ડેરી જેવું દહીં ઘરે જ બનાવવું છે તો કરો કરો આ સરળ કામ,અને ફાયદા પણ જાણી લો…

ભારતીય લોકો ખાવા પીવાના ઘણા શોખીન હોય છે. એટલે આપણા રસોડામાં એક થી એક જોરદાર વસ્તુઓ હોય છે. એ ખાવા પીવાની વસ્તુઓ માંથી દહીં પણ એક ખાસ વસ્તુ છે. જે લગભગ દરેક ઘરમાં મળી આવે છે. ઘણી વાર દહીં ન જામવાને કારણે તમારે દુકાન પર ભાગવું પડે છે. પણ દહીં તો તમે ખાઈને જ રહો છો. દહીં ઘણાં બધા લોકોને પસંદ હોય છે. માટે એમને ખાવામાં દહીં તો જોઈએ જ છે. દહીં જેટલું સ્વાદિષ્ટ લાગે છે, એના કરતા વધારે આરોગ્યવર્ધક પણ હોય છે. તો આવો જાણીએ, કે અમારા લેખમાં તમારા માટે શું ખાસ છે.

દહીં તો દરેકને ભાવતું હોય છે. તમારામાંથી ઘણા બધા લોકો રોજ દહીં ખાતા હશે. કારણ કે તે કેલ્શિયમનો સૌથી સારો સ્ત્રોત હોય છે. અને તેમાં પ્રોટીનની ભરપુર માત્રા હોય છે. દહીં એક શાનદાર પ્રાકૃતિક પ્રોબાયોટીક છે. દહીં પેટને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે.દૂધ તેમજ દૂધ થી બનતી દરેક વસ્તુઓ ગુણકારી હોય છે. તેમાંથી બનતી વાનગીઓ તેમજ દૂધ થી બનતું દહીં ને તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમાં ભરપુર કેલ્શિયમ અને પર્યાપ્ત માત્રા મા પ્રોટીન હોવાથી દહીં એક શાનદાર કુદરતી પ્રોબાયોટીક છે.

આજે તમને બજાર મા ઘણા પ્રકાર ની કમ્પની ના દહીં જોવા મળે છે તો પણ આપણે મોટેભાગે ઘરના દહીંનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેનું કારણ એવું છે કે સારા જીવાણુઓથી બનેલ દહીં રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારે છે તેમજ ભોજન થી થવા વાળી એલર્જી ને ઓછી કરે છે. ઘર મા બનાવવા આ આવતું તાજું અને સારું દહીં જમાવવા ની ઘણી બધી રીતો છે, તો ચાલો જાણીએ આ રીત વિશે.

દહીં એક દૂધમાંથી બનાવવામાં આવતું ઉત્પાદન છે, જેનું નિર્માણ દૂધના જીવાણુજન્ય ફેરફાર દ્વારા થાય છે. દૂધમાં રહેલા લેક્ટોઝમાં આથો આવવાથી તેમાંથી લેક્ટિક અમ્લ બને છે, જે દૂધમાંના પ્રોટીન સાથે પ્રતિક્રિયા કરી એને દહીંમાં ફેરવી નાખે છે. આ સાથે જ તેના દેખાવ તેમ જ સ્વાદમાં પણ પરિવર્તન થાય છે. વિશેષ ખાટ્ટો સ્વાદ ધરાવતું દહીંનો ખોરાકમાં ઉપયોગ કરવામાં આવે છે. સોયા દહીં એટલે કે યોગર્ટ, દહીંનો એક વિકલ્પ છે, જેને સોયા દૂધમાંથી બનાવવામાં આવે છે.

દહીં જમાવવા માટે સવ થી પેહલા દૂધ ને કઢાઈ કે તપેલી મા કાઢી તેને ગરમ કરવું અને ગેસ ફુલ કરી દેવાનો. જયારે તમે ત્રણ લિટર થી વધારે દૂધ નું દહીં બનાવો છો તો તેમાં અડધો લીટર પાણી ઉમેરી દેવું. કારણ કે ઘર નો ગેસ નાનો હોવાથી તે ધીરે-ધીરે ગરમ થાય છે. જયારે તમે એક થી બે લીટર દૂધ નું દહીં બનવવા માંગો છો ત્યારે તેમાં પાણી ઉમેરવાની જરૂર રેહતી નથી. તમારે દૂધને સતત નીચે થી હલાવતા રહેવાનું છે.

જયારે પણ દૂધ ઉફાણે ચડે તો તેને થોડી વાર સુધી ગરમ કરતા રેહવું પછી ગેસ બંધ કરી દેવો. હવે એક પાત્ર લઇ લો જેમાં તમે દહીં ને જમાવું છે અને તેના ઉપર એક સાફ સુકાયેલું જાળી ગરણા થી આ ગરમ અથવા ગરમ કરવા પેલા દૂધ ને ગાળી લેવો. જો શક્ય હોય તો રંગીન કરતા સફેદ રંગ નુ કપડું વાપરવું કેમકે રંગીન કપડું રંગ છોડી શકે છે. આ દૂધ ને ૧ થી ૨ મિનીટ પંખા નીચે રાખી પાછું હલાવો જ્યાં સુધી ઠંડુ ના થાય ત્યાં સુધી.

તેમાં મેરવણ નાખો અને તેના ઉપર ગરમ ચાદર ઢાંકો આવું શિયાળામાં જરૂર થી આવું કરવું જોઈએ. આવું કરવાથી બધી ઋતુમાં દહીં સારી રીતે જામે છે. માત્ર ધ્યાન આ રાખવાનું છે કે દૂધમાં દહીં ઉમેરીયા બાદ દૂધ અડવાનું નથી કે તેને હલવા દેવાનું નથી. ગરમી હોય તો ૬ કલાક અને સર્દી મા ૮ કલાક બાદ દહીં જામી જાય છે. હવે તેને બીજી બે કલાક માટે ફ્રિજમાં રાખી દેવાનું જેથી તેની ઉપરની તર જાડી થઇ જાય.બે કલાક બાદ તમારુ દહીં તૈયાર હશે અને તે પણ ડેરીવાળા જેવું.

મેરવણ ઓછું હોય ત્યારેસવ થી પ્રાચીન રીત છે કે દૂધ ને ગરમ કરી ઠંડુ થાય એટલે તેમાં દહીંનું મેરવણ નાખો અને સારી રીતે ભેળવી લ્યો અને ઢાંકીને ૩ થી ૪ કલાક સુધી જામવા માટે રાખો. દહીં જામી ગયા બાદ તેને એક કલાક માટે ફ્રીઝ મા મૂકી દો તેનાથી તે કઠણ થઇ જશે. હવે તે ઉપયોગ મા લઈ શકાય છે.દહીં ખાવાથી તમારી અડધી બિમારીઓ દૂર થાય છે. દહીં ખાવાના ઘણા ફાયદા છે. દહીં પાચનતંત્ર સંબંધિત સમસ્યાઓમાં ફાયદાકારક છે. દહીંમાં હાજર બેક્ટેરિયા આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં રહેલું કેલ્શિયમ, વિટામીન બી -2, વિટામિન બી -12, પોટેશિયમ અને મેગ્નેશિયમ આરોગ્ય માટે ખૂબ ફાયદાકારક છે. દહીંમાં સુંદર આરોગ્ય અને સૌંદર્ય લાભો છે જેનો ઉપયોગ આપણા આહારમાં દરરોજ ફક્ત એક બાઉલનો સમાવેશ કરીને થઈ શકે છે.

હાડકાઓ માટે લાભદાયકદહીંમાં કેલ્શિયમ વધારે પ્રમાણ મા હોવાથી તે હાડકાઓ માટે લાભદાયી નીવડે છે. દહીં ના નિયમિત ઉપયોગ થી દાંત મજબૂત થાય છે તેમજ સાંધા થી લગતી તકલીફો મા મદદરૂપ બને છે.પેટ થી લગતી બીમારીઓ માટે છે રામબાણ ઈલાજપેટ થી લગતી તમામ તકલીફો માટે જો માણસો દહીં ને નિયમિત રૂપે જમવા સમયે સાથે આરોગે તો તેનાથી ભૂખ વધે છે અને તેમાં રહેલ સારા બેક્ટિરિયા પેટ થી લગતી બીમારીઓ માટે રામબાણ સાબિત થાય છે. તે ભોજન ને પચાવવામા મદદરૂપ થાય છે. દહીં સાથે અજમો ભેળવી ખાવાથી કબજિયાત ની તકલીફ દુર થઈ જાય છે.

ચામડી માટે ગુણકારીમોઢાં ઉપર દહીં લગાવવા થી ચામડી નરમ બને છે અને ચમક આવે છે. દહીં થી મોઢાં ને મસાજ કરવાથી બ્લીચ જેવું કામ કરશે. ઉનાળા મા સૂર્યતાપ થી બળેલી ચામડી માટે દહીં ની માલીશ કરવી જોઈએ. આના સિવાય સુકી ચામડી દહીં થી કોમળ બને છે.મિત્રો જે માણસ દરોજના ભોજનમાં દહીનો ઉપયોગ કરે છે તેની પાચન શક્તિ વધે છે, આથી દરરોજ દહીં ખાવા થી જે લોકો ને ભૂખ ના લાગતી હોય તેને માટે ખૂબ લાભકારી છે. કારણ કે દહીં થી ભૂખ લાગે છે. આપની આસ પાસ એવા પણ લોકો છે જેના મો માથી સાદાઈ માટે દુર્ગંધ આવતી હોય છે. પણ જો તમે દરરોજ પોતાના ભોજન માં દહીં નો ઉપયોગ કરે છે તેના મોંઢાં માથી ક્યારેય દુર્ગંધ આવતી નથી અને તેના દાંત માં પણ કોઈ પ્રકાર ની જીવાત ની તકલીફ રહેતી નથી.

એવા ઘણા લોકો છે જે હાલતા માંદા પડતાં હોય છે તેવા લોકો માટે જો દરરોજ દહીં ખાવા માં આવે તો તેનાથી આપણી ઇમ્યુંન સિસ્ટમ સ્ટ્રોંગ બને છે. અને આપણાં શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધે છે. આજે તમે દરેક ઘર માં કોઈ ને કોઈએ એક વ્યક્તિ એવો જોયો હશે જેને ડાયાબિટીસ ની સમસ્યા હોય છે તો જો આ માણસ પોતાના ભોજન માં દહીં નો ઉપયોગ કરે છે તેમનું શુગર લેવલ પણ કંટ્રોલ માં રહે છે. એટલે કે ડાયાબિટીસ ના દર્દી માટે દહીં ખૂબ લાભકારી છે.

તેનું સેવન જો તમે તમારા દરરોજ ના ભોજન માં કરશો તો તેનાથી તમારા આંતરડા ના રોગો અને પેટ ને સંબંધિત ઘણી બીમારીઓ પણ નથી થતી. આજે જેમ જેમ ઉમર વધે છે તેમ તેમ હાડકને લગતી ઘણી સમસ્યા જોવા મળે છે પણ જો તમે દહીં ખાશો તો તેની અંદર કેલ્શિયમ વિપુલ માત્રા માં પ્રાપ્ત થાય છે. આથી આપણાં શરીર માં હાડકાઓ નો વિકાસ સારો થાય છે.

અત્યારે એવા ઘણા નાના બાળકો છે કે જે કૂપોશણના શિકાર હોય છે અને તેઓએ આ દહીંની અંદર કિશમિશ, અને બદામ વગેરે નાખી આપવામાં આવે તો તેનું વજન એ વધવા લાગે છે. અને તમને ખબર હશે કે જ્યારે પણ તમારા બાળપણમા બાળકોને દાંત આવે છે ત્યારે તેમને ખૂબ પીડા થાઈ છે પણ જો આ સમયે તમે તેને દહીંની અંદર થોડું મધ નાખી, તેને મિક્સ કરી ને જો બાળકો ને ચટાડવા માં આવે તો દાંત આવવા માં થતી તકલીફ ઓછી થાય છે અને દાંત સહેલાઈ થી નીકળી જાય છે.

બીજા અન્ય લાભો૧. દહીં થી હ્રદય થી લગતી બીમારીઓ સામે રક્ષણ મળે છે અને તેના રોજ પ્રયોગ થી શરીર મા કોલેસ્ટ્રોલને વસ્તુ નથી.૨. મોઢાં માં પડેલ ચાંદા માટે દહીંના કોગળા કરવાથી રાહત થાય છે.૩. શરદી ઉધરસ સમયે શ્વાસનળી મા ચેપ લાગે છે પણ દહીં આ ચેપ થી બચાવે છે.૪. ગરમી મા લૂ થી બચવા તેમજ લુ લાગ્યા બાદ દહીં નો ઉપયોગ હિતાવત છે.૫. દહીં ના નિયમિત પ્રયોગ થી પાચન શક્તિ વધે છે અને ભૂખ પણ વધે છે.૬. ગરમી મા દહીં અને છાસ વધારે પ્રમાણ મા આરોગવા જોઈએ. તેનાથી પેટ માં થતી આતીસ શાંત થાય છે. નિયમિત ખાવામાં આવે તો રોગ પ્રતિકારક શક્તિ મા વધારો થાય છે.