આપનો દેશ ધર્મનો દેશ છે આપણા દેશમાં હિન્દૂ ધર્મમાં પૂજા અર્ચનાઓનું ઘણું મહત્વ રહ્યું છે.વ્યક્તિ રોજ પૂજા કરે છે ભગવાનની આરાધના કરે છે.ઘણા એવા લોકો છે જે નિયમિત રીતે યોગ્ય સમયે પૂજા કરે છે.મંદિરે જાય છે ભગવાનના દર્શન કરે છે.ભગવાનની પૂજા વ્યક્તિ કઈક માંગવા તેમની ઈચ્છા પૂરી કરવા કરે છે.ખરેખર એવું ન હોવું જોઈએ ભગવાનની પૂજા આરાધના શ્રદ્ધાથી નિસ્વાર્થ ભાવથી કરવી જોઈએ.
ભગવાન ની પ્રાથના તેમજ પૂજા તો મોટેભાગે બધા કરતા હોય છે. દરેક ઘરમાં પૂજા અર્ચના થતી જ હોય છે. પણ શું બધાની ઈચ્છાઓ ની પૂર્તિ થાય છે, શું બધા ને કરેલ પૂજા નુ પૂરેપૂરું ફળ પ્રાપ્ત થાય છે. તો આનો જવાબ મોટેભાગે ના આવશે જેના લીધે જ કોઈ ગરીબ હોય છે તો કોઈ અમીર, કોઈ પૈસાદાર હોય તો કોઈ પૈસા વગરનો તેમજ માથે દેણું કરેલો. આવું થવાનું કારણ શું હશે પૂજા તો બન્ને કરે છે પછી આવો ભેદભાવ શુ કામ.
તો આનો જવાબ એ છે કે પૂજા તો આપળે કરી પરંતુ તેને સ્વીકારવામાં આવી કે નઈ તે કેમ નક્કી કરી શકાય. આપળે જયારે પણ ભગવાન પાસે પૂજા કરતા હોઈએ ત્યારે આપળે આપડી ઈચ્છા તેમને દર્શાવતા હોઈએ છીએ પરંતુ તેને જોઈ તેવું ફળ આપળે ને નથી મળતું એટલે આપળે કુદરત ને દોષિત ગણીએ છીએ પરંતુ હકીકતે આવું નથી ભગવાન તેમાં દોષિત નથી.
દોષી તો આપળે છીએ કે જે અમુક ભૂલો ને લીધે ભગવાન ના આશિષ થી વંચિત રહી જાય છે. તો આજ ના આર્ટીકલ માં આપળે એક જાણશું કે આપળી કઈ-કઈ ભૂલો છે તેમજ પૂજા કરવાનો ઉચિત સમય કયો છે. તો ચાલો વાત કરીએ આ વિશે. ભગવાન બધા ની પૂજા સ્વીકારતા જ હોય છે પરંતુ અમુક સમય એવો હોય છે કે જયારે પૂજા સ્વીકારવામાં નથી આવતી અને જેને આપળે કાલ ચોઘડિયા તરીકે ઓળખીએ છીએ.
ઘણા બધા જ્યોતિષો તેમજ મહાન વેદ વક્તા પંડિતો ના જણાવ્યા મુજબ ૨૪ કલાક મા દિવસ દરમિયાન રાહુકાલ અને કેતુકાલ એવા બે કાલ છે કે જયારે પૂજા ના કરવી જોઈએ. તેમજ અઠવાડિયામાં તેવો પોતાની ગતિ પણ બદલાવતા હોવાથી તેમની સમય પણ ફરે છે.એવી પણ માન્યતા છે કે આ કાલ ચાલતો હોય ત્યારે કોઈ પણ અજાણી વ્યક્તિ ને પણ નો મળવું જોઈએ તેની વિપરીત અસર પડી શકે છે. આ બન્ને ગ્રહ પૃથ્વી વાસીઓ સાથે વધારે સંકળાયેલા છે જેથી કરીને આ સમયગાળા દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કે પછી પૂજા-અર્ચના ના કરવી જોઈએ.
આ બન્ને સારું પણ કરી શકે અને ખરાબ પણ તેમજ જો આ બન્ને પ્રસન્ન થઇ જાય તો કોઈ પણ ઈચ્છા ની પૂર્તિ કરી શકાય છે. તેમના સમયગાળા માં તેઓ એવું ઈચ્છતા હોય કે તેમની પૂજા કરવામાં આવે બીજા કોઈ પણ દેવી-દેવતાઓ ની નહિ જેથી કરીને તે અડચણો ઉભી કરી આપળી મનોકામના ભગવાન સુધી નથી પોહચવા દેતા.વર્ષના શરૂઆતના સમયમાં એટલે કે ચૈત્ર તેમજ વૈશાખમાં આકર્ષણ અને વશીકરણ માટેના મંત્ર અસરકારક સાબિત થાય છે. આ રીતે જ જેઠ, અષાઢ અને મહા માસમાં વિદ્વેષણ મંત્ર અસરકારક સાબિત થાય છે. આવી જ રીતે નિષેધ મંત્રોની અસર સૌથી વધારે શ્રાવણ અને ભાદરવા મહિનામાં થાય છે.
શાંતિકારક મંત્રોનો સૌથી વધારે પ્રભાવ પોષમાં થાય છે. જ્યારે પુષ્ટિ કર્મના મંત્રો ફાગણ માસમાં પ્રભાવી બને છે. આથી રોજની પૂજાના મંત્રના જાપ સિવાય જો કોઈ વિશેષ મંત્રનો જાપ કરવાનો હોય તો તેના પ્રભાવી સમયને ધ્યાનમાં લેશો તો અચૂક લાભ થશે.જો તમે તમારી દરેક ઇચ્છાઓ પૂરી કરવા માગો છો તો અને તમારા જીવન મા ઘણું ધન અને યશ કીર્તિ તેમજ આનંદ ઈચ્છો છો તો રાહુકાળ દરમિયાન તેનો મંત્ર અને કેતુકાળ દરમિયાન કેતુ મંત્ર નો ઓછા માં ઓછું ૧૦૮ વખત જાપ કરવો જોઈએ.
જો જાપ તમને ના ફાવે તો માત્ર હનુમાનજી ના શક્તિશાળી બીજમંત્ર નો જાપ પણ કરી શકો છો. હનુમાનજી ના મંત્ર થી સવ કોઈ પ્રસન્ન પણ થાય છે સાથોસાથ તે શાંત પણ થાય છે.આમાં ખાલી જાપ કરવાની વાત છે બીજા કોઈ પણ જાતના ક્રિયાકાંડો કે વિશેષ પૂજા નથી કરવાની થતી. તેમજ આ મંત્ર ને તમે યાદ કરી ગમે ત્યારે તેનું માનસિક જાપ થી પઠન કરી શકો છો.માનસિક જાપ કરતા સમયે તમારા હોઠ હલવા ન જોઈએ માત્રને માત્ર આ જાપ મન માં જ કરવાનો હોય છે અને જો હોઠ હલાવી ને ધીરે-ધીરે જાપ કરવા ઈચ્છો છો તો તમારે બુટ કે ચપ્પલ ઉતારીને ત્યારબાદ જાપ કરી શકો છો.
જ્યારે પણ પૂજા કરવા બેસો ત્યારે સૌથી પહેલાં પોતાના વસ્ત્રોનું ધ્યાન રાખવું. પૂજા કરતી વખતે ક્યારેય ભૂલથી પણ કાળા કે વાદળી કપડાં પહેરવા જોઈએ નહીં.વરાહ પુરાણમાં લખ્યું છે કે જો તમે કોઈની સ્મશાનયાત્રામાંથી આવ્યાં છો, તો ભૂલથી પણ નાહ્યા વગર પૂજા ન કરવી.જો તમારા ઘરમાં કોઈ કારણસર લડાઈ-ઝઘડો થયો હોય અને તમે ગુસ્સામાં છો તો તે સમયે ભગવાનની પૂજા કરવા ન બેસવું. ગુસ્સામાં પૂજા કરવાથી ભગવાન નારાજ થઈ જાય છે.રોજે પંચદેવ એટલે કે સૂર્ય, ગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુની પૂજા કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
જો ઘરની લાઈટનું કનેક્શન જોડાયેલું ન હોય કે કોઈ કારણસર અંધારું હોય તો તે દરમિયાન ભગવાનની મૂર્તિનો સ્પર્શ ન કરવો, અંધારામાં ઈશ્વરની મૂર્તિનો સ્પર્શ મહાપાપ માનવામાં આવે છે.જો પૂજા કરતી વખતે દીવો કરો છો, તો ધ્યાન રાખો કે દીવાને કે કોડિયાને પહેલા ચોખ્ખા પાણીથી ધુઓ અને પછી જ તેનો પૂજામાં ઉપયોગ કરો.તો દોસ્તો આશા રાખું છું કે હવે થી આ જણાવેલ ભૂલો ને ફરી પાછી ઉપયોગ મા નહિ લેવાય તેમજ આ કાલ દરમિયાન રાહુકાળ મા રાહુ મંત્ર જાપ અને કેતુકાળ મા કેતુ મંત્ર નો જાપ કરવાથી ફળ પ્રાપ્તિ થાય છે. તેમજ આ બન્ને ના આવડે તો હનુમાન જઈ ના મંત્ર નો જાપ ૧૦૮ વખત પણ કરી શકો છો.