જાણો ગણેશજીને હાથીનું મસ્તક લગાવ્યા બાદ એમના કાપેલા મસ્તક નું શુ થયું..??..

ગણપતિ બાપ્પા ,વિઘ્ન હર્તા જવા દરેક ભક્તોના વિઘ્ન દૂર કરે છે.બાળકોના પ્રિય બાળ ગણેશ દરેકની ઈચ્છા પૂરી કરે છે.દેશ ભરમાં ગણેશ ચતુર્થી ધૂમધામથી ઉજવવામાં આવે છે.જોકે ગણપતિદાદા સાથે જોડાયેલી ઘણી કહાનીઓ રસપ્રદ છે.એવી જ એક કહાની વિશે આજે અમે તમને જણાવીશું.

દાદા ગણેશ મહાદેવ તેમજ માતા પાર્વતી ના બીજા પુત્ર છે. ભગવાન ગજાનન ની કથા વિષે તો બધા જાણતા જ હશો કે માતા પાર્વતી જયારે સ્નાન કરવા જતા હતા અને સ્નાન ના ઉબટન માથી તેમણે એક બાળક આકાર રચ્યો અને તેમા પ્રાણ પૂર્યા. કૈલાશ પર તપ કરવા ગયેલા મહાદેવને આ બાળક વિશે ખ્યાલ જ નહોતો. માતા પાર્વતીએ તો બાળક ને તેમના સ્નાનાગાર ની બહાર મોકલી દીધો અને કહ્યું કે ધ્યાન રાખજે કે કોઈપણ વ્યક્તિ અંદર પ્રવેશી ન શકે. માતા ની આજ્ઞાનુ પાલન કરતા બાળક ગણેશે તેના પિતા વિશે કંઈ સાંભળ્યું નહોતું અને તેમને જોયા પણ નહોતા.

પરંતુ અચાનક ત્યારે જ મહાદેવનો તપ પૂર્ણ થયો અને તેઓ તપ કરીને પરત ફર્યા. બાલગણેશે તેમને અંદર પ્રવેશવા ની અનુમતિ ન આપી. આ બાદ ભગવાન શિવે પોતાના ક્રોધવશ રોદ્ર રૂપ ધારણ કરી બાળક ગણેશ સાથે યુદ્ધ કરવા ત્રિશુળ ચલાવી દીધુ અને જેના પરિણામ સ્વરૂપ બાળગણેશ નુ માથું તેના ધડ થી અલગ થઇ ગયું. તેમને જ્યારે પાર્વતીજીએ હકીકત જણાવી તો ત્યારબાદ હાથી નુ મસ્તક લગાવી બાલગણેશ ને પુનર્જીવિત કરવામા આવ્યા. પરંતુ શું તમને ખબર છે કે ભગવાન ગણેશજી ના કાપેલા મસ્તક નુ પછી શું થયુ? તો ચાલો જાણી લઈએ આ વિશે.

ઘણી માન્યતાઓ મુજબ ભોળાનાથે પોતાના પુત્ર ગણેશના કાપેલા મસ્તક ને ઉત્તરાખંડ ની એક ગુફામા રાખી દીધું હતુ. આપને જણાવી આપીએ કે આ ગુફા હાલ પણ ઉત્તરાખંડ ના પીથૌરાગઢ મા આવેલ છે, જેને પાતાળ ભુવનેશ્વર ના નામ થી ઓળખવામા આવે છે. એવું માનવામા આવે છે કે આ જગ્યા નુ વર્ણન સ્કંદપુરાણમા પણ વાંચવા મળે છે. એવું પણ કહેવાય છે કે અહિયાં ગણેશજી ના કાપેલા મસ્તક ની એક પ્રતિમા સ્થાપિત છે જેને આદિગણેશ કહેવામા આવે છે.

વરાહપુરાણના મતે ભગવાન શિવે ગણેશજીને પંચતત્વોમાંથી બનાવ્યા છે. જ્યારે ભગવાન શિવ ગણેશજીને બનાવી રહ્યાં હતા ત્યારે એકદમ સ્વરૂપવાન બન્યા હતા. ત્યારબાદ આ સમાચાર દેવતાઓને મળ્યા. દેવતાઓને જ્યારે ગણેશના રૂપ અને વિશિષ્ટતા અંગે જાણવા મળ્યું તો તેમને ડર સતાવા લાગ્યો કે કયાંક આ જ બધાનું આકર્ષણનું કેન્દ્ર ના બની જાય. આ ડર તો ભગવાન શિવજીને પણ સતાવા લાગ્યો, ત્યારબાદ તેમણે ગણપતિદાદાના પેટનો આકાર મોટો કરી દીધો અને મોં હાથીનું લગાવી દીધું.

શ્રી ગણેશ ચાલાસીમાં વર્ણવ્યું છે કે માતા પાર્વતીએ પુત્ર પ્રાપ્તિ માટે વિશાળ ઉત્સવ કરો. ચારેબાજુથી દેવી, દેવતા, સુર, ગંધર્વ, અને ઋષિમુનિ દેખાવા લાગ્યા. શનિ મહારાજ પણ જોવા આવ્યા. માતા પાર્વતીએ તેમના બાળકને ચાલીને જોવાનો અને આશિષ આપવાનો આગ્રહ કર્યો. શનિ મહારાજ પોતાની દ્રષ્ટિથી બાળકને જોવાથી બચી રહ્યાં હતા. માતા પાર્વતીને ખોટું લાગ્યું. તેમણે શનિદેવને ફરિયાદ કરી કે તમને આ ઉત્સવ ના ગમ્યો, બાળકનું આગમન પણ પસંદ નથી પડ્યું. શનિ દેવની દ્રષ્ટિ જેવી બાળકના મોં પર પડી કે બાળકનું માથું આકાશમાં ઉડી ગયું. ઉત્સવનો માહોલ માતમમાં ફેરવાઇ ગયો. માતા પાર્વતી ગૂંચવાઇ ગયા. ચારેબાજુ હાહાકાર મચી ગયો. તરત જ ગરૂડજીને ચારે દિશામાંથી ઉત્તમ માથું લાવવાનું કહેવાયું. ગરૂડજી હાથીનું માથું લઇને આવ્યા. આ માથું શંકરજીએ બાળકના શરીર સાથે જોડીને પ્રાણ પૂર્યા. આમ આ રીતે ગણેશજીનું માથું હાથી સાથે માન્યતા મુજબ કળયુગમા આ ગુફા ની શોધ આદિગુરુશંકરાચાર્યએ કરી હતી.

પીથૌરાગઢ ની આ ગુફા અત્યાર સુધી અહીયા ના લોકો ની સાથોસાથ અન્ય દેશો થી અવરજવર કરવાવાળા ભક્તો નુ પણ આસ્થાકેન્દ્ર છે. તમને જણાવી આપીએ કે આ ગુફા વિશાળકાય પર્વત ની બાજુમા આશરે ૯૦ ફૂટ અંદર છે. એવી માન્યતા છે કે આ બ્રહ્મકમળ ભગવાન શિવે સ્વયં આ જગ્યાએ સ્થાપિત કર્યું હતુ. આ પવિત્ર ગૂફા ના સ્થાને કેદારનાથ, બદ્રીનાથ તેમજ અમરનાથ ના પણ દર્શન થાય છે. જ્યાં બદ્રીનાથમા બદ્રીપંચાયત ની શિવ સ્વરૂપ મુર્તિઓ છે. જેમાં યમ-કુબેર, વરુણ, લક્ષ્‍મી, ગણેશ તેમજ ગરુડ ની પ્રતિમાઓ નો સમાવેશ થાય છે. માન્યતા મુજબ આ ગુફામા ગણેશ ના કપાયેલ મસ્તક ની રક્ષા સ્વયં ભગવાન ભોળાનાથ કરે છે.આ ગુફામાં ચાર યુગ ના પ્રતિક રૂપ માં ચાર પથ્થર આવેલા છે. તેમાંનો એક પથ્થર કે જેને કળિયુગનો પ્રતીક માનવામાં આવે છે તે ધીરે ધીરે ઉપર ઉચકાઇ રહ્યો છે. માનવામાં આવે છે કે જે દિવસે કળયુગના પ્રતીક રૂપા પથ્થર દિવાલ સાથે અથડાઈ જશે તે દિવસે કળિયુગનો અંત થઇ જશે.

આ ગુફામાં ભગવાન શિવ, બ્રહ્મા અને વિષ્ણુજીની મૂર્તિઓ આવેલી છે તથા ગુફાની છત પર એક ચિત્ર માંથી ત્રણેય મૂર્તિઓ પર વારાફરતી પાણી ટપકે છે. ભગવાન શિવની જટાઓના દર્શન પણ આ ગુફામાં થાય છે. આ રહસ્યમયી ગુફામાં કેદારનાથ, બદ્રીનાથ અને અમરનાથના પણ દર્શન થાય છે. પાતાળ ભુવનેશ્વર ગુફામાં કાળભૈરવ ની જીભ ના પણ દર્શન થાય છે. તેને લઇને એવી માન્યતા છે કે મનુષ્ય કાળભૈરવના મુખમાંથી ગર્ભમાં પ્રવેશ કરી પુંછ સુધી પહોંચી જાય તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ ગુફામાં ચાર દરવાજા બનેલ છે. તેને પાપ દ્વાર, રણદ્વાર, ધર્મ દ્વાર તથા મોક્ષ ના રૂપમાં પરિભાષિત કરવામાં આવેલ છે. સ્કંદ પુરાણ અનુસાર પાપ દ્વાર ત્રેતાયુગમાં રાવણની મૃત્યુ સાથે બંધ થઈ ગયું હતું. રણ દ્વાર દ્વાપરમાં મહાભારત બાદ બંધ થઈ ગયું હતું જ્યારે ધર્મ દ્વાર હજુ પણ ખુલ્લુ છે. કહેવામાં આવે છે કે કળિયુગની સમાપ્તિ બાદ જ તે બંધ થશે. માનવામાં આવે છે કે મોક્ષ દ્વાર સતયુગની સમાપ્તિ પર બંધ થશે.આ ગુફાને જોઈને તમે પણ જરૂર માણસો કે આવી કોઈ વસ્તુ ઈશ્વર જ બનાવી શકે છે કારણકે મનુષ્ય માટે આ શક્ય નથી. આ જગ્યા નું ધાર્મિક મહત્વ પણ છે અને ઘણાં લોકો માટે આ એક કષ્ટનિવારણ સ્થળ પણ છે. કહેવામાં આવે છે કે અહીંયા જવાથી વ્યક્તિના અમુક રોગો પોતાની જાતે જ ખતમ થઇ જાય છે.