ગળા અને છાતી માં જામેલા કફની સમસ્યાને હંમેશા માટે દૂર કરી દેશે આ ઘરેલું ઉપચાર, જાણી લો દવા કે ગોળી ની પણ જરૂર નહીં પડે….

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને એને કારણે મોટા ભાગના લોકોને શરદી અને ઉધરસ ચાલુ થઈ જ ગયાં હશે! આમ તો દરેક ઋતુના પરિવર્તન સાથે આ કફની બીમારી આવવી સવર્‍સામાન્ય બાબત છે, પરંતુ શિયાળાનું કફ સાથે અનોખું કનેક્શન છે, કારણ કે સામાન્ય રીતે લોકોને આ ઋતુમાં જ કફનો પ્રૉબ્લેમ વધુ સતાવે છે એવી એક માન્યતા છે.

કફ આમ જોઈએ તો સામાન્ય બીમારી છે, જેને લોકો કોઈ પણ પ્રકારના સીઝનલ ચેન્જની સાથે અનુભવતા જ હોય છે. કફની તકલીફ ઘણા લોકોને હંમેશાંની હોય છે તો જે સ્વસ્થ છે તેને પણ ઓછામાં ઓછા વર્ષમાં ૩-૪ વખત આ તકલીફનો સામનો કરવો જ પડતો હોય છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી જોવા મળે કે જેને ક્યારેય કફ થયો જ ન હોય.

કફ છાતીમાં જામી જવું ખુબ જ ચિંતાજનક સ્થિતિ છે, જે શ્વસનતંત્ર માં કફ થવાને લીધે થાય છે. કફ બનવો સામાન્ય શરદી, ફ્લુ, અસ્થમા, નીમોનીયા અને બીજા શ્વાસના રસ્તાના ચેપ નું પરિણામ હોઈ શકે છે. છાતીમાં જામવાના લક્ષણો છાતીમાં દુખાવો, ખડખડવાળી ખાંસી, ગળાનો દુખાવો, ગળવામાં તકલીફ, ચક્કર આવવા, અકડાઈ ગયેલ છાતી અને ફેફસામાં કફ થાય છે.

આ બધાં લક્ષણ કફ જમા થવાના છે. સાથે જ નાક વહેવી અને તાવ આવવો પણ આ સમસ્યાના પ્રમુખ લક્ષણ છે. આમ તો જામેલો કફ એટલો ખતરનાક નથી હોતો પરંતુ જો તે લાંબા સમય સુધી રહે તો તેના કારણે શ્વાસ સંબંધી બીમારી અને અન્ય કેટલીક બીમારીઓ પણ થઈ શકે છે અને સાથે વ્યક્તિને બહુ તકલીફ ભોગવવી પડે છે. કફ જમા થવાના ઘણાં બધાં કારણો હોઈ શકે છે જેમ કે શરદી, ફ્લૂ, વાયરલ ઈન્ફેક્શન, સાયનસ, વધુ પડતી સ્મોકિંગ વગેરે. આ એવી સમસ્યા છે જેના માટે ક્યારેય દવાઓનું સેવન કરવાની જરૂર નથી હોતી.

આપણું શરીર એક એવું અદ્ભુત યંત્ર છે જેમાં રહેલો કોઈ પણ પદાર્થ નકામો હોતો નથી. ગળા અને નાકમાં ભરાઈ રહેતો આ કફ પણ શરીરમાંથી જ ઉત્પન્ન થાય છે માટે એ પણ એક અર્થસભર વસ્તુ છે. કફ કેવી રીતે ઉત્પન્ન થાય છે.સામાન્ય રીતે જોવા મળે છે કે કોઈ પણ વાઇરસ, બૅક્ટેરિયા કે ઍલર્જી‍ના અટૅકથી કફ થઈ જાય છે; પરંતુ આ કફ એ શરીરના ડિફેન્સ મેકૅનિઝમનો જ એક ભાગ છે. જ્યારે આ બહારના જીવાણુ અટૅક કરે છે ત્યારે શરીરનું રોગપ્રતિકારક તંત્ર અલર્ટ થઈ જાય છે.

શરીર શ્વસનતંત્રના નીચેના ભાગને, ખાસ કરીને ફેફસાંને આ બહારના જીવાણુથી બચાવવા નાક ને ગળામાં એક ચીકણો સ્રાવ પેદા કરે છે જે ત્યાં જામી જાય છે જેથી બાહ્ય જીવાણુ શ્વસનતંત્ર મારફતે શરીરમાં પ્રવેશી શકતા નથી. આ દરમ્યાન શરીર પોતાની અંદર આવેલા જીવાણુ સામે લડી શકે છે. આમ કફ એ શરીરને ઉપયોગી વસ્તુ છે, પરંતુ ક્યારેક એ એવી રીતે જામી જાય છે કે શરીરની શ્વાસ-ઉચ્છ્વાસની પ્રક્રિયાને નડતરરૂપ સાબિત થાય છે.’

જોકે ઘરે જ કેટલાક સરળ નુસખા કરીને આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે જેના વિશે આજે અમે તમને જણાવીશું, જે બાળકોથી લઈને વૃદ્ધો માટે પણ ઉપયોગી છે.આદુ અને મધ:આયુર્વેદમાં આદુ અને મધ બન્નેને શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે અને અનેક ઔષધીઓ બનાવવામાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ પણ કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓનું સેવન અનેક બીમારીઓનો સામનો કરી શકે છે.

આના સેવનથી શરદીમાં ઉધરસમાં ફાયદો થાય છે અને શ્વસન પ્રક્રિયા યોગ્ય રહે છે. 100 ગ્રામ આદુને પીસી લેવું, તેમાં 2 કે 3 ચમચી મધ મિક્ષ કરી લેવું, આ પેસ્ટને દિવસમાં બે વાર બે-બે ચમચી સેવન કરો. છાતી અને ગળામાં જામેલો કફ છુટો પડશે અને આ સમસ્યામાંથી છુટકારો મળશે.

સફેદ મરીનો ઈલાજ:આમ તો કાળા અને સફેદ બન્ને મરીનું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે સાથે જ અનેક ઔષધીઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરીનો સ્વાદ તીખો હોય છે. જેથી મરીનો ઉપયોગ કફની સમસ્યામાં કારગર સાબિત થાય છે.

તેના માટે અડધી ચમચી સફેદ મરી લઈને તેને પીસી લેવા. ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરી લેવું. આ મિક્સરને 10-15 મિનિટ માઈક્રોવેવમાં રાખવું. આ પેસ્ટ પીવાથી જામેલા કફમાં ખૂબ જ ઝડપથી આરામ મળે છે. કફની સમસ્યામાંથી કાયમી છુટકારા માટે મિક્ચરને એક સપ્તાહ સુધી દિવસમાં ત્રણવાર નિયમિત સેવન કરવું.

નીલગીરીના તેલ સાથે વરાળવરાળમાં ઊંડા શ્વાસ લેવાથી તમને બંધ નાકમાંથી રાહત મળશે અને તમારી છાતીમાં જામી ગયેલ કફ દુર કરવામાં મદદ મળશે. નીલગીરી નાં તેલના થોડા ટીપાને ગરમ પાણીમાં ભેળવો અને વરાળ તરીકે ઉપયોગ કરવાથી તમને સારું પરિણામ મળશે, કેમ કે નીલગીરીના તેલમાં એનાલ્જેસીક ગુણ અને જીવાણું વિરોધી ગુણ હોય છે.

ગરમ પાણીથી સ્નાન કરીને તમારા ફેફસામાં ઊંડાણથી ગરામ પાણીની વરાળ લેવામાં પણ ઉપયોગી બને છે. તમે તમારા વાયુમાર્ગને સુકાઈ જવાથી અટકાવવા માટે, તમારા રૂમમાં એક હ્યુમિડીફાયર નો ઉપયોગ પણ કરી શકો છો.

દ્રાક્ષનો રસ:લીલી અને સૂકી એમ બન્ને દ્રાક્ષનું સેવન હેલ્થ માટે બહુ ફાયદાકરક માનવામાં આવે છે. દ્રાક્ષમાં પ્રકૃતિક એક્સપેક્ટોરેન્ટ હોય છે અને આ જ કારણથી દ્રાક્ષનું સેવન ફેફસા માટે અને જામેલા કફની સમસ્યા માટે બહુ લાભપ્રદ માનવામાં આવે છે.

ગળા અને છાતીમાં જામેલા કફથી છુટકારા માટે તમારે બે ચમચી દ્રાક્ષનો રસ લેવો, તેમાં બે ચમચી મધ મિક્ષ કરવું. આ મિક્સરને એક સપ્તાહ સુધી નિયમિત દિવસમાં ત્રણવાર સેવન કરવું. આનાથી ફટાફટ ફાયદો થશે. આ સિવાય તમે રોજ આનું તાજું મિક્સર બનાવીને તેનું સેવન કરી શકો છો.

લેમન ટી:લીંબૂ સ્વાસ્થ્ય માટે કેટલું ગુણકારી છે તેનું વર્ણન આપણા પ્રાચીન ગ્રંથો અને આયુર્વેદમાં સ્પષ્ટપણે કરવામાં આવ્યું છે અને મોટાભાગના લોકો લીંબૂના ફાયદા જાણે પણ છે. લીંબૂમાં રહેલું સિટ્રિક એસિડ અને મધમાં રહેલું એન્ટિસેપ્ટિક તત્વ જામેલા કફની સમસ્યાને દૂર કરવા માટે અને ગળામાં થતાં દુઃખાવાને દૂર કરવામાં લાભકારી સિદ્ધ થાય છે. તેના માટે બ્લેક ટી બનાવવી અને તેમાં એક ચમચી તાજા લીંબૂનો રસ નાખવો ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્ષ કરવું અને આ ટીનું સેવન કરવું. થોડાક દિવસ સુધી આ રીતે સેવન કરવાથી તમારી તકલીફ ચોક્કસ દૂર થશે.

મીઠાના પાણીના કોગળા કરવા:મીઠાવાળા પાણીના કોગળા એક પ્રાચીન અને દમદાર ઉપાય છે. તેના માટે એક ગ્લાસ નવશેકું પાણી લેવું અને તેમાં એક ચમચી મીઠું નાખીને તેને સરખું મિક્ષ કરી લેવું. હવે તમારા ગળાને પાછળ તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીરે-ધીરે કોગળા કરવા.

આ પાણીને ગળી ન જવું. કોગળા કરીને પાણી બહાર કાઢી દેવું. થોડીકવાર સુધી ગળામાં આ પાણી રાખીને તેના કોગળા કરવાથી ચોક્કસપણે તમને ફાયદો થશે અને ગળામાં જામેલો કફ છુટો પડશે. આવું દિવસમાં ત્રણવાર થોડાક દિવસ સુધી કરવુ.

ગાજરનો ઉપાય:ગુણકારી ગાજરમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. તેમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ તત્વોને કારણે ગાજર ઈમ્યૂન સિસ્ટમને વધારે છે. આ સિવાય ગાજરમાં એવા ઘણા બધાં વિટામિન અને પોષક તત્વો હોય છે જે ઉધરસ અને કફની સમસ્યામાં ઝડપથી આરામ પહોંચાડે છે.

તેના માટે તમારે 3-4 તાજા ગાજર લઈ તેનો રસ કાઢી લેવો. તેમાં થોડું પાણી અને બે-ત્રણ ચમચી મધ મિક્ષ કરીને આ મિશ્રણના સરખું મિક્ષ કરી લેવું. આ મિશ્રણને દિવસમાં બેથી ત્રણવાર પીઓ. છાતી અને ગળામાં જામેલો કફ ધીરે-ધીરે દૂર થવા લાગશે.

લસણ અને લીંબૂનો ઉપાય:લસણમાં અદભુત ગુણો સમાયેલા છે. લસણમાં સોજો દૂર કરનારા તત્વો રહેલાં છે અને લીંબૂમાં સિટ્રિક એસિડ રહેલું છે. જ્યારે આ બન્ને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે જામેલા કફની સમસ્યા ગાયબ થઈ જાય છે.

તેના માટે એક કપ પાણી ઉકાળી લેવું અને તેમાં ત્રણ લીંબૂનો રસ નાખવો. તેમાં થોડુંક વાટેલું લસણ નાખવું અને સાથે જ તેમાં અડધી ચમચી કાળા મરીનો પાઉડર નાખી એક ચપટી મીઠું નાખવું. આ બધાંને સરખી રીતે મિક્ષ કરી લેવું અને પીવું. આનું સેવન કરવાથી કફની સમસ્યા છૂમંતર થઈ જશે.

હળદરનો ઉપચાર:જામેલા કફની સમસ્યા માટે હળદરનો પ્રયોગ એક પ્રભાવશાળી ઉપાય છે. હળદર એક શ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર પ્રમાણમાં છે સાથે જ કકર્યૂમિન પણ હોય છે જે શરીરની ઘણી બધી આંતરિક અને બાહ્ય સમસ્યાઓમાં ફાયદો કરે છે. એક ગ્લાસ ગરમ દૂધમાં હડદર અને અડધી ચમચી કાળા મરીનો પાઉડર મિક્ષ કરો. હવે તેમાં એક ચમચી મધ પણ નાખો. આ દૂધનું રોજ સેવન કરવાથી થોડાક જ દિવસમાં છાતી અને ગળામાં જામેલો કફ સાફ થઈ જશે.

ડુંગળી અને લીંબૂનો નુસખો:ડુંગળીમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડેન્ટ અને અનેક પોષકતત્વો હોય છે જેથી રોજ એક ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. કફની સમસ્યા માટે એક ડુંગળી લઈને તેને છોલીને પીસી લેવી. હવે તેમાં એક લીંબૂનો રસ મિક્ષ કરવો. હવે એક કપ પાણીમાં આ મિશ્રણ નાખીને બે-ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવું. આંચ પર થી ઉતારી તેમાં એક ચમચી મધ નાખવું.

હવે આ મિશ્રણને દિવસમાં ત્રણવાર પીવું, નિયમિત પીવાથી ગળફા અને કફ જામવાની સમસ્યા તરત દૂર થશે.જો તમને કફ વાળી ઉધરસ થાય ત્યારે વારંવાર ઉધરસ ખાતા છતાં પણ કફ બહાર નથી નીકળી શકતો, અને જયાં સુધી તમારી છાતી અને ગળાનો કફ બહાર નથી નીકળી શકતો ત્યાં સુધી ઉધરસ થતી રહે છે.

તો એના માટે બે કપ પાણીમાં જેઠીમધનું ચૂર્ણ 5 ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો અને જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. 2 થી 3 દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જશે અને ઉધરસ પણ સરખી થવા લાગશે.

તેમજ દાડમનો રસ ગરમ કરીને પીવાથી પણ ઉધરસ તરત મટી જાય છે. અને કફ વાળી ઉધરસના ઘરેલું ઉપચારમાં મરી દવાનું કામ કરે છે. મરી ચૂસવાથી ઉધરસમાં આરામ મળે છે. આવી સ્થિતિમાં પાણી વધારે પીઓ. શરીર માંથી કફ બહાર કાઢવા માટે આખા દિવસમાં દરેક કલાકે પીવો.

શરીરમાં કફ બનવાથી રોકવા માટે તમે ડેરી પ્રોડક્ટ્સનું સેવન ન કરો. જેમ કે ચીઝ, દૂધ, દહીં અને આઈસ્ક્રીમ. તેના સિવાય વધુ તળેલું ખાવાનું પણ ન ખાઓ. તથા ધુમ્રપાન ન કરો. કારણ કે ધુમાડો શરીરમાં કફને વધારે છે, અને શરીરને જલ્દી સારું કરવાની ક્ષમતાને ઓછી કરે છે. મસાલેદાર ખાવાનું નાકના કફને તોડે છે, અને તેને સરળતાથી વહેવા દે છે.