ગર્ભાવસ્થામાં BP ને કારણે થઈ શકે છે આ ગંભીર બીમારી, માટે રાખજો આ વાત નું ધ્યાન….

માં બનવું દરેક સ્ત્રીનું સપનું હોય છે.આપણે, એ તો જાણીએ છીએ કે ગર્ભાવસ્થા દરમિયાન શું, કેટલું, કેવું જમવું જોઈએ, કેવી કસરતો કરવી જોઈએ. વગેરે માહિતી આપણી પાસે છે પણ ગર્ભાવસ્થા દરમિયાન સુવાની સાચી રીત કઈ છે? શું તેની માહિતી આપણી પાસે છે આ એક ખુબ મહત્વની અને ગંભીર બાબત છે જેના પર આપણે ખાસ ધ્યાન આપતા નથી ગર્ભાવસ્થા દરમિયાન પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે, રાતે પૂરતી ઊંઘ લેવામાં આવે તો પ્રેગ્નેન્ટ સ્ત્રી દિવસ દરમિયાન ની પ્રવુતિ સારી રીતે કરી શકે છે જયારે કોઈ સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય છે ત્યારે તેનું શરીર અને મન અનેક તકલીફો અને અનેક અલગ અલગ પરિસ્થિતિ માંથી પસાર થાય છે.

Advertisement

ગર્ભાવસ્થા સમયે બ્લડ પ્રેશરમાં ઉતાર-ચઢાવ સામાન્ય વાત છે, પરંતુ હાલમાં જ થયેલા એક સંશોધનમાં કેટલીક નવી જાણકારી સામે આવ છે. આ નવી સ્ટડી પ્રમાણે જે મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશરની ફરિયાદ હોય છે, તેમને આગળ વધીને દિલ સાથે જોડી બીમારીઓ વધારે છે. આ દાવો શોધકર્તાઓની આંતરરાષ્ટ્રીય ટીમે કર્યો છે. લગભગ 1 થી 6 ટકા મહિલાઓમાં પ્રેગ્નેંસીના સમયે હાઈ બ્લડ પ્રેશરની ફરીયાદ હોય છે જે ડિલીવરી બાદ સામાન્ય થઈ જાય છે. તેને જેસ્ટેશનલ હાઈપરટેંશન અથવા પ્રેગ્નેંસી-ઈંડ્યૂસ્ડ હાઈપરટેંશન તરીકે ઓળખવામાં આવે છે.

જેસ્ટેશનલ હાઈપરટેંશન પર સ્ટડી.ડૉક્ટરોનું પણ માનવુ છે કે, જે મહિલાઓમાં જેસ્ટેશનલ હાઈપરટેંશન હોય છે તેમાં આગળ ચાલીને દિલની બીમરીઓ થવાની સંભાવના વધી જાય છે. સંશોધનકર્તાઓની આંતરરાષ્ટ્રીય ટીમે આ વિષય પર વધુ જાણકારી મેળવવા માટે 36 લાખ ગર્ભવતી મહિલાઓ પર કરવામાં આવેલી સ્ટડીની સમીક્ષા કરી છે. જેમાંથી 1,28,000 મહિલાઓને પહેલા જેસ્ટેશનલ હાઈપરટેંશન રહી ચૂક્યુ છે.

શું કહે છે સ્ટડીના પરિણામ? સંશોધનકર્તાઓએ જાણ્યુ છે કે, પ્રથમ પ્રેગ્નેંસી દરમિયાન હાઈ બ્લડ પ્રેશર ન થનારી મહિલાઓની સરખામણીમાં હાઈ બ્લડ પ્રેશરવાળી મહિલાઓમાં દિલની બીમારીનો ખતરો 45 ટકાથી વધારે હોય છે. જ્યારે કે, 46 ટકાથી વધુ મહિલાઓમાં કોરોનરી હાર્ટ ડિજીજનો ખતરો વધારે છે. તો એકથી વધારે પ્રેગ્નેંસીવાળી મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેશરથી થતી દિલની બીમારીનો ખતરો 81 ટકાથી વધારે મળી આવે છે. આ મહિલાઓમાં કોરોનરી હાર્ટ ડિજીડનો ખતરો 83 ટકા જ્યારે કે, હાર્ટ ફેલિયરનો ખતરો 77 ટકાથી વધુ મળી આવે છે. આ સ્ટડીના પરિણામ અમેરિકન હાર્ટ એસોસિએશનની પત્રિકામાં પ્રકાશિત થયુ છે.

ગર્ભવસ્થામાં શું ખાવું જોઈએ એ પણ ધ્યાન રાખવું.ફળ અને શાકભાજી: ગર્ભાવસ્થામાં વિશેષરૂપે જરૂરી પોશક તત્વો, વિટામિન સી અને ફોલિક એસિડ, શાકભાજી અને ફળમાં હાજર હોય છે. ગર્ભવતી મહિલાએને રોજ ૭૦ એમ.જી. (70mg) વિટામિન સી ની આવશ્યકતા છે જે સંતરા, ટામેટા, દ્રાક્ષમાં વગેરેમાં સમાયેલું હોય છે. ફોલિક એસિડનો એક સારો સ્ત્રોત, ઘાટા રંગના પત્તાદર શાકને માનવામાં આવે છે જેમકે વટાણા, પાલક, મેથી, લીલો બથુંઓ વગેરે. ગર્ભવતી મહિલાએ દરરોજ ૪ વાર શાકભાજી અને ફળનું સેવન કરવું જોઈએ. સાથે સાથે સલાડમાં, ભોજનની સાથે, ખીરું, કાકડી, ટામેટા વગેરેનું સેવન કરે. દાડમ અને પપૈયું પણ ગર્ભવતી મહિલાએ ખાતા રેહવું જોઈએ. મોસંબી, સંતરા અને દાડમનો જ્યુસ પણ ઘણો ફાયદાકારક છે.

પ્રોટીન.માછલી, ઈંડા, માંસ અને બીન્સ માં પ્રોટીન, વિટામિન બી અને આયરન હોય છે જે ગર્ભવસ્થામાં ઘણું લાભદાયી છે. તમારા વિકસતા બાળકને પ્રોટીનની અત્યંત જરૂર હોય છે, વિશેષરૂપે બીજા અને ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં. આયરન તમારા વધતા બાળક સુધી ઓક્સિજન લઈ જવામાં મદદ કરે છે અને સાથે થાક, નબળાઈ, ચીડ જેવા લક્ષણોથી બચવા તમારી માંસ પેશીઓ સુધી ઓક્સિજન પહોંચાડવા મદદ કરે છે. તમારે દિવસે ઓછામાં ઓછું ત્રણ વાર પ્રોટીન ડાયટ લેવું જરૂરી છે. શાકાહારી મહિલાઓ તેમના ભોજનમાં દાળોનું સેવન કરી શકે છે.

ડેરી ઉત્પાદનો.ગર્ભવતી મહિલાને દરરોજ ૧૦૦૦ એમ.જી. (1000 mg) કેલ્શિયમની આવશ્યકતા હોય છે. દાંત અને હાડકાની મજબૂતી માટે કેલ્શિયમ લાભદાયક છે. વિકસતા બાળકને કેલ્શિયમની ઘણી માત્રાની જરૂર હોય છે, તેટલે તમારું શરીર તમારા હડકાઓમાંથી કેલ્શિયમ લે છે. ભવિષ્યમાં ઓસ્ટીયોપોરોસીસ (osteoporosis) જેવી સમસ્યા ના થાય એના માટે તમે એવું ભોજન લો જે કેલ્શિયમથી ભરપૂર હોય. ગર્ભવતી મહિલાએ ડેરી પ્રોડક્ટસ જેમકે દૂધ, દહીં, પનીર, લસ્સી વગેરેનું સેવન દિવસમાં ઓછામાં ઓછું ૪ વાર કરવું જોઈએ. સવારે અથવા બપોરે દહીં કે લસ્સીનું સેવન અને સાંજે દૂધનું સેવન કરી શકાય. પનીરને કોઈ પણ સમયે ખાઈ શકાય.

બ્રેડ અને અનાજ.શરીર માટે બ્રેડ અને અનાજને ઉર્જાનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. આવા પદાર્થો શરીરને આયરન, વિટામિન બી, પ્રોટીન અને ફાયબર જેવા આવશ્યક પોષક તત્વો પ્રદાન કરે છે.

આ પણ છે જરૂરી.ડાયેટિશિયન આશુ ગુપ્તા બતાવે છે કે ગર્ભવતી મહિલા માટે જરૂરી છે કે તે ત્રણ થી ચાર કલાકના અંતરમાં સંતુલિત આહાર લે અને વચ્ચે વચ્ચે હળવું ભોજન લે. આ વાતનું ધ્યાન રહે કે ગર્ભાવસ્થામાં ના તો ભોજન છોડવાનું છે, ના તો કોઈ વ્રત રાખવાનું છે. શરીરમાં પાણીની અછત ના થાય તે માટે ઓછામાં ઓછું ૧૦ ગ્લાસ પાણી પણ પીવું જોઈએ.

Advertisement