીધો હતો આ ઘટનાએ પછાત જાતિઓની મહિલાઓમાં આ અન્યાયી કાયદા સામે લડવાનું જોમ પૂરું પાડયું હતું એ પછી આ ક્રુર કાયદા સામે લડત શરૃ થઈ હતી.

સ્તન ટેક્સ વિરૃદ્ધ દાયકાઓ સુધી લડત ચાલી.૧૮૧૩થી ૧૮૫૯ દરમિયાન ત્રાવણકોરમાં ચેન્નર આંદોલન શરૃ થયું હતું નંગેલીના બલિદાન પછી એ જ રીતે અસંખ્ય મહિલાઓએ સ્તન ઢાંકવા માટે વસુલાતો કર આપવાનો ઈનકાર કર્યો હતો ૧૮૧૩થી ૧૮૨૯ સુધીના પ્રથમ તબક્કાના વિરોધ વખતે ત્રાવણકોરના રાજાએ અમુક જાતિઓમાંથી થોડી ઉપરની જાતિની મહિલાઓને કરમાં રાહત આપી હતી ત્રાવણકોરના અંગ્રેજ દિવાન જ્હોન મૂનરોના પ્રયાસોથી એ શક્ય બન્યું હતું.વચ્ચે થોડો વખત વિરોધ શાંત પડયો હતો પણ ફરીથી ૧૮૫૦ પછી વિરોધ ઉગ્ર બન્યો અને મહિલાઓએ એકત્ર થઈને આ કાયદો રદ્ કરવાની માગણી કરી હતી. ૧૮૫૮માં આ પ્રથા સામે ત્રાવણકોરમા જોરદાર વિરોધ ઉઠયો હતો મહિલાઓના સમર્થનમાં પછાત જાતિના પુરુષોએ પણ વિરોધ કર્યો હતો અને શાળા-કોલેજોમાં આગજનીની ઘટનાઓ બની હતી.ઉગ્ર વિરોધ વચ્ચે ૧૮૫૯માં મદ્રાસના ગર્વનરે ત્રાવણકોરના રાજા ઉપર આ ઝુલ્મી ટેક્ષ વસૂલવાનું બંધ કરવાનું દબાણ કર્યું હતું આખરે રાજાએ ૧૮૫૯માં દાયકાઓથી ચાલ્યો આવતો આ કાયદો નાબુદ કર્યો હતો.

પાઠય પુસ્તકોમાંથી પ્રકરણ ગાયબ.૨૦૧૬ સુધી જાતિના સંઘર્ષો અને પહેરવેશમાં આવેલું પરિવર્તન નામનું એક ઐતિહાસિક ચેપ્ટર સીબીએસસી બોર્ડના ૯ મા ધોરણના પાઠય પુસ્તકોમાં હતું આ પ્રકરણમાં ત્રાવણકોરની મહિલાઓ પાસેથી વસુલાતા બ્રેસ્ટ ટેક્સનો ઈતિહાસ હતો પણ ૨૦૧૬માં સીબીએસસીએ કહ્યું હતું કે આ ઈતિહાસ વાંધાજનક હોવાથી તેને ૨૦૧૭થી હટાવી દેવાશે એ પછી સીબીએસસી બોર્ડની આ જાહેરાતનો વિરોધ ઉઠયો હતો ઈતિહાસકારોએ બોર્ડના નિર્ણયની ઝાટકણી કાઢી હતી.

હવે ટોપલેસ રહેવા માટે લડત ચાલે છે.૨૧મી સદીની ઘણી મહિલાઓ હવે ટોપલેસ રહેવા માટેની ઝુંબેશ ચલાવે છે વિશ્વના ઘણાં શહેરોમાં આ ઝુંબેશના ભાગરૃપે કેટલીક સામાજિક કાર્યકર મહિલાઓ કમરથી ઉપરનું વસ્ત્ર ન પહેરીને પરેડ પણ કરતી જોવા મળે છ નારીવાદી સંસ્થાઓ અને ટોપલેસની ઝુંબેશની કાર્યકર્તા મહિલાઓનો તર્ક છે કે જો પુુરુષો કમરથી ઉપરનું શરીર ઉઘાડું રાખી શકે છે તો પછી મહિલાઓ શા માટે કમરથી ઉપરનું શરીર ઉઘાડું ન રાખી શકે.એટલે જ હવે ઘણાં દેશોમાં નો બ્રા ડે ટોપલેસ ડે જેવી ઝુંબેશ ચાલતી રહે છે વિચિત્રતા જૂઓ ૧૮મી-૧૯મી સદીમાં કમરથી ઉપરનું વસ્ત્ર પહેરવા માટે ઝુંબેશ ચાલતી હતી આજે ૨૧મી સદીમાં કમરથી ઉપરનું વસ્ત્ર ન પહેરવા માટે ઝુંબેશ ચાલે છે.