એકજ રાતમાં ગાયબ થઈ ગયું હતું આ ગામ, જાણો એવું તો શું થયું હતું એ રાતે……….

આપણો દેશ ઘણા રહસ્યોથી ભરેલો છે.ભારતના કોઈને કોઈ ખૂણે કોઈને કોઈ રહસ્ય જરૂર હોય છે.પછી એ કોઈ મંદિર હોઈ કે કિલ્લા,કે પછી ગુફાઓ,હોઈ કે કોઈ ગામ આજે અમે તમને એવા જ એક રહસ્યમયી ગામ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.ભારતની આ પરંપરાગત ભૂમિમા આવા તો અનેક રહસ્યો દફન થયેલા છે કે જે ઘણા વર્ષો પછી એટલે કે સદીઓ પછી હજુ પણ તાજા અને વણ ઉકેલાયેલા છે. આ રહસ્યો એવા છે કે જેટલુ તેને હલ કરવાનો પ્રયત્ન કરે છે તેટલા જ ફસાઈ જાય છે.રાજપૂતાનાં નામેથી ઓળખાતું ભારતનું રાજસ્થાન હકીકતમાં આશ્ચર્યજનક અને ઐતિહાસિક ઘટનાઓનું સાક્ષી છે. અહીંયા દરેક શહેર તેની પોતાની અનેક વાર્તાઓ ધરાવે છે. તેમાંથી એક છે કુલધરા ગામની રહસ્યમય વાર્તા.

Advertisement

રાજસ્થાન અજબ-ગજબ’ હેઠળ એક એવી કથા જણાવી રહ્યું છે, જેમાં પુત્રીની આબરૂ બચાવવા માટે રાતોરાત આખુ ગામ ખાલી કરી દીધું હતું.આ છે રાજસ્થાનનુ એક અનોખુ રહસ્યમયી ગામ,માત્ર એક રાતમા જ બની ગયુ વેરાન,આજના દિવસેય પક્ષી પણ નથી પ્રવેશી શકતારાજસ્થાન રાજ્યના જૈસલમેર જિલ્લાના કુલધરા ગામમા દફન થયેલુ છે. આ ગામ છેલ્લા ૧૭૦ વર્ષોથી વેરાન હાલતમા જ છે. એક એવુ ગામ કે જે રાતો-રાત જ થઈ ગયુ વેરાન અને સદીઓથી આજના દિવસ સુધી લોકો આ રહસ્યને સમજી શક્યા નથી કે આખરે આ ગામ વેરાન કેમ બની ગયુ.

શું ઘટના બની હતી કુલધરા ગામમા.કુલધરા ગામ વેરાન બન્યુ તે અંગે એક અનોખુ રહસ્ય છે. ખરેખર, કુલધારાની કથા આજથી આશરે ૨૦૦ વર્ષ પહેલા શરૂ થઈ હતી. જ્યારે કુલધરા ખંડેર ન હતુ પરંતુ આસપાસના ૮૪ ગામો પાલીવાલ બ્રાહ્મણો ત્યા વસવાટ કરતા હતા. પરંતુ ત્યારબાદ કુલધરા પર કોઈની ખરાબ નજર હોવાને કારણે આજે થાય ગાય વેરાન. તે વ્યક્તિ હતો રાજ્યનો દિવાન સલામસિંહ. અય્યાશ દિવાન સલામ સિંહ કે જેની ગંદી નજર ગામની એક સુંદર છોકરી પર પડી હતી. દીવાન તે યુવતી પાછળ એટલો પાગલ હતો કે તે આ યુવતીને ગમે તે રીતે શોધવા માંગતો હતો. તેણે આ માટે બ્રાહ્મણો પર દબાણ શરૂ કર્યું. આની હદ ત્યારે થઈ જ્યારે સત્તાના હવાલા હેઠળ મોકલેલા દિવાને છોકરીના ઘરે સંદેશ અપાવ્યો કે જો છોકરી પૂર્ણિમા સુધીમા નહી મળે તો તે આ ગામ પર હુમલો કરી છોકરીને ઉપાડી લેશે.

રાતોરાત લેવાયો હતો આ નિર્ણય,દિવાન અને ગ્રામજનો વચ્ચેની આ લડત હવે કુંવારી છોકરીના અને ગામના આત્મ-સન્માન માટે પણ હતી. પાલીવાલ બ્રાહ્મણો ગામની ચોપાળ ખાતે મળ્યા હતા અને ૫૦૦૦ થી પણ વધુ પરિવારોએ તેમના આત્મ-સન્માન માટે રજવાડુ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. એવુ પણ કહેવામા આવે છે કે તમામ ૮૪ ગામ લોકો નિર્ણય લેવા એક મંદિરમા ભેગા થયા હતા અને પંચાયતોએ નિર્ણય કર્યો હતો કે જે થાય છે તે પરંતુ તેમની દીકરીને અય્યાશ દીવાનના હાથમા તો નહી જ સોંપવામા આવે.

સદીઓ બાદ આજે પણ આ ગામમા નથી રહેતુ કોઇપણ વ્યક્તિ,બીજા જ દિવસે સાંજે કુલધરા એટલો નિર્જન હતો કે, આજે પણ પક્ષીઓ તે ગામની સીમમા પ્રવેશી શકતા નથી. એવુ પણ કહેવામા આવે છે કે તે બ્રાહ્મણોએ ગામ છોડતી વખતે આ જગ્યાને શ્રાપ આપ્યો હતો. તમને એ પણ જણાવી દઇએ કે બદલાતા સમય સાથે, ૮૨ ગામો ફરીથી બનાવવામા આવ્યા છે, પરંતુ કુલધરા અને ખાભા નામના ૨ ગામો આજદિન સુધી પણ સ્થાયી થયા નથી. આ ગામો હવે ભારતના પુરાતત્ત્વીય વિભાગ હેઠળ છે. જે દરરોજના પ્રકાશમા પ્રવાસીઓ માટે દરરોજ ખોલવામા આવે છે.

આજના દિવસે પણ સંભળાય છે મહિલાઓની ઘૂંઘરુનો અવાજ,આ ગામ આધ્યાત્મિક શક્તિઓના કબજા હેઠળ હોવાનુ માનવામાં આવે છે. કુલધરા ગામની મુલાકાત લેનારા લોકો અનુસાર, જે આજે પર્યટન સ્થળે રૂપાંતરિત થઈ ચૂક્યું છે. અહીં રહેતા પાલિવાલ બ્રાહ્મણોનો અવાજ આજે પણ સંભળાય છે. તમને લાગે છે કે તેઓ દરેક પળે ત્યા જ ફરતા હોય છે. બજારની ગતિવિધિઓનો અવાજ પણ આવે છે. હંમેશા મહિલાઓની વાતો કરવાનો અવાજ, તેમની બંગડીઓ અને ઘૂંઘરુનો અવાજ આવે છે. વહીવટીતંત્રે આ ગામની સીમમાં એક દરવાજો બનાવ્યો છે, જેની આગળ પ્રવાસીઓ દિવસમા આવતા રહે છે, પરંતુ કોઈ રાત્રે આ દરવાજો પસાર કરવાની હિંમત આજે પણ કરતુ નથી.

અનોખુ રહસ્યમયી વેરાન ગામ,કુલધરા ગામમા એક મંદિર છે જે હજુ પણ શ્રાપથી મુક્ત છે. એક કુવો પણ છે જે તે સમયે પીવાના પાણીનો મોટો સ્ત્રોત હતો. મૌન કોરિડોરમા કેટલીક સીડીઓ પણ નીચે ઉતરતી હોય છે અને એમ કહેતા હોય છે કે સાંજ પછી, અહીં કેટલાક અવાજો અવારનવાર સંભળાયા કરે છે. લોકો એવુ માને છે કે તે અવાજ ૧૮ મી સદીની પીડા છે. જ્યાંથી પાલિવાલ બ્રાહ્મણો પસાર થયા. ગામમા કેટલાક રહેણાંક મકાનો છે, જ્યાં રહસ્યમય પડછાયાઓ ઘણીવાર આંખો સામે આવે છે. દિવસના પ્રકાશમા, બધુ ઇતિહાસની વાર્તા જેવુ જ લાગે છે, પરંતુ સાંજે, કુલધરાના દરવાજા બંધ થઈ ગયા છે અને આધ્યાત્મિક શક્તિઓનુ એક રહસ્યમય વિશ્વ નજરે જોવા મળે છે. લોકો કહે છે કે જે અહી રાત્રે આવે છે તે અકસ્માતના શિકાર બન્યા હતા.

દિલ્હીની પેરાનોર્મલ સોસાયટીની ટીમ ફેબ્રુઆરી 2014માં કુલધરા ગામ પહોંચી. એવી ધારણા છે કે, કુલધરામાં રાત પસાર કરવી શક્ય નથી, કેમ કે, અહીંયા આત્માઓ વસવાટ કરે છે. તે ડરને દૂર કરવા માટે સોસાયટીનાં 18 સભ્યો તથા અન્ય 10-12 લોકો રાત્રે કુલધરા ગામમાં રહ્યા. આ ટીમ પાસે એક ડિવાઈસ હતું, જેનું નામ ઘોસ્ટ બોક્સ છે. તેનાં માધ્યમથી આવી જગ્યાઓ પર રહેતી આત્માઓને સવાલો પુછવામાં આવે છે અને જો કોઈ હોય તો તેનો અવાજ તેમાં રેકોર્ડ થઈ જાય છે. કુલધરામાં જ્યારે આ મશીનથી ટેસ્ટ કરવામાં આવ્યો, તો કેટલાક અવાજો આવ્યા તો કેટલીક આત્માઓએ તેમના નામ પણ જણાવ્યા. અંતે ટીમે દાવો કર્યો કે હકીકતમાં કુલધરામાં આત્માઓ વસવાટ કરે છે.

પાલીવાલ બ્રાહ્મણોનાં શ્રાપની અસર અહીંયા આજે પણ જોવા મળે છે. જેસલમેરનાં સ્થાનિક રહેવાસીઓનું માનીએ તો, અમુક પરિવારોએ આ જગ્યાએ રહેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ સફળ ન થઈ શક્યા. સ્થાનિક લોકોનું કહેવું છે કે, જે લોકો અહીંથી ગયા, તેમનું શું થયું, એ કોઈ નથી જાણતું.આ ગામમાં પ્રવેશતા જ એવું લાગે છે કે જાણે તમે કોઈ બીજી દુનિયામાં આવી ગયા હોવ. ગામમાં માટીથી બનેલો પ્રવેશદ્વાર છે. પરંતુ તેનાં પછી જે જોવા મળે છે તે દિવસનાં અજવાળામાં પણ ઘણું ભયાનક લાગે છે.

ચારે તરફ માટીથી દટાયેલા રસ્તાની બંન્ને તરફ બનેલા ઉજ્જડ મકાનો પાલીવાલ બ્રાહ્મણોની સ્થાપત્ય કળાની કથા વ્યક્ત કરે છે. કુલધરા ગામનાં મકાનોમાં હવે રસોઈઘર અને ઓરડાઓનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. ઉજ્જડ પડેલા આ ગામમાં ઘણા બધા મંદિરો પણ બનેલા છે.આ ગામ ટૂરિસ્ટ પ્લેસ બન્યા બાદ પ્રશાસને અહીંયા ગામની સીમા પર એક ફાટક બનાવી દીધું છે. દિવસે તો અહીંયા પર્યટકો ફરી શકે છે, પરંતુ રાત્રે ગામની અંદર જવાની કોઈ હિમ્મત નથી કરી શકતું. અહીંયા તમને અવશેષો અને પથ્થરો સિવાય દુર-દુર સુધી ફેલાયેલું રણ જોવા મળશે. અહીંની ઉજ્જડતા અહીંની વાસ્તવિકતા વ્યક્ત કરે છે.

પર્યટકો અહીંયા એ ઈચ્છાએ આવે છે કે, અહીંયા દટાયેલું સોનું મળી જાય. ઈતિહાસકારો પ્રમાણે, પાલીવાલ બ્રાહ્મણો તેમની સંપત્તિ જેમાં મોટાપ્રમાણમાં સોનું-ચાંદી અને હીરા-ઝવેરાત હતા, જમીનની અંદર દાટીને રાખ્યું હતું. આ જ કારણ છે કે, જે કોઈ પણ આ વિશે જાણે છે તે અહીંયા આવે છે અને જ્યા ત્યા ખોદકામ કરવા લાગી જાય છે. એ આશાએ કે કદાચ ત્યા સોનું તેને હાથ લાગી જાય. આ ગામ આજે પણ ઠેકઠેકાણે ખોદાયેલું દેખાય છે.જેસલમેરની પાસે કુલધરામાં પાલીવાર સમુદાયનાં 84 ગામ હતા અને આ તેમાંથી એક હતું. મહેનતું અને ધનીક પાલીવાર બ્રાહ્મણોની કુલધરા શાખાએ વર્ષ 1291માં અંદાજે 600 મકાનો ધરાવતા આ ગામને વસાવ્યું હતું. કુલધરા ગામ સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક પદ્ધતિથી બાંધવામાં આવ્યું હતું. ઈંટ-પથ્થરોથી બનેલા આ ગામની બનાવટ એવી હતી કે અહીંયા ક્યારેય ગરમીનો અહેસાસ ન્હોતો થતો. કહેવાય છે કે, એવા ખૂણામાં મકાનો બનાવ્યા હતા કે, હવા સીધી ઘરમાં થઈને પસાર થતી હતી.

કુલધરાનાં આ મકાનો રણમાં પણ એસીનો અહેસાસ કરાવતા હતા. અહીંયા ગરમીમાં તાપમાન 45 ડિગ્રી રહે છે, જો તમે આજે પણ ગરમીમાં આ ઉજ્જડ પડેલા મકાનોમાં જશો તો ઠંકડનો અનુભવ થશે. ગામમાં દરેક ઘર છીદ્રો દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટલા માટે એક ઘરેથી બીજા ઘરે તેમની વાતો સરળતાથી પહોંચી શકતી હતી. ઘરોમાં પાણીનું કુંડ અને સીડીઓ પણ અનોખી છે.અહીંયા ઘણી ફિલ્મી ગીતોનું શૂટિંગ થઈ ચૂક્યું છે, પરંતુ બોલીવુડની સુપરહિટ ફિલ્મ ‘ગુપ્ત’નું ગીત ‘મેરે ખ્વાબો મે તૂ’નું શૂટિંગ ઘણી ચર્ચામાં રહ્યું હતું…

Advertisement