જડમૂળથી દૂર થશે જૂનામાં જૂના ખીલ અને ડાઘ, કરો બસ આ 2 ઉપાય,અને જોઈ લો જાતે જ…..

યુવાનીમાં પગ મુગતાં જ દરેક યુવક-યુવતીને સૌથી વધુ પરેશાન કરનારું અને ચિંતાજનક લાગતુ હોય તો એ છે મોઢા પર થતા ખીલ. આ ખીલ ગમે ત્યારે ફૂટી નીકળે છે. જેના કારણે ચહેરો ખરાબ લાગે છે. આજકાલ બહારની ખાણીપીણીને કારણે આપણા સ્વાસ્થ્યની સાથે-સાથે ત્વચા પર પણ તેની ખરાબ અસર પડે છે. આમ ખીલ થવાનું એક કારણ ઓઇલી સ્કિન પણ છે. આ શિવાય શરીરમાં હોર્મોન્સ ચેન્જીસને કારણે પણ ચહેરા પર ખીલ થાય છે. કારણકે હોર્મોન્સ બદલાવવાથી સીબમ તેલ બનવા લાગે છે જે સ્કિનના છિંદ્રોને બંધ કરવાનું કામ કરે છે.

જેના કારણે ખીલના દાણા થવા લાગે છે તેમજ સીબમમાં રહેલા બેક્ટેરિયાના કારણથી પણ ખીલ થાય છે. આ શિવાય ખીલ થવા પાછળના કારણોમાં યોગ્ય ઊંઘ ન લેવી, તણાવ તેમજ બીજા અનેક કારણો તેની પાછળ જવાબદાર હોય છે. જો તમે આ ઘરગથ્થુ ઉપાયોની મદદથી ખીલને દૂર કરશો તો આ સમસ્યામાંથી સરળતાથી છૂટકારો મેળવી શકશો. જો તમે આ ઉપાયોને રેગ્યુલરલી ફોલો કરશો તો તમારે ડોકટર પાસે નહિં જવું પડે અને તમે ઘરે બેઠા જ તમારી ત્વચાને એકદમ સુંદર રીતે નિખારી શકશો.

ખીલ એક વખત થાય છે તો લાંબા સમય સુધી તેના ગંદા નિશાન છોડીને પણ જાય છે જો તમે ખીલની સમસ્યાથી પરેશાન રહો છો તો તમારે ફેસ વોશથી ચહેરો ધોવો જોઇએ જેમા ગ્લાઇકોલિક અને સેલિસિલિક એસિડ રહેલા છે.તે ખીલને ઉત્પન્ન કરતા બેક્ટેરિયાનો અંત લાવે છે.

આ બધી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા ઉપરાંત, તમારે કેટલીક ઘરેલુ વસ્તુઓનો પણ ઉપયોગ કરવો પડશે, જેમાં એન્ટીઓકિસડન્ટો હોય છે. કુદરતી વસ્તુઓ સ્ક્રીન પર ખૂબ જ ઝડપથી કામ કરે છે અને તેની કોઈ આડઅસર થતી નથી. તમારી ત્વચાને ખીલથી મુક્ત રાખવા માટે તમે મધ, ગ્રીન ટી, હળદર, માટી અથવા કોલસા વગેરેનો ઉપયોગ કરી શકો છો. ચાલો તમને જણાવીએ કે તેમને ચહેરાના માસ્ક તરીકે કેવી રીતે ઉપયોગ કરવો.એલોવેરા ત્વચાને ઠંડક પહોંચાડે છે અને એક્ટિવેટેડ ચારકોલ સ્ક્રીનમાંથી વધુ તેલ શોષી લેવામાં મદદ કરે છે. જે ખીલ દૂર કરવા માટે ફાયદાકારક છે.

સામગ્રી.1 ચમચી એલોવેરા.1 ચમચી એક્ટિવેટેડ ચારકોલ.ટી-ટ્રી તેલનો 1 ડ્રોપ : બનાવવાની રીત. : દરેક વસ્તુને સારી રીતે મિક્સ કરો અને તમારી આંગળીનો ઉપયોગ કરીને તમારા ચહેરા પર લગાવો. માસ્કને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હળવા પાણીથી ચહેરો ધોઈ લો. થોડાક દિવસ આ ઉપાય કરવાથી તમને ફરક જોવા મળશે.

બીજો ઉપાય.હળદરમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિસેપ્ટિક ગુણ હોય છે, જે ખીલ પેદા કરતા બેક્ટેરિયાને દૂર કરે છે.
સામગ્રી.એપ્પલ સાઇડર વિનેગર.1 ચમચી મધ.1/2 ચમચી હળદર પાવડર.1 ચમચી દૂધ

બનાવવાની રીત.સૌ પ્રથમ રૂની મદદથી ચહેરા પર એપ્પલ સાઇર વિનેગર લગાવી લો. 5 મિનિટ પછી મધ અને હળદરનું મિશ્રણ બનાવી તેને ચહેરા પર લગાવો. તેને આંખથી દૂર રાખો. 15 મિનિટ સુધી માસ્ક રાખ્યા પછી, નવશેકા પાણીથી ધોઈ લો. જો હળદરથી તમારો ચહેરો પીળો લાગે છે, તો તેને દૂધમાં પલાળીને તેને રૂથી લૂછી નાખો. આ માસ્કનો ઉપયોગ અઠવાડિયામાં બે વાર કરવો.

અન્ય ઉપાયો.ગાયના કાચા દૂધમાં જાયફળ ઘસીને મિક્સ કરો. આ પેસ્ટ તૈયાર થઈ જાય એટલે તેને આખા ચહેરા પર લગાવી દો. તે સુકાઈ જાય એટલે સાદા હુફાળા પાણીથી ચહેરો ધોઈ લો. આ પ્રયોગ તમારે અઠવાડિયામાં 4થી 5 દિવસ કરવાનો રહેશે. જો તમે આ પ્રોસેસ રેગ્યુલરલી કરશો તો તમારા ચહેરા પરથી ખીલ ગાયબ થઇ જશે અને તેના દાગ પણ જલ્દીથી ગાયબ થઈ જશે.

એન્ટીસેપ્ટિક ગુણોને કારણે ખીલ દૂર કરવા માટે લીમડો સૌથી વધારે ઉપયોગી છે. ખીલને દૂર કરવા માટે લીમડાના પાનને ઉકાળીને ચહેરા પર લગાવો. લીમાડાના પાનને પાણીમાં પીસીને તેનો રસ પીવાથી લોહી સાફ થાય છે અને ખીલ દૂર થઈ જાય છે. જો કે આ પ્રયોગ કરવો થોડો અઘરો છે, પણ જો તમે તમારું મન મક્કમ કરીને કરો છો તો તમારા ચહેરા પરના ખીલ તો દૂર થશે જ પણ સાથે-સાથે તમારી સ્કિન પણ ચમકદાર બનશે.

ચહેરા પરના ખીલને દૂર કરવા માટે સંતરાની છાલ એક બેસ્ટ ઉપાય છે. આ પ્રયોગ કરવા માટે સૌ પ્રથમ સંતરાની છાલને તડકે સૂકવી લો. ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લો. હવે આ પાવડરમાં જરૂર મુજબ મુલતાની માટી અને ગુલાબજળ એડ કરીને એક પેસ્ટ બનાવી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો. જો તમે સતત પંદર દિવસ સુધી આ પેસ્ટ ચહેરા પર લગાવશો તો ચહેરા પરના બધા જ ખીલ ગાયબ થઇ જશે.

પલાળેલી મસૂરની દાળને દૂધમાં વાટીને સવાર-સાંજ ચહેરા પર લગાડવી. દસ મિનિટ બાદ હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લેવો. આ પ્રયોગ તમારે સતત વીસ દિવસ સુધી કરવાનો રહેશે. ખીલને દૂર કરવા માટે આ પ્રયોગ બેસ્ટ છે.શરદી-ખાંસી માટે તુલસીનાં ઉપયોગ વિશે તમે સાંભળ્યું હશે, પરંતુ ખીલને દૂર કરવાની આ અસરદાર રીત છે. આ આયુર્વેદિક રીત તમને કોઇ પણ પ્રકારના સ્કિન ઇન્ફેક્શનથી બચાવે છે. આ માટે તુલસીના કેટલાંક પાન લો અને પાણીની સાથે મિક્સ કરીને પીસી લો. હવે આ પેસ્ટને ખીલ પર લગાવો અને સૂકાઇ ગયા બાદ તેને ધોઇ લો.

ફુદીનામાં શરીરને ઠંડક પહોચાડવાના ગુણોની સાથે તેમાં એન્ટીસેપ્ટિકના ગુણો પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે.
થોડા ફુદીનાનાં પાનમાં પાણી નાખીને તેની પેસ્ટ તૈયાર કરી લેવી. આ પેસ્ટને રાતે સુવાના સમયે લગાવવી અથવા આ પેસ્ટને ગાળીને તેમાથી જ્યુસ કાઢીને તે ચહેરા પર લગાવી સવાર સુધી તેને રહેવા દેવું. સવારે ચહેરો ઠંડા પાણીથી ધોઇ લેવો. આ ઉપાય સપ્તાહમાં એકવાર કરવાથી ધીરે-ધીરે ખીલની સમસ્યા જડમૂળથી ગાયબ થઈ જશે.

હળદર.હળદરનો એક એન્ટીસેપ્ટિક તરીકે કામ કરે છે. હળદરમાં બેક્ટિરીયાને મારવાની ક્ષમતા હોય છે.
એક ચમચી હળદરના પાવડરમાં થોડું પાણી મેળવી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરવું. આ પેસ્ટને ખીલની જગ્યાએ લગાવવું. થોડી મિનીટ સુધી રાખ્યા બાદ તેને ઠંડા પાણીથી ધોઇ લેવું. આ રીતને એક અઠવાડીયા સુધી નિયમિતપણે કરવાથી ખીલ ચોક્કસપણે દૂર થશે.

લીંબુ.લીંબુમાં ભરપૂર પ્રમાણમાં વિટીમીન સી જોવા મળે છે, જે ખીલ માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે.
બે મધ્યમ આકારના લીંબુ લઇને તેનો રસ કાઢી લેવો. કોટન(રૂ)ને આ રસમાં નિચોવી તેને ચહેરા પર લગાવવું. જ્યારે તે સૂકાય જાય એટલે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું. દિવસમાં બે વાર આ પ્રયોગને અજમાવાથી ખીલની સમસ્યા ત્રણ-ચાર દિવસમાં જ દૂર થાય છે.

લસણ.લસણમાં એન્ટીફંગલ તત્વ જોવા મળે છે. જે ખીલને ખુબ જ જલ્દી ઠીક કરે છે.લસણની બે કળી અને લવિંગને પીસી લેવું. એ પેસ્ટને માત્ર ખીલ પર લગાવવું. થોડા સમય સુધી રહેવા દઈ ચહેરાને ધોઈ લેવો. આવું કરવાથી ખીલ જરૂર દૂર થશે.

ટૂથપેસ્ટ.ટૂથપેસ્ટનો ઊપયોગ દાંતને સફેદ કરવા માટે તો આપણે કરીએ જ છીએ, પરંતુ ખીલને દૂર કરવામાં પણ ટૂથપેસ્ટ એક શ્રેષ્ઠ ઉપાય સાબિત થાય છે.રાતે સૂતા પહેલા ટૂથપેસ્ટને ખીલ પર લગાવવું. સવારે ઠંડા પાણીએ ચહેરો સાફ કરી લેવો તમને ખીલ પર તરત જ અસર જોવા મળશે. ખીલ પર માત્ર સફેદ ટૂથપેસ્ટ જ લગાવવી.

બરફ.બરફ પણ ખીલથી છુટકારો અપાવવામાં મદદરૂપ બને છે.બરફના ટુકડાને કોટનનાં કાપડમાં લપેટીને ચહેરા પર હલકા હાથે માલીશ કરવી. આ ઉપાય દિવસમાં બે વાર કરવાથી ત્રણ-ચાર દિવસમાં ખીલની સમસ્યામાં રાહત મળે છે.

નાસ.નાસએ ખીલ માટેનો સૌથી સારો ઉપાય છે. ચહેરા પર નાસ લેવાથી ઝીણા છીદ્રો ખુલ્લી જાય છે, અને ચહેરા પરની ગંદકી દૂર થાય છે.જ્યારે પણ ખીલની સમસ્યા થાય ચાર-પાંચ દિવસ સુધી દિવસમાં બે વાર નાસ લેવો જોઇએ. નાસ લેવાથી ખીલ તો દૂર થાય જ છે સાથે-સાથે ચહેરા પર ગ્લો પણ આવે છે.

તજ.તજને પીસીને પાવડર બનાવી લેવો, આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં ચહેરા પર લગાવવું.
આ ક્રિયા દિવસમાં બે વાર કરવાથી ખીલ દૂર થાય છે.

સંતરાની છાલ.સંતરાની છાલને ચહેરા માટે ખુબ જ સારી માનવામાં આવે છે. આ છાલને તડકામાં સુકાવી તેનો પાવડર તૈયાર કરી લેવો.આ પાવડરને એક કે બે ચમચીની માત્રામાં લઈને પાણીમાં મિક્સ કરી ચહેરા પર લગાવી લેવું.અડધા કલાક પછી ચહેરાને સાફ કરી લેવું, આવું દિવસમાં બેથી ત્રણ વાર કરવું.

એપલ વિનેગર.એપલ વિનેગરને સ્કિન માટે ખુબ જ લાભદાયી ગણવામાં આવે છે. એપલ વિનેગરમાં કોટન(રૂ)ને ડૂબાડીને ચહેરા પર લગાવવું. ચહેરા પર એ સૂકાય જાય ત્યાર બાદ ઠંડા પાણીએ ધોઈ લેવું. આ પ્રયોગ દિવસમાં બે વાર કરવાથી ખીલ જરૂર દૂર થશે.

મધ.મધને એક નેચરલ એન્ટીસેપ્ટિક ગણવામાં આવે છે. ખીલની સમસ્યા માટે આ રામબાણ ઈલાજ છે.
કોટન(રૂ)ને મધમાં બોળીને ચહેરા પર લગાવવું. જ્યારે એ સૂકાય જાય તેને ધોઈ લેવું, ખીલ જરૂરથી દૂર થશે.