ભારત ના આ એવા મંદિરો જ્યાં ભક્તો ને મફતમાં ભરપેટ જમવાનું મળે છે, જાણો ક્યાં આવેલ છે આ મંદિર….

એવું કહેવાય છે કે આપણા દેશમાં દસ ગાવે બોલી બદલાય છે એવીજ રીતે દરેક રાજ્ય પ્રમાણે ભોજનનો સ્વાદ પણ બદલાય છે તેમ છતાં દેશમાં એક વાત નથી બદલાતી અને તે છે દાન અને અન્નક્ષેત્ર.આપણા દેશની ખાસ વાત એ છે કે દેશના દરેક રાજ્યમાં જુદી બોલી, જુદું ભોજન અને જુદો પહેરવેશ જોવા મળે છે. તેમ છતાં આપણા દેશમાં એકતા છે. એટલે જ કહેવાય છે કે આપણા દેશમાં વિવિધતામાં એકતા છે.જેટલા ધર્મ આપના દેશ માં છે. એટલા ધર્મ બીજા કોઈ દેશ માં નથી. અને બધા જ ધર્મ આપના દેશ માં પવિત્ર માનવામાં આવે છે. ભારત માં કેટલાય મંદિર આવેલા છે.જ્યાં જમવાની વ્યવસ્થા હોઈ છે.

વિશ્વભરમાં ખાવાની ઘણી જગ્યાઓ છે જ્યાં તમે સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ મેળવી શકો છો. ખાવા માટે આ બધી જગ્યાએ જવા માટે પૈસા હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ જો તમારું ખિસ્સું તમને મંજૂરી નથી આપતું તો પણ તમે સ્વાદિષ્ટ ખાવાની મજા લઇ શકો છો. આજે અમે તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવીશું જ્યાં તમે વિના મૂલ્યે મહાન ભોજનનો સ્વાદ મેળવી શકો છો.

૧) અમૃતસરનું સુવર્ણ મંદિર :– પંજાબના અમૃતસરમાં બનેલા સુવર્ણ મંદિરમાં દરરોજ ભોજન મળે છે. આ મંદિરમાં આવતા ભક્તોની સાથે-સાથે ગરીબ વ્યક્તિ પણ સંપૂર્ણ ભોજન લઈ શકે છે. તેથી જ્યારે પણ તમે અમૃતસરની મુલાકાત લેવાની યોજના કરો ત્યારે સુવર્ણ મંદિરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.શીખો ના ગુરુ એવા નાનક દેવ એ લંગર ચાલુ કર્યું હતું. અને એ અત્યારે પણ આજની તારીખે ચાલુ જ છે. અત્યારે પણ લોકો ત્યાં મફત માં જમે છે અને ત્યાં અત્યાર સુધી ક્યારેય ભોજન ખૂટતું નથી. આ લંગર વિશે જાણી ને તમને નવાઈ લાગશે. અહીંયા રોજ 1 લાખ થી વધારે લોકો મફત માં જમે છે.

તહેવાર કે રજા ના દિવસે આ સંખ્યા 2 ઘણી થઈ જાય છે ગમે તેટલી સંખ્યા માં લોકો જમવા આવે પણ કોઈ ભૂખ્યું જતું નથી.આ લંગર બધા જ લોકો માટે ખુલ્લું જ હોય છે. કોઈ પણ ધર્મ કોઈ પણ જાતિ ના લોકો અહીં આવી ને જમે છે. અહીંયા સ્વયં સેવકો ઘ્વારા ભોજન પીરસવામાં આવે છે. લંગર માં શુદ્ધ સ્વાદિષ્ટ અને શાકાહારી ભોજન જ પીરસવામાં આવે છે.

અહીં દરરોજ લગભગ 7000 કિલો જેટલો ઘઉં નો લોટ, 1200 કિલો જેટલી દાળ, 1200 કિલો જેટલા ચોખા અને 500 કિલો ઘી આવે છે અને આ સામગ્રી માંથી રોજ ભોજન બનાવાય છે. દરરોજ 400 કિલો લાકડા અને 100 Lpg સિલિન્ડર વપરાય છે. દરરોજ 400 જેટલા સ્વયં સેવકો ત્યાં શાક સમારવા માટે અને વાસણ ધોવા માટે ભોજન પીરસવા માટે ખડે પગે હજાર રહે છે.

લંગર ના રસોડા માં મોટા મોટા તપેલા અને વાસણો છે જ્યાં એકી સાથે હજારો માણસો નું રસોઈ બનાવી શકાય આવા ઘણા વાસણો તથા રોટલી બનવાના મશીન પણ છે જેમાં 4000 જેટલી રોટલી 1 કલાક માં બની જાય છે. સ્ત્રી સેવકો પણ સાથે 2000 જેટલી રોટલી 1 કલાક માં બનાવે છે.અહીંયા જે વાસણો વપરાય છે તે જુદીજુદી 3 ટીમ ઘ્વારા સાફ કરવા માં આવે છે જેથી હજારો સ્ટીલ ની થાળી વાડકી ચમચી ઓ ચોખ્ખી જ હોય છે રોજ ધોવાય છે.

૨) પપ્પાવડાવાડા, કોચી :- કેરળમાં બનેલા આ રેસ્ટોરન્ટની બહાર ફ્રિજ રાખવામાં આવ્યું છે, જેમાં રેસ્ટોરન્ટમાં જે પણ ખોરાક વધે છે તે તેમાં રાખવામાં આવે છે. આ ખોરાક જરૂરિયાતમંદ લોકોમાં વહેંચવામાં આવે છે. કોઈપણ આ ફ્રિજમાંથી ખોરાક લઈ શકે છે અને ખાય છે. આ ફ્રિજને ટ્રી ઓફ ગુડનેસ નામ આપવામાં આવ્યું છે.૩) જાનકીય ભોજનશાળા પાથિરાપલ્લી, કેરળ :- આ કેરળની રેસ્ટોરન્ટમાં ખૂબ જ ઉત્તમ ખોરાક છે. જો પ્રવાસ દરમિયાન પ્રવાસીઓના નાણાં ખોવાઈ જાય છે, તો તે અહીં જઇ શકે છે અને ખાઈ શકે છે. જો તમને ભોજન કર્યા પછી કોઈને પૈસા આપવાનું મન થાય છે, તો ત્યાં દાન પેટી છે જેમાં તમે તમારી ઇચ્છા પ્રમાણે પૈસા મૂકી શકો છો.

આ નાણાં જરૂરિયાતમંદ લોકો માટે ભોજનમાં ખર્ચ કરવામાં આવે છે. રેસ્ટોરન્ટનું નામ છે ‘જાનકીયા ભોજશાળા’ એટલે કે જનતા રેસ્ટોરન્ટ. તેમનો ઉદ્દેશ છે – ‘તમે ઇચ્છો તેટલું ખાવ અને જેટલું કરી શકો તેટલું આપો.’૪) બજરંગદાસ બાપા નું મંદિર, બગદાણા :- કુદરતી સૌંદર્યથી ભરપુર બગદાણા ગામમાં બજરંગદાસબાપાનો સુંદર આશ્રમ આવેલ છે. પહેલાં આ સ્થળે બજરંગદાસબાપાની ઝુંપડી આવેલી હતી. અત્યારે એ જ સ્થળે મોટો આશ્રમ આવેલો છે. જે ગુરૂ આશ્રમ તરીકે જગવિખ્યાત છે. બાપાએ ભુખ્યાને ભોજન મળી રહે તે માટે અન્નક્ષેત્ર ચાલુ કર્યું હતું જે આજે પણ ચાલુ જ છે. જો તમે ત્યાં જાવ તો તમારે જમવાનું ટેન્સન લેવાની જરૂર નથી કારણ કે અહિયાં સવારથી અન્નક્ષેત્ર ચાલુ હોય છે જે સાંજે મોડે સુધી ચાલુ હોય છે.

5.વીરપુર – જલારામ મંદિરકોઈ પણ વ્યક્તિ વીરપુર જલારામ બાપા ના મંદિર માં જાય તો એને જમવાનું મળી જ રહે છે. દરેક લોકો જાણે છે કે એક વીરપુર જલારામ બાપા નું મંદિર જ છે જ્યાં એકદમ મફતમાં જમવાનું મળે છે. આ સ્થળ પર જલારામ ભગત સાથે જોડાયેલી કેટલીય ચીજ-વસ્તુઓ ભાવિકોના દર્શનાર્થે મુકવામાં આવી છે. આ સ્મારકમાં જલા ભગતની હાથમાં લાકડી અને માથે પાઘડી વાળી એક પ્રતિમા મુકવામાં આવી છે જેના દર્શન કરી ભાવિકો અનોખી અનુભુતિ કરે છે.

“જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરી ઢુકડો” ની જ્યોત જલાવનાર જલારામનું વિક્રમ સંવત 1937 માં 81 વર્ષની ઉંમરે રામનામનું સ્મરણ કરતા નિર્વાણ પામ્યા. આજે તેમના ગયાને ઘણો લાંબો સમયગાળો પસાર થઇ ગયો છે તેમ છતાં તેમની અન્નક્ષેત્રની પ્રવૃત્તિ અવિરત પણે ચાલુ છે.

6.ધર્મસ્થલા, કર્ણાટકભગવાન શિવ આ મંદિરમાં બાહુબલીના રૂપમાં વિરાજમાન છે. ધર્મમસ્થલાના મંજુનાથ મંદિરમાં દરરોજ લગભગ 50 હજાર લોકો દર્શન કરવા આવે છે. અને આ 50 હજાર લોકો ત્યાંથી ભૂખ્યા ના જાય એટલે અહીં રોજ આટલા લોકો માટે પ્રસાદ તૈયાર થાય છે. 50 હજાર લોકો માટે ખાન-પાનની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આનાથી જ તમે આ રસોડાના કદનો અંદાજો લગાવી શકો છો. આથીજ આ રસોડાને પહેલા નંબર પર સ્થાન મળ્યું છે.

7.શિરડી, મહારાષ્ટ્રઆપણા દેશમાં આ મંદિરમાં સૌથી વધારે દાન મળતું મંદિર માં સ્થાન ધરાવે છે. સાઈબાબાના ભક્ત રોજ હજારોની સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં ત્રણ વિશાળ રસોડા છે, જ્યા ભક્તો માટે પ્રસાદ બને છે. સવારના નાસ્તા સાથે અહીં 40 હજાર લોકોનું ખાવાનું રોજ બને છે. આ દેશનું સૌથી મોટું સોલાર કિચન પણ છે. એટલેજ આ રસોડાને બીજો નંબર મળ્યો છે.

8.જગન્નાથ મંદિર, પુરીપુરીના રસોડા ની એક અલગ નવીનતા છે. અહીંયા સાથ તપેલા એક ઉપર એક મૂકીને બનાવે છે પણ સૌથી પહેલા ઉપરના તપેલા નો ભાત તૈયાર થાય છે ભગવાન જગન્નાથના આ મંદિરમાં રોજ પ્રસાદ રૂપ 56 ભોગ લગાવવામાં આવે છે. આ 56 ભોગ જુદી-જુદી વાનગીઓ હોય છે, જેને પ્રસાદના રૂપે વહેંચવામાં આવે છે. જે અહીંના વિશાળ રસોડામાં બને છે. એટલેજ આ રસોડાને અમારા લિસ્ટમાં સાતમું સ્થાન મળ્યું છે.

9.ઇસ્કોન મંદિરવિશ્વભરમાં ફેલાયેલા આ સંસ્થાના મંદિરમાં રોજ અગણિત લોકો માટે પ્રસાદ બને છે. જન્માષ્ટમીના દિવસે લોકો માટે બનવાવાળા પ્રસાદની માત્રા ત્રણ ગણી થઇ જાય છે. આ જ કારણ છે કે મંદિરના કિચનને આ યાદીમાં સ્થાન મળ્યું છે. ઇસ્કોન મંદિર દેશ અને દુનિયાના ઘણા દેશમાં ચાલે છે અને ત્યાં બધા રસોડું રેગ્યુલર ચાલે છે એટલે જ આ રસોડાને અમારા લિસ્ટમાં આઠમું સ્થાન મળ્યું છે.