હવસખોર તાંત્રિક વિધિના બહાને મહિલા ને નગ્ન કરીને, વારંવાર બાંધતો રહ્યો શારીરિક સંબંધ, અને પછી પત્ની સાથે….

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે વડોદરામાં રહેતા એક ઠગબાજે તેની પત્ની સાથે મળી ભાવનગરમાં પીયર ધરાવતી એક મહિલા તથા તેના ભાઈ-ભાભી બહેન-બનેવી પાસેથી તાંત્રિક વિધિ કરાવવાના બહાને રૂપિયા 31 લાખ જેટલી રકમ પડાવી મહિલા સાથે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.આ ચકચારી બનાવ અંગેની વિગત એવી છે કે, ભાવનગર શહેરમાં પીયર ધરાવતાં અને વડોદરામાં સાસરૂં ધરાવતાં બે સંતાનોની માતા એવા મહિલાએ ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં આપવીતી જણાવી હતી કે મહિલાના ભાવનગર સ્થિત ભાઈ-ભાભી વચ્ચે ઘરકંકાસ ચાલતો હોય જૂન 2018માં વડોદરાના તરસાલી શરદ નગર સાંઈ મંદિર પાસે રહેતા હિરેન નરેન્દ્રભાઈ પુરોહિત નામક શખ્સનો જ્યોતિષ હોવાના કારણે સંપર્ક કર્યો હતો.

Advertisement

હિરેન પુરોહિતે ભાવનગર સ્થિત મહિલાના ભાઈના ઘરે આવી ગૃહદોષ અને અનિષ્ટ તત્વોના નિવારણ માટેની વિધિ કરવાના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 90,000 લીધા હતા બાદમાં હિરેન પુરોહિત મહિલાના સંપર્કમાં હોવાથી તેણે જૂન 2019માં મહિલાના ઘરે કથા કરવાના બહાને આવી તેમને પ્રસાદ આપ્યા બાદ મહિલાની શારીરિક હાલત બગડી હતી જે અંગે મહિલાના પતિએ હિરેન પુરોહિતને પુછતાં તેણે મહિલામાં અનિષ્ટ તત્વો પ્રવેશી ગયા હોવાનું જણાવી ભાવનગર પીયરમાં રહેવા મોકલી દેવા સલાહ આપતાં મહિલા ભાવનગર પીયર ખાતે રહેવા આવી ગઈ હતી. જ્યાં થોડા દિવસો બાદ હિરેને ભાવનગર આવી એકાંતમાં વિધિ કરવાના બહાને તેના જ ઘરે કંઈ ખવડાવી દઈ તેણીને અર્ધબેભાન કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું.

જોકે બાદમાં પણ હિરેને મહિલાના માતા-પિતા અને ભાઈને તેની 15 માસ સુધી વિધિ કરવાની હોવાનું કહી વડોદરા પતિ સાથે ન રહેવા દેવાનું કહી ભાવનગર પીયરમાં જ રહેવા જણાવ્યું હતું દરમિયાનમાં મહિલાના બહેન અને બનેવી પણ હિરેનના સંપર્કમાં આવતાં હિરેન પુરોહિતે મહિલાના બહેનના શરીરમાં પણ અનિષ્ટ તત્વોનો વાસ હોવાનું કહી વિધિ અને સુખાશાંતિ તથા ધંધો સારો ચાલશે તેમ કહીને તેમની પાસેથી રોકડા રૂપિયા 7 લાખ તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી લીધા હતા.

જો કે આ તમામ પ્રવૃતિ વચ્ચે મહિલાની વિધિ ચાલતી હોવાથી તે વડોદરા સ્થિત હિરેન પુરોહિતના ઘરે ગઈ હતી જ્યાં હિરેન પુરોહિતે તેના પત્ની મિતલની હાજરીમાં વિધિના નામે નિર્વસ્ત્ર થવા કહ્યું હતું જેનો મહિલાએ વિરોધ કરતાં હિરેન પુરોહિતે મહિલાને ભાવનગર સ્થિત મકાનમાં મહિલાના લીધેલા આપતિજનક તસવીરો વાયરલ કરવાની ધમકી આપી સાત દિવસ સુધી ઘરમાં રાખી એકથી વધુ વખત દુષ્કર્મ ગુજાર્યો હતું જ્યારે મહિલા અને તેના ભાઈની વિધિના બહાને મહિલાના ભાઈ પાસેથી રૂપિયા 22,41 લાખ પડાવ્યા હતા.

બનાવ અંગે ભરતનગર પોલીસ વડોદરામાં રહેતા હિરેન પુરોહિત અને તેના પત્ની મિતલ સામે તાંત્રિક વિધિના નામે ઠગારી આચરી મહિલાના ભાઈ પાસેથી વિધિના બહાને કટકે કટકે રૂપિયા 22.41 લાખ તથા મહિલાના બહેન બનેવી પાસેથી રૂપિયા 7 લાખ રોકડા તથા રૂપિયા બે લાખના દાગીના પડાવી પતિ-પત્નીએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે આઈપીસી કલમ 406, 420, 376, 328, 344, 506 તથા 34 અન્વયે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ બનાવ ભારે ચકચાર મચાવી છે.

પોલીસ ડરના કારણે પરિવારે નાણાં સહિતનો મુદ્દામાલ સરેન્ડર કર્યો.પોલીસ ફરિયાદના અંતે મહિલાએ જણાવ્યું કે હિરેન પુરોહિતે વડોદરા પોલીસને આપેલ અરજીના આધારે પોલીસે કરેલી કાર્યવાહીના પગલે તેની પાસેથી પરત લીધેલ પોતાની માહિલીકીના રૂપિયા 12લાખ હિરેને આપેલ કબૂલાતનામું તથા કારના કાગળો પોલીસ સમક્ષ સરેન્ડર કરી દીધા હતા.

તાંત્રિકે વિધિના નામે પતિ-પત્ની વચ્ચે છૂટાછેડાની અરજી.મહિલાએ પોલીસ ફરિયાદમાં ઉમેર્યું કે તાંત્રિક વિધાના નામે હિરેન પુરોહિતે પ્રથમ મહિલાને વડોદરાથી ભાવનગર મોકલી પતિ-પત્નીને અલગ કર્યા હતા. બાદમાં સમય જતાં પતિ દ્વારા જ પત્ની પર મેલું કરાવવામાં આવ્યું હોવાનું કહી બન્ને વચ્ચે છૂટાછેડા પણ કરાવી દીધા હતા જો કે હાલ આ મુદ્દે કોર્ટ મેટર ચાલું હોવાનું ફરિયાદીએ ફરિયાદમાં ઉમેર્યું હતું.
હિરેન ધમકી આપી સામે થઈશ તો જીવતા નહીં રહેવા દેવાની ધમકી આપી.

મહિલાએ પોલીસ ફરિયાદમાં વિગત આપતા જણાવ્યું કે ઠગ તાંત્રિકની અરજીના આધારે પોલીસે જવાબો લીધા બાદ હિરેને પરિવારને સામે થવાનું પરિણામ જોઈ લીધું તેમ કહીને જીવતા નહીં રહેવા દેવાની તથા ફોટા વાયરલ કરી દેવાની વધુ એક વખત ધમકી આપી હતી.ચોરી ઉપર સે સીનાજોરી ભાંડોફોડ થતાં તાંત્રિકે પરિવાર સામે લૂંટની અરજી આપી.

મહિલાએ પોલીસ સમક્ષ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું કે ગત તા 20ના રોજ ભાવનગર આવેલા હિરેન પુરોહિતનો પોતે ઢોંગી અને તાંત્રિક વિધિના બ્હાને નાણા પડાવ્યા હોવાનો ભાંડોફોડ થઈ જતાં તેણે પરિવાર સમક્ષ સમપર્ણ કરી દીધું હતું અને પોતે કઢંગી હોવાનો સ્વીકાર કરી નાણાં પરત આપવાની ખાત્રી આપી હતી. બાદમાં પરિવારના સભ્યોને લઈ હિરેન પોતાની કાર લઈ વડોદરા ગયો હતો અને ઘરમાંથી રૂપિયા 11 લાખ રોકડા તથા પોતાની કારનું ટીટીઓ ફોર્મમાં સહી કરી આપી હતી.

બીજા દિવસે વડોદરાના પોલીસ સ્ટેશનમાં ભાવનગર સ્થિત પરિવાર વિરુદ્ધ રૂપિયા 12 લાખ રોકડા અને કારની લૂંટ ચલાવ્યાની અરજી આપી હતી. આ અરજીના પગલે વડોદરા પોલીસ તથા ભરતનગર પોલીસે પરિવારને જવાબ માટે બોલાવ્યો હતો. આમ ઠગબાજ તાંત્રિકે ગુજરાતી કહેવત ચોરી ઉપર સે સીના જોરી મુજબ પરિવાર સાછે ઠગાઈ કરી લૂંટની સામી અરજી આપી હતી.

બીજી એક એવીજ ઘટના સામે આવી છે ચાલો જાણીએ સમગ્ર મામલો હાલમાં આપણે જોતા હોઈએ છીએ કે ઘણા એવા કિસ્સાઓ બને છે કે જાણીને આપણે પણ આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ. અહીંયા પણ તેવું જ ઘટના બની છે અને જે એક ભુવાએ તાંત્રિક વિધિના બહાને સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનું અહીંયા જણાવવામાં આવ્યું છે અને જેના વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું અને આ દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાઈ ગઈ છે.

પણ જ્યારે ફરિયાદી દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે આ એક જાણીતો ભુવો હતો અને આ ભુવો ઘણો જૂનો હતો માટે તેની પાસે તાંત્રિકની બધી વિધિ કરવાની ગોઠવણ કરી હતી પણ તેમણે ખબર ન હતી કે આ તાંત્રિક ભુવો આવો હતો એમ પણ આ તાંત્રિક વિધિ કરવાના બહાને સગીરાને આશ્રમમાં બોલાવી હતી અને ત્યારબાદ તની સાથે વાતચીત પણ કરી હતી અને વાત કર્યા બાદ આ જ આશ્રમમાં જ આ ભુવાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અહીંયા જણાવવામાં આવ્યું છે કે જે વાતની ઘર પરિવારના કોઈપણ વ્યક્તિને ખબર ન હતી અને જ્યારે તની સાથે આ દુષ્કર્મ રચાયું હતું અને ત્યારે જ તે ખૂબ ચિંતિત હતી અને તે હેરાણ પરેશાન થઈ ગઈ હતી અને એવું પણ કહેવાય છે કે આ માહિતી આપ્યા મુજબ રાધનપુરમાં ગામનું નામ બદલેલ છે અને આ ગામમાં તાંત્રિક વિધિના બહાને ભુવાએ 19 વર્ષની સગીરાને આશ્રમમાં બોલાવી હતી પણ તે એકલી ન હતી આવી તેની સાથે તેની માતા પણ આવી હતી પણ જ્યારે બંને આશ્રમમાં પહોંચ્યા હતા ત્યારે જ તાંત્રિક ભુવાએ એવું કીધું હતું કે તેની માતાની ત્યાં કોઈ જરૂર નથી અને તેની માતાને ત્યાંથી કાઢી મુકવામાં આવી હતી અને ત્યારબાદ તે 19 વર્ષની યુવતીને આશ્રમમાં બંધ કરવામાં આવી હતી અને પછી લગભગ અડધા કલાક પછી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આવું કરતા જ કોઈ પરિવારજનોને ખબર ન હતી કારણ કે પરિવારજનોનો આ ખૂબ જાણીતો અને જૂનો ભુવો હતો એટલા માટે તેની કોઈ જાતની શંકા ન હતી પણ કહેવાય છે કે આવું દુષ્કર્મ આચરતા જ જ્યારે આ યુવતી ત્યાંથી ભાગી છૂટી હતી અને પછી આ અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતા ભાંડો ફૂટ્યો હતો અને તેને તે તાંત્રિક ભુવા વિશે બધું જ કહી દીધું હતું અને હાલમાં પણ આ ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ એક જ સપ્તાહમાં આ દુષ્કર્મની ત્રીજી ઘટના બની ગઈ છે જે આવી રીતે ગુજરાતમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે અને જેના કારણે ચાલુ અઠવાડિયે દુષ્કર્મની આ ત્રીજી ઘટના છે પણ કહેવાય છે કે આ અંગે યોગ્ય પગલાં લેવામાં આવશે અને આ પહેલા રાજકોટમાં પણ પરિણિત મહિલા સાથે ગેંગરેપની અને ત્યારબાદ પાલનપુરમાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી.આવા તો ઘણા કિસ્સા છે જે તમે પણ વારંવાર જોયા હશે ત્યારે જ આજે રાધનપુરમાં સગીરા પર દુષ્કર્મના આરોપમાં તાંત્રિક સામે ફરિયાદ નોંધાઈ છે અને સગીરાના પરિવાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેને જલ્દી જ પકડવામાં આવે અને જેલમાં ધકેલવામાં આવે.

Advertisement