જાણો ચોટીલા નો રસપ્રદ ઇતિહાસ, માં ચામુંડા ના આ મંદિર માં આજે પણ કોઈ રાત્રે અહીં નથી રોકાતું, જાણો કારણ….

નમસ્કાર દર્શક મિત્રો આજ ની પોસ્ટ મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે જે ધામ વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે દોસ્તો કહેવા માં આવે છે કે આ મંદિર અનેક રહસ્યો છે જેને કારણે આજે પણ ત્યાં આગડ ભાવિ ભક્તો માં ના દર્શન માત્ર સૂર્યાસ્ત થતા પહેલા જ કરી શકે છે અને ત્યાર બાદ ત્યાં આગળ કોઈ પણ વ્યક્તિ આ પર્વત ઉપર રોકાણ કરી શકતું નથી કારણ કે ત્યાં આગળ અજીબ માન્યતાઓ છે તો ચાલો આ રહસ્યમય મંદિર વિશે વધુ જાણકારી મેળવીએ.

દોસ્તો ચોટીલા એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ મહત્વનું યાત્રાધામ છે. આ ઉપરાંત ચોટીલા તાલુકાનું મુખ્ય મથક પણ છે. જે રાજકોટથી અમદાવાદ જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં.૪૭ ઉપર આવેલું નગર છે.

પ્રાચીન સમયમાં ચોટીલા ને ચોટગઢ કહેવાતું હતું. તે મૂળ સોઢા પરમારો ના શાસન હેઠળ હતું પરંતુ જગસીયો પરમારના શાસન સમયે તે ખાચર કાઠીઓના હાથમાં આવ્યું અને તે તેમનું એક મુખ્ય મથક બન્યું. મોટાભાગના ખાચર કાઠીઓનું મૂળ કુટુંબ ચોટીલામાંથી છે. ચોટીલા ઇ.સ.1566ના વર્ષમાં કાઠીઓ વડે કબ્જે કરાયું હતું. બ્રિટિશ શાસન સમયે તે એજન્સી થાણાનું મુખ્ય મથક હતું.

દોસ્તો હવે વાત કરીએ આ મંદિર ના રહસ્ય વિશે ચર્ચા કરીએ તો આ કારણ પાછળ ઘણા વૈજ્ઞાનિકો પણ આવી ને રિસર્ચ કરી ચુક્યા છે પણ તે પાછળ ના રહસ્ય નું કારણ શોધી શક્યા નહી ત્યાંના લોકો નું કહેવું છે કે અહીંયા સૂર્યાસ્થ થયા બાદ અહીંયા કોઈ ને પણ રોકાવવા ઉપર પ્રતિબંધ છે.

કારણ કે અહીંયા સંધ્યા બાદ માતાજી ના મંદિર માં સિંહ પોતે તે મંદિર ની રક્ષા કરવા માટે આવે છે અને તેના કારણે ત્યાં આગળ રાત્રી રોકાણ માટે સખ્ત મનાઈ છે. અને તેમાં પૂજારી ને પણ રોકાવવા માટે મનાઈ છે પણ કહેવા મા આવે છે. કે નવરાત્રી દરમિયાન માત્ર 5 વ્યકતી ઓ ને રોકાવવા માટે પરમિશન આપવા માં આવે છે અને તે માટે પણ અમુક નિયમો ને આધીન રોકાવવા માં આવે છે.

અને એ પણ કહેવા માં આવે છે કે હજારો વર્ષ પહેલાં ત્યાં આગળ ચંડ અને મુંડ નામ ના રાક્ષસો રહેતા હતા એ બંને નો પ્રજા ઉપર ખુબજ ત્રાસ હતો થી ત્યાંના ઋષિ મુનિ ઓ એ આદ્યશક્તિ ની ઉપાસના કરતા એક યજ્ઞ નું આયોજન કર્યું તે યજ્ઞ માં થી માં આદ્યશક્તિ તેજ સ્વરૂપે પ્રગટ થયા અને અને ચંડ અને મુંડ નો સંહાર કર્યો એટલે તેમનું નામ ચંડી પાડવા માં આવ્યું હતું અને આવા તો અનેક પરચા છે ચામુંડ માતાજી ના બીજા પણ અનેક નામ આપવા માં આવેલા છે.

જગપ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતના શિખરે આવેલું છે. ભારતમાં મોટા ભાગના માતાજીના મંદિર પર્વતોના શિખરે જોવા મળતાં હોય છે. ચોટીલા પર્વત ચઢીને માતાજીના દર્શન કરવા માટે આશરે 635 જેટલા પગથિયા ચઢવા પડે છે. રાજકોટ અને અમદાવાદને જોડતા નેશનલ હાઈવે નં-8-એ પર વચ્ચે આવે છે ચોટીલા. અમદાવાદથી ચોટીલાનું અંતર આશરે 190 કિ.મી અને રાજકોટથી આશરે 50 કિ.મી જેટલું થાય છે. સમુદ્ર સપાટીથી તુલનાને ચોટીલા માત્ર સુરેન્દ્રનગર જિલ્લાની જ નહીં પણ, ગુજરાતની સૌથી ઊંચી ભૂમિ છે. ચોટીલા પર્વતની ઊંચાઈ આશરે 1.173 ફીટ જેટલી છે.

ચોટીલામાં પ્રવેશતા જ સંખ્યાબંધ ચૂંદડી અને પ્રસાદની દુકાનો નજરે ચઢે છે. આ સિવાય ચામુંડા માતાજીના મહિમાનું ગાન કરતી કેસેટો, સીડી, ડીવીડીની દુકાનો પણ છે ચોટીલા પર્વતના તળિયે આવી સેંકડો દુકાનો જોવા મળે છે.ચોટીલા પર્વતથી થોડે દૂર વાહન પાર્ક કર્યાં બાદ શ્રદ્ધાળુઓએ થોડું અંતર ચાલિને કાપવું પડે છે ત્યાર બાદ પર્વતના ચઢાણની શરૂઆત થાય છે. છેક પર્વતના શિખર સુધીના પગથિયાં પથ્થર વડે બનેલા છે.

વર્ષના બારેય મહિના ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર શ્રદ્ધાળુઓ, મુલાકાતીઓ અને પ્રવાસીઓથી ભરચક રહે છે. આસો અને ચૈત્રી નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓની સંખ્યા નોંધપાત્રપણે વધી જાય છે. ચોટીલા પર્વતની તળેટીમાં જ ચોટીલા-નગર પણ વસ્યું છે. જાણે કે માતાજીની કૃપાદ્રષ્ટિ હેઠળ વસેલું નગર! નવરાત્રીના દિવસોમાં ચામુડાં માતાજીના મંદિરમાં મોટો યજ્ઞ યોજાય છે. એવું કહેવાય છે કે દરરોજ સાંજે આરતી પૂરી થયા પછી દરેક વ્યક્તિ પર્વતથી નીચે આવી જવું પડે છે. પૌરાણિક કથા અનુસાર, દાનવ ચંડ અને મુંડતથા દેવી મહાકાળી વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. યુદ્ધમાં દેવીએ બંને દાનવોનો શિરચ્છેદ કર્યો અને તેને માતા અંબિકાને ભેટ ધર્યાં. માતા અંબિકાએ મહાકાળી માને કહ્યું કે આપ ચામુંડા દેવી તરીકે પૂજાશો.

અગાઉ ચોટીલા પર ખાચર વંશના રાજાઓનું શાસન હતું. ચોટીલા પ્રસિદ્ધ ગુજરાતી કવિ ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ પણ છે. મંદિરના વ્યવસ્થિતપણે વિકાસ કરી શકાય તે હેતુથી 1964માં શ્રી ચામુંડા માતાજી ડુંગર પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટર કરાવવામાં આવ્યું, જેમાં હાલ કુલ 17 ટ્રસ્ટી છે. સ્વ. મહંતશ્રી ગુલાબગિરિ બાપુના વંશને છેલ્લા 135 વર્ષથી ચામુંડા માતાજી ની પૂજા અર્ચના કરે છે.