જોવો નરેશ કનોડિયા ના અંતિમ સમયે એમની, ક્યારેય ના જોયેલી ખાસ તસવીરો, પહેલા દેખાતા હતા કઈ આવા….

નમસ્કાર મિત્રો આજના આ લેખમા તમારુ સ્વાગત છે મિત્રો જરાતી ફિલ્મ જગત માટે દુખદ સમાચાર આવ્યાં છે. ગુજરાતી ફિલ્મ અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાનું 77 વર્ષે નિધન થયું છે. તેઓ યુ.એન. મહેતામાં કોરોનાની સારવાર લઇ રહ્યાં હતા. નોંધનીય છે કે, બે દિવસ પહેલા નરેશ કનોડિયાના મોટાભાઇ મહેશ કનોડિયાનું મૃત્યું થયું હતું. ગુજરાતી સિનેમામાં નરેશ-મહેશની બેલડીની ખોટ કોઇ પૂરી શકશે નહીં.

Advertisement

20 ઓક્ટોબરના રોજ નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. તેમજ તેમની તબિયતને લઈ તેમના દીકરા અને કડીના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ આજે તેમના પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે આ ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે.

મિત્રો ગુજરાત ની ધરતીએ ઘણાબધા ગુજરાતી ફિલ્મો મા સુપરસ્ટાર આપ્યા છે જેમ કે વિક્રમ ઠાકોર,હિતેન કુમાર,મનિરાજ બારોટ, હિતુ કનોડિયા ,નરેશ કનોડિયા ,રાકેશ બારોટ ,એવા ઘણાબધા કલાકારો છે જમણે ગુજરાતી ફિલ્મો મા પોતાની એક અલગ ઓળખ બનાવી છે પરંતુ મિત્રો આજે આપણે વાત કરીશુ ગુજરાતી ફિલ્મો ના રજનીકાંત તરિકે ઓળખાતા નરેશ કનોડિયા વિશે મિત્રો નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોના એક લોકપ્રિય અભિનેતા તો છે પરંતુ સાથે તેઓ એક સંગીત કાર પણ છે તો મિત્રો આવો જાણીએ નરેશ કનોડિયા ના અંગત જીવન વિશે.

મિત્રો નરેશ કનોડિયા નો જન્મ મહેસાણા પાસે આવેલા એક નાનકડા ગામ કનોડા મા થયો હતો તેમના પિતાનું નામ મિથાભાઈ અને માતાનું નામ દલીબેન છે અને તેઓ વ્યવસાયે વણાટ નુ કામ કરતા હતા નરેશ કનોડિયા બાળપણથી જ પોતાના ભાઈ મહેશ કનોડિયા સાથે સ્ટેજ ઉપર પોર્ગ્રામ કરતા હતા તેઓ એક સફળ અભિનેતા ની સાથે એક સારા સંગીતકાર પણ છે નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મો અભિનય ની શરૂઆત 1970 મા આવેલી વેલીને આવ્યા ફુલ થી કરી હતી.

મિત્રો તમને જણાવી દઇએ કે નરેશ કનોડિયા એ રીમા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે અને તેમનો એક પુત્ર પણ છે જેમનું નામ હિતુ કનોડિયા છે અને તેઓ પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મશહૂર અભિનેતા છે તેમજ તેમણે ગુજરાતી ફિલ્મ અભિનેત્રી મોના થિબા સાથે લગ્ન કર્યા છે મિત્રો નરેશ કનોડિયા 1980 અને 1990 ના દશ્ક મા ગુજરાતી ફિલ્મો ના બિજા અભિનેતા જેવા કે ઉપેન્દ્ર ત્રિવદી અસરાની,હિતેન કુમાર ,કિરણ કુમાર,તેમજ ફિરોજ ઇરાની સાથે પન ઘણી ફિલ્મો મા કામ કર્યુ છે મિત્રો 90 ના દશક મા નરેશ કનોડિયાએ તે સમય ની ખુબજ મશહૂર અભિનેત્રી સ્નેહલતા અને રોમા માણેક સાથે પણ ઘણીબધી ફિલ્મો મા કામ કર્યુ છે ની જોડીઓ ખુબજ પ્રસિદ્ધ પણ થઇ હતી.

નરેશ કનોડિયા એ સીંગર અને ડાન્સર તરિકે પોતાના કરિયર ની શરૂઆત કરી હતી અને તેમની સાથે તેમના ભાઈ મહેશ કનોડિયા પણ જોડાઇ ગયા હતા અને મિત્રો 1980-90 દશક મા મિત્રો ગુજરાતી ફિલ્મો મા મહેશ નરેશ ની જોડી ખુબજ સફળ થઈ હતી અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી મા તેઓ મહેશ નરેશ તરિકે ઓળખવા લાગ્યા હતા મિત્રો મહેશ નરેશ ની આ જોડી એ એક અનોખો રેકોર્ડ બનાવ્યો હતો જ્યા તેમણે એશિયાની બહાર તેમજ આફ્રિકા અને અમેરિકા મા જઈ ને સ્ટેજ પોગ્રામ આપ્યા છે અને કોઈ ગુજરાતી કલાકાર તરીકે આવુ કરનાર એક માત્ર નરેશ મહેશ ની જોડી છે.

મિત્રો નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મોમા અત્યાર સુધી 300 કરતા પણ વધારે ફિલ્મોમા અભિનય કર્યો છે અને જો નરેશ કનોડિયાની સફળ ફિલ્મોની વાત કરીયે તો જોગ-સંજોગ, હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારૂ, ઊંચી મેડીના ઊંચા મોલ, રાજ રાજવણ, કડલાની જોડ, તમે રે ચંપો ને અમે કેળ, મા-બાપને ભૂલશો નહી વગેરેનો સમાવેશ થાય છે મિત્રો નરેશ કનોડિયા એ પોતાના જીવનના 40 વર્ષ ગુજરાતી ફિલ્મો મા કામ કર્યુ છે જે એક ગુજરાતી ફિલ્મ અભિનેતા તરિકે ખુબજ મોટુ કામ છે મિત્રો નરેશ કનોડિયા એ એકપછી એક સફળ ફિલ્મો આપીને ગુજરાતી પ્રજાને મનોરંજન કર્યુ હતું.

મિત્રો નરેશ કનોડિયા ફિલ્મો સિવાય રાજનીતી મા ખુબજ સફળ છે તેમણે 2002 થી 2007 સુધી ગુજરાત વિધાનસભાની કરજણ વિધાનસભા ની બેઠક પરથી તેઓ ભાજપ ના સભ્ય પણ રહી ચુક્યા છે અને ત્યાર થી તેઓ ભાજપ ની કેટલીક સભાઓ સબોધિત કરી છે મિત્રો આ બધાની વચ્ચે તમને નરેશ કનોડિયા ની સરનેમ જરુર અલગ લાગી હશે તો મિત્રો તેમણે તેમના ગામ કનોડા ના નામ પરથી પોતાની સરનેમ કનોડિયા રાખી હતી.

Advertisement