ગોંડલનાં આ રાજવી પરિવાર પાસે એવી વિન્ટેજ ગાડીઓ છે જે અંબાણી પાસે પણ નથી,જોવો કાર કલેકશન……

આ લેખ માં તમારું સ્વાગત છે આજે આ લેખ માં આપણે વાત કરવાના છે હિમાંશુસિંહજી જે ગોંડલ ના રાજવી છે.અને તમને એના વિશે ની દરેક માહિતી આપીશું,ભારત રાજા રજવાડાઓ નો દેશ છે. આઝાદી મળ્યા ને દાયકાઓ વીતી ગયા બાદ પણ હજી પ્રજા તેના પ્રજાવાત્સલ્ય રાજા ને યાદ કરી નવી પેઢી ને તેના કિસ્સાઓ સંભળાવે છે.જણાવી દઈએ કે હાલ માં મહારાજા શ્રી જ્યોતેન્દ્રસિંહાજી વિક્રમસિંહજી સાહેબ ગોંડલ નું સાશન કરી રહ્યા છે.અને એમના પુત્ર એટલે કે ગોંડલ ના રાજવી હિમાંશુસિંહજી છે.

હિમાંશુસિંહજી છે આંતરરાષ્ટ્રીય કારરેલી માં ભાગ લઇ ચુકયાં છે. જ્યોતીન્દ્રસિહજી અને હમાંશુ સિંહજી પણ વિન્ટેજ નાં ચાહક છે અને એ અંદાજે 35 થી વધું વિન્ટેજ ક્લાસિક કાર નું કલેકશન ધરાવે છે.જે ગુજરાત નું પ્રથમ કક્ષા નું ગણી શકાય. એન્ટિક કાર કલેક્શન માટે જાણીતા અને વિશ્વની કાર રેસમાં અનેક મેડલ ટ્રોફી હાંસલ કરનાર ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહજી એ ચાલુ વર્ષમાં સ્વીડનમાં બરફાચ્છાદિત મેદાન પર 170 કિ.મી.ની ઝડપે પ્રથમ ભારતીય તરીકે કાર દોડાવી ‘વોલ ઓફ ફ્રેમ’ માં નામ અંકિત કરાવી ભારતનું ગૌરવ વધાર્યું હતું.

સ્વીડનમાં પ્રતિવર્ષે આર્ટિક સર્કલ પાસે માઇનસ 40 ડિગ્રી માં બરફ પર તેજ ગતિ માં કાર દોડાવવા માટે દેશ-વિદેશમાંથી કારચાલકો આવીને ભાગ લે છે અને તેમાં સર્વોચ્ચ અને નોંધપાત્ર દેખાવ કરનાર કારચાલકનો નામ વિશ્વની ‘વોલ ઓફ ફેમ’ માં અંકિત કરાઈ છે.બીજી એક ખાસ વાત જણાવી દઈએ કે જો દેશ આખામાં જો હાઇએસ્ટ વિન્ટેજ કાર કોઈ રાજવી પાસે હોય તો તે હિમાંશુસિંહજી છે.ગોંડલ સ્ટેટ પાસે પડેલી ૪૨ વિન્ટેજ કાર સલમાને પોતે ચલાવી હતી અને બધી જ વિન્ટેજ કારની ડીટેલ પણ તેણે લીધી હતી.

અને ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહજી એ વર્ષ 2018 મા સૌથી તેજ ગતિ 170 કિ.મી.ની ઝડપે કાર ચલાવનાર પ્રથમ ભારતીય તરીકે વિશ્વ ની વોલ ઓફ ફેમમાં નામ અંકિત કરાવી સિદ્ધિ હાંસલ કરી હતી તેઓએ સ્વીડનમાં આ બર્ફીલા મેદાન પાર ઇ કલાસ ઇ 63 મર્સિડીઝ કાર સડસડાટ દોડાવી સૌને અચંબિત કરી નાંખ્યા હતા.ઉલ્લેખનીય છેકે ગોંડલના રાજવી પરિવાર પાસે વિન્ટેજ કારનો અદ્વિતીય અને અલભ્ય સંગ્રહ આજે પણ લોકો ચાહકો જોવા આવે છે.

યુવરાજ હિમાંશુસિંહજી ના પિતા મહારાજા જ્યોતીન્દ્રસિંહજી એ પણ અનેક કાર રેસ સ્પર્ધામાં સિદ્ધિઓ હાંસલ કરી છે ત્યારે યુવરાજે પણ આ સિદ્ધિ બદલ ભારતનું નામ સમગ્ર વિશ્વમાં ગૌરવથી અંકિત કર્યું છે જે માટે તેમને દેશ-વિદેશમાંથી શુભેચ્છાઓ પણ મળી રહી છે.

આજે પણ ગોંડલના રાજવી પરિવાર પાસે મહારાજા ભગવતસિંહજી ના રાજવી કાળથી લઈને અત્યાર સુધીની એન્ટીક ચીજવસ્તુઓનો એતિહાસિક સંગ્રહ મ્યુઝિયમના મહેલમાં લોકો જોઇ નિહાળીને ઇતિહાસને જીવંત રાખે છે.

ગોંડલ રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશભાઈ રાધનપુરા એ જણાવ્યું હતું કે પ્રજાપતિ મહારાજા સર ભગવતસિંહજી નો શિક્ષણ પ્રેમ અને સુશાસન થી સમગ્ર વિશ્વ પરિચિત છે જ, રાજવી કાળમાં ફ્રેન્ક બ્રુક નામના પેઈન્ટર દ્વારા મહારાજા સર ભગવતસિંહજીના બે પોટ્રેટ બનાવવામાં આવ્યા હતા, જેમાંનું એક પોટ્રેટ ગોંડલ ખાતે છે અને બીજું પોટ્રેટ લંડન સ્થિત બોડેલીયન લાયબ્રેરીમાં રાખવામાં આવ્યું છે.

તેમજ મહારાજા સર ભગવતસિંહજી દ્વારા વર્ષ ૧૮૮૩માં લંડનનો પ્રવાસ કરવામાં આવ્યો હતો અને તે અંગે તેઓ દ્વારા જનરલ ઓફ એ વિઝીટ ટુ ઇંગ્લેન્ડ પુસ્તક લખવામાં આવ્યું હતું તે પુસ્તક તેમજ વર્ષ ૧૯૩૪માં ગોલ્ડન જ્યુબિલી ઉત્સવ સમયે ગોલ્ડન જ્યુબિલી કમિટિ દ્વારા શ્રી ભગવતસિંહજી મેકર ઓફ મોર્ડન ગોંડલ” પુસ્તક પ્રકાશિત કરાયું હોય તેને પણ લાઇબ્રેરીમાં કાળજીપૂર્વક રાખવામાં આવ્યા છે. મહારાજા દ્વારા જ લેખિત આયુર્વેદ પરનું હિસ્ટ્રી ઓફ આર્યન મેડિકલ સાયન્સ નામના પુસ્તકનો પણ સમાવેશ કરાયો છે.

ગોંડલ પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી નું સૂત્ર હતું કે સૌથી પહેલા ગોંડલ અને “પોતા પહેલા બીજા” એ સૂત્ર સાર્થક રાજવી પરિવારે કર્યું છે. ભારત દેશ માં જ્યારે જ્યારે વિકટ પરિસ્થિતિ આવી છે ત્યારે ગોંડલ રાજવી પરિવારે સહયોગ આપ્યો છે.

૧૯૩૪ માં રાજાશાહી વખત માં બિહાર ના વિનાશક ભૂકંપ સમયે સંકટ નિવારવા મહારાજા ભગવતસિંહ જી તરફથી ૧ લાખ રૂપિયા ની બાદશાહી સહાય કરી તેમજ કવેટા ધરતીકંપ માં પણ ૧ લાખ ની સહાય કરી હિંદભર માં ખ્યાતિ મેળવી હતી.

ગોંડલનું નામ સાંભળતા જ મહારાજા સર ભગવતસિંહજીની છબી આંખો સામે તરી આવે. દેશી રજવાડામાં ગોંડલ અને ગોંડલનાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહનું નામ દેશ વિદેશમાં અનેક કારણે જાણીતું છે.

જે રાજાએ રાજકોષનો ઉપયોગ નીજી શોખ માટે નહીં પરંતુ પ્રજાનાં કાર્ય માટે કર્યો અને એક માત્ર ગુજરાતી શબ્દકોષ “ભગવત્ ગૌ-મંડળ”ની રચના કરી હતી.

ગોંડલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું એક શહેર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે.ગોંડલ રજવાડું બોમ્બે પ્રેસિડેન્સી હેઠળની કાઠિયાવાડ એજન્સીના આઠ પ્રથમ કક્ષાના રજવાડાઓમાંનું એક રજવાડું હતું. આ રજવાડાની રાજધાની ગોંડલ શહેર હતી.

જણાવી દઈએ કે ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા અથવા મહારાજા ભગવતસિંહજી ગોંડલના પહેલા મહારાજા હતા. તેઓ તેમના પ્રજાકલ્યાણના કાર્યો તેમજ ભગવદ્ગો મંડલ ના નિર્માણ માટે જાણીતા છે..