એક મુઠ્ઠી રાજમાં ખાવાથી થાય છે આટલા બધા ફાયદા, આ મોટી મોટી બીમારીઓનો છે રામબાણ ઈલાજ….

રાજમા આ નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, અને રાજમાં ખાતા પણ હશે, જણાવી દઈએ કે રાજ મને ઇંગ્લિશમાં kidney beans ના નામથી જાણવામાં આવે છે. રાજમાં નો ઉપયોગ અમુક વિસ્તારમાં બહોળા પ્રમાણમાં થાય છે, જેમ કે ભારતમાં પણ રાજમાને ખૂબ પસંદ કરવામાં આવે છે. અને મેક્સિકન ફુડમાં પણ કિડની બીન્સ નો ઉપયોગ ભરપૂર થાય છે.રાજમાનું સેવન અનેક રીત ગુણકારી છે. રાજમામાં ડાયટરી ફાયબર, સ્ટાર્ચ, ફેનોલિક એસિડ્સ હોય છે. સાથે જ તેમાંથી સારી માત્રામાં આયર્ન, મેગનીઝ, ફોલેટ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.

Advertisement

સામાન્યપણે વાત કરીએ તો રાજમા ચાવલ આ જોડી નું નામ તમે ઘણી વખત સાંભળ્યું હશે, કારણકે લોકોને રાજમા સાથે ભાત ખાવા ખૂબ પસંદ હોય છે. અને આ ખાવાના ફાયદા પણ એવા છે, કારણ કે અમારા પૌષ્ટિક તત્વોને કારણે શરીર તંદુરસ્ત રહે છે. કહેવાય છે કે રાજમાં એ પ્રોટીન ની ખાણ છે. સોયાબીન કરતાં પણ વધારે પ્રોટીન હોય છે, જેટલા રાજમાં સ્વાદમાં સારા છે એટલા જ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ તેના ફાયદાઓ છે. આ સિવાય બીજા તત્વોની વાત કરીએ તો રાજમામાં મેગ્નેશિયમ, આયન વગેરે પણ હોય છે. આનું સેવન કરવાથી શરીરમાં ઉર્જા બની રહે છે સાથે સાથે શરીરના મેટાબોલિઝમ અને ઉર્જા વધારવા નો મુખ્ય સ્ત્રોત આયન હોય છે. આનાથી પુરા શરીરમાં ઓક્સિજનનું સર્ક્યુલેશન વધી જાય છે જેથી વ્યક્તિ ફ્રેશ તેમજ ઉર્જાવાન મહેસૂસ કરે છે.

રાજમામાં એન્ટીઓક્સીડેન્ટ પણ સારી માત્રામાં હોય છે જે ઈમ્યૂન સિસ્ટમને હેલ્ધી રાખવામાં મદદ કરે છે. રાજમા સ્વાદિષ્ટ શાકની સાથે તંદુરસ્તીનો ખજાનો છે. હાર્ટ અને મગજને તંદુરસ્ત રાખવુ હોય તો સપ્તાહમાં એક કે બેવાર રાજમાનુ સેવન કરવું જોઈએ. રોજ એક મુઠ્ઠી રાજમા ડાયટમાં ખાવામાં આવે તો વજન પણ ધીરે ધીરે ઘટે છે.

રાજમાં ખાવાથી તમારી કિડની સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે અને જો કોઇને કિડનીમાં પથરી થાય છે તો તેના માટે પણ રાજમા ખાવા ખૂબ ફાયદાકારક સાબિત થાય છેરાજમામાં ઓછી માત્રામાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ હોય છે. જો ડાયાબિટીસના દર્દી રાજમા ખાય તો તેમનું બ્લડ ગ્લુકોઝ લેવલ નથી વધતું. રાજમાનાં પ્રોટીન અને ફાઇબરની પૂરતી માત્રા હોવાથી શરીરમાં શુગરના પ્રમાણને કંટ્રોલમાં રાખે છે. જે ડાયાબીટીસના દર્દીને ખૂબ લાભકારક રહે છે.

રાજમામાં સારી માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેથી તે બોડીમાં કેન્સર સેલ્સને વધતાં રોકે છે. સાથે જ આ પાચનતંત્રના કેન્સરને પણ રોકવામાં મદદ કરે છે.રાજમામાં સારી માત્રામાં ફાઈબર હોય છે. જેનાથી પેટ જલદી ભરેલું હોય એમ અનુભવાય છે. આ સાથે પેટ લાંબા સમય સુધી ભરેલું હોય એમ લાગે છે. જેથી ઓવરઈટિંગ થતું નથી.રાજમામાં કેલ્શિયમ અને મેગ્નેશિયલ હોય છે. જેથી તેને ખાવાથી હાડકાઓ મજબૂત રહે છે. સાથે જ રાજમા હાડકા સંબંધી રોગો થવાનો ખતરો પણ ઘટાડે છે.

રાજમા ખાવાથી મગજ એટલે કે માથાના ભાગમાં ફાયદો પહોંચે છે, મગજમાં રહેલી નર્વસ સિસ્ટમને બુસ્ટ કરવા માટે વિટામિન કે ની જરૂર પડે છે કે જે આમાં પર્યાપ્ત માત્રામાં મળી આવે છે. અને મસ્તિષ્કની કોશિકાઓ માટે જરૂરી વિટામીન બી પણ આમાંથી મળી આવે છે. આથી આપણા મગજને પોષણ આપવાનું કામ રાજમા કરે છે.બાળકો માટે પણ રાજમા લાભદાયી છે. બાળકોના ગ્રોથ અને ડેવલપમેન્ટમાં મદદ કરે ચે. સાથે જ તેમાં રહેલું કેલ્શિયલ અને પોટેશિયલ બાળકોના હાડકાં મજબૂત બનાવે છે.

જો તમે બોડી બનાવવા માંગો છો તો રોજની ડાયટમાં રાજમા લેવાનું શરૂ કરી દો. તેમાં કાર્બ્સ હોય છે જે બોડીમાં એનર્જી જાળવી રાખે છે. જેથી કસરત કરતી વખતે થાક લાગતો નથી.આધાશીશી જેવી સમસ્યામાં પણ રાજમાં ફાયદાકારક છે, અઠવાડિયામાં એક વખત આનુ સેવન કરવાથી ઘણો ફાયદો રહે છે, આમાં મૌજુદ Folate ની માત્રા મગજ ની કાર્યક્ષમતા વધારે છે, જ્યારે મેગ્નેશિયમની માત્ર આધાશીશી જેવી બિમારીઓથી રાહત આપે છે.

રાજમાં પાચનક્રિયામાં સહાયક છે. કારણકે રાજમાં ઘણી માત્રામાં ફાઇબર મળી આવે છે, જે પાચન માટે ફાયદાકારક છે અને તે પાચનક્રિયાને વ્યવસ્થિત જાળવી રાખે છે. આ સહિત તેનું સેવન કરવાથી લોહીનું શુગર પણ નિયંત્રિત રાખવામાં મદદગાર સાબિત થઇ શકે છે.રાજમામાં દ્રાવ્ય ફાયબરનો સમાવેશ થાય છે જે તમારા પેટને ખાલી કરવાને કાબૂમાં રાખે છે, જેથી તમે લાંબા સમય સુધી ફુલાદળ અનુભવો છો. તેઓ દરેક કપમાં ફાઇબરના દૈનિક મૂલ્યના 16.5 ગ્રામ અથવા 66 ટકા પ્રદાન કરે છે.

લાલ કિડની બીન પ્રોટીનનું ઉત્તમ સ્રોત છે, કપ દીઠ 16.2 ગ્રામ. ચરબી અને કાર્બોહાઈડ્રેટની તુલનામાં પ્રોટીન વધુ ભરવાનું છે કારણ કે તે તમારી ધરાઈ જવું તે વધારો કરે છે.રાજમા રાખવાથી તમે દિવસમાં ઓછા કેલરી ખાઈ શકો છો, વજન ઘટાડવાની શક્યતા વધારવામાં મદદ કરી શકો છો.

‘જર્નલ ઓફ ધ અમેરિકન કોલેજ ઓફ ન્યુટ્રિશન’ માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ અનુસાર, જે લોકો કિડની બીનનો ઉપયોગ કરે છે તેઓ મેદસ્વી હોવાની શક્યતા ઓછી હોય છે અને નાના કમરપટ્ટી અને નીચલા શરીરના વજનની શક્યતા વધુ હોય છે.

Advertisement