ઘરમા હંમેશા રાખો ઔષધનો રાજા હરડે, તમારી દરેક દરેક સમસ્યા નો રામબાણ ઈલાજ છે આ હરડે, જાણી લો કામ ની માહિતી….

હરડે (હરીતકી) કાયમી વપરાશ (જેને ક્યારેય છોડવી ના જોઈએ). માતા ની જેમ સારું કરવા વાળી છે. માતા ક્યારે ક્યારે ગુસ્સે થાય છે પરંતુ સેવન કરેલ હરડે ક્યારેય નુકશાન કરતી નથી, કાયમ ફાયદો જ કરે છે.હરડે એક દિવ્ય ઔષધી છે, જે સદીઓ થી ઉપયોગમાં લેવામાં આવી રહી છે. જેને સંસ્કૃત માં ‘હરીતકી’ પણ કહેવામાં આવે છે. હરડે બે પ્રકારની હોય છે, નાની અને મોટી હરડે જેનું ઝાડ સીધું અને પહોળું હોય છે. જો તેના રંગ અને સ્વાદ ની વાત કરીએ તો ,તે કાળા અને પીળા રંગ ની હોય છે, જેનો સ્વાદ ખાટ્ટો અને મીઠો હોય છે.

વાયુની ગતિને સવળી કરનારા, ભૂખ લગાડનાર, ખોરાક પચાવનાર, પેટ સાફ કરનાર, મળ બાંધનાર, સોજો દૂર કરનાર, વેદના દૂર કરનાર, ત્રણ ને ચોખ્ખો રાખનાર, વ્રણમાં રૂઝ લાવનાર, શક્તિ આપનાર, વીર્ય શક્તિ વધારનાર, બળ આપનાર, બુદ્ધિ વધારનાર, આંખોનું તેજ વધારનાર, યકૃતને બળ આપનાર, હૃયને બળ આપનાર, લોહી વધારનાર, ગર્ભાશયનો સોજો મટાડનાર, મૂત્ર પ્રવૃત્તિ વધારનાર, આયુષ્ય વધારનાર, હિતકર, સંતાન ઉત્પન્ન કરવામાં (ગર્ભ ધારણ કરાવે) મદદરૂપ ઔષધિ.

હરડે ઘી સાથે વાત, લવણ-મીઠા સાથે કફ, અને મધ કે સાકર સાથે પીત્તનું નીવારણ કરે છે, તેમ જ ગોળ સાથે હરડે ખાવાથી સર્વ રોગો નો સમૂળ માંથી નાશ કરે છે. આ રીતે જોઈએ તો હરડે ત્રીદોષ નાશક ઔષધિ છે.હરડે પાવડર વ્યક્તિ એ યોગ્ય પ્રમાણમાં લેવો જોઈએ . હરડે ચૂર્ણ ની માત્ર નો આધાર વ્યક્તિ ની ઉંમર, જરુરીયાત તથા તેની પ્રકૃતી ઉપર આધાર રાખે છે.સારા સ્વાસ્થ્ય ની ઈચ્છા જો લોકો રાખતા હોય તેમણે રોજ હરડેનું સેવન કરવું જોઈએ. રાતે જમ્યા પછી અડધી હરડે ચાવીને ખાવી. ત્યારબાદ એક નાનો ગ્લાસ ગરમ દુધ પીવું જોઈએ. ખૂબ ચાવીને ખાધેલી હરડે અગ્ની ને પ્રદીપ્ત કરે છે, વાટેલી હરડે રેચ લગાડે છે, બાફેલી હરડે ઝાડો રોકે છે અને હરડેને શેકીને લેવામાં આવે તો તે ત્રણે દોષોનો નાશ કરે છે.

હરડે જો ભોજન સાથે ખાવા માં આવે તો બુદ્ધી અને બળ વધે છે તથા ઈંદ્રીયોને સતેજ બનાવે છે. કફ પિત્ત અને વાયુ ને શરીર માંથી દૂર છે. મળ તથા મૂત્ર ને વિખેરી નાખે છે. જમ્યા પછી જો હરડે ખાવા માં આવે તો ખાધેલ ખોરાક ને લીધે થતાં વાત્ત પિત્ત અને કફ ના દોષો દૂર કરે છે. હરડે હેમંત ઋતુમાં સુંઠ, શીશીરમાં પીપર, વસંતમાં મધ, ગ્રીષ્મમાં ગોળ, વર્ષામાં સીંધવ અને શરદ ઋતુમાં સાકર સાથે ખાવી જોઈએ. મુસાફરી કે શ્રમ કરવાથી થાકેલાએ, બળ વગરનાએ, રુક્ષ પડી ગયેલાએ, કૃશ-દુર્બળ પડી ગયેલાએ, ઉપવાસ કરેલા હોય તેણે, અધીક પીત્તવાળાએ, ગર્ભવતી સ્ત્રીઓએ અને જેમણે લોહી કઢાવ્યું હોય તેમણે હરડે ખાવી નહીં.

મીઠા સાથે હરડે ખાવાથી પેટ કાયમ સાફ રહે છે. હરડેના ચૂર્ણમાં ચોથા ભાગ નું જ મીઠું નાખવું જોઈએ તેનાથી વધુ ઝાળા જેવુ થઇ શકે છે.ઘી સાથે હરડેનું ચૂર્ણ ચાટવાથી ક્યારેય હ્રદય રોગ નહી થાય.સવારે મધ સાથે હરડેનું ચૂર્ણ ચાટવા થી શરીરમાં બળ અને શક્તિ વધે છે.માખણ મિશ્રી ની સાથે હરડેનું ચૂર્ણનું સેવન કરવાથી યાદ શક્તિ અને બુદ્ધિ વધે છે એટલે વિદ્યાર્થીઓ એ તેનું સેવન જરૂર કરવો જોઈએ.

હરડે આ પ્રકાર ના સર્વ રોગ નો નાશ કરે છે. ભૂખ ઓછી લાગવી, અપચો, દુખાવો, આફરો, પેટનો ગોળો, કબજિયાત, પેટના રોગો, હરસ, કમળો, યકૃત-બરોળ ના રોગો, કરમિયા, તાવ, ચામડીના રોગો, લોહી બગાડ, ઉધરસ, શ્વાસ, હેડકી, અવાજ બેસી જવો, સફેદ પાણી પડવું, મીઠા પેશાબની તકલીફ, પેશાબ પરાણે થવો, ગર્ભાશયમાં સોજો, દેના રોગો, પેશાબ બંધ થઈ જવો. હરડે ત્રિફળા ચૂર્ણ, અભિયાદી મોદક, અભયારિષ્ટ, પથ્યાદી ક્વાથ, પથ્યાદી ગૂગળ, સપ્તામૃત લોહ, પંચસકાર ચૂર્ણ વિગેરે પ્રકાર ના તમામ ચૂર્ણ બનવા માં કામ માં આવે છે.

હરડેનું ચુર્ણ, ઘી, મધ, ગોળ,અને તલનું તેલ આ બધી વસ્તુ એક સરખા વજને લઈ ને મિશ્ર કરી બે ચમચી સવાર-સાંજ ચાટવાથી મરડો, જીર્ણ જ્વર, ગૅસ, અજીર્ણ, અપચો અને આમ જેવા રોગો માટે છે. પીત્ત ને લીધે દુખાવો થતો હોય તો તેમ પણ આ ઉપચાર અકસીર માનવ માં આવે છે.કોઈપણ પ્રકારનાં પ્રમેહમાં હરડે અને હળદરનું સમભાગ ચૂર્ણ મિશ્ર કરીને લેવું. તેનાથી પેશાબ ના રોગો માં ઘણી રાહત મળે છે. હરડે અને ગજપીપરનેએક સરખા ભાગે મિશ્ર કરીને તેટલા જ પ્રમાણમાં તેમાં ગોળ ઉમેરવો, સોપારી જેવડી ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી અમ્લપિત્ત માં ઘણો ફાયદો થઈ છે .

હરડે ને મધ સાથે ચાટવાથી ઊબકા કે ઊલટી જેવુ થતું હોય તો શાંતિ મળે છે.હરડે નો બારીક પાવડર ગરમ પાણીમાં પલાળી પેસ્ટ કરી ચાંદી પર લગાડવાથી દાદર સોરાયસીસ અને ખરજવા જેવા ચામડીના રોગ મટે છે. ખીલ, ખસ, ખરજવું, ગુમડાં વગેરે ચામડીના રોગો અને રક્તબગાડના રોગો માં અડધી થી એક ચમચી હરડેનું ચુર્ણ રોજ રાત્રે જમ્યા પછી નવશેકા દુધ અથવા નવશેકા પાણી સાથે લેવું અને વાયુપીત્તાદી દોષાનુસાર પરેજી પાળવી.હરડે અને સુંઠ સરખા ભાગે પાણી માં લસોટી નવશેકા ગરમ પાણીમાં સવારે અને રાત્રે લેવાથી દમ-શ્વાસ અને કફના રોગો મટે છે.

દુઝતા હરસમાં જમ્યા પહેલાં હરડે અને ગોળ ખાવાથી દર્દી ને ઘણી રાહત થાય છે . અને જો હરસ બહાર દેખાતા ન હોય તો તેવા પ્રકાર ના રોગ માટે સવારે ગોળ અને હરડે ખાવા. પિત્તજ ગુલ્મ થયો હોય તો હરડે અને કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પિત્તથી થતો ગોળો મટી જાય છે. હરડે, અરડૂસી અને ગોળ સરખે ભાગે લઈ તેનો ઉકાળો કરીને પીવાથી શરીરની રક્તશુદ્ધિ થાય છે. ચામડીના રોગો પણ મટે છે. સાથે શરીરમાં કોઈપણ સ્થળે આંતરિક રક્તસ્ત્રાવ થતો હોય તો તેનો વેગ ઓછો થાય છે. ખૂબ જૂની શરદી રહેતી હોય અને કેમેય કરીને મટતી ન હોય તો હરડે સાથે ત્રિકટુ ભેળવી મધ સાથે તેનું સેવન કરવું.

પાંચગવ્યની સાથે હરડેનું ચૂર્ણ સેવન કરવાથી ઉંમર વધે છે.આના સેવનથી ઘણી નાની મોટી બીમારીઓ મૂળ માંથી દુર થઇ જાય છે, તે મગજને સ્ફૂર્તિમાં રાખવામાં અને આંખો માટે સૌથી ગુણકારી ઔષધ છે. જે શરીરને શક્તિ આપીને નીરોગી બનાવે છે. ફક્ત એટલું જ નહિ તે આપના શરીરને કબજિયાતમાં છુટકારો મેળવવામાં પણ મદદરૂપ સાબિત થઈ છે. તો આજ થી તેનું સેવન શરુ કરો, તેનું ચૂર્ણ અને ગોળીઓ સરળતાથી બજારમાં મળી રહે છે.

હરડે એનીમા થી અલ્સેરીક કોલાઇટીસ જેવા રોગો ને પણ ઠીક થઇ શકે છે. આ બધા રોગોના ઉપચાર માટે હરડે નું ચૂર્ણ ત્રણ થી ચાર ગ્રામની માત્રામાં દિવસમાં બે થી ત્રણ વખત સેવન જરૂર કરવો જોઈએ. કબજિયાત ના ઈલાજ માટે હરડેને વાટીને પાવડર બનાવીને કે ઘી માં શેકીને હરડેની દોઢ થી ત્રણ ગ્રામ માત્રામાં મધ કે સિંધાલુ મીઠા માં ભેળવીને આપવું જોઈએ.

હરડે લીવર, સ્પ્લીન વધવા તથા ઉદરસ્થ કૃમિ જેવા રોગો ના ઈલાજ માટે લગભગ બે અઠવાડિયા સુધી લગભગ ત્રણ ગ્રામ હરડેનું ચૂર્ણ નું સેવન કરવું જોઈએ. હરડે આપણા માટે ખુબ જ ઉપયોગી છે. પરંતુ છતાં પણ નબળા શરીર વાળા વ્યક્તિ, અવસાદગ્રસ્ત વ્યક્તિ કે પછી ગર્ભવતી મહિલાઓ આનો ઉપયોગ ન કરવો જોઈએ.

આંખના રોગોમાંથી મુક્તિ.હરડે આંખો માટે સૌથી ફાયદાકારક હોય છે. તેનું સેવન કરવા માટે પહેલા હરડેને શેકી લો, પછી ઝીણો ભૂકો કરીને તેનો સારી રીતે લેપ બનાવીને આંખો ની ચારે બાજુ લગાવી દો. આવું કરવાથી આંખો નો સોજો અને બળતરા જેવી તકલીફ દુર થાય છે.

કબજિયાત માટે.બબાસીર અને કબજિયાત માટે હરડે નું ચૂર્ણ ખુબ જ લાભદાયી હોય છે. એટલા માટે હરડે માં થોડો ગોળ ભેળવીને ગોળી બનાવી લો, છાશ માં શેકેલું જીરું ભેળવી ને તાજી છાશ ની સાથે સવાર સાંજ લેવાથી બબાસીર કે મસા નું દર્દ અને સોજો ઓછો થવા લાગે છે.

નવજાત શિશુ માટે.જો નવજાત શિશુ ને આંખો પાર ભ્રમર નથી તો હરડે ને લોઢા પર ઘસીને સરસોના તેલ સાથે ભેળવીને નવજાત શિશુના ભ્રમર ઉપર લગાડો અને ધીમે ધીમે માલીશ કરતા રહેવાથી તે ઉગવા લાગે છે. તે સાથે જ એક અઠવાડિયા સુધી બાળક ને હરડે વાટીને ખવરાવવાથી તેનાથી કબજીયાતની ફરિયાદ રહેતી નથી.
દમમાં રાહત : અને જે લોકોને દમની તકલીફ છે, તો તે રાત્રે હરડેને ચૂસે કે આંબળા ના રસમાં હરડે ભેળવીને સેવન કરવાથી આ બીમારીમાં રાહત મળે છે.

અપચાની ફરિયાદ.હરડે નું સેવન પાચનક્રિયા ને બરોબર કરવામાં અસરકારક હોય છે, તે માટે ભોજન કર્યા પહેલા હરડે ચૂર્ણમાં સુંઠ ભેળવીને લેવાથી ભૂખ સારી ખુલે છે અને ભૂખ લાગવા લાગે છે. તે સાથે જ સુંઠ, ગોળ કે સિંધાલુ મીઠું ભેળવીને ખાવાથી પાચન સારું થાય છે.

ચક્કર આવવા.જો તમને અચાનક ચક્કર આવવાની તકલીફ છે, તો પીપર (જે ગરમ મસાલામાં મળે છે) સુંઠ એટલે સુકું આદુ, વરિયાળી અને હરડે ૨૫-૨૫ ગ્રામ લઈ લો. હવે ૧૫૦ ગ્રામ ગોળમાં આ બધું ભેળવીને ગોળ આકારની ગોળીઓ બનાવી લો. ૧-૨ ગોળી દિવસ માં ૩ વખત લેવાથી ચક્કર આવવાના, માથું ભમવું બંધ થઇ જશે.
હરડેનું સેવન સતત કરવાથી શરીરમાં થાક નો અનુભવ નથી થતો અને સ્ફૂર્તિ જળવાઈ રહે છે.

હરડે ના ટુકડા ને ચાવીને ખાવા થી ભૂખ વધે છે.હરડેના સેવનથી ખાંસી કે કબજિયાત જેવા રોગો પણ દુર થઇ જાય છે.હરડેને વાટીને તેને મધમાં ભેળવીને ચાટવાથી ઉલટી આવવાની બંધ થઇ જાય છે, જો શરીરમાં ક્યાય ઘા થયો હોય તો હરડેથી તે ઘા ને ભરી દેવો જોઈએ.

એક ચમચી હરડેનું ચૂર્ણ માં બે કિશમિશ(સુકીદ્રાક્ષ) ની સાથે લેવાથી એસીડીટી માં સારું થઇ જાય છે.હેડકી આવે ત્યારે હરડે પાવડર અને અંજીર ના પાવડરને હુફાળા પાણી સાથે લેવાથી લાભ થાય છે.નાની હરડેને પાણીમાં પલાળી દો. રાત્રે ભોજન કર્યા પછી ચાવી ચાવીને ખાવાથી પેટ સાફ થઇ જાય છે અને ગેસની સમસ્યા ઓછી થઇ જાય છે.
હરડે ને શેકીને ખુબ ઝીણો વાટી લો અને લેપ બનાવીને આંખોની ચારે બાજુ લગાવો.તેનાથી દરેક પ્રકારમાં આંખના રોગો માં સારું થઇ જાય છે.

હરડે નો ઉકાળો ચામડી ને લગતી એલર્જી માં ફાયદાકારક છે.હરડેના ફળને પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવો અને તેનું સેવન દિવસમાં બે વખત નિયમિત રીતે કરવાથી જલ્દી આરામ મળે છે.એલર્જી વાળા ભાગ ની સફાઈ પણ આ ઉકાળા થી જ કરી શકાય છે.ફંગલ એલર્જી કે સંક્રમન થાય તો હરડેના ફળ અને હળદર થી તૈયાર કરલ લેપ પ્રભાવિત ભાગ ઉપર દિવસમાં બે વખત લગાવો, ત્વચા બરોબર થાય ત્યાં સુધી લેપ નો ઉપયોગ લગાવાનું ચાલુ રાખો.

મોઢામાં સોજો થાય તો હરડેના કોગળા કરવાથી ફાયદો થાય છેહરડે નો લેપ પાતળી છાશ સાથે ભેળવીને કોગળા કરવાથી પેઢા ના સોજમા પણ આરામ મળે છે.હરડેનું ચૂર્ણ દુઃખતા દાંત ઉપર લગાવવાથી તકલીફ ઓછી થાય છે.
હરડે સ્વસ્થ્યવર્ધક ટોનિક હોય છે જેના ઉપયોગથી વાળ કાળા, ચમકતા અને સુંદર લાગે છે.

હરડેના ફળને નારીયેલ તેલમાં ઉકાળીને (હરડે પૂરી રીતે ભળી જાય ત્યાં સુધી) લેપ બનાવો અને તે વાળ માં લગાવો
કે પછી રોજ ૩-૫ ગ્રામ હરડેનો પાવડર એક ગ્લાસ પાણી સાથે સેવન કરો.હરડેનું પલ્પ કબજિયાતમાં રાહત અપાવવામાં પણ ગુણકારી હોય છે. તે પલ્પમાં ચપટીભર મીઠા સાથે ખાવ કે પછી ૧/૨ ગ્રામ લવિંગ કે તજ ની સાથે તેનું સેવન કરો.

જો તમારે તમારા શરીર ને તંદુરસ્ત રાખવું હોય અને લાંબુ સ્વસ્થ જીવન જીવવું હોય તો તમારે હરડે નું સેવન કરવું જોઈએ. હરડે શરીર ના બધા કોષોને જીવંત રાખવાનું કામ કરે છે, મરવા દેતી નથી. આથી આંખની તકલીફ, પેટના રોગો, નાકના રોગો, માથાની ફરીયાદ જેવી બધી જ તકલીફ હરડે લેવાથી તેમ ઘણો ફાયદો થાય છે . જો તમારું શરીર તંદુરસ્ત હશે તો તમે લાંબુ જીવન જીવી શકશો.