ફેંકશો નહીં ગ્રીન ટી બેગ,એના આ પણ છે બીજા ઉપયોગ, ત્વચા પરના બ્લેક હેડ્સથી લઇને વાળની દરેક સમસ્યા કરે છે દૂર…..

જેમ કે આપણે જાણીએ છીએ કે આજકાલની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં પોતાના શરીરનું ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ થઈ ગયું છે. આજે દરેક પોતાનું શરીર બગડી રહ્યા છે પછી તે જંકફૂડખાયને જે પછી આળસપણાં લાવીને.ઘણા લોકો એવા હોય છે જે જાડાપણાંથી હેરાન થઈ રહ્યા છે. પછી ભલે તેઓ દિવસમાં એક જ વાર જમતા હોય કે ચાર વાર તેઓના જાડાપણાંમાં કોઈ ફરક પડતો નથી. ખરેખર તે શરીરની વધારાની ચરબી હોય છે જે વધી જાય છે અને શરીર જાડું થઈ જાય છે. આ ચરબી ઘણી રીતે થઈ શકે છે જેમકે વધારે ચોખાવાળી વસ્તુ ખાવાથી કે પછી વધારે તેલવાળું ખાવાથી કે પછી બેમતલબનું બહારનો ખોરાક ખાવાથી જેવા કે બર્ગર, સેન્ડવીચ વગેરે. આ જાડાપણાંને કારણે લોકો ખૂબ હેરાન થાય છે પણ કંઈજ કરી શકતા નથી. એટલે તેનો એક ઈલાજ છે ગ્રીન ટી. જી હા તમે બધાએ સાંભળીયું જ હશે કે ગ્રીન ટી પીવાવાળા લોકો હંમેશાં ફિટ અને તંદુરસ્ત રહે છે.

ગ્રીન ટી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. શરીરની ચયાપચય પ્રણાલી તેને પીવાથી યોગ્ય છે. જેના કારણે ખોરાક યોગ્ય રીતે પચે છે અને વધારે ચરબી શરીરમાં સંગ્રહિત થતી નથી. આજકાલ, ઘણા લોકો મેદસ્વીપણાને ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરે છે. પરંતુ જો તમે ગ્રીન ટી બનાવ્યા બાદ બેગ ફેંકી દો છો તો હવે ફેંકતા નહીં. ખરેખર. ગ્રીન ટીના ફાયદા ફક્ત શરીરની અંદર જ નહીં પણ ત્વચા પર પણ જોઇ શકાય છે. જો તેનો ઉપયોગ ત્વચાની સુંદરતામાં વધારો કરવા માટે કરવામાં આવે તો તેનો મોટો ફાયદો થશે. તો ચાલો જાણીએ ગ્રીન ટીના શું ફાયદા છે.

એવું એટલા માટે થાય છે કારણ કે ગ્રીન ટીમાં ખાસ પ્રકારના તત્વો રહેલા હોય છે. જે જાડાપણાંને જડમૂળથી ખતમ કરી દે છે. ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ગ્રીન ટી ફક્ત જાડાપણાંને જ નહીં પણ ગ્રીન ટીના પત્તા હોય છે તેમાં એટલી શક્તિ હોય છે કે કોઈપણ બીમારીનો સામનો કરી શકે છે. એટલે જ જોવા મળે છે કે ગ્રીન ટી પીવાવાળા લોકો ઓછા બીમાર પડે છે. ગ્રીન ટીનો એક ખૂબ સારો ફાયદો છે તે પેટની પાચન ક્ષમતા વધારે છે.

એન્ટી એન્જિંગ સમસ્યાઓ.ઠંડી ગ્રીન ટી માં થોડાક ટીપા લીંબૂનો રસ મિક્સ કરીને રાતે સૂતા પહેલા ચહેરા પર લગાવો અને સવારે ચોખ્ખા પાણીથી ધોઇ નાંખો. આવું સતત કરવાથી ફાઇન્સ લાઇન્સ ગાયબ થઇ જશે અને તમે એન્ટી એન્જિગથી પણ બચેલા રહેશો.

ઓયલી સ્કીન માટે બેસ્ટ.ગરમીમાં ઓયલી સ્કીનના લોકોને પરસેવાના કારણથી ખૂબ જ સમસ્યાનો સામનો કરવો પડે છે. એવામાં સ્કીનનું ઓયલ કંટ્રોલ કરવા માટે ગ્રીન ટી  બેગ્સનો ઉપયોગ કરો. એનાથી ખૂબ જ ફાયદા મળશે.

પિમ્પલ્સથી છૂટકારો મેળવો.ચહેરા પર ગ્રીન ટી લગાવવાથી પિમ્પલ્સમાંથી મુક્તિ મળે છે. ગ્રીન ટીમાં રહેલ એન્ટીઓકિસડન્ટ અને એન્ટી બાયોટીક્સ ગુણધર્મો પિમ્પલ્સને દૂર કરવામાં મદદ કરે છે. ઉપયોગ કરેલી ગ્રીન ટી બેગને ઠંડુ કરીને ચહેરા પર લગાવવાથી પિમ્પલની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

વાળમાં ચમક માટે.ગ્રીન ટીનો ઉપયોગ ફક્ત ત્વચા માટે જ નહીં, વાળ માટે પણ થઈ શકે છે. ગ્રીન ટી ફેંકવાને બદલે, તેને પાણીમાં નાંખો અને 15 મિનિટ સુધી ઉકાળો. પછી આ પાણી આખી રાત મુકી રાખો. સવારે ચાની થેલી કાઢીને અને ભીના વાળને આ પાણીથી ધોઈ લો. તે બાદ સાદા પાણીથી દસ મિનિટ વાળ ધોઈ લો. તમને ફરક જોવા મળશે.

એક બાઉલમાં ગ્રીન ટી બેગ લો અને તેમાં મધ અને બેકિંગ સોડા મિક્સ કરો. આ પેસ્ટને ચહેરા પર દસથી પંદર મિનિટ સુધી લગાવો અને છોડી દો. ગ્રીન ટી ચહેરાને ટાઇટ બનાવવામાં મદદ કરે છે. બેકિંગ સોડા ચહેરાને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે.ગ્રીન ટીથી બનેલા સ્ક્રબનો ઉપયોગ કરવાથી ચહેરા પર ગ્લો વધે છે.

સ્કીન થશે ડિટૉક્સ.ટી બેગ્સથી તમે ફેસ માસ્ક પણ બનાવી શકો છો. બરાબર પ્રમાણમાં બેકિંગ સોડા અને ગ્રીન ટી માં થોડું મધ મિક્સ કરો. એનાથી તમારી સ્કીન ડિટૉક્સ થશે અને કરચલીઓની સમસ્યા દૂર થશે.

શાઇની અને સૉફ્ટ વાળ.ટી બેગને નવશેકા પાણીમાં નાંખ્યા બાદ એને ઠંડું કરી લો. હવે આ પાણીથી વાળને ધોયા બાદ તરત માથા પર નાંખો અને 10 મીનિટ બાદ એમ જ છોડી મૂકો. તમે ઇચ્છો તો વાળની માલિશ પણ કરી શકો છો. ત્યારબાદ શેમ્પૂ કરો.

તેમજ ચહેરા પરથી કરચલીઓ અને ફાઇન લાઈન પણ દૂર થઈ જાય છે. ટી બેગમાંથી ગ્રીન ટી કાઢી લો અને તેમાં પીસેલી ખાંડ અને ગુલાબજળ મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ સ્ક્રબથી ચહેરો સાફ કરવાથી બ્લેક હેડ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ મળે છે.

ગ્રીન ટી બે પ્રકારની આવે છે. એક આવે છે પત્તીઓ વાળી અને બીજી ટી બેગના રૂપમાં આવે છે. જેમાં એક થેલીમાં ચાય પત્તી ભરેલી હોય છે અને તેને ફક્ત પાણીમાં ડૂબડવાની હોય છે. ભારતમાં ગ્રીન ટીની ઘણી સારી સારી બ્રાન્ડસ ઉપલબ્ધ છે. જેમાની એક જાણીતી બ્રાન્ડ વિશે જણાવીશું ઓર્ગેનિક ઇન્ડિયા જે માત્ર ૨૦૦₹ સુધી આપને ટી બેગ્સ ઉપલબ્ધ કરાવે છે. આ ગ્રીન ટી બેગ્સ ઓર્ગેનિક ઇન્ડિયાવાળી બ્રાન્ડ આપને એમેજોન વગેરે પર સરળતાથી મળી જશે. તમે ઇચ્છો તો નજીકના જનરલ સ્ટોર પર પૂછતાછ કરીને ખરીદી શકો છો. આ બ્રાન્ડમાં આપને અલગ અલગ ફ્લેવર પણ મળી જશે જેવી કે જીંજર ગ્રીન ટી, લેમન ગ્રીન ટી, અને તુલસી ગ્રીન ટી વગેરે.